Wanted Love 2 - 81 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--81

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--81


(કાયના,રનબીર અને કિઆન,મિહિર,અાલોક,અંશુમાન અને હિયાને સબક શીખવાડે છે.તે ચાંડાળ ચોકડી કાયના સાથે બદલો લેવા ફરીથી એક થાય છે.કબીરે તેની માતાની હ્રદયરોગની બિમારીનો ઉપયોગ કરીને આ લગ્ન જલ્દી કરાવવાનો પ્લાન બનાવે છે.અહીં રમેશભાઇને અદા અને રોમિયોનો પતો મળી જાય છે.)

રમેશભાઇ ડરી ગયા,તેમની આ નાનકડી ભુલ તેમને કેટલી ભારે પડવાની હતી.તે વાત તેઓ સારી રીતે જાણતા હતા.તેમણે ત્યાંથી તુરંત જ ભાગવાનો નિર્ણય લીધો.તે જગ્યાએથી તે જીવ બચાવીને ભાગી ગયા પણ હવે ઊંમર થઇ જવાના કારણે તે વધુ ઝડપથી ભાગી ના શક્યાં.

ભાગતા ભગાત તે ઘણા આગળ આવી ગયા હતા.પાછળ કોઇ આવતું ના દેખાતા તે બે ઘડી શ્વાસ લેવા રોકાયા.તેમણે કુશને ફોન જોડ્યો કારણે કે લવ અને કિનારાનો ફોન તો બંધ હશે આ સમયે તે જાણતા હતા.

કુશને ફોન લાગે તે પહેલા જ રમેશભાઇના માથે કઇંક જોરદાર વાગ્યું તે કઇ સમજે કે વિચારે તે પહેલા જ બેભાન થઇ ગયા.
**********

કાયના અને રનબીર ખૂબજ આઘાત પામ્યા.તેમના જીવનમાં આવનાર પળ શું બદલાવ લાવવાની છે? તે માત્ર આવનાર પળ જ જાણતો હતો.
બરાબર તે જ ક્ષણે કબીરના ફેમિલી ડોક્ટર આવ્ય‍ાં.

"ડોક્ટર અંકલ,મારી મમ્મીને કેમ છે હવે?"કબીરે રડવાની એકટીંગ કરતા કહ્યું.ડોક્ટર કબીરના ફેમિલી ડોક્ટર હતા.તે વર્ષોથી કબીરના પરિવારને ઓળખતા હતાં.તેમણે સૌથી પહેલા તો આ નાટક કરવાની સાફ મનાઇ કરી,પણ કબીરે તેમની સામે પણ ખૂબજ નાટક કર્ય‍ા હતાં.
હોસ્પિટલમાં આવ્યાં પછી...

"અંકલ,શું તમે નથી ઇચ્છતા કે મારા લગ્ન થાય?તમે તો મને તમારો દિકરો ગણતા હતા."કબીરે કહ્યું
"કબીર,હું ડોક્ટર છું.આવું ખોટું ના બોલી શકું અને તે પણ કોની સામે તે લોકો પોલીસમાં છે.જો હું પકડાઇ ગયો તો મારું લાઇસન્સ કેન્સલ થઇ જશે.બેન તમે આને કેમ સમજાવતા નથી?પ્રેમ માટે આટલું પણ પાગલ ના થવાય કે પોતાની માઁ માટે આવું ખરાબ વિચારે."ડોક્ટરે કહ્યું.

"તમારી વાત સાચી છે પણ તે પ્રેમમાં પાગલ થઇ ગયો છે.હવે તે સમજી શકે એમ નથી.મે ઘણી કોશીશ કરી.આમપણ મને હાર્ટની બિમારી તો છે જ.ભુતકાળમાં ભારે એટેક પણ આવી ગયો છે.મારી બિમારી મારા દિકરાને તેનો પ્રેમ પામવા મદદરૂપ થાય તો હું આ કરવા તૈયાર છું."કબીરની મમ્મી પોતાના દિકરાની હાલત જોઇને માની ગઇ.

ડોક્ટર માની તો ગયા પણ તેમણે આ વાત લખાવી લીધી કે અગર તે પકડાઇ ગયા તો તેમા તેમનો કોઇ વાંક નહીં હોય.

