Wanted Love 2 - 85 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--85

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--85


સફેદ સલવાર કમીઝ જેમા ડાર્ક બ્લુ કલરનો મોટો પટ્ટો હોય અને તેની ઉપર તેવો જ દુપટ્ટો.લાંબા થયેલા વાળને ચોટલામાં બાંધ્યા હતાં.સુંદર ચહેરો સાવ કરમાઇ ગયો હતો.જે ચહેરા પર નજાકત,સુંદર સ્મિત હંમેશાં રહેતું તે સાવ રીઢા ગુનેગાર જેવો થઇ ગયો હતો.‍ચહેરા પર થોડાક વાગ્યાના પણ નિશાન હતાં.મોંઢામાં સળી ચાવતી ચાવતી તે અંદર આવી.

"એય..આ શું છે હે?આજે પણ ભાખરી?રોજ રોજ એકનું એક ખવડાવીશ મને?"આટલું કહીને તેણે તે મહિલાકેદીના વાળ ખેંચીને તેને નીચે પાડી દીધી.

"આ જેલમાં જેટલું જેલરમેડમનું નથી ચાલતું તેટલું મારું ચાલે છે.સારું ચલ આજે ખાઇ લઉ છું કાલે પરોઠા શાક જોઇએ મને નહીંતર."આટલું કહીને તે સાવ જુની ગોબા પડેલી થાળીમાં ઢંગધડા વગરનું શાક અને ભાખરી લઇને એક ખૂણામાં બેસીને ખાવા લાગી.અલબત્ત,તેની થાળીમાં રહેલા ભાખરી શાક અન્ય મહિલા કેદીની થાળીમાં રહેલી બેસ્વાદ ખિચડી અને પાણી જેવી કઢી કરતા સારા હતાં.અન્ય મહિલા કેદીઓ તેને ઈર્ષ્યાની નજરથી જોતા હતાં.

"એય આમ શું જોવો છો?મારા ભાખરી શાકને નજર ના લગાવો.તમારું જોવો.એ ચુલબુલી,તારું કામ કરને નહીંતર ધોઇ કાઢીશ આમપણ બહુ દિવસથી સાલી હાથમાં ખણ આવે છે.તારી ધોલાઇ નથી કરીને."તે ખંધુ હસતા બોલી.

"હા તો,ડરું છું તારાથી?આવી જા મેદાનમાં જોઇ લઇએ.આ વખતે તો મે પણ તૈયારી કરી છે.જો આ વખતે તું હારીને તો તું મારી ગુલામ"ચુલબુલી ઉર્ફે મધુ બોલી.ચુલબુલી ડબલ મર્ડર કેસમાં અંદર થઇ હતી.

તેણે માંડ બે ભાખરી જેમતેમ ગળે ઉતારી અને બાકીનું પોતાની સાથે રહેતી અને તેની માનીતી હર્ષાને આપી દીધું.હર્ષાને તેની સાથે એક જ સેલમાં રહેવાનો ફાયદો મળતો કે એક તે આ ખતરનાક ચુલબુલી ગેંગથી સેફ હતી અને બીજું તેને અન્ય મહિલાકેદી કરતા સારું જમવા મળતું.

તેટલાંમાં એક લેડી હવાલદાર આવી અને બોલી,"એ કાયના જેલર આરતીબેન તને બોલાવે છે."આટલું કહીને તે જતાં રહ્યા.

"જા કાયના જા,આજે તું ફરીથી માર ખા.તું જેટલી દાદાગીરી અહીં કરીશને તેટલો જ માર પડશે તેને.બહુ દાદાગીરી કરતી ફરે છે.સાડા ત્રણ મહિના થયા છે આ જેલમાં કેદી તરીકે આવ્યા તને અને સાલી અકડ તો એવી બતાવે કે વર્ષોથી આ જેલમાં કેદી તરીકે છે."ચુલબુલી હસીને બોલી.

"તને તો આવીને જોઇ લઈશ.તે જ ચુગલી કરી હશે.હવે તો તું ડબલ માર ખાઈશ."કાયના આટલું કહીને જતી રહી.

કાયના જેલર અારતીબેનની કેબિનમાં આવી અને દરવાજો અંદરથી બંધ કર્યો.

