Laghu Kathao - 21 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 21 - The Tales Of Mystries.... - 2

લઘુ કથાઓ - 21 - The Tales Of Mystries.... - 2

સ્ટોરી 1
"ધ બોડી ઇન કેનાલ"

પ્રકરણ 2
( આઇડેન્ટિકલ ઇનસીડન્ટ્સ હેપન્સ અરાઉન્ડ)

ન્યુ યોર્ક (સવાર માં 10:30 વાગ્યે):

ન્યુ યોર્ક જનરલ હોસ્પિટલ ના મોર્ગ માં એ યુવતી ની બોડી ને સફેદ કપડાં થી કવર કરી રાખી હતી. ત્યાં જ ફ્રેકવુડ ત્યાં પહોંચ્યો અને સાથે ત્યાં એની સાથે હાજર હતા ઓપરેટિંગ ડોકટર નાથન ગૃમ્સ . નાથન એ ફ્રેન્કવુડ ને જોઈ ને પહેલા ફોર્મલિટી તરીકે કેમ છો કેમ નહીં પૂછ્યા અને ફ્રેન્કવુડ એના જવાબ આપી ને તરત જ સીધા પોઇન્ટ પર આવી ગયા.

" દેખીતી રીતે ફર્સ્ટ રેપ ધેન મર્ડર જ લાગે છે બટ આઈ નીડ કનફરમેશન" ફ્રેંકવુડ એ કહ્યું.

" યસ સર. બટ સમથિંગ અન્યુઝવલ ઇસ ધેર"
"વ્હોટ"? આશ્ચર્ય થી ફ્રેન્કવુડ એ પૂછ્યું.
"સર વી કેન નોટ કનસીડર ઇટ એઝ અ રેપ એઝ પ્રાઇવેટ પાર્ટ માં કોઈ જ ફોર્સફુલ એટેમ્પ ના માર્ક્સ નથી. બટ યુવતી ના હાથ ના નખ ના ભાગ માં અમુક ચામડી નો હિસ્સો છે. "

"હા તો બની શકે કે રેપ કરવા ની કોશિશ થઈ હોય ત્યારે સેલ્ફ ડિફેન્સ માં મોઢું કે ગળું ખરોચી નાખ્યા હોય અને અનસક્સેસફૂલ થતા એને બૃટલ ઇનજરી કરી ને મારી દીધી હોય, પોઝિબલ".

" હોપ કે એ પોઝિબલ હોત. કારણકે રેપ નથી થયું પણ ફિઝિકલ ઇન્ટરેક્શન થયું છે, બિકોઝ પ્રાઇવેટ પાર્ટ ની અંદર અને બહાર ની આસપાસ ની સરફેસ પર સિમેન પાર્ટીકલ્સ મળ્યા છે એન્ડ યસ ઇનરપાર્ટ માં કોઈ ઈંજરી નથી"
સો ફિઝિકલ ઇન્ટિમસી વોઝ ધેર'

"બટ નોટ રેપ. તો કન્સેનચ્યુલ ફિઝિકલ ઇન્ટરેક્શન પછી કોઈ શુ કામ આટલું બૃટલી કોઈ છોકરી ને મારે અને નાળા માં નાખી ને જતો રહે. ?"

" ધેટ આઈ કેંન્ટ અન્ડરસ્ટેન્ડ ટૂ."

"એની વે , એની આઇડેન્ટિટી ઓફ ગર્લ? અને હત્યા ક્યારે થઈ હશે?" એન્ડ યસ કોઝ ઓફ ડેથ?

" આઇડેન્ટિટી ઇસ નોટ સો પ્રીસાઇસ, કારણ કે અર્ધ નગ્ન હાલત માં બોડી મળી આવી છે અને એ પણ નાળા માં. કોઈજ કાર્ડ કે બીજું કાંઈ નથી મળ્યું. અને મર્ડર લગભગ અર્લી મોર્નિંગ 5 ની આસપાસ એન્ડ ગર્લ હેસ બિન સ્ટેબડ ડીપલી ઇન ડાયફ્રામ "

" ઓકે , સો વી હેવ ટુ એપ્રોચ પાસપોર્ટ ઓફીસ, બેંકસ, એઝ શી ઇસ લુકિંગ નિયરલી 25 ધેન વી કેન એપ્રોચ કોલેજીસ એન્ડ વી હેવ ટુ શેર ઇટ ઓન સોશિયલ પ્લેટફોર્મસ ફોર હર આઇડેન્ટિટી .. એન્ડ ડોક સર્ચ મોર , કે કાંઈ મળે જેનાથી આપણે આગળ વધી શકીએ. "

"નો નીડ ટુ ગો સો ફાર સર. જસ્ટ એપ્રોચ ગાયનેક હોસ્પિટલ્સ. યુવતી 2 મહિના ની પ્રેગનન્ટ છે.આઈ મીન હતી." નાથન ને ઘટસ્ફોટ કર્યો.

