Tha Kavya - 16 in Gujarati Novel Episodes by Jeet Gajjar books and stories PDF | ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૬

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૧૬

કાવ્યાએ આંખ ખોલી તો સવાર થઈ ગયું હતું. સૂરજ ધીરે ધીરે તેનું તેજ પાથરવા લાગ્યો હતો. આળસ મરડી ને કાવ્યા ઉભી થઇ અને ટેકરી તરફ નજર કરી તો જે કાલ ની સ્થતિ માં હતું બધું, તે આજે પણ એમ જ હતું. પહેલો વિચાર એ આવ્યો કે હવે શું કરીશ હું. રાત પણ નીકળી ગઈ, પણ જીન ના તો કોઈ વાવડ ન મળ્યા.

કાવ્યા ઉભી થઈને રાત્રે જે જગ્યાએ પ્રકાશ આવ્યો હતો ત્યાં તેની નજીક પહોંચી અને નજર કરી કે ક્યાંય રસ્તો તે કોઈ તિરાડ તો નથી ને, પણ ત્યાં કંકણ સિવાઈ કઈ હતું નહિ. હવે કાવ્યા પાસે બે રસ્તા હતા. એક ખાલી હાથે ઘરે પાછું ફરવું અને બીજો અહી રહીને ગુફા ની અંદર જવા માટે કઈક કરવું.

જમીન પર બેસીને વિચારવા લાગી ઘરે જાવ કે અહી રહીને કઈક કરું. પરી બનવાનું સપનું કાવ્યા ને અહી રહેવા મજબૂર કરી રહ્યું હતુ. ઘર કરતા તેને પરી બનવાની ઘેલાસા વધુ હતી એટલે નિર્ણય કર્યો ઘરે નહિ જાવ અને અહી રહી કઈક કરું. આગળ શું કરવું તે કાવ્યા વિચારવા લાગી.

વિચારતી વિચારતી કાવ્યા ના મનમાં એક વિચાર આવ્યો. કે ટેકરી બહુ નાની છે એટલે ટેકરી થી થોડે અંદર જ ગુફા હશે. જયાં થી રાત્રે પ્રકાશ આવ્યો હતો ત્યાં જો સુરંગ કરું તો કદાચ ગુફાની અંદર જવાનો કોઈ રસ્તો તો જરૂર થી મળશે. પણ દિવસે આ કાર્ય કરવું તેને યોગ્ય લાગ્યું નહિ એટલે સાંજ પડવા ની રાહ જોવા લાગી. તે પહેલાં કાવ્યા નજીક ના શહેરમાં જઈને ખોદકામ કરવા માટેના ઓજારો લઈ આવી. આમ તો ત્યાંથી કોઈ પસાર પણ થતું ન હતું તો પણ કાવ્યાએ તે ઓજારો ને સંતાડી દીધા અને તે પણ ટેકરી ની એક બાજુ સંતાઈ ને આરામ કરવા લાગી. એ વિચાર થી કે દિવસે આરામ કરીશ તો હું મોડી રાત સુધી ખોદકામ કરતી રહીશ.

પોલીસ ના હાથમાં ગુમશુદા કાવ્યા નો કેસ આવ્યો હતો. એટલે કાવ્યા ને શોધવી તેમની ફરજ બનતી હતી. પીએસઆઈ પટેલ સાહેબે એક ટીમ તૈયાર કરી અને તે ટીમ ને આદેશ આપ્યો કે કાવ્યા ના સગા વ્હાલા અને મિત્રો ની પૂછપરછ કરવામાં આવે. આજુ બાજુના પોલીસ સ્ટેશનમાં કાવ્યા ની માહિતી ત્યાં પહોચાડવામાં આવે. આદેશ મળતા ટીમ કાવ્યા ને શોધખોળ કરવા નીકળી ગઈ.

