(એલ્વિસ અને કિઆરાએ રનબીરને જણાવ્યું કે કેવીરીતે એલ્વિસે કાયનાને દુઃખમાંથી બહાર લાવવા તેની મુવીનું શુટીંગ શરૂ કરાવ્યું.તેણે કાયનાને સતત પોતાની સાથે રાખી.એલ્વિસે તેને પાર્ટીના એટીકેટ્સ અને બધું શિખવ્યું.શિના,લવ શેખાવત અને રમેશભાઇ પોતપોતાની રીતે કામ પર લાગ્યાં હતાં.અહીં કિનારા અને વિશાલભાઇ જીવતા છે.)
"પપ્પા,તમે આવી ગયાં."કિનારા આટલું કહીને વિશાલભાઇના ગળે લાગી ગઇ.
" હા બેટા,આજે પંદર દિવસે ઘરની બહાર નીકળ્યો.ઘણું સારું લાગ્યું.તું પહેલાની વાતો યાદ કરીને દુઃખી ના થઈશ.તને ખબર છે કે આપણે એક સિક્રેટ મિશન પર છીએ.તું આવી રીતે ઢીલી પડીશ તો કેવી રીતે ચાલશે?"વિશાલભાઇએ કહ્યું.
"પપ્પા,મને કાયનાની ખૂબજ ચિંતા થાય છે.છેલ્લા ચાર મહિનાથી મને મુંબઇ કે અન્ય કોઇપણ શહેરના ખાસ સમાચાર નથી ખબર.હશે છોડો,લવ ક્યાં છે?"કિનારાએ પુછ્યું.
"આ રહ્યો.લે આ થોડો ઘરનો સામાન લાવ્યો છું.કાકા,ચલો તમને આરામ કરાવું બહુ ઊભા નથી રહેવાનું."લવ અંદર આવતા આટલું બોલ્યો.તે વિશાલભાઇનો હાથ પકડીને તેમને અંદર રૂમમાં સુવડાવીને આવ્યો.
કિનારા હજીપણ ઉદાસ હતી.લવે ત્યાં આવીને કિનારાને ખેંચીને પોતાના ગળે લગાવી દીધી.
"કેમ આટલું વિચારે છે?તને ખબર છેને કે આપણે કેવીરીતે બચ્યા છીએ અને કેમ આ અજ્ઞાતવાસમાં રહીએ છીએ."લવ મલ્હોત્રાએ કિનારા કપાળ પર હળવું ચુંબન કરતા કહ્યું.
"મારી દુર્ગા ફાઇટર છે અને તે સુપર સ્ટ્રોંગ છે.તારી પાસેથી જ મને તાકાત મળે છે."
"પણ લવ આપણે કુશને તો જણાવી શક્યાં હોતને કે આપણે જીવતા છીએ.તે કેવી હાલતમાં હશે?"કિનારાએ કહ્યું.કુશની યાદમાં તેના અંતરથી એક નિસાસો નીકળી ગયો.કિનારાને ચિંતા હતી કે કુશને જ્યારે તેમના જીવતા હોવાના વિશે જાણ થશે તો તે કેવી પ્રતિક્રિયા આપશે?તેને ડર હતો કે કુશ તેમને ખોટા ના સમજે.
"દુર્ગા,કુશને આપણે જણાવતા તો તે ચિંતામાંને ચિંતામાં બધું છોડીને અહીં આવી જાત અને તેની જરૂર મુંબઇમાં વધુ છે.કેમકે અંતે આ બધું ડ્રગ્સ ત્યાં જ જઇ રહ્યું છે.મને આશા છે કે કુશે ઘણોબધો ડ્રગ્સનો જથ્થો પકડી લીધો હશે."લવે તેના ગાલ પર હાથ રાખતા કહ્યું.
કિનારાએ હકારમાં માથું હલાવ્યું.તે ફરીથી ભૂતકાળની યાદમાં ખોવાઇ ગઇ.
તે દિવસે મંદિરમાં જઇને પ્રાર્થના કરીને કિનારાને ઘણું સારું લાગી રહ્યું હતું.તેમની પર રોમિયોના માણસો સતત નજર રાખી રહ્યા હતાં.
કિનારા અને લવ જેવા મંદિરમાંથી પાછા ફર્યા તેમને રીમાબેનનો મેસેજ પાટીલભાઉએ આપ્યો કે રમેશભાઇનો કોઇ સંપર્ક નહતો.કિનારા અને લવને આઘાત લાગ્યો કેમકે રમેશભાઇ હંમેશાં એલર્ટ રહીને કામ કરતા હતાં.
