Wanted Love 2 - 94 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--94

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--94


(કાયનાની સાથે જેલમાં એક જ સેલમાં રહેતા હર્ષાબેન કાયનાને રનબીર વિશે જણાવે છે જે સાંભળીને કાયના કોઇ જ પ્રતિક્રિયા નથી આપતી.અહીં હિયા રનબીરને જણાવે છે કે અંશુમાન ડ્રગ્સ લેતો હતો.તે બંને કેવીરીતે નજીક આવ્યાં અને કાયના જેલમાં ગઇ તે દિવસથી તે ગાયબ હતો.કિનારા અને લવ તે વિચારે છે કે તે બંને જીવે છે શું તે વાત રોમિયો જાણતો હશે અને હા તો કોણે તે વિશે તેને જણાવ્યું હશે.અહીં અદા અપંગ થઇ ગઇ હતી.)

અદા આ ખંડેર જેવા ઘરને અને પોતાની કિસ્મત દોષ દેતા પલંગ પર પડી હતી.તે રાત જ્યારે લવ શેખાવતની માંડવીની હવેલીમાં બ્લાસ્ટ થયો હતો.જ્યારે ખબર પડી હતી કે હવે બ્લાસ્ટ થવાનો છે ત્ય‍ારે રોમિયો લવ,શિના,રમેશભાઇ અને લવ મલ્હોત્રા તે ચારેયને બાંધીને એક રૂમમાં પુરીને ભાગ્યો હતો.

લગભગ તે બ્લાસ્ટના બે દિવસ પહેલાથી બિમાર અદા આ બધાંથી સાવ અજાણ હતી.હવેલીમાં આટલી શાંતિ જોઇને તે માંડ માંડ ઊભી થઇને બહાર આવી.
તેણે જોયું કે રોમિયો કિનારાને લઇને બહાર નીકળવાની ફિરાકમાં હતો.કિનારાના બંને હાથ બાંધેલા હતા અને તેના મોંઢા પર પટ્ટી લગાવેલી હતી.રોમિયો તેને ધસડીને લઇને જતો હતો.

"રોમિયો,ક્ય‍ાં જાય છે?"અદાએ લગભગ ચિસ પાડી.

"મારી ડાર્લિંગ સાથે હંમેશાં માટે આ દેશ છોડીને જઇ રહ્યો છું.થોડાક જ કલાકોમાં હંમેશાં માટે સરહદ પાર કરી લઇશ."રોમિયો બોલ્યો.

"તો મારું શું થશે?હું ક્યાં જઈશ?"અદાએ ડરીને પુછ્યું.

"તું તારા જુના આશિક પાસે જા અને "થોડુંક અટકીને રોમિયો બોલ્યો.."તેની પાસે જઇને મર.કેમ કે થોડીક જ વારમાં આ હવેલીમાં બ્લાસ્ટ થશે.મે ટાઇમબોમ્બ સેટ કર્યો છે."

આટલી વારમાં અદા નીચે આવી ગઇ હતી.જે રોમિયો માટે તેણે આટલું બધું કર્યું હતું તે તેને મરવા છોડીને ભાગી રહ્યો હતો.તેના જીવતા હોવાની વાત છુપાવવી,તેને વર્ષો સુધી છુપાવીને રાખવો અને લવ શેખાવતને પ્રેમજાળમાં ફસાવવું;તે બધું તેણે રોમિયોના કહેવા પર કર્યું હતું.ત્યાંસુધી કે તેણે પોતાના દિકરાઓથી પણ રોમિયોના જીવતા હોવાની વાત છુપાવી.

અદાએ ટેબલ પર પડેલું ભારે અને એન્ટિક ફ્લાવર વાઝ ઉઠાવ્યું.તેણે જોરથી રોમિયોના માથે માર્યું પણ રોમિયોએ હાથથી તે રોકી લીધું.કિનારાને તક મળતા તે જે રૂમમાં બધાને રાખ્યાં હતા તે બાજુ દોડી.

અદાને ખૂબજ ગુસ્સો આવ્યો હતો તેણે રોમિયો સાથે મારામારી કરી.

"નાલાયક,****રોમિયો તારા માટે મે કેટકેટલું કર્યું.તને મરતા બચાવ્યો,વર્ષો સુધી છુપાવીને રાખ્યો,લવની રખાત બની અને તેના રૂપિયા તને પહોંચાડ્યાં.દુનિયાની નજરમાં ખરાબ બની અને તું હજી કિનારા પાછળ પાગલ છે?"અદાએ તેને ધક્કો મારીને નીચે પાડ્યો અને તેની છાતી પર બેસીને તેને મારતા બોલી.

