Wanted Love 2 - 92 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - પાર્ટ-૨ ભાગ--92

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - પાર્ટ-૨ ભાગ--92


(લવ મલ્હોત્રા રોમિયોના ખાસ માણસથી જાણે છે કે રોમિયો એક મહિના પછી કિનારાને કિડનેપ કરીસરહદ પાર જવાનો હતો.તે માણસને ગુજરાત એ.ટી.એસને સોંપવામાં આવે છે.અહીં શિનાના પ્રયત્ન અને સાચી દવા રંગ લાવી રહી હતી વિશાલભાઇની યાદો ધુંધળી ધુંધળી પાછી આવે છે.રનબીરને મંદિરમાં હિયા દેખાય છે જેનો પીછો કરતા તેને ડેનિશ મળે છે.)

"રનબીરભાઇ,હું ડેનિશ યાદ છેને?"ડેનિશે કહ્યું.

રનબીરનું ધ્યાન પોતાની ગાડીમાં બેસીને જઇ રહેલી હિયા પર હતું.તે હવે જતી રહી હતી.રનબીરને ડેનિશ પર ગુસ્સો આવ્યો.

"રનબીરભાઇ,તમે ક્યાં હતાં?મે તમને સંપર્ક કરવાનો કેટલો પ્રયત્ન કર્યો.કાયના દીદી સાથે ખૂબજ ખરાબ થયું."ડેનિશે કહ્યું.રનબીરનું ધ્યાન ગાડીમાં હિયા કઇ બાજુ ગઇ તે તરફ હતું.હજી તેની પાછળ જઇ શકાય તેમ હતું.

"ડેનિશ,હું અત્યારે વ્યસ્ત છું,તો તને પછી મળીશ."રનબીર આટલું કહીને ગાડી તરફ ભાગ્યો.

"પણ રનબીરભાઇ,મારે કાયના દીદી વિશે જરૂરી વાત કરવી છે."ડેનિશ બોલ્યો પણ રનબીરે વાત ના સાંભળી.

"રનબીરભાઇ,મારે કાયનાદીદીના કેસ વિશે તમને કઇંક કહેવું છે.તે ખૂબજ અગત્યની વાત છે."ડેનિશે મોટેથી કહ્યું.આ વાતની ધાર્યા પ્રમાણેની અસર રનબીર પર થઇ.તેના પગ આગળ વધતા અટકી ગયાં.તે પાછળ ફર્યો.

"રનબીરભાઇ,મે કાયનાના ડેડીને પણ આ વાત જણાવવાની કોશિશ કરી પણ હું તેમને ના મળી શક્યો."ડેનિશે કહ્યું.

"ક્યાંક બેસીને વાત કરીએ,ચલ."આટલું કહીને રનબીર ડેનિશને પોતાની ગાડીમાં બેસાડીને એક ગાર્ડનમાં લઇ ગયો.

"બોલ,શું કહેવું છે?"રનબીરે પુછ્યું.

"રનબીરભાઇ,કાયનાદીદી એલ્વિસ સર સાથે મળીને ખૂબજ સરસ રીતે કોરીયોગ્રાફી કરી રહ્યા હતાં.તેમની ફિલ્મનું શુટીંગ ચાલું થઇ ગયું હતું.આ બધાંથી કોઇ નારાજ હતું,કોઇ હતું કે જે અસંતુષ્ટ હતું."ડેનિશે કહ્યું.

રનબીરને અચાનક એક ચમકારો થયો અને તે બોલ્યો,"મિહિર અને આલોક,હું તેમને કેવીરીતે ભુલી શકું.ઓહ ગોડ મારે આ વાત કુશ ડેડને જણાવવી પડશે."

"રનબીરભાઇ,મારી વાત સાંભળો.હું તે ફિલ્મમાં કાયના દીદીની આસિસ્ટન્ટ ટીમમાં હતો.મે મિહિરભાઇ અને આલોકભાઇને અવારનવાર તે ફિલ્મના સેટ પર જોયા હતાં.તે સિવાય અમારી ટીમમાં કોઇ હતું કે જે સતત એલ્વિસ સર અને કાયનાદીદી પર નજર રાખતા.

