Tha Kavya - 3 books and stories free download online pdf in Gujarati

ધ કાવ્યા એક પરી ની પ્રેમ કહાની - ભાગ ૩

બ્રાહ્નણ ને આટલા ક્રોધિત જોઈને રાણી વિભા તેને પગે પડી તેના પગ દાબવા લાગી. અને એક નમ્ર વિનંતી કરી.
હે ભૂદેવ અમે તો મહાદેવ નું ભજન અને પ્રજા ની સેવા કરવા માટે આ નગરમાં જન્મ લીધો છે. મારા ભાગ્ય માં તમારી સેવા લખી હશે એટલે હું તમારી સેવા કરવા લાગી ગઈ. અને હજુ તમને અમારી નિષ્ઠા અને ભક્તિ માં કોઈ ખોટ લાગતી હોય તો આપ અમને જરૂર થી શ્રાપ આપી દો પણ હું ધ્યાન માં બેઠેલા મહારાજ ને જગાડીશ નહિ.

ગરીબ બ્રાહ્મણ જાણે પરિક્ષા લેવા આવ્યો હોય તેમ રાણી વિભા ને આદેશ કર્યો. જાઓ રાણી મારા માટે તમારા હાથ થી સારા સારા પકવાન બનાવી લાવો. મને બહુ ભૂખ લાગી છે.

બ્રાહ્મણ નો આદેશ મળતા રાણી વિભા ઉભી થઇ પણ હાથ જોડીને વિનંતી કરી હે બ્રાહ્મણ દેવતા રાજા ધ્યાન માં બેઠા છે તેમને જગાડશો નહિ, નહિ તો રાજા ની ભક્તિ અધૂરી રહેશે.

તને જે કામ સોંપ્યું છે તે તું કર, હું શું કરીશ તેની ચિંતા કરીશ નહિ. વધુ ક્રોધિત થઈને બ્રાહ્મણ બોલ્યા.

રાણી વિભા એ મહાદેવ પર છોડી દીધું અને તે રસોડા માં જઈને બ્રાહ્મણ માટે સારા સારા પકવાન બનાવવા લાગી. મનમાં મહાદેવ નું રટણ હતું.

પકવાન બનાવીને રાણી વિભા બ્રાહ્મણ પાસે આવે છે ત્યારે બ્રાહ્મણ તે જગ્યાએ જ બેઠા હતા અને મહારાજ પણ હજુ ધ્યાનમાં બેઠા હતા. રાણી વિભા એ બધા પકવાન પીરસીને હાથ જોડતા બ્રાહ્મણ દેવતા ને કહ્યું. લો ભગવાન આપ નિરાંતે પકવાન આરોગો.

જાણે કે કેટલા દિવસ થી બ્રાહ્મણ ભૂખ્યો હશે.. તાંબા ના પાત્ર માં પડેલ પકવાન બે હાથથી આરોગવા લાગ્યા અને થોડી જ મિનિટો માં બધું ભોજન આરોગી ગયા. અને એક મીઠો ઓડકાર ખાધો.

પાણી પી ને બ્રાહ્મણ દેવતા ઊભા થઈ સાદ કર્યો.
હે રાજા વિધ્વંત ઉભો થા અને અહી આવ...
બ્રાહ્મણ નો અવાજ કાને પડતાં રાજા વિધ્વંત ધ્યાન માંથી ઊભા થઈ ને બ્રાહ્મણ પાસે આવ્યા અને હાથ જોડી પ્રણામ કરતા કહ્યું. હે ભગવાન તમે મારા આંગણે...!!
હું ધન્ય થઈ ગયો. બોલો દેવતા હું તમારી શું સેવા કરું..?

બ્રાહ્મણ દેવતા એ બંને ને માથા પર હાથ મૂકતા કહ્યું. હે રાજન હે રાણી હું તમારી સેવા અને ભક્તિ થી પ્રસન્ન થયો છું. માંગો તમારે શું જોઈએ છે.

રાણી વિભા એ રાજા સામે નજર કરી અને રાજા એ જાણે આંખ ના ઇશારે કહ્યું કે કઈ નહિ માંગવાનું. માંગી થી મળનારું તે આપણા કર્મ મા નથી હોતું.

