Wanted Love 2 - 89 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - 89

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - 89


( રનબીર કાયનાને મળવા જેલમાં જાય છે.ત્યાં તે જેલર આરતીબેનને બધી જ વાત જણાવે છે.આરતીબેન રનબીરને કાયના દુરથી બતાવે છે.તેની આવી દશા જોઈને રનબીરને ખૂબજ તકલીફ થાય છે.તે આરતીબેનને અને પોતાની જાતને વચન આપે છે કે તેને નિર્દોષ સાબિત કરશે.તે શું બન્યું હતું તે જાણવા એલ્વિસ અને કિઆરાને મળે છે.)

આગળની વાતનો દોર એલ્વિસે પોતાના હાથમાં લીધો.
"રનબીર,હું તને જે જણાવવા જઇ રહ્યો છું થોડુંક આઘાતજનક છે પણ સત્ય છે.
એક દિવસ કિઆરા મને મળવા આવી અને તેણે મને કહ્યું ,"એલ,કાયનાદીદી,સાવ તુટી ગયા છે.તે બહારથી કુશ ડેડુને માટે ખુશ રહેવાની કોશીશ કરે છે પણ આખો દિવસ રનબીરને યાદ કર્યા કરે છે.પ્લીઝ,તમે તેની કઇંક મદદ કરોને.તમે તેમના ફ્રેન્ડ છો.પ્લીઝ."

મને પણ કિઆરાની વાત સાચી લાગી.મે તેને વિશ્વાસ દેવડાવ્યો કે હું કાયનાની મદદ કરીશ.મને પહેલેથી જ કબીર પ્રત્યે અણગમો હતો.જે આ બધું થયા પછી સાચો પડ્યો.મે એક તરફ કબીરના માતાને જે હોસ્પિટલમાં રાખવામાં આવ્યાં હતાં ત્યાં તેમના ફેમિલી ડોક્ટર પાસે કડક પુછપરછ કરાવી તો ખબર પડી કે તે નાટક હતું પણ આ વાત સાબિત કરવા મારી પાસે કોઇ સાબિતી નહતી.

મારી પણ ભુલ હતી કે મારે આ વાત રેકોર્ડ કરી લેવા જેવી હતી.હું એ લગ્ન રોકી શકવા માટે સક્ષમ નહતો પણ કાયનાને આ દુઃખમાંથી બહાર લાવવાનો ઉપાય મને ખબર હતી.મે કાયનાની જે પ્રોડક્શન હાઉસ સાથે કરાર થયો હતો.તેમની સાથે વાત કરીને તે ફિલ્મ તાત્કાલિક ફ્લોર પર લઇ જવા કહ્યું.તે પ્રોડ્યુસર મારા મિત્ર હતાં એટલે તેમણે મારી વાત માનીને તેમ જ કર્યું.

મે ત્યારે કાયનાને બોલાવીને ખૂબજ સમજાવી.તેને તેના ડ્રિમ અને મહેનત વિશે યાદ દેવડાવ્યું.તેને યાદ અપાવ્યું કે તેણે આ જગ્યાએ પહોંચવા કેટલા ત્યાગ આપ્યા છે?કેટલો સંઘર્ષ કર્યો છે?

મે કાયનાને કહ્યું,"કાયના,પ્લીઝ તું એક વાર મને તક આપ.યુ નો વોટ આજથી તું મને મારા દરેક પ્રોજેક્ટમાં મદદ કરીશ.આજથી સવારથી લઇને સાંજ સુધી મારી સાથે જ સેટ પર આવીશ.ત્યાં કેવીરીતે કામ થાય તે શીખીશ,પાર્ટીઓ એટેન્ડ કરીશ અને જે થયું તેને એકતરફ રાખી તારા લક્ષ્ય પર ધ્યાન આપીશ.

મને વિશ્વાસ છે કે જે સારા માણસો હોયને તેની સાથે ગોડ હંમેશાં સારું કરે.સો બી રેડી સવારે આઠ વાગ્યે આપણે પહેલા જીમ જઇશું અને પછી મારી ફિલ્મના સેટ પર."

કુશ અંકલે અને દાદુએ મને સપોર્ટ કર્યો.બીજા દિવસથી કાયનાની જવાબદારી મે લીધી.કાયનાનું રુટિન એ રીતે સેટ કર્યું કે તે સતત વ્યસ્ત રહે.સવારે એક કલાક જીમ,પછી ઘરે અાવીને ફ્રેશ થવાનું નાસ્તો ફરજિયાત કરવાનો અને મારી સાથે સેટ પર આવવાનું.