અત્યારે.....
"કબીર,બેટા શાંત થા.એઝ ઓફ નાઉ તારી મમ્મીની હાલત સ્થીર છે પણ ગમે ત્યારે બગડી શકે છે.શક્ય તેટલી સારવાર હું આપી રહ્યો છું.તેમનો કેસ ખૂબજ જટીલ છે.મારા પ્રયત્ન ચાલું છે બસ એક વિનંતી કે તેમને કોઇપણ પ્રકારનું ટેન્શન કે સ્ટ્રેસ ના આપશો.તેમને ખુશ રાખવાની કોશીશ કરો.બાકી ઉપરવાળો માલિક છે."ડોક્ટર ગોખેલા ડાયલોગ બોલી જતા રહ્યા.
"કબીર,હું આ શહેરના મોટા મોટા હાર્ટ સ્પેશિયાલિસ્ટને ઓળખું છું.તું ચિંતા ના કર તારા મમ્મી ઠીક થઇ જશે."કુશે કહ્યું.

"ડેડ,કોઇ ફાયદો નથી.અમે ભૂતકાળમાં ઘણાબધા મોટા મોટા ડોક્ટરને બતાવ્યું છે,પણ તેનો કોઈ જ ફ‍ાયદો નથી થયો.હવે એક જ ઊપાય છે.મમ્મીને ખુશ રાખવી પડશે તેની ખુશી મારા લગ્નમાં છે.દાદી,મને કાયના સાથે લગ્ન કરવા છે.

હું સમજું છું કે કિનારામોમના ડેડ કિડનેપ થયેલા છે.આ હાલતમાં લગ્ન વિશે વિચારવું તે યોગ્ય ના કહેવાય પણ દાદી,મારી મમ્મી તેની આ અંતિમ ઇચ્છા છે કે તે મારા લગ્ન જોવે.

દાદી,મારી પાસે એક ઉપાય છે.અત્યારે હું અને કાયના એકદમ સાદાઇથી આર્યસમાજ મંદિરમાં લગ્ન કરી લઇએ.કિનારામોમ ના ડેડી મળી જાય પછી અને મમ્મીની તબિયત ઠીક થાય પછી અમે ફરીથી ધામધૂમથી લગ્ન કરીશું."કબીરે હળવેથી પોતાની વાત કહી.

આ વાતે કાયના,રનબીર,શ્રીરામ શેખાવત,કુશ,કિઆન અને કિઆરાના ચહેરા પર ચિંતા અને તકલીફ લાવી દીધી.

"ના ના,આવી રીતે લગ્ન ના થાય.મારી પાસે એક ઉપાય છે.તમે લગ્ન કરી લીધ‍‍ાં છે તેવું નાટક તારી મમ્મી સામે કરો.તો તેમને સારું લાગશે.લગ્નમાં કન્યાદાન માટે કન્યાના માતાપિતા બંને હાજર હોવા જરૂરી છે.જાનકીદેવી,તમે કિનારા જોડેથી કન્યાદાનનો હક ના છિનવી શકો."શ્રીરામ શેખાવતે ના પાડતા કહ્યું.

"હા કબીર,ડેડ સાચું કહે છે.કિનારા વગર આ લગ્ન નહીં થાય.ડેડનો પ્લાન સરસ છે.તું અને કાયના લગ્ન કરીને આવ્યાં છો તેવું બતાવી શકો છો.તું ઇચ્છે તો કાયના તારા ઘરે જ્યાં સુધી તારી મમ્મીને સારું નહીં થાય ત્યાંસુધી રહેશે.મારો નિર્ણય અંતિમ છે લગ્ન તો હાલમાં નહીં જ થાય."કુશે પણ પોતાના પિતાની હામાં હા પૂરાવતા કહ્યું.

"ના એ શક્ય નથી.હું મારી મોમ સાથે છળ નહીં કરું.ના કરે નારાયણને જો મોમ આ દુનિયા છોડીને જતી રહી તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.હું જીવતા જીવ મરી જઇશ.કોઇ વાંધો નહીં ,હું તમારી તકલીફ સમજું છું.આ વાત માટે તમારા પર દબાણ ના કરી શકું,પણ હું મારી મોમને આ રીતે પળપળ મરતા નહીં જોઇ શકું.

