Wanted Love 2 - 83 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--83

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--83


(રનબીર અને કાયનાના પ્રેમને નેહા અને જાનકીદેવી તરફથી અસ્વિકાર મળ્યા બાદ કિનારાએ કુશને પોતાની દિકરીનું વિશેષ ધ્યાન રાખવા કહ્યું.અહીં રમેશભાઇ રોમિયોના હાથે ઝડપાઇ ગયા.તે વિશાલભાઇને મળીને ખુશ થયા.રોમિયો અને અદા વિશાલભાઇ અને રમેશભાઈને લઇને છુપાવવા માટે લવ શેખાવતની હવેલી પર ગયાં.)

રાત ખૂબજ થઇ ગઇ હતી પણ આજે જાનકીવીલામાં રાત પડી જ નહતી.શિવાની અને જાનકીદેવી સિવાય લગભગ બધાંની આંખમાંથી ઊંઘ જતી રહી હતી.
કાયના અને રનબીર સાવ ભાંગી પડ્યાં હતાં.

પોતાના પિતાનું કડવું સત્ય જાણ્યા બાદ અને પોતાના પ્રેમને ગુમાવ્યા બાદ તે સાવ તુટી ગયો હતો.કાયના અને રનબીર જીવતી લાશ જેવા લાગતા હતાં.જાનકીદેવીના આદેશને અનુસરીને કાયના અને રનબીરને અલગ રાખવામાં આવ્યાં હતાં.

કુશ સતત કાયના પાસે અને શ્રીરામ શેખાવત સતત રનબીર પાસે હાજર રહીને તેમને સાંત્વના આપી રહ્યા હતાં.શ્રીરામ શેખાવત પોતાની જાતને દોષિત ગણી રહ્યા હતા.તેમણે કાયના અને રનબીરને વચન આપ્યું હતું કે તેમને એક કરશે પણ આજે તે પોતાનું આપેલું વચન પાળી ના શક્યાં.

નેહાના આવા વર્તન પછી તેમની રહીસહી આશા ખતમ થઇ ગઈ.અંતે તે સવાર પણ આવી ગઇ હતી.રનબીરની દસ વાગ્યાની અમદાવાદ જવાની ફ્લાઇટ હતી.જાનકીદેવીએ તેને બ્રેકફાસ્ટ કરીને જવા આગ્રહ કર્યો પણ કોળીયો કોના ગળાની નીચે ઉતરવાનો હતો.

કાયનાની આંખમાંના આંસુ આઘાતના માર્યા અદ્રશ્ય થઇ ગયા હતા.જ્યારથી નેહાની વાત સાંભળી હતી ત્યારથી તે દિગ્મૂઢ થઇ ગઇ હતી.બોલવાનું બંધ,સાંભળવાનું બંધ,રડવાનું બંધ બસ પૂતળું બનીને તેના રૂમમાં એક ખૂણામાં પડેલી હતી.કોઇ જ સાનભાન નહીં કિઆરા,કિઆન,અને કુશ તેને બોલવવાની હિંમત આપવાની કોશીશ કરે પણ તેના કાન સાંભળવાની તસ્દી જ નહતા લેતા.

રનબીર પોતાની કિસ્મતને દોષ દઈને શ્રીરામ દાદુના ગળે વળગીને ખૂબજ રડ્યો.તેણે પોતાનો સામાન પેક કર્યો.અદ્વિકા પણ તેને હિંમત આપી રહી હતી.અંતે રનબીરની આ ઘરમાંથી વિદાયનો સમય થઇ ગયો હતો.

તેની નજર સતત દરવાજા તરફ મંડાયેલી હતી કે બસ જતાં પહેલા એક વાર પોતાની પ્રેમિકાને જોઇ શકે.કુશ આવીને તેને ગળે મળ્યો.
"સોરી બેટા,મે તને વચન આપ્યું હતું કે કાયના અને તારા લગ્ન જરૂર કરાવીશ પણ અચાનક આ શું થઇ ગયું મને જ ખબર ના પડી? મને માફ કરી દે."કુશે કહ્યું.

"અંકલ,તમારો કોઇ વાંક નથી.મારા કિસ્મતમાં પ્રેમ જ નથી લખ્યો.મારા પિતાના ગુનાનું જ ફળ છું હું અને કદાચ તે ગુનાની સજા આજીવન ભોગવવી પડશે."રનબીર આ બોલતા સમયે પણ એકવાર કાયનાને જોવાની આશા રાખતો હતો.

"જા રનબીર,એકવાર કાયનાને મળી લે."શ્રીરામ શેખાવતે કહ્યું.

