(રમેશભાઇ રોમિયો અને અદાને એકસાથે જોઇ ગયા હતા.તે ભાગવા જતા હતા અને વાસણો સાથે અથડાવવાથી અવાજ થયો.તે ત્યાંથી ભાગી ગયા પણ થોડે આગળ તેમના માથા પર ભારે વસ્તુથી વાર થયો.અહીં જાનકીદેવીએ કબીરને વચન આપ્યું કે આ લગ્ન નિયત તારીખે સાદાઈથી થશે.ઘરે આવતા જ તેમને રનબીર અને કાયના વિશે ખબર પડી.સાથે બધાને જાણવા મળ્યું કે રનબીર રોકીનો દિકરો છે.સાથે કુશે જણાવ્યું કે રોમિયો જીવતો છે.)
"રોમિયો જીવતો છે?પણ આ કેવીરીતે શક્ય છે?"શ્રીરામ શેખાવતે આઘાતસાથે પુછ્યું.
અદ્વિકા આ વાત સાંભળીને કે તેના પિતા જીવતા છે.સખત આઘાત પામી.
"શું મારા પિતા જીવતા છે?"અદ્વિકા કેવીરીતે રીએક્ટ કરવું તે સમજી શકતી નહતી.
"હા,રોમિયો જીવતો છે.માઁસાહેબ,રોમિયો જીવે છે.તે કેવીરીતે જીવતો બચ્યો?તે તો તે અને અદા જ જાણે.બાકી વિગતો ગુપ્ત છે જે હું તમને નહીં જણાવી શકું."કુશે રોમિયોના જોડિયાભાઇ વાળી અને અન્ય વાત ખાનગી રાખી.જાનકીદેવી આઘાતમાં હતાં.તેમની આંખમાં આંસુ અને ડર સાફ દેખાતા હતાં.
"મને હવે અદ્વિકા પણ આ ઘરમાં ના જોઈએ.રનબીર અને અદ્વિકા નીકળી જાઓ મારા ઘરમાંથી."જાનકીદેવીએ આદેશ કર્યો.
"ક્યાંય નહીં જાય બંને.માઁ સાહેબ,મહેરબાની કરીને અદ્વિકા અને કિઆનને આ વાતમાં વચ્ચે ના લાવો.અદ્વિકા અને કિઆનના લગ્ન થશે જ અને અદ્વિકા અહીં જ રહેશે."કુશે હવે પોતાની માઁ સામે લડી લેવાનું નક્કી કર્યું.
"વાહ,હવે તું તારી માઁ સામે બોલીશ."જાનકીદેવીએ કુશને કહ્યું.
"હા,તમે મને જન્મ આપ્યો છે પણ કાયના અને કિઆનને મે અને કિનારાએ જન્મ આપ્યો છે.તે અમારા બાળકો છે અને તેમના જીવનના નિર્ણય લેવાનો અધિકાર માત્ર અમારો જ છે.
બીજી વાત તમે કોઇપણ પ્રકારના ઇમોશનલ ડ્રામા શરૂ કરો તે પહેલા જણાવી દઉં.જો તમે આત્મહત્યા કરવાની ધમકી આપીને તો હું તમને એરેસ્ટ કરીશ.તે સમયે તે હું બિલકુલ નહીં વિચારું કે તમે મારા માઁ છો."કુશે કડક અવાજમાં કહ્યું.
"ઠીક છે કુશ,મને સમજાય છે કે મારો દિકરો હવે તેની પત્નીનો થઇ ગયો છે.હું ઈમોશનલ નહીં પણ પ્રેક્ટિકલ વાત કરું.તો રનબીરની આવક શું છે?તેના દાદા પાસે પહેલા ઘણી મિલકત હતી પણ હવે તે નથી.તે મારી કાયનાનો ખર્ચો કેવીરીતે કાઢશે?તે તેની ગૃહસ્થી કેવીરીતે ચલાવશે?
બીજી વાત,નેહા અને રાજીવભાઇને આ સંબંધ મંજૂર છે?મારા આ બે સવાલના જવાબ મને યોગ્ય મળી જાય તો હું વિરોધ નહીં કરું.ભલે નાક કબીર આગળ કપાઇ જાય.કોઇની હાય આપણા પરિવારને લાગે હું વિરોધ નહીં કરું.
ત્રીજી વાત શું કિનારા તે જાણે છે કે આ રોકીનો દિકરો છે?અને પછી તેણે હા કહી.એ રનબીર,તું તારી મમ્મીને ફોન લગાવ અને કુશ રાત થઇ ગઇ છે તું કિનારાને ફોન લગાવ."જાનકીદેવીએ ચાલાકીપૂર્વક કહ્યું.
