( રનબીર રોકીનો દિકરો છે તે જાણ્યા બાદ કિનારા રનબીરને પોતાના જમાઈ તરીકે અપનાવવામાં અસમંજસ અનુભવતી હતી.લવે કિનારાનો,પોતાનો અને પાટિલનો જીવ રોમિયોના માણસ જે પોતાનો પીછો કરતો હતો તેનાથી બચાવ્યો.અહીં કબીર આ લગ્ન નિયત સમયે અને તારીખે કરાવવા કઇંક વિચારે છે)
કાયના અને રનબીર બીજા દિવસે એક પ્લાન બનાવ્યો.તેમણે મેસેજ કરીને તે ચાંડાલ ચોકળીને એક સ્થળે બોલાવ્યાં.તે સ્થળ શહેરથી દુર આવેલું એક પાર્ક હતું.
"મિહિર અને આલોક,તમે અમને બીજા દ્રારા મેસેજ આપીને અહીં કેમ બોલાવ્યાં?"અંશુમાને કહ્યું.
"અમે નહીં તમે અમને બોલાવ્યાં."આલોકે ગુસ્સામાં કહ્યું.
"યુ નો વોટ.તમારી સાથે હાથ મિલાવીને અમે ભુલ કરી હતી.અમારો સમય વેડફ્યો.આટલા સમયમાં અમે અમારી જાતે કઇ પ્લાન બનાવ્યો હોતને તો તે સફળ થઇ ગયો હોત."હિયા ગુસ્સામાં બોલી.
"અચ્છા,પેલો રેસ્ટોરન્ટમાં કબીર અને કાયનાની ડેટ વાળો પ્લાન કોનો હતો?"મિહિર બોલ્યો.
તે લોકો એકબીજાની સાથે ઝગડી રહ્યા હતાં.તેટલાંમાં તાળીઓ પાડતા પાડતા કાયના ,રનબીર અને કિઆન બહાર આવ્યાં.
"અમે બોલાવ્યા છે તમને અહીં.અમને તમારા વિશે ખબર પડી ગઇ.આ ગ્રાન્ડ ફિનાલેનો ફોટોગ્રાફ છે ને તેમા તમારા પેન્ટના ખીસાંમાં આ નારિયેળ તેલની બોટલનું ઢાંકણું દેખાય છે."કાયનાએ તે ફોટોગ્રાફ બતાવતા કહ્યું.
તેણે મિહિરને એક લાફો માર્યો.
"અંશુમાન અને હિયા,તમારા ચારેયનું મળેલા હોવા વિશે મને કિઆને કહ્યું.તેને તમારા પર તે દિવસથી જ શંકા હતી જ્યારથી તને કબીર અને કિઆને માર્યો હતો.બદલો લેવાની આગમાં એટલા બધાં તમે આગળ વધી ગયા કે તમે શું કરો છો તેમનું પણ તમને ભાન નથી."કાયનાએ કહ્યું.
"કાયના,આપણે આ લોકો સાથે વાત કેમ કરીએ છીએ.તેમણે જે આપણી સાથે કર્યું તેનું ફળ જ સીધું આપી દઈએ."રનબીરે કહ્યું.
"હા કાયનાદી,રનબીર જિજુ સાચું કહે છે."કિઆને રનબીર જિજુ શબ્દ પર વધુ ભાર આપ્યો.આ સાંભળીને તે ચારેય આશ્ચર્ય પામ્યાં.
કાયનાએ હિયાની પાસે જઇને તેના વાળ ખેંચીને તેને બે સણસણતા લાફા માર્યા.બસ તેટલાંમાં જ તે પડી ગઇ અને તેના મોંઢામાંથી લોહી નીકળવા લાગ્યું.કિઆન અને રનબીર,મિહિર અને આલોકને જ્યારે કાયના અંશુમાનને તેમના કર્મોનું ફળ આપી રહ્યા હતાં.