"લવ,રોમિયો તે જ જગ્યાએ છુપાયો હશે જ્યાં રમેશભાઇ તપાસ કરવા ગયા હતાં.આપણે રીમાબેનને તે ગામમાં તપાસ કરવાનો આદેશ આપીએ."કિનારાએ કહ્યું.
લવને પણ કિનારાનો આ આઈડિયા બરાબર લાગ્યો.રીમાબેનને આ મેસેજ પહોંચાડી દેવામાં આવ્યો.રીમાબેન તે ગામમાં રમેશભાઇને શોધવા નીકળી ગયાં.તેમણે ગામમાં દરેક જગ્યાએ તપાસ કરી પણ તેમને કશુંજ મળ્યું નહીં.અંતે તે ઘરમાં તેઓ પહોંચ્યા જ્યાં રોમિયો અને અદા છુપાયેલા હતાં.તે ઘર સાવ ખાલી હતું.તે જેવા તે ઘરની અંદર ગયા એક તીવ્ર ગંધ તેમના નાકમાં ઘુસી ગઇ.તેમની આંખો આઘાતસાથે પહોળી થઇ ગઇ.અંદર એક વૃદ્ધ દાદીની લાશ જોઇને તેમને ખૂબજ વિકૃતરીતે મારી નાખવામાં આવ્યાં હતાં.તેસમજી ગયા કે અહીં જ રોમિયો અને અદા હતા અને રમેશભાઇ અહીંથી જ પકડાઇ ગયા હશે.
આ એ જ દાદી હતાં જેમણે શિના અને રોકીને અદાના વરવા ભૂતકાળ વિશે કહ્યું હતું.રીમાબેને સ્થાનિક પોલીસને આ વિશે જાણ કરી.અહીં આ મેસેજ જ્યારે કિનારા પાસે પહોંચ્યો ત્યારે તેને અને લવને ખૂબજ આઘાત લાગ્યો.
"કિનારા,તું ચિંતા ના કર.રોમિયો એક આતંકવાદી છે અને તેની તરફથી આવી જ આશા રાખી શકાય.હજી આપણી પાસે તક છે.આપણે રોજ ફેક્ટરી પર જઇએ છીએને ત્યાંથી આપણે તક મળતા જ રોમિયોનો પીછો કરીશું અને તેનો અતોપતો શોધી નાખીશું."લવે આશ્વાસન આપતા કહ્યું.
લવ અને કિનારા હવે તેમના મિશનમાં વધુ ગંભીર અને સાવચેત બન્યાં.તેમણે બંનેએ રોમિયોના ડ્રગ્સના કારોબારના મૂળિયા ક્યાં સુધી ફેલાયેલા છે તે જાણવાના પ્રયાસ શરૂ કર્યા.લવ રોમિયોના માણસોની ખુશામદ કરતો.તેમનું દરેક કામ કરતો સાથે કિનારા ઉર્ફે મિનાબેન માટે રોજ આવતા રોમિયોની આસપાસ ફરતો રહેતો.
લવ તે માણસોની ચાપલુસી અને તેમના નાનામોટા કામ કરીને તેમનો ખાસબની ગયો હતો પણ કિનારા કે લવને રોમિયોનો પીછો કરવાની તક નહતી મળતી.લવ રોમિયોના ખાસ માણસને પોતાના ઘરે દારૂની મહેફિલ માટે બોલાવવામાં સફળ થયો.આમ તો ગુજરાતમાં દારૂબંધી હતી પણ લવ અને કિનારાએ આ મિશન માટે સ્પેશિયલ પરવાનગી લઇને તેની વ્યવસ્થા કરી હતી.
**********
એલ્વિસ રનબીરની તીખી નજરનો સામનો ના કરી શક્યો.
"સ્ટોપ ઇટ રનબીર,તું કઇપણ જાણ્યા વગર એલ્વિસ પર આરોપ કેવીરીતે મુકી શકે?તેમણે પોતાની જાતને તે ગુનાની કેટલી બધી સજા આપી છે જે ગુનો તેમણે કર્યો પણ નથી.કેટલો સમય તે પોતાની જાતને કોસતા રહ્યા."કિઆરાએ ગુસ્સામાં કહ્યું.
"સોરી એલ્વિસ,શું થયું હતું?"રનબીરને પોતાના લગાવેલા આરોપ પર દુખ થયું.
" ઇટસ ઓ.કે રનબીર,કાયના હવે ધીમેધીમે પોતાના દુઃખને એક તરફ રાખીને મારી સાથે કામમાં પોતાની જાતને વ્યસ્ત રાખતી.રાત્રે તેને કબીરસાથે ક્યાંય જવું ના પડે એટલે તે લગભગ રોજ મારી સાથે કોઇને કોઇ પાર્ટી એટેન્ડ કરતી.