રનબીરભાઇ,કાયનાદીદી સાથે આ જે થયુંને તેના પછી એલ્વિસ સર ખૂબજ સ્ટ્રેસમાં હતાં.તમને ખબર છે કે કાયના દીદીનો તે મેગા પ્રોજેક્ટ એલ્વિસસરે સંભાળ્યો પણ તે થોડા દિવસ આઘાતમાં અને દોડાદોડીમાં હતા તો આ પ્રોજેક્ટ મિહિર સર અને આલોક સરને મળ્યો.

સર,કઇંક તો એવું છે જે તેમનામાં ઠીક નથી.સર,કાયનાદીદી જેલમાં ગયા પછી એકેડેમીમાં બધાં દુઃખી હતાં.માત્ર તે બંને જ એવા હતા કે જેમને આ બધાંથી કોઇ ફરક નહતો પડ્યો."ડેનિશે કહ્યું.

"ડેનિશ,થેંક યું.પણ આ બધી વાત સિવાય કઇંક એવું છે જે તને અલગ લાગ્યું હોય."રનબીરે પુછ્યું.

"ભાઇ,આ તે છોકરાનો નંબર છે જે સતત એલ્વિસ સર અને કાયના દીદી પર નજર રાખતો હતો." ડેનિશે કહ્યું.

"તે છોકરાને મળવા બોલાય અહીં.તેને કહે કે તેના માટે એક મોટું કામ છે જેમા ખૂબજ રૂપિયા મળશે."રનબીરે કહ્યું.

ડેનિશે રનબીરના કહ્યા પ્રમાણે કર્યું,ઘણીબધી અાનાકાની પછી તે છોકરો આવવા તૈયાર થઇ ગયો.તે છોકરો આવ્યો પણ ડેનિશની સાથે રનબીરને જોતા જ તે ભડક્યો.રનબીર અને કાયના વિશે તે બધું જ જાણતો હતો.તે ભાગ્યો પણ રનબીર અને ડેનિશે તેને પકડી લીધો.

રનબીર કાયનાની તકલીફનો તમામ ગુસ્સો તે છોકરા પર કાઢી રહ્યો હતો.
"બોલ,મને જોઇને કેમ ભાગ્યો?"રનબીરે પુછ્યું.

"સાચું જણાવ નહીંતર અત્યારે જ તને પોલીસના હવાલે કરીશ પણ તે પહેલા તને એટલો મારીશને કે તું અધમરો થઇ જઈશ."રનબીરે આટલું કહીને તેના મોઢે મુક્કો માર્યો.

"જણાવું છું.મિહિર સર અને આલોક સરે મને રૂપિયા આપ્ય‍ હતા અને મારે કાયનામેમ અને એલ્વિસ સર પર નજર રાખીને પળે પળની માહિતી તેમને આપવાની હતી."તે છોકરો બોલ્યો.

"કયા પ્રકારની માહિતી?"રનબીરે પુછ્યું.

"ખાસ તો એલ્વિસ સર અને કાયના મેમ ક્યાં જાય છે,કઇ પાર્ટીમાં."

"તે દિવસે જ્યારે કાયના એરેસ્ટ થઇ તે દિવસની પાર્ટી વિશે તે જ કહ્યું હતું?"રનબીરે પુછ્યું.

"ના,તે દિવસે હું બીજા સેટ પર હતો એટલે મને નહતી ખબર.સાચું કહું છું મને આટલું જ ખબર છે."તે છોકરાએ કહ્યું.

"અત્યારે મિહિર અને આલોક ક્યાં મળશે?"રનબીરે પુછ્યું.

"ફિલ્મના સેટ પર,એ જ ફિલ્મ જે કાયનામેમ કરવાના હતાં."તે છોકરાએ કહ્યું.

