Tha Kavya - 34 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩૪

જીન પાસે હવે ના બરાબર શક્તિ રહી હતી. તેની પાસે રહેલી બધી શક્તિ તાંત્રિક લઈ ગયો હતો. જીન પાસે હવે કોઈ જ શક્તિ નથી એમ સમજી ને જીન ને રાત્રે છુટ્ટો મુકી દીધો. તાંત્રિક ને રાત્રે જીન ની કોઈ જરૂર હતી નહિ. જીન હવે રાત્રે તેની મરજી પ્રમાણે મહેલ થી દુર જઇ શકે તેમ હતો. પણ સાંજ પડતાં તેને મહેલ પાછું ફરવાનું હતું. કેમ કે જો જીન મહેલ પાછો ન ફરે તો તાંત્રિક તેની પાસે રહેલી શક્તિ થી જીન ને પણ મારી શકે તેમ હતો.

ઘણા દિવસો વીતી ગયા પણ તાંત્રિક જે શક્તિ જોઈતી હતી તે હજુ સુધી તેને મળી ન હતી. તે હજુ તેના રાક્ષસ ની રાત્રે તપસ્યા અને પૂજા કરતો હતો.

રાજા તેજમય તો જંગલમાં તપસ્યા કરતાં હતા. તેને એ પણ ખ્યાલ હતો નહિ કે મારા નગર અને મહેલ નું શું થયું હશે. તે સુરક્ષિત તો હશે ને..! તેને તો બસ એમ જ કે જોગી બાવા ના હાથમાં મહેલ અને નગર છે એટલે તે સુરક્ષિત જ હશે. પણ પેલો સૈનિક રાજા તેજમય ની શોધખોળ દિવસ રાત કરતો પણ આજે તેની મહેનત રંગ લાવી. તેને રાજા તેજમય મળી ગયા.

રાજા તેજમય તપસ્યા માંથી ઉભા જ થયા હતા ત્યાં તેની નજર સામે તેનો માનીતો સૈનિક ઊભો હતો. થોડા દિવસો માં તો રાજા તેજમય ઓળખાય નહિ તેવા થઈ ગયા હતા. દાઢી અને વાળ એટલા વધી ગયા હતા કે તે એક સાધુ જેવા લાગી રહ્યા હતા. પણ સૈનિક તેની આંખો જોઈને સમજી ગયો કે આ જ મારા રાજા છે. તેમની નજીક જઈને પ્રણામ કર્યા.

રાજા તેજમય ઓળખી ગયા કે આ મારો માનીતો સૈનિક છે. પણ અહી સુધી કેમ મારી પાસે આવ્યો હશે. તેને શું કામ હશે મારું..! આવું તે વિચારવા લાગ્યા.

રાજા તેજમય બોલ્યા. સૈનિક તારું અહી સુધી આવવાનું કારણ કહીશ મને..? જાણવાની જિજ્ઞાસા થી રાજા તેજમય કહ્યું.

મહારાજ તમારા ગયા પછી નગર અને મહેલ સુરક્ષિત રહ્યું નથી. આટલું કહી સૈનિક રડવા લાગ્યો.

શું થયું નગર અને મહેલ ને...! મે તો જોગી બાવા ને મહેલ સોંપી ને ગયો હતો. જોગી બાવા તો સાચા ગુરુ છે. તેમની છત્રછાયા તો બહુ પ્યારી હોય છે.

સૈનિક આશુ લૂછતો રાજા સામે બોલે છે. મહારાજ આપે જે મહેલ જોગી બાવા ને સોંપ્યું હતું તે જોગી બાવા નહિ પણ આપણા વિસ્તારનો એક મહા ક્રૂર તાંત્રિક છે. તેમની માયાવી શક્તિ થી જોગી બાવા બનીને તમારું બધુ પચાવી પાડ્યું છે..

શું વાત કરે છે સૈનિક.!. રાજા તેજમય ના શરીરમાં ભક્તિ નું નહિ પણ રાજવી નું લોહી વહેવા લાગ્યું.
આપણી મહેલ અને નગર તો સુરક્ષિત છે ને...? રાજા તેજમય બોલ્યા.

હા મહારાજ અત્યાર સુધી તો સુરક્ષિત છે પણ હવે ક્યારે તાંત્રિક ના હાથે નષ્ટ થઈ જાય તે કહી શકાય ને. તાંત્રિક અત્યારે તેના રાક્ષસ પાસે થી શક્તિ મેળવવા તપસ્યા કરી રહ્યો છે. જો મહારાજ તે તપસ્યા માં સફળ થશે તો આ દેશ નો નાશ સમજો.

રાજા તેજમય તેજ ઘડીએ તેને પેલો પટારો યાદ આવ્યો જે તેના દાદા મરતી વખતે એક ચિરાગ તેના હાથમાં આપીને કહ્યું હતું.
બેટા આ પટારા માં ચિરાગ મૂકી દે અને જ્યારે અતિ વિકટ પરિસ્થિતિમાં જ આ ચિરાગ બહાર કાઢીને તેને ઘસજે એટલે તેમાંથી જીન બહાર આવશે અને તે જીન તારી બધી મદદ કરશે.

રાજા તેજમય ને વિચારતા જોઈને સૈનિક બોલ્યો. મહારાજ શું વિચારો છો.? એક વાત રહી ગઈ તે કહું છું.
તાંત્રિક એ બધા સૈનિકો ને આદેશ કરીને મહેલમાં રહેલું ધન એકઠું કરવા કહ્યું હતું. બધા સૈનિકો બધી જગ્યાએ થી ધન શોધી ને તાંત્રિક સામે રાખી દીધું હતું. બધું ધન તેની સામે આવી જતા તાંત્રિકે બધા સૈનિકો ને આદેશ આપ્યો કે હું કહું નહિ ત્યાં સુધી મહેલ ની બહાર રહીને મહેલ ની સુરક્ષા કરો.

સૈનિક ની આટલી વાત સાંભળી ને રાજા તેજમય સમજી ગયા કે તે ચિરાગ તાંત્રિક ના હાથમાં આવી ગયો હશે હવે આ તાંત્રિક ને હરાવવો મુશ્કેલ થશે. આમ રાજા તેજમય વિચારવા લાગ્યા. તે વિચારી રહ્યા હતા તે સાચું હતું. રાજા તેજમય પાસે કોઈ જ શક્તિ હતી નહિ જ્યારે તાંત્રિક પાસે તો જીન ને મારી નાખવા સુધી ની શક્તિ હતી.

રાજા તેજમય આખરે શું કરશે...? તાંત્રિક ને હરાવવાના પ્રયાસ કરશે કે ફરી તપસ્યામાં લાગી જશે.? જોઈશું આગળના ભાગમાં.

ક્રમશ...