Wanted Love 2 - 86 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--86

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--86


જાનકીદેવીએ કિનારા અને લવ મલ્હોત્રાના ફોટોગ્રાફ પર હાર ચઢાવ્યો.તેમની આગળ બે હાથ જોડીને ભગવાન સામે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

"દાદી,આવો જમી લો."અદ્વિકા તેમની પાસે જઇને બોલી.દાદી લવ અને કિનારાના ફોટો સામે જોઇને આંસુ સારી રહ્યા હતાં.પોતાના ભૂતકાળના વર્તન બદલ તેમને ખૂબજ ‍અફસોસ હતો.

"ના બેટા,મન નથી."જાનકીદેવી પોતાની લાકડીનો સહારો લઇને ચાલતા કહ્યું.અદ્વિકાએ તેમનો હાથ પકડી લીધો.

"દાદી,મન તો કોઇનું પણ નથી જમવાનું પણ બધાં જમી રહ્યા છેને.હવે આપણે આ ઘરમાં જે લોકો બચ્યા છીએ તેમણે એકબીજા માટે પણ જીવવું તો પડશે જ ને?"અદ્વિકા આટલું કહીને જાનકીદેવીને હાથ પકડીને ડાઇનીંગ ટેબલ પાસે લાવીને તેમને ખુરશી પર બેસાડ્યાં.

બરાબર તે જ સમયે કુશ નીચે આવ્યો.આ ચાર મહિનામાં કુશના ચહેરા પર ઉમંર દેખાવવા મંડી હતી.તેની વધી ગયેલી દાઢી અને તણાવ ના કારણે તે સતત ચિંતામાં અને ગુસ્સામાં દેખાઇ રહ્યો હતો.તેણે નીચે આવતા જ કઇંક દેખ્યું અને ફરીથી ગુસ્સે થયો.તે ચિસો પાડતો પાડતો મંદિર તરફ ગયો.તે જાનકીદેવી તરફ જોઇને બોલ્યો," મે તમને કેટલી વાર કહ્યું છે કે કિનારા અને લવ જીવે છે.તે મર્યા નથી.મારો શ્વાસ ચાલે છે તેનો એક સરળ અર્થ એ જ છે કે મારી કિનારા જીવે છે અને જો મારી કિનારા જીવે છે તેનો અર્થ છે કે લવ પણ જીવે છે.

એક દિવસ હું તે *** રોમિયોને જરૂર પકડીશ અને મારા વહાલા લવ અને મારી જાન કિનારાને શોધી લઇશ."કુશે આટલું કહીને તે ફોટા પર લાગેલા હાર તોડીને કચરાની ડોલમાં નાખ્યાં.છેલ્લા સાડા ત્રણ મહિનામાં જાનકીવીલાનું આ રોજનું દ્રશ્ય હતું.શિના શિવાનીને લઇને આવી તે સાવ શુન્યમનસ્ક થઇ ગઇ હતી.

કુશ તેની પાસે ગયો અને તેણે કહ્યું,"શિવાની,મારો વિશ્વાસ કર.તારો પતિ જીવે છે.તે એક દિવસ જરૂર પાછો આવશે.પ્લીઝ,તું તારી જાતને સંભાળ કોઇ નહીં તો કિયા માટે તારે આ કરવું પડશે."કુશે તેના ખભા પર હાથ રાખતા કહ્યું.

કિયા ઊભી થઇને તેની મોમ પાસે આવી અને તેને ગળે લગાડીને બોલી,"મમ્મી,કુશ ડેડુ સાચું કહે છે.પપ્પા અને કિનુમોમ જીવે છે.મને વિશ્વાસ છે કે તે લોકો આપણને આમ છોડીને ના જઇ શકે.ચલ જમી લે."આટલું કહીને કિયા તેની માઁ શિવાનીને લઇ જતી હતી.શિવાનીએ તે હાથ છોડાવ્યો અને કુશના ગળે લાગીને રડવા લાગી.આજે આટલા મહિના બાદ તે પહેલી વાર બોલી,"કુશ,તું તેમને પાછા લઇ આવીશને?મારે તેમની અને કિનારાની માફી માંગવી છે.તેમનો હાથ પકડી જિંદગી જીવવી છે.આજે ખબર નહીં કેમ મને તારા વિશ્વાસ પર ભરોસો થાય છે."