પોલીસ એક પછી એક કાવ્યા ના સગા વ્હાલા ને ત્યાં જઈને પૂછપરછ કરતી. પણ પોલીસ તે સગા વ્હાલા ને કહેતી કે કાવ્યા પરી બનવા માટે ઘરે થી ભાગી ગઈ છે. આપ અમારી કોઈ મદદ કરો તો કાવ્યા મળી જાય. તો સગા વ્હાલા આ સાંભળી ખડખડાટ હસતા અને કહેતા સાહેબ આ એકવીસમી સદી છે. આ ટેકનોલોજી નો જમાનો છે. અત્યાર ના બાળકો ડોક્ટર, વકીલ કે વૈજ્ઞાનિક બનવાના સપના જુએ છે. પણ આ કાવ્યા પરી બનવાના સપના..! સાહેબ લાગે છે કાવ્યા આવા સપના જોઈને માનસિક બીમાર થઈ ગઈ હશે. આટલું કહી પોલીસ ની મદદ કરવાને બદલે કાવ્યા ની હાસી ઉડાડતા. પોલીસ પણ એમ સમજવા લાગી કે કાવ્યા ને ભાન થશે એટલે ઘરે આવી જશે.

કાવ્યા આંખો દિવસ આરામ કરતી કરતી મહાદેવ નું નામ લઈ જાપ કરતી હતી. એ વિચારથી કે બુક માં જીનલ પણ મહાદેવ ના જાપ કરતી એટલે તેને મહાદેવે મદદ કરી હતી. જો હું જાપ કરીશ તો કદાચ મહાદેવ મારી મદદ કરે. કાવ્યા આખો દિવસ મહાદેવ...મહાદેવ ના જાપ જપતી રહી અને સાંજ થવાની રાહ જોવા લાગી.

સૂરજ ધીરે ધીરે આથમવા લાગ્યો હતો. આમ તો અહી ઉજડ વેરાન પ્રદેશ હતો. પણ ક્યાંક ક્યાંક ખેતર હતા એટલે કોઈક માણસ તે બાજુએ થી દિવસે પસાર થતો. પણ સાંજે પડતાં તે ઘરે પાછા ફરી જતા. આજે પણ એક બે માણસો ત્યાં થી પસાર થયા હતા તે પણ પાછા ફર્યા હતા. એટલે કાવ્યા ને થયું હવે અહીંથી કોઈ પસાર થવાનું નથી. એટલે તેણે ખોદકામ ના ઓજારો લઈને ટેકરીમાં સુરંગ ગાળવાનું શરૂ કર્યું.

કાવ્યા એ હાથમાં પાવડો લઈને ખોદકામ શરૂ કર્યું. થોડી વાર સુધી તો થોડા કંકણ ત્યાંથી દૂર થયા ને એક નાની બખોલ બની ગઈ. આ જોઈને કાવ્યા ને હિમ્મત આવી કે હું સુરંગ બનાવી ગુફા સુધી જરૂર થી પહોંચીશ. પણ ત્યાં તો જેવી કાવ્યા નીચે થી વધુ કંકણ દૂર કરવા લાગી ત્યાં ઉપર થી એટલા જ કંકણ નીચે આવવા લાગ્યા. કાવ્યા જેટલા કંકણ ત્યાં થી દુર કરતી તેટલા કંકણ ઉપર થી નીચે ચરકી ને નીચે આવવા લાગ્યા. આ જોઈને કાવ્યા સ્તબધ થઈ ને ઉભી રહી ગઈ. એ વિચાર થી કે જો આવી રીતે કંકણ ઉપર થી નીચે પડતા રહેશે તો હું સુરંગ કેવી રીતે કરી શકીશ.

શું કાવ્યા સુરંગ ખોદવાના સફળ થશે કે તેની મહેનત બેકાર જશે. જોઇશું આગળ ના ભાગમાં....

ક્રમશ...

Rate & Review

Balramgar Gusai

Balramgar Gusai 2 month ago

Dipti Patel

Dipti Patel 2 month ago

Bhavna

Bhavna 2 month ago

Parash Dhulia

Parash Dhulia 4 month ago

Bijal Patel

Bijal Patel 6 month ago