ત્યાં મને કોરીયોગ્રાફીમાં મદદ કરવાની.તે ડાન્સના પ્રેમના કારણે વધુ સમય પોતાની જાતને ડાન્સથી દુર ના રાખી શકી.તેણે મન લગાવીને કામ કરવાનું શરૂ કર્યું.તે મારી કરેલી કોરીયોગ્રાફીમાં પણ સુધારા કરવા લાગી અને તેનું કામ ખરેખર ઉત્તમ હતું.

ડાયરેક્ટર,હિરો,હિરોઈન અને સેટ પર બધાં તેના કામથી ખૂબજ ખુશ હતા.બધાંને લાગતું હતું કે તે મારાથી પણ મોટી અને સફળ કોરીયોગ્રાફર બનશે.આ સાંભળી મારી છાતી ગર્વથી ફુલાઇ જતી.કાયના મારી શિષ્ય હતી અને હું ખરેખર પ્રે કરતો કે આ બધાની કહેલી વાત સફળ થાય.

મે તેને મારી સાથે પાર્ટીમાં લઇ જવાનું શરૂ કર્યું.હું સતત તેની સાથે રહેતો,તેને બોલીવુડના એટીકેટ,કોની સાથે કેટલી અને કેવી વાત કરવી,દંભી અને લાલચી લોકોને કેવીરીતે ઓળખવા તે બધું જ શીખવાડ્યું.મે તેને શીખવાડ્યુ કે અહીં કોઇનો પણ સરળતાથી વિશ્વાસ ના કરવો.કોઇ તારું ડ્રિન્ક સ્પાઇક કરીને તારી સાથે કઇપણ કરી શકે છે.તારો વીડિયો બનાવી તને બ્લેકમેઇલ કરી શકે છે.કહેવાનો અર્થ છે કે મે તેને એલર્ટ કરી કે તે કોઇપણ પ્રકારની જાળમાં ના ફસાય.તેવો ચાન્સ જ ના થાય એટલે ગમે તે થાય.હું અથવા વિન્સેન્ટ કોઇ તો તેની સાથે પાર્ટીમાં જરૂર જતું."આટલું કહી એલ્વિસ પાણી પીવા રોકાયો.

"આટલું ધ્યાન રાખવા છતા કેમ કાયના જેલમાં ગઇ?શું તેના માટે તું જવાબદાર છો એલ્વિસ?"રનબીરે એલ્વિસને વેધક પ્રશ્ન પુછ્યો.

એલ્વિસની આંખો ભીની થઇ ગઇ.તેણે કિઆરા સામે જોયું કિઆરાએ તેનો હાથ પકડીને તેને સાંત્વના આપી.
"હા,હું જ જવાબદાર છું કાયનાની આ હાલત માટે."એલ્વિસના ગળે ડુમો બાજી ગયો આટલું કહેતી વખતે.રનબીરની આંખોમાં ગુસ્સો અને આઘાત હતાં.

**********

ચાર મહિના પહેલા...

શિના અને લવ પાસે રોમિયોની શરત માન્યા વગર છુટકો નહતો.ત્યારે શિનાએ તેમની પાસે શરત મુકી હતી કે વિશાલકાકાનું ધ્યાન તે રાખશે.આટલા વર્ષોથી વિશાલભાઇનું ધ્યાન રાખીને કંટાળેલી અદાએ તેની વાત ખુશી ખુશી માન્ય રાખી હતી.

"જુવો લવ અને શિના,એક વાત કાન ખોલીને સાંભળી લો કોઇ ચાલાકી નહીં જોઇએ.તમારી પર અમારી સતત નજર રહેશે.આ સીસીટીવી કેમેરા હું બધે જ લગાવીશ અને તેના દ્રારા તમારા બંને પર મારી નજર રહેશે.જો કોઇ મેસેજ કરીને કે કોડવર્ડમાં વાત કરવાની કોશીશ કરીને તો મારે અદાને માત્ર એક ઈશારો કરવાનો છે અને તમારા બધાનું કામ તમામ.માત્ર એટલું નહીં મુંબઇમાં તમારા જે બાકીના સ્નહીજન છે તેમને પણ નુકશાન પહોંચશે."રોમિયોએ વોર્નિંગ આપી હતી.

"તને શું લાગે છે કે તું બહાર જઇશ અને તને કોઇ ઓળખશે નહીં?ક્યાં સુધી તારી જાતને છુપાવી શકીશ રોમિયો?"લવ શેખાવતે કહ્યું.

"લવ શેખાવત,યાદ રાખ કે દુનિયાની સમક્ષ હું હજીપણ મૃત છું અને તને શું હું એટલો મુર્ખ લાગું છું કે આમ જ જતો રહીશ? શિનાદેવી,જાઓ જમવાનું બનાવો."રોમિયો અને અદા લવ શેખાવતના બેડરૂમમાં જતાં રહ્યા.