રનબીર ,ડેનિશ અને તે છોકરો તે મુવીના સેટ પર પહોંચ્યા જ્યાં તે મુવીનું શુટીંગ ચાલી રહ્યું હતું.મિહિર,અાલોક ક્યાંય પણ દેખાયા નહીં.ફિલ્મનો સેટ ખૂબજ વિશાળ હતો.લગભગ અડધા કલાકની મહેનત પછી સેટથી થોડે દુર મિહિર અને આલોક દેખાયા પણ તેની સાથેનું દ્રશ્ય જોઇને રનબીર અત્યંત આઘાત પામ્યો.મિહિર અને આલોક સામે હિયા ઊભી હતી.જે તેના ઘુંટણીયે બેસીને બે હાથ જોડીને રડતા રડતા કઇંક કહી રહી હતી.

રનબીરે ડેનિશ અને તે છોકરાને ઇશારો કર્યો.તે ત્રણેયે મળીને આલોક અને મિહિરને પકડી લીધાં.અચાનક રનબીરને પોતાની સામે જોઇને તે લોકો ગભરાઇ ગયાં.

રનબીર મિહિરને જોરદાર લાફા માર્યાં.
"મારી કાયના સાથે આ બધું કરનાર તું જ છેને?"રનબીરે હજીપણ મિહિરને મારવાનું ચાલું રાખ્યું.

"પાગલ થઇ ગયો છે તું.કાયનાના વિયોગમાં તારું ચસકી ગયું છે જે કઇપણ બોલે છે."મિહિરે કહ્યું.

"તારા આ માણસે તારી હકીકત જણાવી દીધી છે કે તું કાયના અને એલ્વિસ પર નજર રખાવતો હતો.સાચું બોલી દે નહીંતર કુશ ડેડુને બોલાવીશ."રનબીરે કહ્યું.

"હા,તારી કાયનાની આ હાલત માટે અમેજવાબદાર છીએ.એક જ ધડાકામાં બદલો પુરો પણ આ બધું કરવાવાળો હું નહીં પણ અંશુમાન હતો.અમે તો માત્ર તેની નાનકડી મદદ કરી હતી.તેને ખાલી કાયનાની અને એલ્વિસની ખબર આપી હતી."મિહિરે કહ્યું.

રનબીરને ખૂબજ ગુસ્સો આવ્યો તેણે મિહિર અને આલોકને ખૂબજ માર્યા.તે બંને પીડામાં કણસતા જમીન પર પડ્યાં.રનબીર ગુસ્સામાં હિયા તરફ ફર્યો.

રનબીર કઇ કરે તે પહેલાહિયા ચિસ પાડીને બોલી,"મને ના મારતો રનબીર.આ બધાંમાં મારો કોઇ હાથ નથી.રનબીર,પ્લીઝ હું પ્રેગન્નટ છું.".
હિયાની વાત સાંભળીને રનબીર આઘાત પામ્યો.
"હા,હું અંશુમાનના બાળકની મા બનવાની છું.કાયના સાથે આ બધું કરનાર અંશુમાન જ છે."હિયાએ કહ્યું.

"હિયા,અંશુમાન ક્યાં છે?"રનબીરે પુછ્યું.

"રનબીર,અંશુમાન તે પાર્ટીવાળા દિવસના બીજા દિવસથી ગાયબ છે.તેના કોઇ જસમાચાર નથી.હું મંદિરમાં જઉં છું મસ્જિદ જઉં છું પ્રાર્થના કરવા કે તે મળી જાય.હું દર બીજા દિવસે આલોક અને મિહિરને વિનંતી કરું છું કે તે મારી મદદ કરે અને મને અંશુમાનને શોધવામાં મદદ કરે.લાગે છે કેસાચા પ્રેમીઓને અલગ પાડવાનું જે પાપ અમે કર્યું હતું તેની સજા અમને મળી છે.આજે હું કુંવારી માતા બનવાની છું.જો અંશુમાન નહીં મળે તો મારું અને મારા બાળકનું શું થશે?રનબીર ,પ્લીઝ તું અંશુમાનને શોધવામાં મદદ કર હું તેને સમજાવીશ કે તે તેના ગુના કબુલી લે અને કાયના નિર્દોષ સાબિત થઇ જાય."હિયાએ રડતા રડતા કહ્યું.

"મારે કુશ ડેડુને કહેવું પડશે."રનબીરે સ્વગત કહ્યું.