આરતીબેન પચાસ વર્ષની ઊંમરના એક બાહોશ પોલીસ ઓફિસર હતા.આ જેલમાં રહેલી તમામ માથાભારે મહિલા કેદીઓને ખૂબજ સારી રીતે તેમણે મેનેજ કર્યા હતાં.તેમની આંખોની કરડાકી અને રુવાબદાર ચાલથી મહિલાકેદીઓ ફફડી ઉઠતાં.

"આવ કાયના,બહુ દાદાગીરી કરે છે."કડક સ્વરમાં આટલું બોલતા આરતીબેન હસી પડ્યાં.કાયના પણ હસતા હસતા દોડીને તેમને ગળે વળગી પડી.હસતા હસતા રડી પડી,ધ્રુસકે ધ્રુસકે રડી પડી.આરતીબેન તેને માથે હાથ ફેરવીને તેને શાંત કરી રહ્યા હતાં.
દર અઠવાડિયે બે વખત જેલર આરતીબેન તેને આ રીતે બોલાવતા અને તેને ખૂબજ વહાલ કરતા.

"બસ મારી દિકરી,શાંત થા.રડીશ નહીં લે આ આલુ પરોઠા અને શીરો લાવી છું ખાઇ લે."અારતીબેને ડબ્બો આપતા જ કાયના કેટલાય સમયથી ભુખ્યા લોકોની જેમ ખાવા લાગી.આરતીબેન કિનારાને ખૂબજ માનતા હતા.કિનારાએ તેમનો જીવ અને નોકરી બચાવી હતી.ત્યારથી તે કિનારાને ખૂબજ માનતા.કિનારાના કારણે જ તે કાયનાને આ જેલમાં સુરક્ષિત રાખતા અને તેને સાચવતા.તેમને કાયનાની ખૂબજ દયા આવતી.

તે ઘણીવાર વિચારતા,"હે ભગવાન,કિસ્મત કોઇની સાથે આટલું ખરાબ ના કરે."

"થેંક યુ આંટી,તમે ના હોત તો હું આ જેલના કોઇ ખૂણે આત્મહત્યા કરી લેત.મારું જીવન જીવવાનું કારણ તમે અને હર્ષા આંટી છો.બાકી તો ..."કાયના ફિક્કુ હસીને બોલી.

"એવું નથી કાયના તારા પપ્પા ઘણીબધી કોશીશ કરી રહ્યા છે પણ તને તેમની સ્થિતિ ખબર છેને."આરતીબેને કહ્યું.

"આંટી,એટલે જ તો મે પપ્પાને,કિઆન,દાદુ અને બાકી બધાને મારી સજા પુરી ના થાય ત્યાંસુધી મળવાની ના પાડી છે.મારી સાથે જે થયું તેમા મારી કિસ્મત સિવાય કોઇનો દોષ નથી.મારો પરિવાર નિર્દોષ છે.હા,એક વાત સારી થઇ મને સમજાઇ ગયું કે હું પ્રેમ વિશે જે વિચારતી હતીને સૌથી પહેલા તે સાવ સાચું હતું કે પ્રેમ જેવી કોઇ વસ્તુ હોતી જ નથી.સાચો પ્રેમ,પ્રેમીઓ અને લગ્ન ..******."કાયના આટલું કહીને ગાળ બોલી.
"કાયના,રનબીર."

"નામ ના લેશો તે દગાબાજનું,સાલો એક નંબરનો સ્વાર્થી હતો.મારી સાથે આટઆટલું થયું એકવાર મને મળવા નથી આવ્યો કે ના મારા પરિવારને મળ્યો.હા,મળી ગઇ હશે તેને કોઇ બીજી આમપણ દેખાવડો તો હતો જ******."તે ફરીથી ગાળ બોલી.

"અને કબીર,એ પણ સ્વાર્થી ***,માવડીયો."કાયના આટલું કહીને સાઇડમાં થુંકી.

તેને યાદ આવ્યું જ્યારે તેને સજા સંભળાવવામાં આવી હતી તે સમયે તેને જેલ લઇ જવામાં આવી રહી હતી.તે ખૂબજ રડી રહી હતી.
"ડેડ,મને બચાવી લો.ડેડ,મારે જેલ નથી જવું.મે કશુંજ નથી કર્યું.હું સાવ નિર્દોષ છું."કાયના રડતા કકડતા બોલી રહી હતી.કુશ અને બાકી બધાં પરિવાર વાળાના માથે એક પછી એક આભ તુટ્યું હતું.કાયના રડતા રડતા કબીર પાસે આવી.