"તેમના ગયા પછી શિના અને લવ વિશાલભાઇ પાસે ગયા.તેમણે તેમની સાથે વાત કરવાની કોશીશ કરી પણ તેમને કશુંજ યાદ નહતું
રમેશભાઇ પણ ત્યાં જ હતાં.રમેશભાઇએ લવ અને શિનાને જણાવ્યું કે કેવીરીતે તે પકડાઇ ગયાં.
"હે ભગવાન,હવે શું કરીશું?લવ આપણે ખૂબજ ખરાબ રીતે ફસાઇ ગયા છીએ."શિનાએ કહ્યું.

"લવભાઇ,એક વાત કહું આ રોમિયો અને અદા એક મહિનાની વાત કરતા હતા તે શું છે તે જો જાણી શકીએ તો કઇંક કરી શકાય.કેમ કે આપણે બહાર કોઇને પણ જાણ કરવાની કોશીશ કરી તો આ લોકો પાગલ છે તે કઇપણ કરી નાખશે."રમેશભાઇએ કહ્યું.

"તો શું કરીશું?હાથ પર હાથ રાખીને આ લોકોના નાટકો સહન કરવાના?"લવ શેખાવતે ગુસ્સામાં કહ્યું.

"મારી પાસે એક ઉપાય છે.આ લોકો જેટલા સ્માર્ટ છે તેનાથી વધુ સ્માર્ટ આપણે છીએ.હમણાં આ વાત કે રોમિયો અને અદા અહીં છે તે કોઇને પણ જણાવવાની કોશીશ ના કરીએ."રમેશભાઇએ કહ્યું.

"તો?"શિનાએ પુછ્યું.

"શિનાબેન,તમે વિશાલઅંકલની સાથે વાત કરી તેમની યાદશક્તિ પાછી અપાવવાની કોશીશ કરો.મને લાગે છે કે અદાએ તેમને કોઇ દવા આપીને તેમને બધું ભુલાવી દીધું છે.તમે જો કરી શકો તો કોઈ ડોક્ટર સાથે વાત કરીને તેમને સાચી દવા મળે તેવું કરાવો.જેથી તેમની યાદશક્તિ પાછી આવે.

ત્યાંસુધી હું રોમિયોની જાસુસી કરીને જાણવાની કોશીશ કરીશ કે આ એક મહિનામાં તેવું તો શું ખાસ થવાનું છે."રમેશભાઇએ કહ્યું.

"હમ્મ શિના,રમેશભાઇ સાચું કહે છે.આપણે પહેલા વિશાલઅંકલને જુની વાતો યાદ કરાવવાની કોશીશ કરીએ."લવ શેખાવતે કહ્યું.

"તે હું કરી લઇશ તમે બીજું કામ કરશો."શિના કઇંક વિચારીને બોલી.

"તે શું?"લવે પુછ્યું.

"લવ,અદા રોમિયોની ગેરહાજરીમાં તમારી પાસે આવવા કોશીશ કરશે.તમે પહેલા તેના પર ધ્યાન ના આપતા પણ પછી તમે તેની વાતોમાં આવી ગયા છો તેવો દેખાડો કરીને તેના અને રોમિયોના અાગળના પ્લાન જાણવાની કોશીશ કરો."શિનાની વાત પર લવ શેખાવત આઘાત પામ્યો.

"આ તું શું કહે છે?તું મને અદાની નજીક જવા કહે છે?"લવે આશ્ચર્યસહ પુછ્યું.

"ના,હું તમને સત્ય જાણવા પ્રયત્ન કરવા કહું છું.પહેલાની વાત અલગ હતી પણ હવે તમે અદાનો અસલી ચહેરો જાણો છો.મને તમારા પર પુરો વિશ્વાસ છે."શિનાની વાત પર લવને ગર્વ થયું.શિના વિશાલભાઇને લઇને જતી રહી.જ્યારે રમેશભાઇના હાથ અને પગ બાંધેલા હતા.તો તે ત્યાં જ પડ્યાં રહ્યા.લવ શેખાવત આગળ શું કરવું તે વિચારી રહ્યો હતાં.

અહીં શિના આ બધી યાદોંમાં ખોવાયેલી હતી ત્યાં લવ શેખાવતના આવવાથી તે વર્તમાનકાળમાં પાછી ફરી.
લવ શેખાવતે તેના માથે હાથ મુક્યો અને કહ્યું,"ફરીથી એ જ યાદોમાં ખોવાઇ ગઇ?"

