(કિનારા,લવ અને વિશાલભાઇ છુપાઇને રહે છે.તે લોકો કોઇ મિશન પર છે.કિનારાને યાદ આવે છે કે તેણે અને લવે રોમિયોના એક માણસને પોતાના ઘરે બોલાવ્યો હતો ખાસ માહિતી જાણવા માટે.એલ્વિસ જણાવે છે કે કાયના એક પાર્ટીમાં એકલી ગઇ હતી અને ત્યાં પોલીસની રેડ પડતા તે પકડાઇ ગઇ હતી.)
કિનારા જુની યાદમાં ખોવાયેલી હતી.તે રાત્રે લવ,પાટિલ અને રોમિયોનો ખાસ માણસ લવના ઘરે બેસેલા હતાં.લવે તેના અને પાટિલના ગ્લાસમાં તેવા રંગનું શરબત ભર્યું હતું.જ્યારે તે માણસ ના ગ્લાસમાં દારૂ.
"યાર,આટલી મોંઘી બાટલી ક્યાંથી લાયો બે?"તે માણસે ગ્લાસ લેતા પુછ્યું.
"એ તો છેને ચોરીને લાયો છું કેતો નહીં કોઇને.લે ને તું પીને બકા.તું મારો ખાસ દોસ્ત બની ગયો છે.બાકી બધાં તો મારી સાથે ખરાબ વ્યવહાર કરે છે પણ તું મારી સાથે સારી રીતે વાત કરે છે."લવે કહ્યું.લવ અને પાટિલે તેને સારા એવા પ્રમાણમાં દારૂ પિવડાવી દીધો.તે એકદમ નશામાં ધૂત હતો.તેને કશુંજ બોલવાનું કે ચાલવાનું ભાન નહતું.તેણે તેને હળવેથી પુછ્યું.
"આ રોમિયોભાઇનો ડ્રગ્સનો કારોબાર ક્યાં ક્યાં ફેલાયેલો છે?"લવે પુછ્યું.
"રોમિયોભાઈનો ડ્રગ્સનો કારોબાર ક્યાં નથી એમ પુછ પણ હવે છેને ભાઇ ધીમેધીમે આ બધું સમેટીને સરહદ પાર જતા રહેવાના છે."તે માણસે કહ્યું.
લવ અને પાટીલને આ વાત સાંભળીને આઘાત લાગ્યો.અંદરના રૂમમાં સંતાઇને સાંભળી રહેલી કિનારા પણ આ વાત સાંભળીને આઘાત પામી.
"શું ભાઇ અહીં ધંધો સમેટી લેશે તો આપણા બધાનું શું થશે?"લવે પુછ્યું.
"અરે ના ના,અહીંનો બિઝનેસ તે બીજા બધાને સોંપી દેશે.બસ એક મહિનાનો સવાલ છે.ભાઈનો મોટો કંસાઇન્મેન્ટ સરહદ પારથી આવવાનો છે.તે એકવાર અહીં આવી ગયો અને તે મુંબઇમાં અને બીજા મોટા શહેરમાં પહોંચી ગયા પછી ભાઇ અને તેમની ડાર્લિંગ સરહદ પાર જતા રહેશે."તે માણસે કહ્યું.
"તેમની ડાર્લિંગ એટલે અદા?"લવે પુછ્યું.
"ના ના,અદાને તો ભાઇ સહન કરે છે માંડમાંડ.તે એક નંબરની **** બાઇ છે.ભાઇની ડાર્લિંગ એટલે તને નથી ખબર?ભાઇનો ક્રશ મુંબઇની એ.સી.પી કિનારા.બહુ લાંબી સ્ટોરી છે.એકવાર આ કંસાઇન્મેન્ટ બધે ડિલિવર થઇ ગયો પછી ભાઇ તેને કિડનેપ કરશે અને સરહદ પાર લઇ જશે.ભાઇ,તેની સાથે લગ્ન કરશે અને...."તે માણસ ખંધુ હસ્યો.આ વાત સાંભળીને તે ત્રણેયને ઝટકો લાગ્યો.લવનું લોહી ઊકળવા માંડ્યું અને તેણે તે માણસના નાક પર જોરદાર મુક્કો માર્યો.