" ઓહ .. તો આ જ કારણ હોય શકે મર્ડર નું. યા??" જાણે એક લિંક મળી હોય એમ ઉત્સાહ થી ફ્રેન્કવુડ એ કહ્યું.

" યસ. પોઝિબલ છે. નાઉ ટાઈમ ટુ એપ્રોચ હોસ્પિટલ્સ"

"ગોટ ઇટ ડોકસ.." વિજયી મુસ્કાન સાથે ફ્રેન્કવુડ મોર્ગ ની બહાર આવ્યો. અને એણે જરૂરી એવા બે ત્રણ કોલ્સ કર્યા.
અને પોતાના બે માણસો ને લઈ ને નાળા પાસે જાવા નીકળી ગયો.

એજ સમયે ...

સિમલા , ઇન્ડિયા રાત્રે 8 વાગ્યે:

સિમલા ની ગવર્મેન્ટ હોસ્પિટલ ના મોર્ગ માં એ યુવતી ની બોડી સફેદ ચાદર વડે ઢાંકેલી હતી. ત્યાન્જ સિનિયર ઇન્સ્પેકટર અંશુમન ગિલ ત્યાં પહોંચી ગયા અને બોડી પાસે ઉભા ફોરેન્સિક ડોકટર ડો ગિરીશ જુનેજા ઉભા હતા , ફોર્મલ હાઈ હેલો થયો અને પછી ગિલ એ પોતાનો સવાલ નો સિલસિલો ચાલુ કર્યું.

" ડેથ ઓફ ટાઈમ"?
" લગભગ બપોરે 2 થી 2:30 ની આસપાસ"
"કોઝ ઓફ ડેથ?"
" ડીપ સ્ટેબિંગ ઇન ડાયફ્રામ"
"અર્ધ નગ્ન હાલત માં મળી એટલે રેપ છે"?
"ના સર. બટ ફિઝિકલ ઇન્ટિમસી થઈ છે. પ્રાઇવેટ પાર્ટ અંદર અને બહાર ના ભાગ માં સિમેન ટ્રેસ છે... બટ નોટ ફોર્સડ ફોર શ્યોર."

"હમ્મ. આઇડેન્ટિટી"?
" કલાક બે કલાક માં આવી જશે. આધાર ઓફીસ અને પાસપોર્ટ ઓફીસ માં થમ્બ સ્કિન પાર્ટ મોકલી આપ્યા છે. "
" ઇમ્પ્રેસિવ ડોકસ.. સર્ચ મોર ... ટ્રાઈ ટુ ફાઇન્ડ સમથિંગ મોર .. હૂ નોઝ બીજું કાંઈ પણ મળે?"
" ઓન ઇટ સર"..

સવાલ જવાબ નો દૌર પત્યો અને ગિલ એ પોતાના ડ્રાઈવર ને કહ્યું " નહેર કે પાસ લે ચલ.." કહી ને નહેર તરફ જાવા નીકળી પડ્યો..

એજ દિવસે , હરિદ્વાર રાત્રે 8 વાગ્યે:

ગંગા ની ઘાટે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો અને ગંગા ની લહેરો હરણ નીં જેમ ઉછળતી કૂદતી ધસમસી રહી હતી. ઘાટ ને અડી ને નદી વહી રહી હતી ત્યાંથી 25 પગથિયાં ઉપર એક મધ્યમ સાઈઝ નું શિવ મંદિર હતું. મંદિર પર મહાદેવ મંદિર લખ્યું હતું અને દેખીતી રીતે વર્ષો જૂનો જર્જરિત લાગતો લાકડા નો દરવાજો હતો જેના ઉપર કકું થી ઘાટ વણાંકદાર અક્ષરે ૐ લખ્યું હતું.

એ દરવાજા ની અંદર જતા ની સાથે લગભગ 3 ફૂટ ના અંતરે એક નાનો પગથિયું જેવું હતું અને 4 ફૂટ ની ત્રિજ્યા ધરાવતું સર્કલ ભાગ માં એક કળા રંગ નું અતિ સુંદર , નિરશૃંગારીક શિવલિંગ હતું જે ચાંદી ના નાગ થી ઘેરાયેલું અને નાગ ના ફેણ ની ઓથાર માં સજજીત હતું.

એની ઉપર એક તાંબા નું કમન્ડળ લટકતું હતું જેમાં થઈ પાણી અને તેલ ની ધાર અવિરત ગતિ એ ટીપા સ્વરૂપે પડી રહી હતી અને શિવલિંગ ને અવિરત અભિષેક થઈ રહ્યો હતો.

