Wanted Love 2 - 84 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--84

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--84


ચાર (૪) મહિના પછી..

ઇસેલીન,એડિસન ટાઉનશીપ,ન્યુ જર્સી.

ન્યુજર્સી શહેરનો એક એવો વિસ્તાર જેને મીની ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે.આ વિસ્તારમાં ઘણાબધા ભારતીય રહે છે.રહેવા માટે સૌથી સુંદર અને સ્વચ્છ શહેર કે જેની સ્વચ્છતા અને સુંદરતા આંખે વળગે.

તેવા ઇસેલીનના એક પોર્શ વિસ્તારમાં બે બેડરૂમના એક એપાર્ટમેન્ટના એક બેડરૂમમાં એક હેન્ડસમ યુવાન સુઇ રહ્યો હતો.વાતાવરણમાં રહેલી ઠંડી રૂમમાં સાફ વર્તાઇ રહી હતી.હિટર ચાલું હતું છતાં પણ તેણે બ્લેંકેટ ઓઢેલું હતું.તેના ડબલબેડમાં એક તરફ તે સુઇ રહ્યો હતો જ્યારે બીજી તરફ એક સુંદર સ્કાર્ફ ફેલાયેલો હતો.

એલાર્મના કર્કશ અવાજે તેને ઉઠાડી દીધો.તે આળસ મરડીને ઊભો થયો,બાજુમાં સુતેલા સ્કાર્ફને હાથમાં લઇને બોલ્યો,"ગુડ મોર્નિંગ જાન.આજે મારા માટે બહુ જ મહત્વનો દિવસ છે.તું આવીશને મારી સાથે."
તે સ્કાર્ફની સાથે વાત કરી રહ્યો હતો.સ્કાર્ફને સાચવીને પલંગ પર મુકી અને તે બાથરૂમમાં ગયો,ગરમપાણીથી શાવર લઇને તે બહાર આવ્યો.બ્લુ ડેનિમ,તેની ઉપર વ્હાઈટ ફોર્મલ શર્ટને ઇન કર્યું અને તેની ઉપર ડાર્ક ક્રિમ કલરના બ્લેઝરને સજાવ્યું.તેના હેન્ડસમ ચહેરા પર વધેલી દાઢી તેને અતિશય સોહામણો બનાવતી હતી.પહેલા જે અસ્તવ્યસ્ત વાળ રાખતો.તે હવે પોતાના વાળ સરખી રીતે સેટ કરતો હતો.

આટલું કર્યા પછી તેણે બેડ પર પડેલા સ્કાર્ફને લીધો અને પોતાની બેગ લીધી.જેમા તેણે તેનું લેપટોપ અને અમુક ફાઇલો મુકી.રૂમમાંથી બહાર આવતા જ કોફીની મહેક તેના શ્વાસની અંદર ધુસી ગઇ.

"મોમ,કોફી રેડી?"તેણે પુછ્યું.

"યસ માય ડિયર સન,લે આ કોફી પી લે અને જતા પહેલા આ ગોળનો ટુકડો મોંઢામાં મુકી દેજે.આજે તારી એક મોટા મીડિયા હાઉસ સાથે મીટીંગ છે ને."તેની મોમે તેને કહ્યું.

"હા મોમ,દાદુ ક્યાં છે?"તેણે પુછ્યું.

"ક્યાં હોવાના?પાર્કમાં જ તો વળી.તેમને તેમની ઉંમરના ઘણાબધા મિત્રો મળી ગયા છે;આવતા જ હશે.તેમને ખબર છે કે આજે તારા માટે કેટલો મોટો દિવસ છે."તેની મોમ બોલી.

તેણે કોફીનો કપ મોઢે લગાવ્યો જ હતો અને દાદુ અંદર આવ્યા.
"હેલો ગુડ મોર્નિંગ,યંગ મેન.રેડી ફોર બીગ ડે?"દાદુએ પુછ્યું.

"હા દાદુ,બસ તમારી જ રાહ જોતો હતો.હું નીકળું આજે મારી ખૂબજ મોટી મીટીંગ છે."આટલું કહી તે ઊભો થયો.ભગવાનને ,માઁને અને દાદુને પગે લાગ્યો.

ઘરની બહાર એક ગાડી ડ્રાઇવર સાથે તેની રાહ જોઈને ઊભેલી હતી.તે ગાડીમાં પાછળની બાજુએ બેસ્યો.તે સ્કાર્ફ હજીપણ તેની પાસે જ હતો.ગાડીમાં બેસતા જ તેને મોબાઇલમાં રીંગ વાગી.

"હેલો સર,ગુડ મોર્નિંગ.હું તેમને મળવા માટે નીકળી ગયો છું.થેંક યુ સર.તમે ઘણું કર્યું છે મારા માટે,તમારો ઉપકાર હું ક્યારેય નહીં ભુલી શકું."તેણે કહ્યું.

"હેય રનબીર,સોરી' અજનબી દોસ્ત 'તું આ ટુંક સમયના ગાળમાં જો આગળ આવ્યો છેને તે તારી મહેનત અને તારા ટેલેન્ટના કારણે આવ્યો છે.તારો અહીં ન્યુજર્સીમાં સેટલ થવાનો નિર્ણય પણ સારો છે.તને ખબર છે તારી ચારેય બુક્સ રીલીઝ થતાં જ એક અઠવાડિયામાં બેસ્ટ સેલર બની ગઇ અને આજે તારા માટે ખૂબજ મોટો દિવસ છે.અહીંનું એક મોટું પ્રોડક્શન હાઉસ તારી સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરવા માંગે છે.તે તારા કમાલના વિચારોને સ્ક્રિન પર લાવવા માંગે છે.

તું એક કમાલનો મોટીવેશનલ ઓથર છે.તારી ડાયરીમાં લખાયેલા શબ્દો ઘણાબધાને ઘણુંબધું શીખવી જાય છે.રનબીર પટલે ઉર્ફે અજનબી દોસ્ત ઓલ ધ બેસ્ટ ."આટલું કહીને તેમણે ફોન મુકી દીધો.

રનબીર પટેલ,ચાર મહિનાના ટુંકા સમયગાળામાં જો કોઇનું જીવન જળમૂળથી બદલાયું હોય તો તે રનબીર હતો.આજે તે આટલા ટુંકા સમયગાળામાં બેસ્ટસેલર ઓથર બની ગયો હતો.પોતાની મંઝીલ તરફનો રસ્તો લાંબો હતો.તેણે માથું સીટ પર ટેકાવ્યું અને ભૂતકાળના સફરે નીકળી પડ્યો.

મુંબઇથી પાછા આવ્યાં બાદ રનબીર ખૂબજ પરેશાન રહેતો હતો.તેણે એક અઠવાડિયા સુધી તેની મમ્મી સાથે વાત ના કરી.અંતે એક દિવસ દાદુ નેહાને રનબીરના રૂમમાં લઇને આવ્યા.રનબીર કાયનાના સ્કાર્ફને ગળે લગાડીને આંસુ સારતો હતો.

"રનબીર બેટા,ક્યાં સુધી જીવન આવી રીતે ગાળીશ?તારી માઁને વગર વાંકે સજા આપીશ?ક્યાં સુધી નિરાશાના આ સાગરમાં ડુબતો રહીશ?તારીમાઁએ આજે જિદ કરીને તારા અને કાયનાના લગ્ન કરાવી પણ દીધાં હોત તો જાનકીબેન તને ક્યારેય જમાઈ તરીકે ના સ્વીકારત.તું કદાચ કઇંક બની ગયો હોત પછીની વાત અલગ હતી.તે તારા પિતાના નામથી અને તેના કામથી તને સતત સંભળાવ્યા કરત.આટલા વર્ષ આપણે આવીરીતે છુપાઇને કેમ કાઢ્યા ખબર છે તને?

તારા પિતાના કાળા પડછાયાથી તે તને બચાવવા માંગતી હતી.તું તેનો સગો દિકરો નથી છતાં પણ તેને ડર હતો કે રોકી તને તેનાથી દુર કરશે?"આટલું કહી રાજીવભાઇએ રોકીના ભૂતકાળ વિશે કહ્યું.રનબીર પોતાના પિતા વિશે બધી વાતો સાંભળીને આઘાત પામ્યો.તેને નેહા એટલે કે પોતાની માઁ પર ગર્વ થયો.તેણે તેની માફી માંગી.

તે દિવસે એક માઁ દિકરાનું સુખદ મિલન થયુ હતું.રનબીરના મનમાંથી નિરાશા દુર કરવા તે લોકો તેને ઘણીબધી જગ્યાએ ફરવા લઇ ગયાં પણ તે હંમેશાં કાયનાની યાદોમાં ખોવાયેલો રહેતો.અચાનક એક દિવસ ભુલાયેલી વાત ફરીથી એક ફોન દ્રારા યાદ આવી અને બસ તેનું જીવન તેને ન્યુ જર્સી લઇ આવ્યું.
તેને તે પબ્લિશરનો ફોન આવ્યો જે આજથી ત્રણ મહિના પહેલા તેને મળ્યા હતા.

"રનબીર,કોનો ફોન હતો?"દાદુએ પુછ્યું

આજે ઘણાબધા દિવસો પછી તેના ચહેરા પર તે ફોન આવવાથી સ્મિત આવ્યું હતું.

"દાદુ-મોમ,તમને યાદ છે કે કોલેજના પહેલા વર્ષથી જ હું ડાયરી લખતો હતો.જેમા જીવન પ્રત્યેના મારા અનુભવો,હકારાત્મક વિચારો અને પ્રેરિત કરવાવાળી વાતો લખતો?તો અનાયાસે આજથી ત્રણ મહિના પહેલા મે આ બધાંમાંથી અમુક અંશો મારા સોશિયલ મીડિયા પેજ પર શેયર કર્યા હતાં.તે મુંબઇના એક ટોપ પબ્લિકેશન હાઉસના માલિકને એટલા પસંદ આવ્યાં કે તે મને મળ્યા અને તેમણે મારી ડાયરી વાંચવા માંગી.તે એમને એટલી પસંદ આવી કે તેમણે તેને છપાવવાનો નિર્ણય લીધો.તેમણે તેને ગુજરાતી,ઇંગ્લીશ અને હિંદી ભાષામાં છપાવવા આપી.આ વાત મે બધાથી ખાનગી રાખી હતી.હું તમને બધાને સરપ્રાઇઝ આપવા માંગતો હતો."રનબીરે ઉત્સાહિત થઇને કહ્યું.

"અરે વાહ,મને ગર્વ છે તારા પર.તે ક્યારે પ્રકાશિત થવાની છે બેટા?"નેહા અને રાજીવભાઇએ એકસાથે પુછ્યું.
"દાદુ-મોમ,તે બે દિવસ પહેલા જ પ્રકાશિત થઇ હતી.તેમનો ફોન આવતો હતો પણ આપણે બહારગામ હતા એટલે નેટવર્ક નહતું જેના કારણે મારે વાત નહતી થઇ શકી.તો આજે ફરીથી તેમનો ફોન આવ્યો.તે બુકનો પહેલું એડિશન સંપૂર્ણપણે બુક થઇ ગયું છે.બીજું એડિશન જલ્દી જ છપાવવા જશે."રનબીરે કહ્યું.

"વાહ,જોયું બેટા?ભગવાન એક રસ્તો બંધ કરેને તો બીજો રસ્તો જરૂર ખોલે છે.તું હવે પાછળ વળીને ના જોતો.કાયનાના પ્રેમને તારી તાકાત બનાવ અને આગળ વધ.તેનો પ્રેમ હંમેશાં તારા હ્રદયમાં જીવતો રહેશે."નેહાએ રનબીરના માથે હાથ મુકીને કહ્યું.

"મમ્મી-દાદુ,મે એક નિર્ણય લીધો છે કે આપણે હંમેશાં માટે યુ.એસ સેટલ થઇ જઈશું.મારી મારા પ્રકાશક મિ.મહેરા સાથે વાત થઇ છે.ન્યુ જર્સીમાં તેમના મિત્રનું એક મોટું પબ્લિકેશન હાઉસ છે.તે આપણી ત્યાં જવાની,રહેવાની અને વિઝાની વ્યવસ્થા કરી દેશે અને તે તેમના મિત્રના પબ્લિકેશન હાઉસ સાથે મર્જર કરી રહ્યા છે.એટલે હવે હું જે પણ લખીશ,તે ઇન્ડિયા અને યુ.એસમાં પ્રકાશિત થશે."રનબીરે કહ્યું.

રનબીરના સારા ભવિષ્યમાટે અને તેને દુખમાંથી બહાર લાવવાનો નેહા અને રાજીવભાઈને આ રસ્તો ખૂબજ સારો લાગ્યો.પછી તો બધું બહુ જલ્દી થઇ ગયું.મિ.મહેરાએ આ બધી તૈયારી શરૂ કરાવી દીધી.તે લોકો હવે વર્કીંગ વિઝાના બેઝ પર ન્યુ જર્સી શિફ્ટ થયાં. મિ.મહેરાએ તેમના મિત્રના પબ્લિકેશન હાઉસ સાથે મર્જર કર્યું.રનબીર તેમને જોડતી કડી હતો.તે ત્યાં મિ.મહેરા વતી કામ પણ સંભાળતો અને તેનું પુસ્તક પણ લખતો હતો.

આજે મોટો દિવસ હતો તેના માટે કેમ કે તેનું પુસ્તક આજે લખાઇ ગયું હતું અને તેના આગળ લખાયેલા પુસ્તક પર એક પ્રોડક્શન હાઉસ શો બનાવવા માંગતા હતા.આજે તેની ઉપરાઉપરી બે મીટીંગ હતી.આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તે કાયનાને કે તેના પ્રેમને યાદ કરવાનું ના ભુલતો.

હા,હવે તે ખુશી ખુશી તેની અને કાયનાની સાથે વિતાવેલી પળો યાદ કરતો.