"ઠીક છે."કુશે કિનારાને ફોન લગાવ્યો.થોડીક વાર રીંગ વાગ્યાં પછી ફોન ઉપડ્યો.બીજી તરફ રનબીરે કુશના મોબાઇલમાંથી જ નેહાને ફોન લગાવ્યો.તે બંને ફોન સ્પિકર અને કોન્ફરન્સ પર હતાં.
"કિનારા અને નેહા,હા કિનારા રનબીર રોકી અને નેહાનો દિકરો છે.કોન્ફરન્સમાં નેહાને ફોન લાગાવ્યો છે.નેહા અને કિનારા,મારી વાત ધ્યાનથી સાંભળો.રનબીર અને કાયના એકબીજાના પ્રેમમાં છે."આટલું કહી જાનકીદેવીએ આજસુધી બનેલી બધી જ વાત કહી.
"કિનારા,તને આ વાત જાણ્યા પછી કે રનબીર રોકીનો દિકરો છે કાયના અને રનબીરના લગ્ન મંજૂર છે?
નેહા,તે આટલા વર્ષ કેમ તારી સહેલી સાથે સંબંધ તોડી નાખ્યા તે ખબર નથી પણ શું તને આ લગ્ન મંજૂર છે?
મે કબીરને વચન આપ્યું હતું કે તેના અને કાયનાના લગ્ન થશે.આજે તેની માઁને લગ્ન કેન્સલ થવાના આઘાતમાં હાર્ટ એટેક આવી ગયો."જાનકીદેવી બોલ્યા.
"નેહા..તું ક્યાં હતી આટલા વર્ષ?તે કેમ ગુમનામીમાં કાઢ્યા.તને ખબર છે રોકી અહીં જ છે લવ અને શિનાના ઘરે.નેહા,મે તને કેટલી મીસ કરી,તને મારી યાદ નહતી આવતી?"કિનારા ભાવુક થઇને બોલી.
અહીં નેહા વિચારમાં પડી ગઇ.
"હે ભગવાન,રોકીને ખબર પડી જશે કે રનબીર તેનો દિકરો છે.તે રનબીરને મારાથી દુર કરી દેશે.તે રનબીરને મારા વિરુદ્ધ ભડકાવશે.રનબીર મને નફરત કરશે કે મે તેના પિતાથી તેને દુર રાખ્યો.ના,હું એવું નહીં થવા દઉં અને જાનકીઆંટી,તેમના અવાજ પરથી સ્પષ્ટ વર્તાય છે કે તે રનબીરને નફરત કરે છે.
રનબીરને તે ઘરમાં જમાઇ તરીકે યોગ્ય સ્થાન ક્યારેય નહીં મળે."
"નેહા,કઇંક તો બોલ."કિનારા બોલી.
"કિનારાદીદી,મને તમારી સાથે વાત નથી કરવી અને રનબીર,તું ભણવા ગયો હતો પ્રેમ કરવા નહીં.જાણવા મળી ગયુને તને તારા પિતા વિશે?હવે ખબર પડી કેમ નહતી કહેતી તને તેના વિશે?કેમ આપણે અાટલા વર્ષ ગુમનામીમાં રહ્યા.
જાનકીદેવી,તને ક્યારેય જમાઇ તરીકે નહીં સ્વીકારે.વાતે વાતે તારું તે ઘરમાં અપમાન થશે.જે મારાથી સહન નહીં થાય.રનબીર,તારે હજી તારી કેરીયર બનાવવાની છે.તું તેમા ધ્યાન આપ બાકી આ પ્રેમના ચક્કરમાં ના પડીશ.
કાયનાબેટા,મને તારાથી કોઇ પ્રોબ્લેમ નથી પણ ઘણી પ્રેમકહાની અધુરી રહેવા માટે જ જન્મતી હોય છે.મને માફ કરી દેજે હું તમારા પ્રેમની દુશ્મન નથી.હજી તમે લોકો નાના છો.તમારે કેરીયર બનાવવાની છે.તેમા વધુ ધ્યાન આપવું જોઇએ.રનબીર,દાદાની તબિયત બહુ સારી નથી રહેતી,તેઓ તને ખૂબજ યાદ કરે છે.પરીક્ષાના પરિણામને હજી વાર છે તો કાલે જ નીકળીને આવી જા.તને દેખશે તો તેમને સારું લાગશે.મુકુ છું આવજો,જયશ્રી ક્રિષ્ના ,જયશ્રી રામ."નેહાએ ફોન મુકી દીધો.