"બસ,તું પોતાની જાતને સંભાળ.બાકી બધું હું સંભાળી લઇશ."કુશે તેને કહ્યું.

"પપ્પ‍ાજી,પ્લીઝ જમી લોને.તેમને શોધવા માટે તમારે શક્તિ જોઇશેને."અદ્વિકા બોલી.

કુશ જમવા બેસ્યો.લવ શેખાવત આ બધું જોઇ રહ્યો હતો.ભુતકાળનો તે દિવસ અને તેની ભયાનક યાદ તેને વિચલિત કરી નાખતી હતી.

"કુશ,તે વિસ્ફોટ કેટલો મોટો હતો.મને હજી તેના ભણકારા,તે ધડાકાના અવાજ સ્પષ્ટ સંભળાય છે.કિનારા પ્રત્યે મે ખૂબજ ગેરમાન્યતા રાખી હતી પણ તેણે અને મારા નાના ભાઇએ મારો અને શિનાનો જીવ બચાવવા અમને હવેલીની બહાર મોકલી દીધાં પણ દુર્ભાગ્યે તે બંને બહાર ના નીકળી શક્યાં.

તે ખરેખર મહાન હતી.મારી જ તેને સમજવામાં ભુલ થઇ ગઇ હતી.કુશ,તે વિસ્ફોટ બાદ હવેલીની હાલત કેટલી ભયાનક થઇ છે.તે હવેલી નહીં ભૂતિયા હવેલી થઇ ગઇ છે.

હું તારા અને શિવાનીના વિશ્વાસનું માન કરું છું.શું ખરેખર તને લાગે છે કે આવા ભયાનક વિસ્ફોટમાં કોઇ બચી શક્યું હોય.એ.ટી.એસ ગુજરાત અને ગુજરાત પોલીસે તેમને શોધવા કેટલાય પ્રયત્ન કર્યા પણ કોઇ મળ્યું નહીં.તેનો અર્થ શું થાય કુશ?"લવ શેખાવતે ભીની આંખો સાથે કુશને પુછ્યું.

"તેનો અર્થ જે પણ થતો હોય ,હું એક જ વાત જાણું છું કે તે વિસ્ફોટમાં રમેશભાઇના મર્યા હોવાના જ અહેવાલ હતાં.તેનો અર્થ છે કે અન્ય બધાં જીવે છે."કુશે કહ્યું.

"પણ કુશ તે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મૃતદેહો દુર ફંગોળાયા હોય તેવી શક્યતા ગુજરાત પોલીસે વ્યક્ત કરી હતી.તેમની આશંકા હતી કે હવેલીની પાછળ રહેલા દરિયામાં અન્ય મૃતદેહો ફંગોળાયા હશે.

કુશ,હું તને કે શિવાનીને નિરાશ કે દુઃખી કરવા નથી કહેતો પણ તમને સત્યનો અહેસાસ કરાવવા કહું છું.તમે બંને સત્ય સ્વીકારી લો અને આગળ વધો."લવે કહ્યું.

કુશ પોતાના ભાઇની વાતો અવગણીને થોડું જમીને જતો રહ્યો.કિયા તેની પાછળ દોડીને ગઇ.

"કુશ ડેડુ,કાયનાદીના શું સમાચાર છે?તેમને નિર્દોષ સાબિત કરવા કોઇ પુરાવા મળ્યાં?"કિયાએ આશાસ્પદ નજરે કુશ સામે દેખતા પુછ્યું.

"ના બેટા,તને તો ખબર છે કેવા કેવા અને કેટલા આરોપ તેના પર સાબિત થયા છે?આપણે બધાં જાણીએ છે કે તે સાવ ખોટા છે પણ પુરાવા બધાં તેની વિરુદ્ધ છે.કિયા,હું બે મોરચે એકસાથે લડું છું.તું વિચાર મારી શું હાલત થતી હશે?

તેમા પણ માઁસાહેબ હિંમત આપવાની જગ્યાએ હિંમત તોડે છે.લોકોનો સ્વભાવ કેમ આવો હોય છે કિયા?તમે કોઇને હિંમત ના આપી શકો,પ્રોત્સાહન ના આપી શકો તો તમને તેમની હિંમત તોડવાની કે તેમને નિરુત્સાહ કરવાની પરમીશન કોણે આપી?