"કબીર,તું મારો થવાવળો પતિ છેને બચાવી લેને મને.મે કશુંજ નથી કર્યું.કબીર પ્લીઝ."કાયના કબીર પાસે હાથ જોડીને રડતા રડતા બોલી.
"કયો થવાવાળો પતિ?એ છોકરી અમે તને નથી ઓળખતા અને તું કોણ છે?અમે કોઇ ગુનેગાર સાથે સંબંધ નથી રાખતા અને તને શું લાગે છે કે તારા જેવી છોકરી જોડે મારો હિરા જેવો કબીર લગ્ન કરશે."કબીરની મમ્મીએ કહ્યું.

"મમ્મી,કાયના આવું ના કરી શકે.મમ્મી.."કબીર બોલતો હતો ત્યાં જ તેને અટકાવીને તેના પપ્પા બોલ્યા,"કબીર,તારી મમ્મી સાચું કહે છે.તું અત્યારે ને અત્યારે જ સગાઇ તોડ નહીંતર અમે તને પ્રોપર્ટીમાંથી બેદખલ કરીશું અને તારી સાથે સંબંધ તોડી નાખીશું."

કબીરે કાયનાના હાથમાંથી ધ્રુજતા હાથે સગાઇની વીંટી કાઢી.જેની સાથે ઘણાબધા સપના જોયા હતા,તેની સાથે અહીં સુધીનો જ સાથ હતો.કબીરની મમ્મીએ કાયનાના હાથમાંથી કબીરે પહેરાવેલી સગાઈની વીંટી કાઢીને તેના મોઢે મારી.તે કબીર એક વાર તેની સામે લાચારીથી જોઇને પોતાના માતાપિતા સાથે જતો રહ્યો.

કાયનાએ દુઃખ સાથે પોતાના સાવ તુટી ગયેલા પિતા અને પરિવાર સામે જોયું.જેની આશા હતી તેની રાહ જોતા આંખો થાકી હતી તે હજીસુધી નહતો આવ્યો.એક છેલ્લી વાર કોર્ટના દરવાજા તરફ જોઇ હતાશા પામી અને પોલીસની ગાડીમાં બેસી ગઇ.

અત્યારે પણ તે ઘડી યાદ આવતા પ્રેમ અને પુરુષ જાત તરફ ફરીથી નફરત થઇ જતી.તે આરતીબેનને મળી થોડો શીરો અને એક પરોઠુ લઇને પોતાના સેલમાં જતી રહી.જ્યાં હર્ષાબેન તેની રાહ જોઈને આશા સાથે બેઠા હતાં.કાયનાએ જઇને તે દુપટ્ટામાં છુપાવેલું પરોઠુ અને શીરો આપ્યો.તે ફટાફટ ખાઇ ગયા.હતાશા અને નિરાશા જેના હવે બેસ્ટ ફ્રેન્ડ્સ હતા તે કાયના આખો દિવસ કડી મહેનત કરીને.આ રિઢા ગુનેગાર જેવો દેખાડો કરીને થાકી હતી.તેણે હર્ષાબેનના ખોળામાં માથું મુકી દીધું.હવે તેને દેખાડો કરવાની જરૂર નહતી.તે જે હતી તે જ બનીને રહી શકતી હતી.આ જેલમાં ચેનથી જીવવા આ દેખાડો,રીઢા ગુનેગાર હોવાનો દેખાડો કરવો પડતો.હવે આંખમાંના આંસુ સુકાઇ ગયા હતા.એવું લાગતું જાણે કે આખી જિંદગીનું આ અમુક મહિનામાં જ રડી લીધું.હવે તો રડવું પણ નહતું ‍અાવતું.

*****

ન્યુ જર્સી.

રનબીર અંતે પોતાના ડેસ્ટીનેશન પર પહોંચી ગયો હતો.અહીં આવ્યા બાદ તેણે ઇન્ડિયા વિશે વિચારવાનું કે ત્યાંના સમાચાર જાણવાનું છોડી દીધું હતું.તેણે તેના પરિવારને પણ તેમજ કરવા કહ્યું હતું.જેથી તેને ઇન્ડિયામાં શું શું થયું તે કશુંજ ખબર નહતી.તેની કાયના કઇ સ્થિતિમાં અને ક્યાં છે તે તેને નહતી ખબર.તે પ્રોડક્શન હાઉસની ઓફિસમાં પહોંચ્યો જ્યાં તેની મીટીંગ હતી.તે લોકો તેની બુકસ પર સીરીઝ બનાવવા માંગતા હતાં.રનબીર તેની દરેક બુક અજનબી દોસ્ત નામે છપાવતો.જેથી તેની સાચી ઓળખ કોઇ નહતું જાણતું.