ફોન મુક્યા પછી ખૂબજ રડી.રાજીવભાઇએ પોતાની દિકરી જેવી વહુને માથે હાથ મુક્યો.
"પપ્પા,સોરી હું રનબીર અને કાયનાના પ્રેમની દુશ્મન નથી."નેહા રડતા રડતા બોલી.
"હા બેટા,તું સોરી ના કહે.આખી જિંદગી તે બીજા માટે જીવ્યું છું.તને જે ડર છે.તે સાચો છે.તે ઘરમાં રનબીરને હંમેશાં રોકીના દિકરા તરીકે મહેણા મારવામાં આવત.તે સિવાય તે હજી તેના કેરીયરમાં સેટ નથી તો તેને તે બાબતે પણ સાંભળવું પડે.સાથે રોકીને લઇને તને જે ડર છે તે રનબીર અને કાયનાનું લગ્નજીવન બરબાદ કરી દેત.
તું ચિંતા ના કર.તે અહીંયા અાવશેને પછી આપણે તેને લઇને થોડા દિવસ ગીર સોમનાથ ફરવા જઇશું.આપણે તેને તે આઘાતમાંથી બહાર લાવી દઇશું."
અહીં જાનકીવીલામાં..
કિનારા નેહાના આ વર્તનથી આઘાતમાં હતી.
"કુશ,હું બહુ વાત નહીં કરી શકું.હવે હું તારા પર છોડું છું.જે નિર્ણય તું લઇશ તે મને મંજૂર રહેશે.કાયના બેટા,જે પણ વાત હોય એક વાત હંમેશાં યાદ રાખજે તારી માઁ હંમેશાં તારી સાથે છે.મને માફ કરજે આ મુશ્કેલ સમયમાં હું તારી સાથે નથી.
મારા જીવનમાં પણ એક સમય આવ્યો હતો જ્યારે મારો પ્રેમ કુશ અને મારો અંશ એટલે કે તું અચાનક જ મારા જીવનમાંથી દુર થઇ ગયા હતાં પણ તે સમયે મે તુટી જવાની જગ્યાએ હિંમત રાખીને આગળ વધવાનો નિર્ણય લીધો અને હું આગળ વધી પણ ખરા.આજે જો મારી પાસે મારો પ્રેમ અને મારા બંને અંશ મારી સાથે મારા મજબુત સહારાની જેમ છે.
સમય દરેક તકલીફની દવા છે.તારી આ તકલીફને પણ સમય આપ.આઇ લવ યુ મારી દિકરી.હું ફોન મુકુ અહીં બહુ વાત નહીં થઈ શકે.કુશ,આપણી લાડલીની સતત સાથે રહેજે.તેના તુટેલા હ્રદયને હવે તારો જ સહારો છે.તારે હવે માઁ અને બાપ બંનેની ભુમિકા નિભાવવાની છે.જયશ્રી ક્રિષ્ના.જયશ્રી રામ."આટલું કહેતા કિનારાના ગળામાં ડૂમો બાજી ગયો.
તેણે ફોન મુકી દીધો.તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી.તેણે લવને બધું જ કહ્યું.તે લવના ગળે વળગીને રડી પડી.
"લવ,કાયનાને કેવું થતું હશે?આ સમયે મારે તેનીસાથે હોવું જોઇતું હતુંને?"કિનારાએ કહ્યું.
"મને ખબર છે કે હ્રદય તુટે ત્યારે કેવું અનુભવાય.તું ચિંતા ના કર,કુશ છેને તેની સાથે.તે સંભાળી લેશે તેને."લવે કિનારાને હગ કરતા કહ્યું.
**************
રમેશભાઇ ભાનમાં આવ્યાં ત્યારે ખાસુ અંધારું થી ચુક્યું હતું.તેણે જોયું કે તે કોઈ ખંડેર જેવી જગ્યાએ હતા.તેમના માત્ર હાથ બાંધવામાં આવ્યાં હતાં.તેમણે આજુબાજુ નજર ફેરવી અને તેમની આંખો પર તેમને વિશ્વાસ ના થયો.તેમની બાજુમાં થોડેક દુર એક પગથીયા પર વિશાલ મોતીવાલા બેસ્યા હતાં.તે કઇંક વિચારોમાં ખોવાયેલા હોય તેવું લાગ્યું.આસપાસ બીજું કોઇ નહતું.
"વિશાલકાકા,વિશાલકાકા."રમેશભાઇ તેમની પાસે જઇને બોલ્યા.