"પણ."જાનકીદેવી કઇ બોલવા જાય તે પહેલા શ્રીરામ શેખાવતે તેને મોકલ્યો.રનબીર દોડીને કાયનાના રૂમમાં ગયો.ખૂણામાં સાનભાન ગુમાવીને બેસેલી કાયનાને જોઈને તેને અત્યંત આઘાત લાગ્યો.તે કાયનાને જઈને વળગી પડ્યો અને રડવા લાગ્યો.લગભગ મૃત અવસ્થામાં પડેલી કાયનાની અંદર જીવ આવ્યો.તેના બંને હાથ રનબીરના ફરતે વળગી પડ્યાં અને સુન્ન થયેલી આંખો ફરીથી સજીવન થઇ.અદ્રશ્ય થયેલા આંસુ ફરીથી દ્રશ્યમાન થયા અને અશ્રુધોધ વહી પડ્યો.
"હેય તું આવું કરીશ તો હું કેવીરીતે જીવીશ?પ્લીઝ રડીશ નહીં.કાયના,આપણો સાથ બસ અહીં સુધી જ હતો.તેનો અર્થ એ બિલકુલ નથી કે તું તારો આ હાલ બનાવી દે.પ્લીઝ મને હસતા હસતા વિદાય આપ.તારી તે હસીના સહારે જીવન જીવી લઇશ."રનબીરે તેનો ચહેરો પોતાના હાથમાં લઇને કહ્યું.

"રનબીર,હું કઇરીતે જીવીશ તારા વગર?"આટલું કહી કાયના ફરીથી રડી પડી.આ વખતે તે રનબીરને પણ રડાવી ગઇ.થોડીક વાર એકબીજાને વળગીને રડયાં પછી રનબીર ચુપ થયો અને કાયનાને પણ શાંત કરી.

"કાયના,પ્લીઝ મને વચન આપ કે તું ખુશ રહીશ.હું જઉં.બસ એક વાર હસી દેને."રનબીરે હાથ જોડીને વિનંતી કરી.

કાયના મહાપરાણે ચહેરા પર હાસ્ય લાવી શકી.
"ધેટ્સ માય કાયના."આટલું કહી રનબીર નીકળ્યો.કાયના તેને પાછળથી વળગી પડી.તેણે રનબીરને પોતાની તરફ ફેરવીને તેના હોઠ પર ચુંબન લીધું.તેનો હાથ જોરથી પકડી રાખ્યો.

"જવા દે મને.કાયના,મારો હાથ છોડ."રનબીરે કહ્યું.તેને સમજાઇ ગયું હતું કે હવે તેને સખત થવું જ પડશે.પોતાના બીજા હાથનો ઉપયોગ કરીને કાયનાની મજબુત પકડને માંડ છોડાવી રનબીર તેનો હાથ અને સાથ છોડીને જતો રહ્યો.ફરીથી હસતી,રમતી,રડતી,લડતી,ઝગડતી કાયનાને જીવતી લાશ બનાવીને.નીચે ઉતરીને ફટાફટ સામાન લઇને બહાર તેની રાહ જોઇ રહેલી ટેક્સીમાં પાછું ફરીને જોયા વગર જતો રહ્યો.

ટેક્સીમાં બેસતા જ અત્યાર સુધી રોકી રાખેલું રુદન નીકળી પડ્યું.તેમા પણ ટેક્સીમાં ચાલું રેડિયો પર વાગી રહેલું ગાયન જાણે કે તેના જ હ્રદયની હાલત કહી રહ્યું હતું.

ખૈરિયત પૂછો
કભી તો કૈફિયત પૂછો
તુમ્હારે બિન દિવાને કા ક્યા હાલ હૈ
દિલ મેરા દેખો
ના મેરી હૈસિયત પૂછો
તેરે બિન એકદિન જૈસે સો સાલ હેૈ.

અંજામ હૈ તય મેરા
હોના તુમ્હે હૈ મેરા
જિતની ભી હોં દૂરિયા ફિલહાલ હૈ
યૈ દૂરિયા ફિલહાલ હૈ.

કાયના દોડતી દોડતી નીચે રનબીર પાછળ આવી હતી.તેને બૂમ પાડીને રોકવા માટે પણ તેણે પાછળ વળીને પણ ના જોયું.કાયના ચિસો પાડતી રહી પણ રનબીર તે સાંભળવા ના રોકાયો.
કાયનાની સ્થિતિ હ્રદયદ્રાવક હતી.કુશે અને શ્રીરામ શેખાવતે તેને સંભાળી.