"સુધરી જજો.એક ચાન્સ આપીએ છીએ નહીંતર તમને હું પોલીસમાં જ આપી દેત.મારી પાસે તમારા વિરુદ્ધ પુરાવા પણ છે.હું માનું છું કે દરેક વ્યક્તિને સુધરવાનો એક ચાન્સ મળવો જોઇએ."કાયના આટલું કહીને જતી રહી.
થોડીક વાર પછી તે લોકો જમીન પર પડ્યાં હતા.કાયના,કિઆન અને રનબીર એકબીજા સામે હસી અને તાળી આપીને જતાં રહ્યા.
"કાયના,આ તે ઠીક નથી કર્યું.જે પ્રેમના દમ પર તું આટલું હવામાં છોને તે જ પ્રેમ નામનો શબ્દ તારા જીવનમાંથી હંમેશાં માટે હટાવી દઇશ."અંશુમાન બોલ્યો.
"આ વખતે આપણે આપણા મતભેદ ભુલાવીને કઇંક એવું કરવું પડશે કે જે કાયનાએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય."મિહિરે કહ્યું.
*******
કબીર તેના ઘરમાં બેઠો બેઠો કઇંક વિચારી રહ્યો હતો.તેના માતાપિતા તેની પાસે આવ્યા.કબીરના પિતાએ તેને પુછ્યું,"કબીર,તું શું વિચારી રહ્યો છે ક્યારનો?"
"મારા અને કાયનાના લગ્ન જલ્દી કરાવવાનો પ્લાન."કબીરે જવાબ આપ્યો.
"કબીર,શું વિચાર્યું છે તે?"કબીરની મમ્મીએ પુછ્યું.
"પપ્પા તમે મસ્ત પ્લાન આપ્યો મારા લગ્ન જલ્દી થાય તેનો.હું તેના પર જ અમલ મુકવાનું વિચારી રહ્યો છું."કબીરે કહ્યું.
"મે શું પ્લાન આપ્યો તને?"કબીરના પિતાએ ગુસ્સામાં પુછ્યું.
"એ જ કે મમ્મીને હાર્ટનો પ્રોબ્લેમ છે અને મારે તેને તકલીફના આપવી જોઇએ.મમ્મીને ખૂબજ મોટો હાર્ટ એટેક આવ્યો છે અને મમ્મીની હાલત ખૂબજ ગંભીર છે.મારે તેની અંતીમ ઇચ્છા એટલે કે મારા લગ્નનું સ્વપ્ન પુરું કરવું જ પડેને."કબીરે કહ્યું.
"મમ્મી,મે ડોક્ટર સાહેબ સાથે વાત કરી છે.તને હોસ્પિટલાઇઝ કરીશું અને પછી શરૂ થશે મારી એવોર્ડ વીનીંગ એકટીંગ."કબીરે હસીને કહ્યું.
બરાબર તે જ સમયે ઘરનો બેલ વાગ્યો.કબીરે દરવાજો ખોલ્યો સામે અંશુમાન,હિયા,મિહિર અને આલોકને જોઇને તે આઘાત પામ્યો.
"તમે અહીં કેમ આવ્યા છો?"કબીરે પુછ્યું.
"કબીર,અમે સીધી અને સાચી વાત તમને જણાવવા આવ્યાં છીએ.તમે અમારી વાત માનો તો તમારો ફાયદો ના માનો તો તમારું નુકશાન."અંશુમાન બોલ્યો.
"તમારા લોકોની મારે કોઇ વાત નથી સાંભળવી ગેટ આઉટ."આટલું કહીને કબીર તેમને ઘરની બહાર ધક્કો મારીને કાઢી રહ્યો હતો.
અંશુમાન મોટેથી બોલ્યો,
"કબીર,કાયના અને રનબીરનું અફેયર ચાલે છે.તે બંને એકબીજાના ગળાડુબ પ્રેમમાં છે.આ વાત કદાચ તેમના ઘરમાં બધાં જાણતા હશે એટલે જ તમારા લગ્ન પોસ્ટપોન કર્યા.આ લગ્ન પોસ્ટપોન થયા છે તેમ નહીં
પણ લગ્ન કેન્સલ થયા છે તેમ જ માનજો."