"તારી ગંદી જુબાનથી કિનારાનું નામ ના લઇશ.કિનારા મારા ભાઇ કુશની પત્ની છે.તે બંનેને અલગ કરવાની હિંમત કોઇનામાં નથી.જ્યાંસુધી હું જીવું છું ત્યાંસુધી તો નહીં."લવ ગુસ્સામાં ગડબડ કરી બેસ્યો.પોતાના નાક પર જોરદાર મુક્કો વાગતા અને લોહી નીકળતા તે માણસનો નશો ઉતરી ગયો.તે સમજી ગયો કે તે પોલીસની જાળમાં ફસાઇ ગયો છે.તે લવને ધક્કો મારીને ભાગ્યો.તે રોમિયો પાસે જઇને તેને બધું કહેવા માંગતો હતો.
કિનારા ભાગીને બહાર આવી.
"લવ,આ શું કર્યું તે?હવે આપણી પોલ ખુલી જશે અને આપણે રોમિયોના આગળના પ્લાન વિશે નહીં જાણી શકીએ."કિનારા બોલી.તેણે બાજુમાં પડેલો ડંડો ઉઠાવ્યો અને તે માણસ જે દિશામાં ભાગ્યો હતો તે દિશામાં ભાગી;લવ અને પાટીલ પણ તેની પાછળ ભાગ્યાં.
કિનારા ખૂબજ તેજ ગતીમાં તે માણસ પાછળ ભાગી અને તેણે તે દંડો હવામાં તે રીતે ફેંકયો કે તે માણસને પગે તે જોરથી વાગે અને તે પડી જાય.કિનારાની ધારણા પ્રમાણે તેવું જ થયું.તે માણસ જોરથી જમીન પર પટકાયો.કિનારાએ આવીને તેના પેટમાં બે મુક્કા માર્યા.હવે તે માણસ સંપૂર્ણપણે ભાનમાં હતો.
લવ અને કિનારાએ તેને બાંધી દીધો.તે માણસ કિનારાનું મોઢું જોવાની કોશીશ કરતો હતો.તે લોકો તેને એ.ટી.એસ ગુજરાતની નજીકની બ્રાંચ પર લઇ ગયાં.
"તમે કોણ છો?"તેણે ગભરાઇને પુછ્યું.
"એ.સી.પી કિનારા કુશ શેખાવત."આટલું કહીને કિનારાએ ઘુંઘટો હટાવ્યો.તે માણસ કિનારાને જોઈને ચકિત થઇ ગયો.તેનું મોઢું ખુલ્લું રહી ગયું.આટલી સુંદર સ્ત્રી તેણે પહેલા ક્યારેય નહતી જોઇ.તે બે ક્ષણ માટે મોઢું ખુલ્લું રાખીને જ તેને જોઇ રહ્યો.તેટલાંમાં જ તેના ગાલ પર કિનારાએ લાફા માર્યા.
"હવે તું અહીં જ રહીશ અને ત્રાસ સહન કરીશ પણ જો છુટવું હોય તો રોમિયોના બધા જ અડ્ડા વિશે અમને જણાવી દે."કિનારાએ કહ્યું.
"જો તું નહીં જણાવે તો અમારી પાસે તને ત્રાસ આપવાના અન્ય ઉપાય પણ છે.કિનારા થોડીક વાર બહાર જા તો."લવે કહ્યું.ત્યાં ગુજરાત એ.ટી.એસના અન્ય પુરુષ ઓફિસર આવ્યાં.કિનારા બહાર ગઇ થોડીક વાર પછી તે માણસની કાળજું કંપાવી દે તેવી ચિસો સાંભળવા મળી.જે થોડીક જ વારમાં શાંત થઇ ગઇ.
લવે કિનારાને ત્યાં બોલાવી.કિનારા અંદર ગઇ.
"કિનારા,આ માની ગયો છે.તે બધું જ જણાવશે.હવે બસ આપણે સમય જોઇને રોમિયો અને અદાને પકડવાના છે.વિશાલકાકા અને રમેશભાઈને મુક્ત કરાવવાના છે.આપણે રોમિયોને આ દેશ છોડીને જવા નહીં દઇએ."લવે કહ્યું.
"પણ આ માણસ રોમિયોનો ખાસ છે.જો તે આવતીકાલથી ત્યાં નહીં દેખાય તો રોમિયોને શંકા નહીં જાય?"કિનારાએ પુછ્યું.