*******
અહીં કુશ કમિશનર સાહેબ પાસે બેસેલો હતો.
"કુશ,મે મારા બેસ્ટ ઓફિસર્સ અને તેમણે તેમના તમામ ખબરીઓને દોડાવી દીધા છે પણ અંશુમાન મુંબઇના એકપણ ખૂણામાં નથી.મિહિર અને આલોકની સામે તેવા કોઇ પુરાવા નથી કે જેના દમ પર આપણે કાયનાને નિર્દોષ સાબિત કરી શકીએ."કમિશનર સાહેબે કહ્યું.

"સર,તે અંશુમાનનું મળવું માત્ર કાયનાના નહીં પણ બીજા પણ કેસ માટે જરૂરી છે.તે ઘણુંબધું જાણે છે અને એટલે જ કદાચ તે ગાયબ છે.બાકી રહી કાયનાની વાત તો તેને હમણાં થોડા મહિનાઓ અહીં જ જેલમાં રહેવા દો.તેના માટે સૌથી સુરક્ષિત સ્થળ આ જ છે.સર,રનબીર આવ્યો છે.મને એમ થાય છે જે તેને બધું જ જણાવી દઉં."કુશે કહ્યું.

"વાહ રનબીર આવ્યો છે?કુશ ,મને લાગે છે કે આ વાત હાલમાં બહારની કોઇ વ્યક્તિને ના જણાવવી જોઇએ.બાકી કાયનાને આ હાલતમાં હું પણ નથી દેખી શકતો.કાયદાના હાથે હું પણ મજબૂર છું.મારી પાસે એક સારા ન્યુઝ છે તારા માટે.અઠવાડિયા પછી જેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવવાનો છે તો કાયનાને તે કાર્યક્રમમાં ડાન્સની જવાબદારી કાયનાની રહેશે."કમિશનર સાહેબે કહ્યું.

"વાહ,થેંક યુ સર,કાયનાનું મન લાગેલું રહેશે."કુશે કહ્યું.
"કુશ,તો હું આરતીબેનને મળતો આવું અને આ સમાચાર આપતો આવું.તે બહાને કાયનાને મળી લઈશ.તું પણ ચલ."કમિશનર સાહેબે કહ્યું.

કમિશનર સાહેબ અને કુશ સેન્ટ્રલ જેલ થાને પહોંચ્યા.આરતીબેને કમિશનર સાહેબેને સલામ કર્યું.
કુશ કાયનાની પોતાને મળવા ના આવવાની વાત યાદ આવતા છુપાઇ ગયો.
થોડીક વારમાં કાયના આવી.
"કાયના,કેમ છે બેટા?આરતીબેન પાસેથી સાંભળ્યું કે તારું વર્તન ખૂબજ સારું છે.ચિંતા ના કર જલ્દી જ તું અહીંથી બહાર હોઈશ.એક સારા સમાચાર છે તારા માટે."કમિશનર સાહેબે કહ્યું.કમિશનર સાહેબની વાતથી કાયના આશ્ચર્ય પામી.

કમિશનર સાહેબે સાંસ્કૃતિક કાર્યક્રમ વિશે કાયનાને જણાવ્યું.કાયનાના ચહેરા પર કોઇજ ઉત્સાહ કે જોશ નહતો.માત્ર પોતાને સોંપવામાં આવેલું કામ ફરજ સમજીને કરવા તૈયાર હતી.કુશ કાયનાને જોઇને ખૂબજ ભાવુક થઇ ગયો.

બધાંના ગયા પછી કાયના અને આરતીબેન એકલા હતાં.તે નક્કી કરવા કે બધું કેવીરીતે કરવું.અહીં આરતીબેનના મનમાં કઇંક અલગ જ વાત ચાલી રહી હતી.
"લાગે છે કે મારે કાયનાને રનબીર વિશે જણાવી દેવું જોઇએ."

"કાયના,મારે તને કઇંક કહેવું છે."આરતીબેન બોલ્યા.

શું આરતીબેન કાયનાને રનબીર વિશે જણાવી શકશે?
અંશુમાન વિશે જાણ્યા બાદ રનબીર આગળ શું કરશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 1 month ago

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Neepa

Neepa 6 month ago

Ankita  Patel

Ankita Patel 6 month ago