તેણે વિચાર્યું,"શું કરતી હશે મારી પ્રિન્સેસ અત્યારે?અત્યારે તે શુટીંગ પર હશે.તેના અને કબીરના લગ્ન તો ક્યારના થઇ ગયા હશે.કબીર એક સારો માણસ છે મને વિશ્વાસ છે કે તે કાયનાને ખૂબજ પ્રેમ આપતો હશે અને તેનું ખૂબજ ધ્યાન રાખતો હશે.કાયના કબીરના સાચા પ્રેમને પામી ધીમેધીમે મને ભુલીને તેના જીવનમાં આગળ વધી શકશે.પ્રિન્સેસ,શું કરે છે તું?" ભૂતકાળમાંથી બહાર આવતા રનબીરે એકદમ હ્રદયપૂર્વક કાયનાને યાદ કરી.

*********

મુંબઇ સેન્ટ્રલ જેલ,થાને.

સાંજનો પોણા છ વાગ્યાની આસપાસનો સમય

જમવાનો સમય થઇ ગયો હતો.સેન્ટ્રલ જેલના વિશાળ રસોડામાં એક તરફ બધી મહિલા કેદી માટે રસોઇ બની રહી હતી.જેમા જેલની મહિલા કેદી રસોઇ બનાવી રહી હતી.મોટા મોટા તપેલામાં એક તરફ કઢી ઉકળી રહી હતી તો બીજી તરફ ખિચડી બની રહી હતી.

જ્યારે બીજી તરફ નાની સગડી પર એક કે બે જણાની રસોઇ અલગ બની રહી હતી.જેમા ભાખરી અને બટેકાનું શાક બની રહ્યું હતું.

"આજે પણ ભાખરી બનાવી?તને ખબર નથી તેને ભાખરી નથી ભાવતી?ફરીથી ભાખરી જોશેને તો મારશે તને."મોટી તપેલીમાં કઢીમા મોટો ચમચો હલાવી રહેલી મહિલા કેદી બોલી.

"હા તો શું કરું?મહારાણીને આવું બધાં માટે બને છે તેવું ભાવતું નથી.એક તો હું જેલર મેડમથી છુપાઇને તેના માટે અલગ રસોઇ બનાવું અને બીજી તરફ તેના નાટક સહન કરું."તે મહિલા કેદી બોલી.
"એ બેન,તું પંદર દિવસ પહેલા જ આવી છેને એટલે આમ બોલે છે.તને ખબર નથી કે તે કેટલી ખતરનાક છે.છોટા પેકેટ બડા ધમાકા છે.હજી તો સાડા ત્રણ મહિના થયા છે અને આટલી દાદાગીરી કરે છે.તને ખબર છે કે પેલી ચુલબુલી ગેંગની બધી જ લેડિઝ ગમ ખાઇને બેઠી છે.તેમનું પણ તેની આગળ કશુંજ નથી ચાલતું.તને શું લાગે છે કે આ જેલર મેડમને કશી ખબર નથી?બધું ખબર છે છતા આંખા આડા કાન કરે છે,કેમ?"ખિચડી બનાવી રહેલી મહિલા કેદી બોલી.

ત્યાં અચાનક જ થાળીઓ ગોઠવી રહેલી મહિલા કેદી બોલી,"તે આવી ગઇ.".

"શું કાયના આવી ગઇ? હે ભગવાન,હજી તો શાક બનાવવાનું બાકી છે?આજે તો હું મરવાની જ છું."ભાખરી બનાવી રહેલી મહિલા કેદી ડરતા ડરતા બોલી.

ક્રમશ:

what kayna!? જોર નો ઝટકો કેટલા જોરથી લાગ્યો કે ધીમેથી લાગ્યો?જણાવજો જરૂર.
વેલ નમસ્તે વાચકમિત્રો,
વોન્ટેડ લવ સાચા લવની શોધમાં...પાર્ટ ૨ નવલકથામાં આવી રહેલા તમામ ટ્વિસ્ટ અને ટર્ન જેવા મે વાર્તા શરૂ કરતા પહેલા વિચાર્યા હતા બિલકુલ તે જ રીતે જઇ રહ્યા છે.આશા રાખું છે કે તમને આ નવલકથા પસંદ આવી રહી છે.

તો વાચકમિત્રો,સીટ બેલ્ટ બાંધી લેજો કેમકે હવે રોલર કોસ્ટર રાઇડ શરૂ થવાની છે.જેમા ખૂબજ મજા આવશે.આજના ભાગ માટે હજી એટલું જ કહીશ કે યે તો સિર્ફ શુરુઆત હૈ.
આભાર આપ સૌના પ્રતિભાવ અને પ્રોત્સાહન જ મને પ્રેરણા આપે છે વધુ લખવા માટે.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Sunita joshi

Sunita joshi 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Neepa

Neepa 7 month ago

Usha Dattani Dattani