એ તો સારું છે કે તે અને અદ્વિકાએ આ ઘરને સંભાળ્યું છે.એક તરફ મારી દિકરીને મારે નિર્દોષ સાબિત કરવાની છે અને બીજી તરફ મારી પત્ની અને ભાઇને શોધવાના છે.મારું તો સમગ્ર અસ્તિત્વ,મારું વિશ્વ વેરવિખેર થઇ ગયું છે."કુશ બોલ્યો.જે કુશ બધાં સામે મજબુત દેખાતો તે કિયાને ગળે લાગી ભાંગી પડ્યો.

"કાયના દીએ તેમને મળવાની પણ મનાઇ કરી છે.આ બધું દાદીના હઠાગ્રહને કારણે થયું.જો તેમણે રનબીર અને કાયનાદીને અલગ ના કર્યા હોત તો આ ના થયું હોત.તેમની પસંદ,તેમનો વહાલો કબીર તો કાયનાદીના મોઢે રીંગ મારીને ગયો હતો.તમને ખબર છે ડેડુ કે તેની ફરીથી સગાઇ થઇ છે અને બે મહિના પછી તેના લગ્ન છે.એકવાર લોકલાજે પણ તે મળવા નથી આવ્યો."કિયાએ તિરસ્કારની ભાવના સાથે કહ્યું.

કુશે અશ્રુભીની આંખોએ માથું હકારમાં હલાવ્યું.બીજી જ ક્ષણે પોતાના આંસુને પોતાની નબળાઇ ના બનવા દેતા તેને લુછીને ફરીથી બે મોરચે યુદ્ધ લડવા રોજની જેમ જ નીકળી પડ્યો.

તેમની વાતો છુપાઇને સાંભળી રહેલા જાનકીદેવી સાડીના છેડાથી મોઢું દબાવીને પોતાની ભુલ પર રડી પડ્યાં.
*******

કાયના હર્ષાબેનના ખોળે માથું રાખીને આડી પડી હતી.આંખોમાંથી નિંદ્રાદેવી તો ક્યારના વેરણ થઇને જતા રહ્યા હતાં.રાતોની રાતો યાદોને માત્ર યાદોમાં જ વીતતી.
"બેટા,ઊંઘવાની કોશીશ તો કર."હર્ષાબેને કહ્યું.

"ના માસી,જે શક્ય નથી તેના માટે પ્રયત્ન જ કેમ કરવો? તે જ રીતે મને નિર્દોષ સાબિત કરવી પણ શક્ય નથી;આ હકીકત મે સ્વીકારી લીધી છે.પણ હા એક વાત હું ક્યારેય નહીં સ્વીકારું તે એ છે કે મારી માઁ હવે આ દુનિયામાં નથી.

મારી માઁ જીવે છે અને બસ આ જ કારણે મારી અંદર શ્વાસ પુરા પાડ્યાં છે.હું એક અહીંથી બહાર નીકળુંને તો હું મારી માઁને જરૂર શોધીશ.તે સિવાય જેમણે જેમણે મારી આ હાલત કરી તેમને શોધી શોધીને તેમની જોડે બદલો લઇશ.આ બોલતા સમયે કાયનાની આંખમાં અંગારા સાફ દેખાતા હતાં.

"અને રનબીર?"હર્ષાબેને પુછ્યું.હર્ષાબેન અને આરતીબેન કાયના વિશે બધું જ જાણતા હતાં.
"તેને તો હું ક્યારનો ભુલાવી ચુકી છું.હું સમજી ગઇ કે તેનો પ્રેમ ભ્રામક હતો.કદાચ તે પણ તેના પિતાના ગુણો સાથે જ જન્મયો હતો.હું મારા જીવનમાં ફરીથી તેનું મોઢું પણ જોવા નથી માંગતી."કાયનાએ કહ્યું.

"શક્યતા તો એ પણ છે કાયના કે કદાચ તેને તારી આ હાલત વિશે કશુંજ ખબર ના હોય.જો એવું થયું તો પણ તું તેને નહીં મળે?"