કાયના,તે મને વચન આપ્યું હતું કે ગમે તે થાય તું મારી સાથે લગ્ન કરીશ.કોઇ વાંધો નહીં આજકાલ બધાં વચન પાળવા માટે થોડી હોય છે.ગુડબાય કાયના,આ રીતે તો હું જીવી નહીં શકું.દાદી,મે ક્યારેય મારા દાદી નથી જોયા પણ તમને મેળવીને એવું લાગ્યું હતું કે તમે મારા પણ દાદી છો.

કોઇ વાંધો નહીં,મારા માનવાથી શું થાય?હું ખરેખર તમારો પૌત્ર થોડી છું.તમે તો તમારા પતિ અને દિકરા કહેશે તેમ જ કરશો.તમે પણ મારી મમ્મીને વચન આપ્યું હતું અમારી સગાઇના દિવસે કે આ લગ્ન તમે કરાવશો.હું જઉં છું મરવા."કબીરે બધાને ઈમોશનલ બ્લેકમેઇલ કરવા કોશીશ કરી.કાયના ડરના માર્યા કાંપી રહી હતી કેમ કેતેની દાદી માટે પોતે આપેલું વચન જીવથી પણ વધુ મહત્વનું હતું.જેના માટે તે ગમે તે કરી શકે.

"કબીર,પાગલ ના બન.આ લગ્ન કેન્સલ નથી થયા માત્ર પોસ્ટપોન થયા છે.તેમા મરવાની વાતો ક્યાંથી આવી.તારા મમ્મીને કશુંજ નહીં થાય.તે ઠીક થઇ જશે."કુશે ગુસ્સામાં કહ્યું..

"દાદી,મારી મમ્મીને બચાવી લો.હું તમારા પગે પડું છું.પ્લીઝ,દાદી મે સાંભળ્યું છે કે તમે તમારા વચનના પાક્ક‍ા છો."કબીરે છેલ્લું હથિયાર ઉગામ્યું.

"કબીર,સ્ટોપ ઇટ."કુશે ગુસ્સામાં ચિસ પાડી.

"કુશ,ચુપ.હવે કોઈ નહીં બોલે.મે નિર્ણય લઇ લીધો છે અને મારો નિર્ણય અંતિમ છે જે નહીં બદલાય કે કાયના અને કબીરના લગ્ન નિયત સમય અને નિયત મુહૂર્તમાં જ થશે.કિનારા જ્યારે પાછી આવશે.ત્યારે ફરીથી લગ્ન થશે જેમા કિનારા કન્યાદાન કરી શકશે.આ વાત માટે મારે કોઇ ચર્ચા ના જોઈએ.

કબીર,તું ચિંતા ના કર.આ જાનકીદેવી મરી જશે પણ વચન નહીં તોડે.તું તારી મમ્મીનું ધ્યાન રાખ.અમે જઇએ છે.કઇ કામ હોય તો કહેજે.ચલો બધાં."આટલું કહીને જાનકીદેવી જવા માટે ઊભા થયાં.

કબીરે મનોમન પોતાની જાતને શાબાશી આપી.કુશે ગુસ્સા અને તિરસ્કાર સાથે તેની સામે જોયું.તેણે તેની સામે જ કાયના અને રનબીરનો હાથ પકડ્યો.તેમને લઈને નીકળી ગયો.કાયના અને રનબીરના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.તેમને તેમનું ભવિષ્ય ધુંધળુ દેખાતું હતું.

થોડા સમય બાદ જાનકીવિલામાં.....

કુશે હવે સાચું કહી દેવાનું નક્કી કર્યું.

"માઁસાહેબ,આ લગ્ન નહીં થાય.કાયના અને રનબીર એકબીજાને પ્રેમ કરે છે અને મને,કિનારાને તથાં પપ્પાને આ સંબંધ મંજૂર છે."કુશે કહ્યું.

તેમણે જાનકીદેવીને બધું જ કહ્યું.જાનકીદેવી ખૂબજ આઘાત પામ્યા.

"માઁસાહેબ,બીજી એક વાત.રનબીર બીજો કોઇ નહીં પણ આપણી નેહાનો દિકરો છે.રાજીવ અંકલનો પૌત્ર."કુશે જે કહ્યું.તેના પર રનબીર આઘાત પામ્યો.

"અંકલ,આ તમે શું કહો છો?આપણી નેહા એટલે?"રનબીરે પુછ્યું.