કબીર અટકી ગયો.તેના માતાપિતા આ વાત સાંભળીને આઘાત પામ્યા.
" એય છોકરા,આ શું બોલે છે તું?અહીં આવીને બોલ."કબીરની મમ્મીએ કહ્યું.
" હા આંટી.જો આ લગ્ન અત્યારે ના થયા તો ક્યારેય નહીં થાય.રનબીર અને કાયના એકબીનાના ગળાડુબ પ્રેમમાં છે."
"કબીર,હવે તો આ લગ્ન કોઇ કાળે નહીં થાય.તે છોકરી કોઇ બીજાના પ્રેમમાં છે.આમપણ મને ફિલ્મ લાઇનના લોકો નથી ગમતા.તે ફિલ્મ લાઇનમા જશે તો મોડે સુધી બહાર રહેશે પાર્ટીમાં જશે."કબીરની મમ્મીએ ના પાડી દીધી..
"મમ્મી,પ્લીઝ તે કાયનાનું ડ્રિમ છે.તે તો તે જરૂર પુરું કરશે.તું એ બધી ચિંતાના કર અને રનબીરને પ્રેમ નથી કરતી તે માત્ર આકર્ષણ અનુભવતી હશે.તે મારા પ્રેમમાં જરૂર પડશે.તેણે મને પ્રોમિસ આપ્યું છે કે તે મારી સાથે લગ્ન જરૂર કરશે.બસ મમ્મી એક નાનકડું નાટક કરવાનું છે."આટલું કહીને કબીરે એમ્બ્યુલન્સ બોલાવી અને પોતાની સાજી માઁને હોસ્પિટલ લઇ ગયો.થોડીક જ વારમાં કાયના અને તેનો પુરો પરિવાર હોસ્પિટલમાં આવી ગયો.તેમને જોઇને જ કબીરે પોતાનું નાટક શરૂ કર્યુ.
તે સીધો ઘરના સૌથી મહત્વપૂર્ણ અને ભાવુક વ્યક્તિ પાસે ગયો એટલે કે જાનકીદેવી.તે તેને વળગીને રડવા લાગ્યો.
"દાદી,મારી મમ્મી તેને હાર્ટ એટેક આવ્યો.જ્યારથી તેણે જાણ્યું કે લગ્ન પોસ્ટપોન થયા છે તે ચિંતામાં હતી.એક જ્યોતિષે તેને કહ્યું હતું કે જો આ લગ્ન નિયત મુહૂર્તમાં નહીં થાય તો ક્યારેય નહીં થાય.બસ આ જ વિચારોમાં તેને છાતીમાં દુખાવો ઉપડ્યો.મમ્મીને કઇ થઇ ગયું તો હું શું કરીશ?"કબીર જાનકીદેવીને ગળે વળગીને રડતા રડતા બોલ્યો.
કુશ,શ્રીરામ શેખાવત,કાયના અને રનબીર આઘાત પામ્યા.
"દાદી,મારી મમ્મીને જો કઇ થઇ ગયું હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું.તેનું મારા લગ્ન જોવાનું સ્વપ્ન અધુરુ રહી જશે.દાદી..મારી મમ્મીનુ એક જ સ્વપ્ન હતું મારા લગ્ન જોવા,મારા બાળકોને રમાડવા બસ.કદાચ તેના જીવનની આ ઇચ્છા ક્યારેય પુરી નહીં થાય."કબીરના એક એક વાક્યો કાયનાને ચાબખાની જેમ વાગતા હતા.
*****
કિનારા અને લવ સવારે પાટિલ સાથે ફેક્ટરી જવા નીકળતા હતા.કિનારાએ પાટિલને વધુ સાવચેત રહેવા કહ્યું.તે જ સમયે રીમાબેન અને રમેશભાઇ આવ્યાં તે પણ ગામવાળાના વેશમાં હતા.
"રમેશભાઇ,તમે અહીં આવવાનું રિસ્ક કેમ લીધું?"લવે પુછ્યું.