કબીર ખૂબજ સ્માર્ટ હતો તેણે લગ્નની તારીખ સ્માર્ટલી આગળ કરાવી દીધી.કાયના સખત ટેન્શન અને સ્ટ્રેસમાં હતી.એક વાતનો તો મને વિશ્વાસ હતો કે તે આ લગ્ન કોઇપણ કાળે નહીં જ કરે પણ શું કરવું તે અમને કોઈને સમજાતું નહતું.
જે રાત્રેા ઘટના બનીને તે સાંજે મને શહેરથી દુર એક મોટા ક્લબમાં બર્થડે પાર્ટીનું આમંત્રણ મળ્યું હતું પણ તે સાંજે મારે અને વિન્સેન્ટને એક અગત્યની મીટીંગમાં જવાનું થયું.મે કાયનાને તે જગ્યાએ એકલા જવાની ના પાડી હતી કેમ કે તે શહેરથી દુર હતી અને હું નહતો ઇચ્છતો કે તે આ પાર્ટીમાં એકલી જાય.
આ વાત ખબર નહીં કેવીરીતે કબીર જાણી ગયો અને તેણે એક રોમેન્ટિક ડિનર પોતાના ફ્રેન્ડના ખાલી ફ્લેટ પર રાખ્યું અને તને ખબર છે કે તેણે ઘરે બધાને એમ કહ્યું કે તે તેને એક સામાન્ય રેસ્ટોરન્ટમાં લઇ જશે."એલ્વિસે કહ્યું.
"તો તને કેવીરીતે ખબર પડી કે તેણે આ ડિનર તેના ફ્રેન્ડના ખાલી ફ્લેટ પર રાખ્યું છે?"રનબીરે પુછ્યું.
"મે તેની પર નજર રાખવા પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર રાખ્યો હતો કે કદાચ મને તેના જુઠાંણાની કોઇ સાબિતી મળી જાય.તું સમજી શકે છે કે તેણે તેના ફ્રેન્ડના ખાલી ફ્લેટ પર રોમેન્ટિક ડિનર કયા આશયથી રાખ્યું હશે."એલ્વિસની વાતથી રનબીરને ખૂબજ ગુસ્સો આવ્યો.
"આ કબીર કેટલો સારો લાગતો હતો અને સાવ કેવો નીકળ્યો.સારું કાયનાને જેલ થઇ તેનાથી એક વાત સારી થઇ કે તે કબીર સાથે લગ્ન કરવાથી બચી ગઈ."રનબીરે કહ્યું.કિઅારા અને એલ્વિસ તેની વાત સાથે સહમત થયો.
"મે કાયનાને આ બાબતે ચેતવી અને તેણે મને કહ્યું કે તે એકલી તે બર્થડે પાર્ટીમાં જશે.મને તેની ચિંતા થઇ મે તેને કહ્યું કે "સોરી કાયના,આજે હું કે વિન્સેન્ટ કોઈ જ નહીં આવી શકીએ."
તેણે કહ્યું હતું,"ઇટ્સ ઓ.કે એલ,હું ત્યાં જઇશ,બર્થડે ગિફ્ટ આપીશ અને કઇપણ ખાધાપીધા વગર આવી જઇશ.તે જગ્યા જ અહીંથી દુર છે કે મને આવવા જવામાં જ ટ્રાફિકના કારણે બે કલાક જતા રહેશે.હું કબીરને કહી દઈશ કે આ પાર્ટીમાં જવું જરૂરી છે."
મારું મન નહતું માનતું પણ મારે તેની વાત માનવી જ પડે એમ હતી.આખરે ક્યાંસુધી હું તેનો હાથ પકડીને રાખી શકીશ.આ ઇન્ડસ્ટ્રીમાં રહેવું હોય તો તમારે મજબૂત બનવું જ પડે.
અંતે તે સાંજે જ્યારે આ ઘટના બની ત્યારે કાયના તે પાર્ટીમાં ગઇ.તેની પાસે તેનું પર્સ હતું.તેણે જેની પાર્ટી હતી તેને ગિફ્ટ આપી અને ત્યાંથી નીકળવાની જ હતી પણ પ્રોડ્યુસરે કાયનાને ભારપૂર્વક થોડીવાર રોકાવવા અને ડિનર લઇને જવા કહ્યું.તે પાર્ટી પ્રોડ્યુસરના દિકરાની હતી.