"એ.એ..એ પાગલ,ઉતર.પાગલપન ના કર.બોમ્બ ફુટી જશે અને આપણે બંને મરી જઇશું પહેલા અહીંથી સલામત રીતે નીકળીએ પછી શાંતિથી વાત કરીએ.
આમપણ તારા કારણે મારી ડાર્લિંગ કિનારા ભાગી ગઇ.હાય હાય,મારી ડાર્લિંગ હવે મરી જશે.તારા કારણે મારું આ સપનું અધુરું રહેશે.મરી કેમ નથી જતી.ઊભી રહે આ કામ પણ હું જ કરી દઈશ." આટલું બોલી રોમિયોએ અદાને ધક્કો માર્યો અને તેને નીચે પાડી દીધી.તેણે અદાને બે સણસણતા થપ્પડ માર્યા.તે જમીન પર પડી ગઇ.

અદાએ રોમિયોના પગ પકડી લીધાં.રોમિયોએ તે છોડાવવાની કોશિશ કરી પણ અદાની પકડ મજબૂત હતી.રોમિયોએ પોતાના ખીસામાંથી ગન કાઢી અને અદાના બંને પગ પર ગોળી મારી.

અદાની રોમિયોના પગ ફરતે પકડ ઢીલી થઇ ગઇ.તે જમીન પર કણસવા લાગી.
"રોમિયો,હું તને નહીં છોડું.આજ સુધી તું સફળ હતો તો તેનું કારણ માત્ર હું હતી.હું જ તને બરબાદ કરીશ.જે ડ્રગ્સના ધંધા પર તને ગર્વ છે તે જ હું તારાથી છિનવી લઇશ અને તેના પર કબ્જો જમાવીશ.કુતરાની મોત મરીશ રોમિયો."અદા દર્દમાં કણસતા બરાડા પાડીને બોલી.

રોમિયોએ અટહાસ્ય કર્યું.

"જીવતી બચે તો જરૂર કરજે મારી અદા ડાર્લિંગ.ગુડ બાય."રોમિયો આટલું કહીને અદાના ચહેરા પર ઝુક્યો.તેના હોઠ ચુમ્યા અને નીકળી ગયો.

અદાને યાદ આવ્યું કે રોમિયો તો ફટાફટ ભાગી ગયો હતો.પોતાને બંને પગે ગોળી વાગવા છતાં તેણે હિંમત કરીને બહાર નીકળવા પ્રયાસ કર્યો.તે લવ અને બાકી બધાની મદદ કરવા માંગતી હતી પણ બહુ સમય નહતો.તે માંડમાંડ ઘસડાતા ઘસડાતા બહાર આવી.અચાનક એક જોરદાર ધડાકો થયો.તે એટલો પ્રચંડ હતો કે તે ઉછળીને દુર પડી.એક તો તે પહેલાંથી બિમાર હતી.તેમા પગમાં ગોળી વાગી હતી અને બીજું આ ધડાકાના કારણે ઊછળીને દુર પડી.તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જ્યાં તેના દિકરાઓ તેને મળવા આવ્યાં.તે વોન્ટેડ ક્રિમિનલ હતી એટલે પોલીસે તેને એરેસ્ટ કરી હતી.

તેના બંને દિકરાઓ જ્યારે તેને મળવા આવ્યાં ત્યારે તેણે તેના પિતાની કરતૂત વિશે જણાવ્યું.

"જો તમે લોકો મને અહીંથી ભગાડી દેશો તો હું તમને જણાવીશ કે તમારા પિતાના ડ્રગ્સના ધંધાના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે અને તમે કેવીરીતે તેને ઓવરટેક કરીને આ ગરીબીમાંથી બહાર નીકળી શકશો."અદાએ કહ્યું.

"ના,મમ્મી તું પાગલ થઇ ગઇ છો.આવું બધું અમને ના ફાવે."

"ખબર નહીં મારા ત્રણેય સંતાન આવા કેમ પાક્યાં છે.તેમાં નંબર એક પર અદ્વિકા તે તો સાવ અલગ છે.મુર્ખાઓ રાતના સમયે એક જ હવાલદાર હોય છે અને એક લેડી હવાલદાર હોય છે.ત્યારે આવજો સરસ રહેશે."અદાએ કહ્યું.