કુશ તેની સામે જોઈ રહ્યો હતો.જાનકીદેવી ફરીથી આઘાત પામ્યા.
"શું ?આ રોકીનો દિકરો છે?કુશ તું આ વાત જાણતા હોવા છતા કે આ રોકીનો દિકરો છે કાયનાના લગ્ન તેની સાથે કરાવવા કેવીરીતે તૈયાર થઇ શકે?
તું ભુલી ગયો કે રોકીએ કિનારા સાથે શું શું કર્યું હતું?તેણે તેની દાદીની હત્યા કરી હતી.તેણે કિનારા પર જબરદસ્તી કરવાની કોશીશ કરી હતી.રોકી એક નંબરનો બદમાશ અને ચારિત્રહીન હતો,છે અને રહેશે."જાનકીદેવીએ કહ્યું.

આજે પહેલી વખત પોતાના પિતાનું નામ જાણવા મળ્યું અને પહેલી જ વખતમાં તેને તે કારણ પણ સમજાઇ ગયું કે કેમ તેની માઁએ આ વાત છુપાવીને રાખી હતી.

કુશ રનબીરની પરિસ્થિતિ સમજી ગયો.તે રનબીર પાસે ગયો અને બોલ્યો,"રનબીર,તારા પિતાનું નામ રાકેશ રાજીવ પટેલ છે.તે મારી અને કિનારાની વોન્ટેડ લવ મિશનની કહાની સાંભળી છે ને.હા તેમાં જે મે કોલેજના છોકરાની વાત કરી હતી તે જ રોકી.

માઁ સાહેબ અને રનબીર,રોકીએ તેની સજા ભોગવી લીધી છે.અને હવે તે સુધરી ગયો છે.અદાને લવના જીવનમાંથી દુર કરવાના પ્લાનમાં તેણે જ શિનાની મદદ કરી હતી.રનબીર,તારા પિતા પણ તને મળવા તડપી રહ્યા છે."આટલું કહી કુશે તે સમગ્ર વાત જણાવી.
"કુશ,હવે આ વાતનો કોઇ અર્થ નથી.આ મુગ્ધવયનો પ્રેમ છે કાયના થોડા વર્ષોમાં રનબીરને ભુલી જશે.આમપણ રોકીનો દિકરો આ ઘરનો જમાઇ ના બની શકે."જાનકીદેવીએ પોતાનો અંતિમ નિર્ણય સંભળાવ્યો.

"વાહ જાનકીદેવી,ખુંખાર આતંકવાદી રોમિયોની દિકરી આ ઘરની વહુ બની શકે તો સુધરી ગયેલા રોકીનો દિકરો આ ઘરનો જમાઈ કેમ ના બની શકે?"શ્રીરામ શેખાવતે પુછ્યું.

"કેમ કે રોમિયો મરી ગયો છે.તે હવે આપણા જીવનમાં આતંક મચાવવા પાછો નહીં આવે."જાનકીદેવીએ કહ્યું.

" રોમિયો જીવે છે અને લવ તથાં કિનારા તેને જ પકડવાના મિશન પર છે."કુશે અંતે તે સત્ય બહાર લાવી દીધું.

જાનકીદેવી રનબીર અને કાયનાના સંબંધ માટે માનશે?
રનબીર અને કાયનાનું મિલન થશે કે તે હંમેશાં માટે અલગ થઇ જશે?
રમેશભાઇની સાથે શું થશે?

જાણવા વાંચતા રહો.

આપને મારી હાલમાં ચાલી રહેલી ત્રણેય નવલકથા.
વોન્ટેડ લવ..સાચા લવની શોધમાં..પાર્ટ ૨
ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી (વોન્ટેડ લવ સ્પિનઓફ)
રાજકારણ પ્રેમ અને સત્તાનું (પ્રતિલિપિ એવોર્ડ્સની ધારાવાહિક )
કેવી લાગી રહી છે?તે પ્રતિભાવ આપીને જરૂર જણાવજો.
આપે તેમાંથી કોઇ વાર્તા ના વાંચી હોય તો વાંચીને જરૂર જણાવજો.

અાભાર.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Neepa

Neepa 7 month ago

Raksha

Raksha 8 month ago

Tejalvachhani

Tejalvachhani 8 month ago