શિવલિંગ ની ડાબી બાજુ એ એક સફેદ ધોતી અને અંગરખું પહેરેલ જનોઈ ધારી , પૂર્ણ રીતે કેશરહિત પુરુષ બેઠો હતો , એની શકલ અને સીરત જોઈ ને એની ઉંમર નોં તકાજો લગાવવો અઘરો હતો પણ એની શરીર ની ત્વચા એના ઉંમર ની હકીકત દર્શાવતી હતી. એ લગભગ 84 વર્ષ ની આસપાસ ના હતા.

ત્યાં ભર વરસાદ માં ભીંજાતો ભીંજાતો એક છોકરો દોડતો દોડતો આવ્યો અને ગર્ભગૃહ માં પ્રવેશી ને એ પુરુષ ને પગે લાગી ને એમના કાન પાસે જઈ ને ધીમેક થી કહ્યું " તમે કહ્યું હતું એવું બનવા માંડ્યું છે , ગુરુ જી, "ટ્વીન ફ્લેમ " નું અસ્તિત્વ દેખાવા માંડ્યું છે. આજે સિમલા માં સાંજે 6:30 વાગ્યા ની આસપાસ મોલ રોડ પાસે ની નહેર જેવા નાળા માં એક યુવતી ની અર્ધનગ્ન હાલત માં શબ મળ્યું છે અને એજ સમયે ન્યુ યોર્ક માં સવાર ના ત્યાં ના 9 વાગ્યે એજ પરિસ્થિતિ માં ત્યાં ના એક નાળા માં અર્ધનગ્ન અવસ્થા માં યુવતી નું શબ મળ્યું છે." પછી બાકી ની ડિટેલ્સ ટૂંક માં કહી બતાવી.

આ સાંભળી આંખ બંધ અવસ્થા માં ધ્યાન ધરી રહેલાં ગુરુ ના મોઢે એમના એકદમ ઊંડા ઘેહરા , વાદળ ની ગડગડાટ સમાં અવાજે એક જ શબ્દ નીકળ્યો " ઓમ શિવ શમ્ભુ".

બે ઘડી ના અંતરાલ પછી એને એના અનુયાયી છોકરા તરફ જોઈ ને કહ્યું " મારી માર્ટિન સોબર સાથે વાત કરાવ. આ શરૂઆત છે " ક્લેક્ટિવ કોંશિયસનેસ ગેધરિંગ " ની. "

"જી" કહી અને ગર્ભગૃહ થી બહાર નીકળી ને મન્દિર ને અડી નેજ રહેવા માટે નો એક મોટો ઓરડો હતો ત્યાં એ છોકરો ગયો અને પોતાના કપડાં ના બેગ માંથી પોતાનો સેલ ફોન કાઢી પ્લાસ્ટિક ની ઝીપ લોક બેગ માં મૂકી ને પાછો મંદિર ના ગર્ભગૃહ માં આવ્યો અને ફોન કાઢી , માર્ટિન સોબર્સ ને કોલ કર્યો.. ત્રણેક રિંગ ગયા પછી ફોન ઉપડ્યો..

"યસ ગુરુજી , ટેલ મી વ્હોટ કેન આઈ ડુ ફોર યુ?"
" ધ ટ્વીન ફ્લેમ હેવ બીગન ટુ ફેડ, ફ્રોમ ટુડે"
"વ્હેર?"
" આઇડેન્ટિકલ ઇનસીડન્ટ્સ હેડ હેપન્ડ ઇન ન્યુ યોર્ક લોકલ ટાઈમ 9 am એન્ડ સિમલા લોકલ ટાઈમ 6:30 pm ટુડે. એટ ધ સેમ ટાઈમ .."

" આઈ વિલ બી ધેર ઇન 3 ડેઝ. હેવ ટુ મિટ"
"પ્રીસાઇસલી"
"શુભમ ભવતું, ગુરુજી"
"શુભમ ભવતું," ગુરુજી એ ઊંડા મેઘનાદ સમાં અવાજે સોબર ને કહ્યું અને ફોન કાપયો..

એવું તે શું થઈ રહ્યું હતું કે ન્યુ યોર્ક અને સિમલા માં , દુનિયા ના સાવ ભિન્ન સ્થળે , પોતપોતાના લોકલ પણ એક જ સમયે એક સરખી , તદ્દન મિરર ઇનસીડન્ટ્સ કેમ બની રહ્યા હતા. ? કોણ હતું જે આ કરી રહ્યું હતું, કુદરત , ખુદ સમય કે પછી....??

To be continued...


*********************************************

લેખક :
સૌમિલ કિકાણી
7016139402

Rate & Review

Viral

Viral 10 month ago

Nishita

Nishita 10 month ago

Smita Bhatt

Smita Bhatt 10 month ago

Jagdish Patel

Jagdish Patel 10 month ago

Dipika Mengar

Dipika Mengar 10 month ago