"પણ મમ્મી,તારા બંને પગ કાપવા પડ્યાં છે અને તેવામાં તને ભગાવવી મુશ્કેલ થશે."

"જો તમે મને અહીંથી ના ભગાવી તો હું પોલીસને તમારું નામ પણ આપી દઈશ અને તમે પણ ફસાઈ જશો."અદાએ કહ્યું.

તેના બંને દિકરાઓ પોલીસને થાપ આપીને તેની માને ભગાડવામાં સફળ રહ્યા.બંને હવાલદાર બેભાન હતાં.અદાએ તે રૂમમાં એક અન્ય સ્ત્રીને બેભાન કરીને સુવડાવીને તે રૂમમાં આગ લગાડી દીધી.જેથી પોલીસ અદાને મૃત માને.

પણ જ્યારે ઊપરવાળો ન્યાય કરવા બેસે તો તે દોષીને સજા આપે જ છે.અદાને અપુરતી સારવારના કારણે અને હાઇ બી.પીના કારણે લકવો થઇ ગયો.તેના બંને દિકરાઓએ તેને અહીં આ ખંડેરમાં રાખી હતી અને તેની દેખભાળમાં એક બેન રાખ્યાં હતાં.કઇ બોલી ના શકવાના કારણે તે પોતાના દિકરાઓની કઇ મદદ ના કરી શકી.તેના દિકરાઓ તેને લગભગ રોજ કોસતા હતાં.કેમ કે આ બેનનો પગાર કાઢવો તેમના માટે અઘરું હતું.

અા બધાં વિચારોમાંથી અદા બહાર આવી.તેને હજી આશા હતી કે જલ્દી સાજી થઇ જાય અને તે રોમિયોને શોધીને તેની જોડે બદલો લે.

********

રનબીરની હાલત ખૂબજ ખરાબ હતી.કાયનાને આ હાલતમાં જોવી તેના માટે ખૂબજ તકલીફભર્યું હતું.તેને સમજાઇ ગયું હતું કે કાયનાને બચાવવા માટે તેને એકલા હાથે જ લડવાનું છે.કુશ તેની રીતે પ્રયત્ન કરી રહ્યો હતો અને તે પોતાની રીતે પ્રયત્ન કરશે.

તે જાનકીવીલામાં નહતો રોકાયો.તેણે પ્રણ લીધો હતો કે જાનકીવીલામાં તે કાયના સાથે જ જશે.મોંઘી હોટલમાં રોકાવવાની જગ્યાએ તે એક ગુજરાતી ધર્મશાળામાં રોકાયો હતો.કાયના વગર તમામ ભૌતિક સુખ તેને નકામું લાગતું હતું.કાયના વગર તેને ખાવાનું મન તો નહતું થતું પણ કાયનાને નિર્દોષ સાબિત કરવા માટે તેને સ્વસ્થ રહેવું જરૂરી હતી.

તે ભોજનશાળામાં જમીને બહાર નીકળ્યો.અચાનક તેનું ધ્યાન રોડની બીજી તરફ ગાડી પાર્ક કરીને ઊભેલો કબીર દેખાયો.તે કોઈની સાથે ફોન પર હસી હસીને વાત કરતો હતો.કબીરને જોઇને રનબીરની અંદર ગુસ્સાની આગ ભડકી ઊઠી.રનબીર કબીરની સામે આવીને ઊભો રહ્યો.

તેને જોઇને કબીરને આઘાત લાગ્યો.તેણે ફોન મુકી દીધો.તેણે કબીરનો કોલર પકડ્યો.

"શું ધાર્યો હતો તને અને શું નીકળ્યો તું?હું યુ.એસમાં હતો અને એ જ માનતો હતો કે કાયનાના અને તારા લગ્ન થઇ ગયા હશે અને તું તેનું ખૂબજ સરસ રીતે ધ્યાન રાખતો હોઇશ.તેના સપના પુરા કરવામાં તેની મદદ કરત હોઈશ પણ હું ખોટું માનતો હતો."રનબીરે ગુસ્સામાં કહ્યું.