"ના નહીં જાય.મે તેની વ્યવસ્થા કરી નાખી છે.તેણે રોમિયોને ફોન કરીને કહી દીધું છે કે તેને ગામ જવું પડશે."લવે કહ્યું.
કિનારા અને લવ બીજા દિવસથી રોમિયોની ડ્રગ્સની ફેક્ટરી પર જવા લાગ્યાં.અહીં ગુજરાત એ.ટી.એસ અને એન.સી.બી રોમિયોના માણસની પાસેથી ગુજરાતમાં તેમના ડ્રગ્સના ઠેકાણા વિશે જાણકારી લેવા લાગ્યાં.તેમને ગુજરાતમાં ડ્રગ્સના ઘણાબધા ઠેકાણા વિશે માહિતી મળી ગઇ પણ તે ત્યાં નજર રાખીને બેસ્યા હતાં.તે હાલમાં તે જગ્યા પર રેડ પાડીને રોમિયોને એલર્ટ કરવા નહતા માંગતા.
અંતે એક દિવસ રોમિયો કિનારા ઉર્ફે મિના પાસે આવ્યો.તેણે તેનો હાથ પકડીને તેની સાથે બદતમીઝીથી વાત કરવાની કોશીશ કરી પણ લવ સમયસર આવી ગયો એટલે તે જતી રહી.
લવ અને કિનારા બસ એક તક શોધતા હતા કે તે રોમિયોની પાછળ જઇ શકે અને તેનું ઠેકાણું શોધી શકે.હવે તે લોકો આ મિશન સફળ થવાને ખૂબજ નજીક હતાં.
******
અહી શિના ફરીથી તે ગોઝારો સમય યાદ કરી રહી હતી.રમેશભાઇના પ્લાન બનાવ્યાં પ્રમાણે શિનાએ ડોક્ટર સાથે વાત કરવાનું નક્કી કર્યું.
અહીં અદાએ શિનાને વિશાલભાઇની દવાઓ આપી જે દવાના રેપરમાંથી કાઢીને કાગળની એક પડીકીમાં પેક કરવામાં આવી હતી.અદાએ શિનાને વિશાલભાઇના કામમાં વ્યસ્ત રાખીને લવની આસપાસ ફરવાનું શરૂ કરી દીધું હતું.
લવ શિનાને વિશાલભાઇની યાદશક્તિ પાછી લાવવામાં સફળ થાય તે માટે અદાને દુર રાખવાનો પ્રયાસ કરતો હતો.શિનાએ સૌથી પહેલા એક સારા મનોચિકિત્સકને ફોન કરીને વિશાલભાઇની સ્થિતિ વિશે કહ્યું.
ડોક્ટરે કહ્યું કે તે પેશન્ટને જોયા વગર કઇ દવા આપી શકે નહીં પણ તેમણે આવા પેશન્ટને આપવામાં આવતી પ્રાથમિક દવાઓ મોકલી આપી.અહીલવ અદાને ખૂબજ ખરી ખોટી સંભળાવતો પણ અદા તેને હંમેશાં પોતાની સુંદરતા અને જુના સમયની યાદોમાં ભોળવવાની કોશીશ કરતી હતી.
લગભગ દસ દિવસ વીતી ગયા હતાં. શિના નિયમિત રૂપે વિશાલભાઇને યોગ્ય દવા આપતી અને તેમને તેમના જીવનની જુની વાતો વાર્તાના સ્વરૂપે કહેતી.તેમા તે તેમના નામ સિવાય બધાં જ નામસાચા લેતી.વિશાલભાઇને હવે ધીમેધીમે બધું ધુંધળું ધુંધળું દેખાતું પણ બરાબર રીતે કશુંજ યાદ નહતું આવતું.
અહીં રમેશભાઇને બાંધીને રાખવામાં આવ્યાં હતાં જેથી તે કશુંજ તપાસ કરી શક્યાં નહતાં.રોમિયોના માણસો સતત તે બધાં પર નજર રાખતા કે તે બહાર કોઇને કશુંજ જણાવી ના શકે.બહાર બધાને પરિસ્થિતિ સામાન્ય લાગે તેના માટે શિના અને લવ તેમના ઘરે સમયાંતરે ફોન કરીને સામાન્ય વાતચીત કરીને ફોન મુકી દેતા.