આવી પાર્ટીમાં લગભગ ડ્રગ્સ આવતા હોય છે.આ બધું કોમન છે.જે ડ્રગ્સ લેતા હોય તેમના માટે ત્યાં અલગ વ્યવસ્થા હોય જેમ કે એમ.ડી,હશીશ અને ઘણાબધા.આવી પાર્ટીમાં ડ્રગ પેડલર્સ ફરતા જ હોય છે.તે આ બધી વ્યવસ્થાનું ધ્યાન રાખતા હોય.બોલીવુડ અને ડ્રગ્સ એકબીજાના પુરક છે.ઘણાબધા એકટર્સ તો ડ્રગ્સ લીધાં વગર એકટીંગ જ ના કરી શકે.
કાયનાએ મને ફોન કરીને કહ્યું કે એલ,પ્રોડ્યુસરે મને અહીં જબરદસ્તી રોકાવવા કહ્યું છે.તો હું દસ મિનિટમાં બધાનું ધ્યાન ચુકવીને નીકળી જઇશ."મે તેને ધ્યાન રાખવા અને સચેત રહેવા કહ્યું.તે પાર્ટીમાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર સિવાય તે લગભગ કોઇને નહતી ઓળખતી.
તેને અચાનક વોશરૂમ જવું પડે એમ હતું.તે વોશરૂમ ગઇ.ત્યાં કોઇ લેડિઝ નહતી એટલે તેણે તેનું પર્સ ત્યાં એક ખૂણામાં ટેબલ નીચે રાખ્યું અને વોશરૂમ ગઇ.થોડીક વાર પછી તે જ્યારે બહાર આવી ત્યારે તેણે તે જ જગ્યાએથી તેનું પર્સ લીધું અને પાછી પાર્ટીમાં ગઇ.તેણે જોયું કે હવે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કોઇ દેખાઇ નથી રહ્યું એટલે તે ધીમેથી બહાર નીકળી અને તેણે ડ્રાઇવરને બહાર ગેટ પાસે રાહ જોવા કહ્યું.તે પ્રોડ્યુસરની નજર તેના પર ના પડે તે રીતે બહાર નીકળી રહી હતી.અચાનક પોલીસની રેડ પડી અને બે લેડી કોન્સ્ટેબલે કાયનાને પકડી અને તેને ધસડીને અંદર લઇ ગઇ.
કાયનાના પર્સમાથી ડ્રગ્સ અને ફોન મળ્યો.પોલીસ તેને તે જ ઘડીએ એરેસ્ટ કરીને લઇ ગઇ.કાયનાના પર્સમાં તે ડ્રગ્સ અને ફોન ક્યાંથી આવ્યા તે તેને ખબર નહતી."એલ્વિસે કહ્યું.
"લગભગ ત્યારે જ જ્યારે તે વોશરૂમ ગઇ હશે.મતલબ કાયનાને ફસાવવામાં આવી છે પણ કોણ હોઈ શકે?"રનબીરે કહ્યું.
"એકઝેટલી,કાશ હું તે પાર્ટીમાં તેની સાથે હોત તો આ બધું ના થાત."એલ્વિસે કહ્યું.
"એલ્વિસ,તે પાર્ટીમાં નહીં તો બીજી પાર્ટીમાં આ થવાનું જ હતું.મને લાગે છે કોઇ તે તકની રાહમાં જ હતું કે તું કાયનાને એકલી મુકે અને તે વ્યક્તિ તેનો પ્લાન અમલમાં મુકે.તે કોઇ નજીકની વ્યક્તિ જ હોવી જોઇએ.તું ચિંતા ના કર હું તપાસ કરીશ."રનબીરે કહ્યું.
"તને શું લાગે છે કે મે તપાસ નહીં કરી હોય.હું મુંબઇ એ.ટી.એસ ઓફિસર છું અને એક પિતા પણ.શું મે કોશીશ નહીં કરી હોય?"કુશે આવતા કહ્યું.
"ડેડી,તમે અહીં?"રનબીરે પુછ્યું.
"કિઆરાએ મને કહ્યું કે તે અને એલ્વિસ રનબીરને મળવા આવ્યાં છે.તો હું અહીં આવી ગયો.રનબીર,હું બે ભાગમાં વ્હેંચાઇ ગયો છું એક તરફ મારી પત્ની અને ભાઇને શોધું છું અને બીજી તરફ મારી દિકરીને બચાવવાની કોશીશ કરું છું.તે જે પણ છે આની પાછળ તે અંડર ગ્રાઉન્ડ થઇ ગયો છે."કુશે ગંભીરતાપૂર્વક કહ્યું.
શું કિનારા અને લવ તે માણસ પાસેથી જાણકારી મેળવી શક્યાં હશે?
માંડવીની હવેલીમાં શું થયું હશે?
શિના,લવ અને રમેશભાઇ તેમના કાર્યમાં સફળ રહ્યા હશે?
જાણવા વાંચતા રહો.