"સર,હવે આગળ શું કરવાનું છે? અમે આસપાસના બધાં જ ગામડમાં તપાસ કરી પણ અમને અદા અને વિશાલભાઇનો અતોપતો ના મળ્યો."રીમાબેને પુછ્યું.
"હા મેડમ,શક્યતઃ બધી જ જગ્યાએ તપાસ કરી."રમેશભાઇએ પુછ્યું.
કિનારા વિચારમાં પડી ગઇ.તેણે પુછ્યું,"રમેશભાઇ રીમાબેન,તમે અહીંથી જતા રહો.મતલબ આ ગામડામાંથી જતા રહો."કિનારા હસીને બોલી.
"દુર્ગા,કેમ હસે છે?"લવે પુછ્યું.
"તમે અદાનું પિયર વાળું ગામ અને તેના પહેલા પતિના સાસરાવાળા ગામમાં તપાસ કરો.તમે બંને એક એક જગ્યાએ વ્હેંચાઇ જજો.મને વિશ્વાસ છે કે તમને કોઇક ક્લુ જરૂર મળશે અને જો તમને અદા મળે તો તેને પકડવાની નથી.આપણે તેને કિડનેપ કરવાની છે.તો જ આપણે આ અસલી કે નકલી રોમિયોનું રહસ્ય જાણી શકીશું."કિનારાએ કહ્યું.
"મેડમ,તમને હજી શંકા છે કે આ રોમિયો નથી?"રીમાબેને પુછ્યું.
"હા,કેમ કે રોમિયો આટલા સમય નિષ્ક્રિય બેસે અને છુપાયેલો રહે તે તેની આદત અને સ્વભાવ નથી પણ જ્યારે તે દિવસે તેણે મને સ્પર્શ કર્યો હતો મને એક ધિક્કારની લાગણી થઇ હતી જે રોમિયોના સ્પર્શ જેવી હતી."કિનારાએ કહ્યું.
તે બધાં પોતપોતાની મંઝીલ પર નીકળી પડ્યાં.રીમાબેન અને રમેશભાઇએ કિનારાના કહ્યા મુજબ એક એક ગામ વહેંચી લીધું.રમેશભાઇ જે જગ્યાએ ગયા હતાં.ત્યા તેમણે એક ઘરમાં રહેવા માટે આશરો શોધી લીધો.તે પૂરા ગામમાં ફર્યા અચાનક તેમને એક જગ્યાએ રોમિયોનો નાનો દિકરો દેખાયો.જે વેશ બદલીને રહેતો હતો પણ તે તેમને ઓળખી ગયા.તે આઘાત પામ્યા.
"વાહ,મેડમની શંકા સાચી નીકળી.આનો પીછો કરું તો તેની માઁ મળી જશે મને."રમેશભાઇએ આટલું કહીને અદાના દિકરાનું ધ્યાન ના જાય તે રીતે તેનો પીછો કર્યો.તેજે ઘરમાં ગયો તે રમેશભાઇ માટે ખૂબજ આશ્ચર્યજનક હતું.તે ઘરના પાછળના ભાગમાં જઇને તેમણે એક રૂમની બારીમાં પડેલી તીરાડમાંથી જે દ્રશ્ય જોયું તે જોઇને તેમના પગ થીજી ગયા જાણે.
અદા રોમિયોની બાહોંમાં હતી અને તેને પ્રેમથી ગળે લગાવીને બેસી હતી.
"હે ભગવાન,આ શું ચાલી રહ્યું છે બધું?કશીજ ખબર નથી પડતી.આ રોમિયો,અદા અને તેમના દિકરાઓ શું ગડબડ કરે છે?જલ્દી મેડમને અને મુંબઇ જણાવવું પડશે."આટલું કહીને રમેશભાઇ જવાની તૈયારીમાં હતા પણ તેમનાથી પાછળ રાખેલા ખાલી વાસણો પડી ગયા.જે અવાજથી રોમિયો અને અદા સચેત થઇ ગયા.
અદા અને રોમિયોનું શું સત્ય છે?
શું રમેશભાઇ પકડાઇ જશે?
કબીરના નાટકની શું અસર થશે?
જાણવા વાંચતા રહો.