કાયના ગુસ્સે થઇને જાનકીદેવી પાસે ગઇ.
"દાદી,આઇ હેટ યુ.હું તમને નફરત કરું છું.તમે પોતે પ્રેમલગ્ન કર્યા પણ મારા પ્રેમના દુશ્મન બન્યાં.એક વાત સમજી લો અગર રનબીર સિવાય મારા ગળામાં મંગળસુત્ર કોઇ નહીં પહેરાવી શકે.કબીર સાતે લગ્ન થશે તે પહેલા હું મૃત્યુ વ્હાલું કરી લઈશ."કાયના જેવું આ બોલી તુરંત જ કુશે તેને થપ્પડ માર્યો.

"તને ખબર છે જ્યારે મને અને કિનારાને ખબર પડી કે કિનારા પ્રેગન્નટ છે.અમે કેટલા ખુશ થયા હતાં.આ હું તને એટલે કહું છું કેમકે કિનારા કુંવારી માઁ બનવાની હતી.તારા આવવાના સમાચારે જ અમને સંપૂર્ણ બનાવી દીધા.અમારા સુના જીવનમાં ખુશીઓ આવી ગઇ.
જ્યાર હું અને કિનારા તારાથી દુર થયાને તે દોઢ વર્ષ અમારા જીવનના સૌથી ખરાબ દોઢ વર્ષ હતા.એકેય એવી પળ નહતી જેમા તને યાદ ના કરી હોય.તારો પ્રેમ સાચો પણ અમારો પ્રેમ તેનું શું?તેની કોઇ કિંમત નહીં?

કેમ બાળકો માતાપિતાના તેમના પ્રત્યેના પ્રેમ અને સમર્પણ વિશે નહીં વિચારતા હોય?"કુશ આટલું કહેતા ગળગળો થઇ ગયો.
"સોરી પપ્પા,હું હવે જીવીશ તો માત્ર તમારા,મોમ,કિઆન અને મારા ડ્રિમને પુરા કરવા માટે."

કાયના તુટેલા હ્રદયને સંભાળીને તેના રૂમમાં જતી રહી.
અહીં રનબીર અમદાવાદ પહોંચી ગયો.ઘરે આવતા જ તે તેની મમ્મીને મળ્યા વગર જ સીધો તેના રૂમમાં જતો રહ્યો.

નેહા ખૂબજ દુખી થઇ ગઇ.
"પપ્પા,હું શું કરું?મારો શું વાંક છે આમા?હું તો રનબીરનું ભલું જ ઇચ્છું છું."નેહા રડતા રડતા બોલી.
"તું ચિંતા ના કર.તેનું હ્રદય હાલજ તુંટ્યું છે.તેની હાલત ખૂબજ ખરાબ છે.હું તેને સંભાળી લઇશ."આટલું કહી રાજીવભાઇ રનબીરના રૂમમાં ગયા.
રનબીર કપડાં બદલીને એક સ્કાર્ફ લઇને મોબાઇલમાં કાયનાનો ફોટો જોઇને તેને યાદ કરી રહ્યો હતો.રાજીવભાઇએ તેના માથે હાથ ફેરવીને કહ્યું,"કિનારાની દિકરીનો ફોટો છે?મને બતાવીશ?"

રનબીરે કાયનાનો ફોટો બતાવ્યો.
"અરે વાહ ખૂબજ સુંદર લાગે છે.બેટા,અમુક લોકો આપણા જીવનમાં આવે છે જ જવા માટે.તારી મમ્મીનો આમા કોઇ જ વાંક નથી.તે તો તારા ભલાઇ માટે આ બધું કરી રહી છે."રાજીવ અંકલે કહ્યું.

"દાદુ,હું પ્રેમ પર વિશ્વાસ જ નહતો કરતો.આ કાયના હતી જેણે મને પ્રેમ કરતા શિખવાડ્યો.હવે હું તેના વગર કેવીરીતે જીવીશ."રનબીર તેના દાદુને ગળે લાગીને રડવા લાગ્યો.

"એક ફિલ્મના ગીતની પંક્તિ તારા માટે યાદ આવે છે.ગાઉ?"રાજીવ અંકલે પુછ્યું.રનબીરે હકારમાં માથું હલાવ્યું.

"જીતને દુર દુર હો ઉન દોનો કે રાસ્તે મિલ જાતે હૈ જો બને એકદુજે કે વાસતે.જો કાયના તારા માટે બની છે.તો તમે જરૂર મળશો નહીંતર તેને તારા જીવનનું સુંદર સ્વપ્ન ગણીને ભુલી જજે.મારા ખ્યાલથી હવે તારે તારા કેરિયર પર ફોકસ કરવું જોઇએ.તું શું કરવા માંગે છે આગળ તે વિચાર અને આગળ વધ."પોતાના દાદુની વાત રનબીરના ગળે ઉતરી ગઇ.
********

અહીં લવ શેખાવતના ઘરમાં જાણે કે ભુકંપ આવ્યો હતો.મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ રોમિયો અને અદા બેસેલા હતાં.