"શું કરું?ઇચ્છવા છતાં ભુલી નથી શકાતું?આ લોકોને કેમ કરીને કહેવું કે કિનારા અને લવભાઇ જીવે છે."શિના બોલી.

"શ..શ..શ..ચુપ.તને યાદ નથી કિનારાએ શું કહ્યું હતું?ખબરદાર જો આ વિશે કઇ બોલી છે તો."લવે તેના મોંઢા પર હાથ મુકી દીધો.

**********

ચાર મહિના પહેલા....

"લવ,તું મને ક્યાં લઇ જાય છે?"કિનારાએ પુછ્યું.

"વેઇટ એન્ડ વોચ મેડમ.આજે આપણે કોઇ મિશન પર નથી જઇ રહ્યા."લવ મલ્હોત્રાએ કિનારાને કહ્યું.

તે કિનારાને તેમના ગામથી દુર એક માતાજીના મંદિરમાં લઇ ગયો.તે લોકો તેમના તે વેશમાં જ હતા જેથી રોમિયોનો માણસ તેમની પાછળ આવે તો તે લોકો પકડાઇ ના જાય.

"આ તો મંદિર છે."કિનારાએ કહ્યું.

"હા,માતાજીનું મંદિર છે.ખૂબજ પ્રાચીન મંદિર છે.ગામના લોકો પાસેથી સાંભળ્યું હતું કે અહીં માતાજીને ચુંદડી ચઢાવવાથી બધી માનતા પુરી થાય છે.ચલ,આપણે સાથે મળીને કાયના અને રનબીર માટે પ્રાર્થના કરીએ.મને વિશ્વાસ છે કે માતાજી આપણી પ્રાર્થના જરૂર સાંભળશે."લવે કિનારાનો હાથ પકડીને કહ્યું.

લવ મલ્હોત્રા અને કિનારાએ માતાજીના મંદિરમાં પ્રાર્થના કરીની તેમને ચુંદડી ચઢાવી.તેટલાંમાં પંડિતજી આવ્યાં.તેમણે લવ અને કિનારાને આરતી ઉતારવા કહ્યું.લવ અને કિનારાએ આરતી ઉતારી અને કાયના માટે પ્રાર્થના કરી.
"હે માઁ મારી દિકરીની રક્ષા કરજો.ખબર નહીં કેમ મન ખૂબજ ગભરાઇ રહ્યું છે.તેની સાથે રહેજો."કિનારાએ મનોમન પ્રાર્થના કરી.આરતીનો દિપક બુઝાઇ ગયો.

કિનારા આ બધી વાતોમાં ખાસ માનતી નહતી પણ દિકરીનું નામ આવતા જ તે ભાવુક થઇ ગઇ.
"બેટા,ચિંતા ના કર.આ લે આ માતાજીના ચરણોનું ફુલ છે.હંમેશાં તારી પાસે રાખજે માતાજી તમારું રક્ષણ કરશે." ઘરડા પંડિતજીએ લવ અને કિનારાને ફુલ આપ્યું.

અત્યારના સમયમાં કચ્છના રણથી ખૂબજ દુર એક નાનકડા ગામમાં..
અહીં આ બધી યાદોમાં કોઇ ખોવાયેલું હતું અને ત્યાં જ પાછળથી અવાજ આવ્યો.

"અરે પાછી એ બધું વિચારવા લાગી,કિનારાબેટા?લાકડીની મદદ વળે ચાલીને આવી રહેલા વૃદ્ધ વિશાલભાઇએ પુછ્યું.

"હા પપ્પ‍ા." તે ફુલ મંદિરમાં પાછું મુકતા કિનારા બોલી.
કિનારા પોતાના પિતાના ગળે લાગી ગઇ.

કિનારા અને લવ જીવતા છે તે વાત લવ અને શિનાએ કેમ બધાથી છુપાવીને રાખી?
શું એલ્વિસ જ જવાબદાર છે કાયનાની આ હાલતનો?
કિનારા અને વિશાલભાઇ ક્યાં હશે અને કેમ?
લવ ક્યાં છે?
ભૂતકાળના રહસ્યો હવે આવતા ભાગમાં ધીમેધીમે ખુલી જશે અને આપના મનમાં રહેલા તમામ સવાલના જવાબ મળી જશે.બસ વાંચતા રહેજો.વાર્તા પસંદ આવે તો પ્રતિભાવ ,રેટિંગ્સ અને સ્ટિકર્સ આપતા રહેજો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Neepa

Neepa 6 month ago

Bhakti Bhargav Thanki
Munjal Shah

Munjal Shah 7 month ago