કબીરે ઝટકામા કોલર છોડાવ્યો અને કહ્યું,"હા તો,તેની સાથે લગ્ન કરવા મતલબ પ્રોપર્ટીથી હાથ ધોવા અને તેના જેટલી જ હજાર સુંદર છોકરીઓ છે મુંબઇમાં.બીજી મને મળી પણ ગઇ.આવતા મહિને અમારા લગ્ન છે અેક તરફ બિચારી કાયના જેલમાં સડશે અને બીજી તરફ હું હનીમૂન મનાવતો હોઇશ.

તે રાત્રે મારી સાથે ડિનરમાં આવી હોત તો આજે આ બધું ના થયું હોત.મારી સાથે ડિનરમાં આવતી તો જે કામ લગ્ન પછી થવાનું હતું તે પહેલા થઇ જાત પણ તે બચી જાત.

રહી વાત મારા સ્વભાવનો તો તે પહેલેથી આવો જ છે.કાયના મને જ્યારે પહેલી વાર તેના રૂમમાં લઇ ગઇ અને શોર્ટ કપડાં પહેરીને આવી તે જોઇને મારી આંખમાં આવેલી ચમક જોઇ તેણે સમજી જવું જોઇતું હતું કે મને તેનામાં શું આકર્ષિત કરે છે."કબીરે કહ્યું.

"કબીર,તું તો કાયનાને પ્રેમ કરતો હતો તો તે તેને બચાવવાની કોશિશ કેમ ના કરી?તે તારી મોમની તબિયતનું ખોટું બહાનું બનાવ્યું.કેવો છે તું સાવ?"રનબીરે પુછ્યું.

"કરી હતી કોશિશ.મુંબઇના બેસ્ટ વકીલને રોક્યા હતાં પણ કશુંજ ના થયું.આ બધાં પાછળ અંશુમાન હતો.તે તારા કુશ ડેડને પણ ખબર હતી પણ તે કશુંજ ના કરી શક્યાં.જા ચલ અહીંથી મારો દિવસ ખરાબ ના કર."તેટલાંમાં એક સુંદર મોર્ડન યુવતી આવી.
"ચલ ડાર્લિંગ ઘરે મોમ તારી રાહ જોવે છે."

"કબીર,જે થયુંને તે ખૂબજ સારું થયું.એક વાત ધ્યાનથી સાંભળી લે.બહુ જલ્દી કાયના બહાર હશે અને બીજી વાત તારા લગ્ન પહેલા હું અને કાયના લગ્ન કરીશું.થેંક ગોડ કાયના તારા જેવા પુરુષની પત્ની બનતા બચી ગઇ."રનબીર બોલ્યો.

કબીરે પરસેવો લુછતા મનોમન બોલ્યો,"હે ભગવાન,આને ખબર ના પડે કે મારી અને કાયનાની સગાઇ તુટ્યાં પછી અંશુમાન મને મળવા આવ્યો હતો.નહીંતર આ અને કુશ શેખાવત મને જીવતો નહીં છોડે."

રનબીર સેન્ટ્રલ જેલ થાને પહોંચ્યો.અાજે તેણે નિશ્ચય કરી લીધો હતો કે તે પોતાની જાન,પોતાના પ્રેમને મળીને જ રહેશે.
તે આરતીબેન પાસે ગયો.
"આવ બેટ‍ા,કેમ છે તું?"

રનબીર અંશુમાન,મિહિર,આલોક અને હિયા વિશે જણાવ્યું.તેણે જણાવ્યું કે કુશ જાણે છે કે આ બધાં પાછળ અંશુમાન છે છત‍ાંપણ તે કાયનાને નથી બચાવતા.

"રનબીર,કુશ સર બરાબર કરે છે?તેમણે ઘણાબધા પ્રયત્ન કર્યા પણ આ કેસ જેટલો સરળ દેખાય છે તેટલો જ ગુંચવાયેલો છે.બસ એક જ વ્યક્તિ પકડાઇ જાયને તો બધું ક્લિયર થઇ જાય."આરતીબેન બોલ્યા.

"કોણ?"

"રોમિયો.તું અહીં કેમ આવ્યો હતો?"આરતીબેને કહ્યું.

"આંટી,મને કાયનાને મળવું છે.તે ઇચ્છે કે ના ઇચ્છે.બસ એકવાર તેને કહો કે તેનો રનબીર આવ્યો છે."રનબીરે કહ્યું.

શું કબીર અંશુમાન વિશે જાણતો હશે?
કેમ તેણે કાયનાની મદદ ના કરી?
શું કાયના રનબીરને મળશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

xxx

xxx 2 month ago

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Monika

Monika 5 month ago