"માસી,મારી પાસે તેનો જે નંબર હતો તે બંધ આવતો હતો.કદાચ તેણે પોતાનો નંબર બદલી નાખ્યો હતો.મે તેને સંપર્ક કરવાની કોશીશ કતી હતી.જે પણ હોય મારો નંબર તો એ જ છેને?તે હજીપણ કિયા પાસે છે.તેણે પણ તો એકેય વાર મને ફોન કે મેસેજ ના કર્યો.અગર તેનો કોઇપણ મેસેજ કે ફોન આવ્યો હોત તો કિયાએ આરતીઆંટીને જણાવ્યું હોત."કાયના બોલી.

હર્ષાબેન તેના માથે હાથ ફેરવીને સુઇ ગયા.સુતા પહેલા તે રોજ કાયના માટે પ્રાર્થના કરતા.આજે તેમને કઇંક વિશેષ લાગણી થઇ.
"હે ભગવાન,ખબર નહીં પણ કેમ એવું લાગે છે કે તું મારી પ્રાર્થના આજે સાંભળી રહ્યો છે.આ નિર્દોષ ફુલ જેવી દિકરીને આ ભયાનક જગ્યાએથી મુક્તિ અપાય.મોકલ કોઇ તારા શૂરવીર યોદ્ધાને આ રાજકુમારીની મદદ કરવા."તેમણે મનોમન પ્રાર્થના કરી.તેમને લાગતું હતું કે જરૂર કોઇ ચમત્કાર થશે અને કાયનાના જીવનમાં ખુશીઓ પાછી ફરશે.

*******

ન્યુજર્સી

રનબીરે પોતાનો ફોન પડતા બચાવી લીધો.આ ફોનમાં કાયનાની તમામ યાદો હતી.તેણે પોતાનો નંબર તુરંત જ બદલી નાખ્યો હતો કેમકે તે નહતો ઇચ્છતો કે કાયના ઢીલી પડીને તેને ફોન કરે અને તે બંને નબળા પડી જાય.અહીં આવતા પહેલા જ તેણે તે નંબર બંધ કરાવી દીધો હતો.હા તેના મોબાઇલમાં તેમના બધાના નંબર સેવ હતા પણ તે ક્યારેય હિંમત ના કરી શક્યો કોઈને ફોન કરવાની.

"ધ્યાનથી દોસ્ત,આ ફોનમાં મારી ઘણીબધી અમુલ્ય વસ્તુઓ છે.તેને કઇ થઇ જશે તો?"રનબીરે આશ્ચર્ય સાથે કહ્યું.
આશિષ હજીપણ આઘાતમાં હતો.

"દોસ્ત,તું કેમ આઘાતમાં છે?"તેને ખ્યાલ આવતા કે તે ગુજરાતી નથી જાણતો તેણે આ પ્રશ્ન તેને હિંદીમાં પુછ્યો.

"સર,ક્યાં સહીમે આપકો નહી પતા ?"આશિષે પુછ્યું.

"બાત ક્યાં હૈ આશિષ?"રનબીરે ગંભીર થતાં પુછ્યું.

"આજ સે સાડે તીન મહિને પહેલે મુંબઇમે બોલીવુડકી એક બડી પાર્ટીમે યે લડકી ગીરફ્તાર હુઇ થી.યે લડકી યાની કે કાયના શેખાવત મુંબઇકી થાને સેન્ટ્રલ જેલમે અપની સજા કાટ રહી હૈ.વો કેસ બહુત જ્યાદા ચર્ચામે થા સરજી."આશિષે આઘાત સાથે કહ્યું.તેને ફોન આવતા તે જતો રહ્યો.

પાછળ રનબીરને આઘાતમાં સરકાવતો ગયો.

શું રનબીર એટલે કે શૂરવીર યોદ્ધો તેની પ્રિન્સેસને બચાવવા આવશે?
કાયના કયા ગુનામાં જેલમાં છે?
માંડવીની હવેલીમાં શું થયું હતું?

જાણવા વાંચતા રહો.

મારા વહાલા સ્નેહીજન સમાન વાચકો આપના અમુલ્ય રેટિંગ્સ અને પ્રતિભાવ જરૂર અાપજો તે જ મને પ્રોત્સાહન આપે છે વધુ લખવા.

Rate & Review

ATULCHADANIYA

ATULCHADANIYA 4 month ago

Bhakti Bhargav Thanki
Abc

Abc 7 month ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 7 month ago

Ketna Bhatti

Ketna Bhatti 7 month ago