"કોણ મને બોલાવે છે?મારું નામ તો અકબર છે.આ અદાનો બાપ છું.એવું એ કે છે મને નથી યાદ નથી."આટલું કહીને તે ફરીથી વિચારોમાં ખોવાઇ ગયા.
રમેશભાઈ સમજી ગયા હતા કે તે અદા અને રોમિયોની કેદમાં સપડાઇ ગયા હતાં.તેની નજર અદા અને રોમિયોને શોધતી હતી.જે થોડીક જ વારમાં એકબીજા સાથે ઝગડતા ઝગડતા આવ્યાં.
"આ બીજો માથે પડ્યો. હવે આ બે બે સંપેતરા લઇને ક્યા ફરીશું,રોમિયો?આ બધું પેલા રોકીના કારણે થયું.મજાની લાઇફ હતી,સુંદર હવેલી અને હેન્ડસમ બોયફ્રેન્ડ લવ.આ ફરીથી તારા જેવા બુઢાની પાસે આવી ગઇ તે પણ વોન્ટેડ ક્રિમીનલ થઇને."અદા ગુસ્સામાં બોલી.
"ક્યાં જઈએ?એવી કઇ જગ્યાએ છે?જ્યાં પોલીસ આપણને નહીં શોધે?મારી કિનારા ડાર્લિંગ આવી ગઇ છે."રોમિયો બોલ્યો.
"એક જગ્યાએ છે.જ્યાં આપણને પોલીસ શોધવાનું વિચારી પણ નહી શકે.ચલો મારી સાથે."અદા બોલી.
અદા અને રોમિયો,તેમની ગાડીમાં વેશ બદલીને ક્યાંક જવા નીકળ્યાં.થોડુંક ડ્રાઇવિંગ કરીને અંતે તે એક મોટી હવેલી પર પહોંચ્યા.તે હવેલી પર બહાર એક પહેરેદાર હતો.
રોમિયોએ આસપાસ જોયું કોઇ ના દેખાતા તેને મારીને ખૂણામાં ફેંક્યો.
"ચલ અદા,આ બંને બુઢાઓને લે અને જલ્દી ચલ."રોમિયોએ ગાડી અંદર લીધી અને મેઇન ગેટ બંધ કર્યો.
અંદર જઇને તેમણે બેલ વગાડ્યો.થોડા સમય પછી એક દરવાજો ખુલ્યો.સામે વાળી વ્યક્તિ અદા,રોમિયો,વિશાલભાઈ અને રમેશભાઇને જોઈને આઘાત પામી.
"લવ..લવ...જલ્દી આવો."શિનાએ લવને બુમ મારી.
રોમિયોએ તેને ગન દેખાડીને ચુપ કરાવીને તે ચારેય જણા અંદર આવ્યા.
"અરે લવ બેટા,ક્યાં છે તું?જો તારો રોમિયો આવ્યો છે."રોમિયોએ લવને બોલાવ્યો.
લવ બહાર આવ્યો અને સામેનું દ્રશ્ય જોઈને આઘાત પામ્યો.
"રોમિયો,તું જીવે છે પણ આ કેવીરીતે શક્ય છે?"લવને અત્યંત આઘાત લાગ્યો.
"જે મર્યો તે રોમિયો હતો જ નહીં તે રોમિયોનો જુડવાભાઈ હતો."અદાએ કહ્યું.
"તમારી અહીંયા આવવાની હિંમત કેવીરીતે થઇ?હું હમણા પોલીસને બોલાવું છું."લવે કહ્યું.
"અચ્છા,પોલીસને તો અમે બંદી બનાવેલા છે અને બીજી વાત આ કિનારાના પપ્પા એ પણ છે અમારી સાથે.જો તે ચાલાકી કરી તો તેમનો ખેલ ખતમ."રોમિયો હસતા હસતા બોલ્યો.
"તું શું ઇચ્છે છે?"લવે પુછ્યું.
"આજથી તમે અમારા બંદી છો.જ્યાંસુધી અમારું મિશન ડ્રગ્સ પૂર્ણ નહીં થાય ત્યાંસુધી અમે અહીં જ રહીશું.તમે આ વાત ચાલાકી કરીને કોઈને જણાવવાની કોશીશ કરી તો."આટલું કહીને રોમિયો હસવા લાગ્યો.
લવ અને શિના એકબીજાની સામે જોવા લાગ્યાં.
શું કાયના અને રનબીર એક થઇ શકશે?
લવ અને શિના અાગળ શું કરશે?
શું છે રોમિયોનું મિશન ડ્રગ્સ?
જાણવા વાંચતા રહો.