અહીં રમેશભાઇ કશુંજ જાણી શકે તેમ નહતા જેના કારણે લવે અદા પાસેથી જાણવાની કોશીશ કરવાનું નક્કી કર્યું.અંતે એક દિવસ રોમિયોની વાત સાંભળીને તેના હોશ ઉડી ગયાં.
રોમિયો તેના માણસને કહી રહ્યો હતો કે તે કંસાઇન્મેન્ટ હવે બસ જલ્દી જ આવી જશે.એક વાર તે તેની યોગ્ય જગ્યાએ પહોંચી જાય પછી તે કિનારાને કિડનેપ કરીને આદેશ છોડીને જતો રહેશે.
લવની આંખ સામે અંધારા છવાઇ ગયાં.
*******
કિઆરા અને એલ્વિસ રનબીરને બધી વાત જણાવીને ત્યાંથી નીકળી ગયાં.કુશ અને રનબીર શહેરના સૌથી પ્રાચિન મંદિરમાં ગયાં.ત્યાં તેમણે કિનારા,લવ અને કાયના માટે પ્રાર્થના કરી.
"ડેડ,શું કાયનાને જામિન મળી શકે તેમ નથી?"રનબીરે પુછ્યું.
"ના રનબીર,જો તે શક્ય હોત તો અત્યાર સુધી મે તે કરી લીધું હોત.કાયના પાસે વપરાશ કરતા થોડી વધુ માત્રમાં ડ્રગ્સ મળી આવ્યું હતું અને તે સિવાય તેની પાસેથી એક ફૉન મળી આવ્યો હતો.જેના પરથી સાબિત થયું કે તે લાંબા સમયથી નામ બદલીને ડ્રગ્સના સપ્લાય સાથે સંકળાયેલી હતી. તેના મોબાઈલની ચકાસણી કરતા બહાર આવ્યું કે તે કોઈ રોમિયો નામના મોટા ડ્રગ્સના ડીલર સાથે સંકળાયેલી હતી. કાયના સામે એન.ડી.પી.સી. એક્ટ હેઠળ કર્યાવાહી કરવામાં આવી અને તેને પાંચ વર્ષની સજા કરવામાં આવી."કુશે કહ્યું.
"ડેડ,હવે તમે નિશ્ચિત થઇને કચ્છ જઇને કિનારામોમને શોધવા જઇ શકો છો.હું આ બધાના જડ સુધી પહોંચીને જ રહીશ."રનબીરે કહ્યું.
કુશને ફોન આવતા તે જતો રહ્યો.રનબીરનું ધ્યાન અચાનક સામે ગરીબોને ભોજન આપી રહેલી એક યુવતી પર ગયું.તે યુવતીએ અાસમાની રંગના સલવાર કમિઝ પહેર્યા હતા.તેના ચહેરા પર ઉદાસીના વાદળો છવાયેલા હતાં.
રનબીર તેને તુરંત જ ઓળખી ગયો.
"હિયા,આ તો હિયા છે પણ તેની આ હાલત કેવીરીતે થઇ?મને લાગે છે કે મારે તેને મળવું જોઇએ."આટલું બોલીને રનબીર ઊભો થઇને હિયા પાસે જતો હતો પણ હિયા ભોજન આપીને પોતાની ગાડી પાસે જતી રહી.રનબીર હિયાનો પીછો કરે તે પહેલા જ તે ખૂબજ આગળ નીકળી ગઇ.તેની પાછળ દોડવા જતા તે કોઈકની સાથે જોરથી અથડાયો.
"હેય યુ બ્લાઇન્ડ દેખાતું નથી."તે છોકરો બોલ્યો.જેવું તે છોકરાનું ધ્યાન રનબીર તરફ ગયું તે આશ્ચર્ય પામ્યો અને બોલ્યો,"રનબીર."
રનબીર જેનું ધ્યાન હિયા તરફ હતું.તે અચાનક પોતાનું નામ આવતા તેની સામે જોવા લાગ્યો.
"ડેનિશ."
શું ડેનિશનું આમ મળવું અને હિયાનું અચાનક દેખાવવું રનબીરને મદદરૂપ થશે?
કિનારા અને લવ કયા સિક્રેટ મિશન હેઠળ પોતાના જીવતા હોવાની વાત છુપાવીને રાખી છે?
જાણવા વાંચતા રહો.