"રોમિયો અને અદા,તમે અહીંથી નીકળી જાઓ.વિશાલઅંકલ અને રમેશભાઇને છોડી દો.એક ચાન્સ આપું છું તમને."લવ શેખાવતે કહ્યું.

"હા હા હા,અદા તારો એક્સ બોયફ્રેન્ડ કમ મારો સોતન કેટલો મુર્ખ છે.તેને એવું લાગે છે કે આપણે અહીં વિશાલભાઇને મુકવા આવ્યા હતાં."રોમિયો બોલ્યો.

"તું જીવતો કેવીરીતે હોઈ શકે?તને તો કિનારાએ મારી નાખ્યો હતો."શિનાએ પુછ્યું.

"એય બહુ પુછપરછ નહીં કરવાની.એક વાત કાન ખોલીને સાંભળી લો.એક મહિના પછી અમારું ડ્રગ્સનું મોટું કંસાઇન્મેન્ટ પુરા દેશમાં જશે અને તેના પછી અમે અહીંથી વિદેશ જતા રહીશું.તે પણ હંમેશાં માટે.બસ તો આ એક મહિનો અમે તમારા મહેમાન છીએ.આ વાત બહારના જવી જોઇએ.જો ગઇ તો વિશાલભાઈ,રમેશભાઇ અને લવભાઇ એક પછી એક બધાં જ ઉપર જશે.
શિના અને લવ પાસે તેમની શરત માન્યા વગર છુટકો નહતો.
"બસ એક વિનંતી છે કે વિશાલકાકાનું ધ્યાન અમે રાખીશું."શિનાએ કહ્યું.

"હા હા રાખ.આમપણ તે બુઢ્ઢાનું ધ્યાન રાખીને હું કંટાળી"અદા બોલી.

*****
અહીં રમેશભાઇનો સંપર્ક નહતો થતો.રીમાબેને કહ્યું કે તે જ્યાં ગયા છે ત્યાં અદાનો પતો નથી.
તેમણે આશંકા વ્યક્ત કરી કે રમેશભાઇ પકડાઇ ગયા હશે.રીમાબેન તે ગામ જઇને બધે તપાસ કરીને આવ્યા પણ રમેશભાઇનો કોઇ જ અતોપતો નહતો.

"કિનારામેડમ લાગે છે કે રમેશભાઇ અદાના હાથે ઝડપાઇ ગયા.હવે શું કરીશું?"રીમાબેને પુછ્યું.

"આ કામ એકલી અદાનું ના હોવું જોઇએ.અગર રોમિયો જીવે છે તો તે અદા વગર ના રહી શકે.જરૂર અદા અને રોમિયો સાથે જ હશે.મતલબ રમેશભાઇ રોમિયો અને અદાની કેદમાં છે."લવે કહ્યું.

"તો તો મેડમ તમારે અને સાહેબે ત્યાં ફેક્ટરી પર ના જવું જોઇએ."રીમાબેને કહ્યું.
"ના રીમાબેન,જો લવની આશંકા સાચી હોય તો અમે ત્ય‍ાં નહીં જઇએ તો તેને શંકા જશે અને આપણે પકડાઇ જઇશું.રીમાબેન તમે ગુજરાત એ.ટી.એસની ટીમની મદદ લઇને અદાને શોધો.અમે અહીં અમારી રીતે તપાસ કરીશું."કિનારાએ કહ્યું.

બીજા દિવસે કોઇ કારણોસર ફેક્ટરીમાં રજા હતી.કિનારા ખૂબજ ઉદાસ હતી.કુશે ફોન પર કાયનાની હાલત બતાવી જે જોઇને તે વધુ દુખી થઇ ગઇ.

"કિનારા,ચલ અાજે હું તને એક એવી જગ્યાએ લઇ જઉં.જ્યાં તું બધી તકલીફ ભુલી જઈશ."લવે કિનારાનો હાથ પકડીને કહ્યું.

શું લાગે છે તમને વાચકમિત્રો,કાયના અને રનબીરની પ્રેમકહાની,તેમના જીવનની કહાની આગળ શું મોડ લેશે?પ્રતિભાવમાં જરૂર જણાવજો.
કિનારા અને લવ રોમિયોનું મિશન ફેઇલ કરી તેને પકડી શકશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Nipa Shah

Nipa Shah 4 day ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 5 month ago