તે પ્રોડક્શન હાઉસમાં મીટીંગ ખૂબજ સારી રહી.ખૂબજ સારી ડીલ થઇ હતી.
"કોન્ગ્રચ્યુલેશન મિ.પટેલ,એઝ યુ આર ઇન્ડિયન આઇ હવે અેપોઇન્ટેડ વન ઇન્ડિયન.હી વીલ અાસીસ્ટ યુ.હી વિલ બી કોર્ડિનેટર.મીટ આશિષ ગોડબોલે."
"નમસ્તે સર,મે આશિષ,મે અભી એક મહિને પહેલે જોઇન હુવા હું.મે મુંબઇ સે હું ઓર કંપની કી તરફસે સારી બાતચીત મે આપકે સાથ કરુંગાં.આઇએ સર."આશિષે કહ્યું.મુંબઇનું નામ સાંભળીને રનબીર ભાવુક થઇ ગયો.તે તેની પાછળ ગયો.

રનબીર આશિષની કેબિનમાં ગયો.
"ઓર તુમ મુંબઇ સે હો?"રનબીરે ખૂબજ આશા સાથે પુછ્યું.તેની આંખમાં દર્દ છલકાઇ ગયું.
"સર લગતા હૈ આપકા મુંબઇસે કુછ ગહરા નાતા હૈ.મુંબઇ કા નામ સુનતે હી આપકી આંખોમે ચમક આ ગઇ."આશિષે કહ્યું.

"હા મેરા પહેલા ઓર આખરી પ્યાર વહા હૈ."રનબીરે નીસાસો નાખતા કહ્યું.
"ઓહ,મતલબ સેડ એન્ડ વાલી લવસ્ટોરી.સર ક્યાં મુઝે આપ અપની લવસ્ટોરી સુનાયેંગે?"આશિષે પુછ્યું.રનબીરે હકારમાં માથું હલાવ્યું.તેણે નામ સાથે પોતાની પ્રેમકહાની સંભળાવી.આશિષની આંખો આઘાતથી પહોળી થઇ ગઇ.
"સર,ક્યાં મે ઉનકા ફોટો દેખ શકતા હું?"

"હા."રનબીરે કાયનાનો અને પોતાનો ફોટો દેખાડ્યો.આશિષના હાથમાંથી આઘાતના માર્યા ફોન પડી ગયો જે રનબીરે પકડી લીધો.આશિષનો આઘાતજનક ચહેરો જોઇને રનબીરને આશ્ચર્ય થયું.

*********
જાનકીવિલા સાંજનો સમય.

શિનાએ જમવાનું બનાવી દીધું હતું અને તેને ડાઇનીંગ ટેબલ પર ગોઠવી દીધું હતું.આ ઘરમાં હવે ભોજન માત્ર જીવવા માટે ખવાતું.દરેક સભ્યના ગળા નીચે કોળિયો માંડમાંડ ધકેલાતો.કુશ અને શિવાની સિવાય બધા આવ્યાં.લવ શેખાવતે કહ્યું,"શિના,મને લાગે છે તારે અાજે પણ શિવાનીને જમાડવી પડશે.અને અદ્વિકા તારા સસરાને તું જ જમાડી આવ."

અદ્વિકાને આ ઘરમાં આવેલી ખરાબ પરિસ્થિતિઓને ચાલતા ઘડિયા લગ્ન કરાવીને કિઆનની પત્ની બનાવી દેવામાં આવી હતી.જાનકીવિલાની જવાબદારી તેને સોંપી દેવામાં આવી હતી.નિષ્પ્રાણ જાનકીવિલાને તેનો અને શિનાનો જ સહારો હતો.

જાનકીદેવી માંડમાંડ ઊભા થયા અને મંદિરમાં ગયા.સંધ્યા આરતી અને દિવાબત્તી કરીને તેમણે બે ફુલોના હાર લીધાં અને સામે લટકાવેલા કિનારા અને લવ મલ્હોત્રાના ફોટા પર પહેરાવી દીધાં.

શું આશિષ રનબીરને કાયના વિશે જણાવી શકશે?
કાયનાને કયા ગુનાની સજા મળી હશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Bhakti Bhargav Thanki
Keval

Keval 7 month ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 7 month ago