હાથ જોડીને રાજા વિધ્વંતે કહ્યું. બ્રાહ્મણ દેવતા અમારી પાસે બધું જ છે જેટલું જીવી જવાય તેટલું. બસ એક પ્રાથના છે અમારી ભક્તિ અને સેવા માં કોઈ ખોટ ન આવવી જોઈએ.

રાજા વિધ્વંત ની વાત સાંભળી ને બ્રાહ્મણ દેવતા એ બંને ને આશીર્વાદ આપ્યા કે તમારી ઘરે એક કન્યા નો જન્મ થશે અને પણ તે કન્યા, કન્યા નહિ હોય.
આશીર્વાદ આપી બ્રાહ્મણ દેવતા મહેલ માંથી નીકળી ગયા.

બ્રાહ્મણ ના આશીર્વાદ સાંભળી ને રાણી વિભા અને રાજા વિધ્વંત ખુશ ખુશ થઈ ગયા, પણ મનમાં એક પહેલી રહી ગઈ. કે કન્યા જન્મ લેશે અને તે કન્યા નહિ હોય. આશીર્વાદ ને યોગ્ય માની ને રાજા અને રાણી મહાદેવ પાસે જઈને તેનો આભાર વ્યક્ત કર્યો. રાજા વિધ્વંત ને ખબર હતી કે આ કોઈ બ્રાહ્મણ હતા નહિ આ તો બ્રાહ્મણ ના રૂપમાં મહાદેવ આવ્યા હતા.

કાવ્યા અહી સુધી આ સ્ટોરી લાઇબ્રેરી માં વાંચું ચૂકી હતી અને હવે તે આગળ વાંચવાની શુરુઆત કરે છે ત્યાં રમીલાબેન સાદ કરે છે.
કાવ્યા ઓ...કાવ્યા...
બેટા દૂધ ગરમ કરવાનું બાકી રહી ગયું છે તું કિચન માં જઈને દૂધ ગરમ કરી નાખ.

ના મમ્મી મને વાંચવા દે. તું જાતે કરી લે ને. રમીલાબેન ને કવતાએ વળતો જવાબ આપ્યો.

કાવ્યા થોડીવાર માટે ઉભી રહી. કદાચ કરી તેની મમ્મી કોઈ કામ સોંપે અને વાંચવામાં ખલેલ પહોંચે. પણ દસ મિનિટ સુધી રમીલાબેને કાવ્યા ને કોઈ કામ સોંપ્યું નહિ એટલે તરત હાથમાં બુક લઈને વાંચવા બેસી ગઈ.

રાણી વિભા ને હવે સારા દિવસો આવ્યા હતા. આ જોઈને રાજા વિધ્વંત બહુ ખુશ હતા. તે પહેલાં કરતા વધુ મહાદેવ ની ભક્તિ કરવા લાગ્યા હતા. તેઓ ઈચ્છતા હતા કે આવનાર બાળક મારી જેમ મહાદેવ ની ભક્તિ કરનારું બાળક હોય.

હિમાલય માં બેઠેલા શિવ અને પાર્વતી બંને રાજા વિધ્વંત ની ભક્તિ ની વાતો કરી રહ્યા હતા. મહાદેવ રાજા વિધ્વંત ભક્તિ થી ખુશ નહિ પણ તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ હતી.

મહાદેવ ને ઉદાસ ચહેરો જોઈને માં શક્તિ બોલ્યા.
હે પ્રભુ આપ કેમ ઉદાશ છો.?
શું રાજા વિધ્વંત ભક્તિ માં કોઈ ખોટ વર્તાઈ રહી છે. તેને ત્યાં તો આપે દીકરી થશે એવું વરદાન આપ્યું છે.

હે પ્રિયે. હું રાજા વિધ્વંત ની ભક્તિ થી ખુશ છું. પણ તેને ભાગ્યમાં કોઈ સંતાન નથી છતાં મે તને ત્યાં એક દીકરી નો જન્મ થવાનું વરદાન આપી આવ્યો છું. પણ તે દીકરી નહિ હોય એટલે ઉદાસ છું.

રાજા વિધ્વંત ભાગ્ય માં કોઈ સંતાન નથી તો મહાદેવ કેમ તેને સંતાન પ્રાપ્તિ નું વરદાન આપી આવ્યા. તે જોઈશું આગળ ના ભાગમાં...

ક્રમશ....
Share

NEW REALESED