Tha Kavya - 20 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૨૦

કાવ્યા એ તે દિવ્ય જ્યોત ને પૂછે છે આપ કોણ છો.? ત્યારે તે દિવ્ય જ્યોત જવાબ આપતા કહે છે.

હું રાજા તેજમય ની આત્માં છું અને આ મારો મહેલ છે. એટલે મારો અહી વાસ છે. પણ હે કન્યા તું કોણ છે અને અહી સુધી શા માટે આવી, તું કેવી રીતે અહી સુધી પહોંચી.? તે આત્માં કાવ્યા વિશે પહેલેથી જાણતી હતી તો પણ કાવ્યા ને સવાલ કર્યો.

રાજા તેજમય ના આ સવાલ થી કાવ્યા ને વાંચેલી બુક યાદ આવી ગઈ. તે બુક માં તો રાજા તેજમય નો કોઈ ઉલ્લેખ નહતો તો આ રાજા તેજમય ની આત્માં ક્યાંથી આવી.? કાવ્યા ને થયું લાવ મારો પરિચય અને મારું અહી આવવાનું કારણ બતાવી દવ કદાચ જીન નહિ તો આ રાજા ની આત્માં મારી કોઈ મદદ કરી શકે.

હે..પૂજનીય આત્માં..મારું નામ કાવ્યા છે અને મારું અહી સુધી આવવાનું કારણ પરી બનવાનું છે. હું પરી બનવા માટે જીન ને મળવા અહી સુધી આવી છું. આપ કહેશો જીન નો વાસ ક્યાં છે.? કાવ્યા એ મહત્વ નો સવાલ તે આત્માં સામે કરી દીધો. આ સવાલના જવાબ માં છૂપાયેલું હતું જીન નું રહસ્ય. કે અત્યારે જીન અહી કેમ નથી.

કાવ્યા ના આ સવાલ થી દિવ્ય જ્યોત થોડી વાર માટે થંભી ગઈ અને ફરી પ્રજ્વલિત થઈ.
તે રાજા તેજમય ની આત્માએ કાવ્યા ને કહ્યું. હે કન્યા...એટલે તું બુક વાંચીને અહી સુધી આવી છો.? જો સંપૂર્ણ તે બુક વાંચી હશે તો તને ખબર હોવી જોઈએ કે જીન અત્યારે ક્યાં છે.

આ સાંભળીને કાવ્યા ને તે બુક નો બીજો ભાગ યાદ આવી ગયો. તે તેણે વાંચવા ની જરૂર નથી એમ માનીને બીજો ભાગ વાંચ્યો ન હતો. કાવ્યા ને થોડો પસ્તાવો થયો કે કાસ હું તે બૂંક પૂરી વાંચી હોત. પણ હવે તો અહી આવી સૂકી છું તો બુક ના બીજા ભાગનું રહસ્ય આ દિવ્ય આત્માં ને પૂછી હોવ.

કાવ્યા તે દિવ્ય આત્માને પૂછે છે. કે આપ મને કહો તે બુક ના બીજા ભાગમાં શું લખ્યું છે અને તેમાં જીન નું શું રહસ્ય છૂપાયેલું છે.?

ત્યારે તે રાજા તેજમય ની આત્માં જવાબ આપે છે. હે કાવ્યા તે રહસ્ય તો તારે બુક વાંચીને મેળવવું પડશે. તે બુક વાંચીને તું જાણી શકીશ કે જીન નો અત્યારે ક્યાં વાસ આવેલો છે. અને જીન ના કારણે જ તું પરી બની શકીશ.

કાવ્યા એ રાજા તેજમય ના આત્માં ની વાત સાંભળી ને થોડી હતાસ થઈ ગઈ. તેને લાગ્યું કે જીન નો અહી વાસ નથી તો હું તેને અહી મળી ન શકું.! જીન મળશે નહિ ત્યાં સુધી મારું પરી બનવાનું સપનું અધૂરું જ રહી જશે . આ વિચાર થી ફરી કાવ્યા એ રાજા તેજમય ની દિવ્ય આત્માને એક સવાલ કર્યો.
હે આત્માં...તો શું હું અહી સુધી આવી છું તો મારું પરી બનવાનું સપનું સાકાર નહિ થાય.? મારે ખાલી હાથે ઘરે પાછા ફરવું પડશે.?

તારો વિશ્વાસ, તારી ઈચ્છાશક્તિ, તારી હિમ્મત પર મને ગર્વ થાય છે. તું પરી બનવાને લાયક છે. પણ મારી પાસે એવી કોઈ શક્તિ નથી કે હું તને પરી બનાવી શકું. હા જો તારે કોઈ સોના મહોર ની જરૂર હોય તો અહીંથી તારે જેટલું જોઈએ તેટલું તું લઈ શકે છે.

તો શું હું કોઈ શક્તિ મેળવ્યા વગર પાછી ફરીશ.? આપ તો દિવ્ય આત્માં છો આપ પાસે શક્તિ નો ભંડાર હોય છે. આપ મને કોઈ એવી શક્તિ આપો જેનાથી હું જીન ને મળી શકું. રાજા તેજમય ની આત્માં સામે હાથ જોડીને વિનંતી કરતી કાવ્યા એ એક મહત્વની માંગણી કરી દીધી. જે માંગણી થી કાવ્યાને અહી સુધી આવવા માટે નું એક રાહત નું પેકેજ કહી શકાય. જો કાવ્યા ને કોઈ શક્તિ મળી જશે તો તે તેનું સપનું સાકાર કરવામાં ચોક્કસ મદદ રૂપ થશે.

હવે તે રાજા તેજમય ની આત્માં તેની પાસે રહેલ શક્તિ ની વાત કરે છે.
મારી પાસે અપાર શક્તિ નો ભંડાર છે. આ શક્તિ મે ક્યાંથી મેળવી છે તે તો તને બુક કહી શકશે. પણ જો તારે જીન પાસે જવું હોય તો તારે બુક વાંચવી પડશે અને જો તું મારા ત્રણ સવાલ ના જવાબ સાચા આપી શકીશ તો હું તને એક એવી શક્તિ આપીશ જે શક્તિ થી તું એક સામાન્ય કન્યા નહિ પણ એક શક્તિશાળી કન્યા બની જઈશ. એ શક્તિ થી તું અદ્રશ્ય થઈ શકીશ અને કોઈ પણ માણસ કે જીવ ને તું તારા વસમાં કરી શકીશ. પણ આ શક્તિ તું સારા કાર્ય માટેજ વાપરી શકીશ. જો આ શક્તિ થી કોઈને હાની કે નુકશાન થશે તો તારી શક્તિ જતી રહેશે.

શું કાવ્યા આ ત્રણ સવાલ ના જવાબ આપવા તૈયાર થશે.? જો તૈયાર થશે તો શું તે સાચા જવાબ આપી શકશે.? જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ...