Wanted Love 2 - 79 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--79

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--79


( કાયના અને રનબીરને એક મેગા બજેટના મૂવીમાં કોરીયોગ્રાફર તરીકે કામ કરવાની તક મળે છે.કુશ વિશાલભાઇનું બહાનું બનાવીને કબીર અને કાયનાના લગ્ન પોસ્ટપોંડ કરે છે.લવને સાત દિવસનો ચાન્સ મળ્યો રોમિયોની સાથે કામ કરવા માટે.તેના અને કિનારા પર રોમિયોના માણસ ધ્યાન રાખે છે.કિનારા રનબીર અને કાયના વિશે ખબર પડતા ખુશ થાય છે.પણ રનબીર રોકીનો દીકરો છે તે જાણીને આઘાત પામી)

કિનારાની આંખો સમક્ષ તેનું બાળપણ ,તેના દાદીનો મમતાભર્યો ચહેરો અને રોકીની તમામ હરકતો તાજી થઇ ગઇ.તેના કારણે તેની આંખમાં આંસુ આવી ગયા.તેને રોકી પર ગુસ્સો આવ્યો.

"કિનારા,શું થયું ?બાળપણનો સમય અને ભૂતકાળની વાતો તાજી થઇ ગઇ?કિનારા આપણે હમણાં જ રોકીને મળ્યા.તે કેટલો બદલાઇ ગયો છે?જે રીતે તેણે શિનાની મદદ કરી પોતાની ઈજ્જત દાવ પર લગાવી તે વાત આશ્ચર્ય પમાડનાર હતી.કિનારા તે બદલાઇ ગયો છે હવે.તે પોતે તેના દિકરા અને નેહાને શોધે છે."લવે કિનારાને આશ્વાસન આપતા કહ્યું.

"લવ,તે જે કહ્યું તે વાત સાચી છે.તે વખતે વાત લવભાઇ અને શિનાની હતી પણ આ વખતે વાત મારી દિકરીની છે.હું રોકીના દીકરા સાથે મારી દિકરીના લગ્ન ના કરાવી શકું."કિનારાએ મક્કમતા પૂર્વક કહ્યું.

"વાહ કિનારા,આ તો ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય.જો તું રોમિયોનું લોહી એટલે કે તેની દિકરીને પોતાની વહુ તરીકે સ્વિકારી શકે કે જે એક ખતરનાક આતંકવાદીની દિકરી છે,તો રોકીના દિકરાને જમાઇ તરીકે કેમ ના સ્વિકારી શકે?"લવે કિનારાની વાતનો વિરોધ કરતા કહ્યું.

"લવ,અદ્વિકા ભલે રોમિયોની દિકરી હોય પણ તે શિનાના સંસ્કાર સાથે ઉછરી છે."કિનારાએ કહ્યું.

"હા તો?રનબીર એકદમ ખાનદાની છોકરો છે.એકદમ વિન્રમ,સંસ્કારી અને પ્રેમાળ.તે કાયનાનો સાથ ગમે તે સંજોગોમાં નિભાવશે.તને યાદ છે પેલા જ્યોતિષી આચાર્યની વાત કે કાયનાના જીવનમાં ખૂબજ તકલીફ અને સંઘર્ષ છે પણ એક બહાદુર યોદ્ધો જે તેના જીવનમા અાવશે અને તેને બચાવશે.તે બહાદુર યોદ્ધો રનબીર જ છે.

એક વાત ના ભુલીશ કિનારા કે રનબીરમાં રોકીનું લોહી જરૂર છે પણ તેનામાં નેહા અને રાજીવઅંકલનો શ્રેષ્ઠ ઉછેર છે."લવે ધારદાર દલીલ કરી.

લવની વાત પર કિનારા વિચારમાં પડી ગઇ.બરાબર તે જ સમયે જે માણસ તેમનો પીછો કરી રહ્યો હતો.તેણે તેના બોસને ફોન કર્યો.
"સાહેબ,હું કંટાળી ગયો.આ લોકો પર શંકા કરવા જેવું કશુંજ નથી.પેલો બુઢ્ઢો બહાર ખાટલો નાખીને સુઇ ગયો છે અને તે બંને માણસ અંદર છે."

"ના જો ભાઇનો ખાસ આદેશ છે કે આ ત્રણેય પર નજર રાખવાની છે.આપણા ધંધામાં કોઇનો વિશ્વાસ ના કરાય.ના કરે ને આ લોકો પોલીસના કે એન.સી.બીના માણસો નીકળ્યા તો આપણે ભરાઇ જઇશું.તું એક વાર બારીમાંથી જો તે બંને પતિપત્નીની જેમ સુઇ રહ્યા છે કે અલગ અલગ છે?

જો તે પોલીસના માણસ હશે ને તો અલગ અલગ સુઇ રહ્યા હશે.જો તને બિલકુલ શંકા જેવું લાગેને તો હું તને ઓર્ડર આપું છું કે તેમને ત્યાં જ ખતમ કરી દેજે." બોસે તે માણસને કહ્યું.

તે માણસ ધીમે પગલે બહાર સુતેલો બુઢ્ઢો ઉઠે નહીં તે રીતે આગળ વધ્યો.
અહીં લવ અને કિનારા વાતો પતી જતા સુઇ ગયા હતા.કિનારા જમીન પર સુઇ ગઇ હતી અને લવ નાનકડા પલંગ પર સુઇ ગયો હતો.તેનું મન આગળ કેવીરીતે રોમિયોના માણસો પાસેથી માહિતી કઢાવવી તે વિચારમાં હતું જેથી તે સુઇ નહતો શક્યો.તેને અચાનક બારીની બહાર કોઇનો પડછાયો આગળ વધતા દેખાયો.તે ફટાફટ કિનારા પાસે ગયો તેને ખેંચીને પલંગ પર સુવડાવી અને તે પણ તેની બાજુમાં સુઇ ગયો.કિનારા આઘાત પામી.તે કઇ બોલવા જાય તે પહેલા લવે તેના મોંઢા પર હાથ મુકી દીધો.તે માણસ ત્યાં આવ્યો તેણે બારીની અંદર જોયું.તેના ચહેરા પર એક લુચ્ચું સ્માઇલ આવ્યું અને જતો રહ્યો.તેણે તેના બોસને જણાવ્યું અને જતો રહ્યો.

અહીં થોડીક વાર એમ જ રહ્યા પછી તેણે કિનારાના મોઢા પર હાથ રાખીને બારી બહાર જોયું.તેને વિશ્વાસ થતાં કે તે માણસ જતો રહ્યો છે પછી તેણે કિનારાના મોંઢા પર હાથ હટાવ્યો.અહીં કિનારા લવની આ હરકત પાછળનું કારણ સમજી ગઇ હતી.

"તું કઇપણ બોલે તે પહેલા હું તને સોરી કહેવા માંગુ છું."લવ કઇ બોલવા જાય તે પહેલા કિનારા બોલી,"હું સમજી ગઇ લવ.તું સફાઇ ના આપીશ.મને તારા ઈરાદા અને ઇમાનદારી પર શંકા નથી.તે આજે આ ના કર્યું હોત તો આપણે ત્રણેય મૃત હોત."

લવે ફોન કરીને આ વાત કુશને જણાવી.
"કુશ ,આઇ એમ સોરી પણ મારી પાસે બીજો કોઇ ઉપાય નહતો.હું સાચું કહું છું મે અમારા ત્રણેયનો જીવ બચાવવા માંગતો હતો."લવ પોતાની વાતની સફાઈ આપી રહ્યો હતો.
"લવ લવ,થેંક યુ.તે જે કર્યું તે બરાબર હતું.થેંક યુ સો મચ મારા ભાઇ અને મારી પત્નીનો જીવ મારા માટે ખૂબજ મહત્વનો છે.મને તારા પર અને કિનારા પર મારી જાત કરતા પણ વિશ્વાસ છે.તમારા બંનેની ટીમ જોરદાર છે.મને વિશ્વાસ છે કે આ મિશન તમે જલ્દી જ પૂર્ણ કરશો."કુશે ફોન મુક્યો.

"મારો પાગલ પાર્ટનર."આટલું કહીને કિનારાએ લવને એક હગ આપ્યું.
"સુઇ જા."લવે કહ્યું.

*********

રનબીર અને કાયનાની ફાઇનલ એકઝામ શરૂ થઇ ગઇ હતી.એક પછી એક તેમના પેપર્સ ખતમ થઇ રહ્યા હતાં.રનબીરે આ પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ થવા માટે પોતાનો જીવ લગાવી દીધો હતો.કુશે પણ તેને ભણવામાં ખૂબજ મદદ કરી.

રનબીર માટે આ પરીક્ષા જીવન અને મરણનો સવાલ હતો.પોતાના અસ્તિત્વનો સવાલ હતો.પોતાના અસ્તિત્વ વિશે જાણવાનો એકમાત્ર રસ્તો હતો.

અંતે પરીક્ષા પતી ગઇ હતી.રનબીર પોતાના પરીક્ષાના પરિણામ માટે ખૂબજ આશાસ્પદ હતો.તે સિવાય તેની સાથે કઇંક એવું થયું કે જે તેના માટે એક સુખદ આશ્ચર્ય સમાન હતું.તેના એક અંગત શોખને કારણે તેને એક નવી તક મળી હતી.તેની ડાયરી લખવાના શોખને કારણે તેને નવી તક મળી હતી.અનાયાસે તેની તે ડાયરીના અમુક અંશો તેણે સોશિયલ મીડિયા પર મુક્યા હતા.જે એક પબ્લિશરને પસંદ આવતા તેમણે તેને છપાવવાનું નક્કી કર્યું.

અહીં કાયનાએ પણ એલ્વિસ સાથે મળીને તે પ્રોડ્યુસરને મળીને કોન્ટ્રાક્ટ પેપર્સ સાઇન કરી દીધાં હતા.રનબીર તેમા તેને આસિસ્ટન્ટ તરીકે મદદ કરવાનો હતો.તેણે તેનું નામ કોન્ટ્રાક્ટ પેપર્સ માથી બહાર રખાવ્યું.તે ઇચ્છતોહતો કે કાયનાનું આ સ્વપ્ન તેના દમ પર પૂર્ણ થાય.

રનબીર અને કાયના,એલ્વિસની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં જતા હતાં.જ્યાં તેને ડેનિશ મળ્યો.
"કાયના દીદી,તમને કઇંક કહેવું હતું.તમારી સાથે જે દુર્ઘટના ઘટી તેની પાછળ આપણી જ એકેડેમીના કોઇ માણસનો હાથ છે અને કદાચ તે તમારી જ ટીમમાંથી કોઇ એક છે."આટલું કહીને ડેનિશ જતો રહ્યો.

"કોણ હોઈ શકે છે તે ,રનબીર?"કાયનાએ પુછ્યું.

"મારી પાસે આઇડિયા છે કાયના.આપણે તે ચેમ્પીયનશીપના દિવસના બધાં વીડિયો અને તે ઓડિટોરિયમના સીસીટીવી ફુટેજ ચેક કરીએ તો?કઇંક હિન્ટ તો મળી જશે." રનબીરે કહ્યું .

કાયના અને રનબીરે તેમના તે તમામ પરફોર્મન્સ દિવસના ફોટોગ્રાફ્સ,વીડિયો અને સીસીટીવી ફુટેજ મંગાવ્યા.જે દિવસે તેમની સાથે ગડબડ થઇ હતી.
તે બધાંમાંથી કશુંજ ખાસ જાણવા ના મળ્યું.
અંતે ફિનાલે દિવસના એક ફોટોગ્રાફમાં કઇંક એવું દેખાયું કે તેમને બધું જ ખબર પડી ગઇ.તે સિવાય કિઆન પાસેથી જાણવા મળ્યું હતું કે અંશુમાનને તેમણે કેવીરીતે માર્યા હતાં.

"વાઉ,મને વિશ્વાસ નથી આવતો.આ લોકો એક થઇને આવું કામ કરી શકે.હવે એક એકને હું સીધા કરીશ."કાયના ગુસ્સામાં બોલી.

******
કબીર જ્યારથી બિઝનેસ ટ્રીપ પરથી પાછો આવ્યો અને તેના લગ્ન પોસ્ટપોન થયા ત્યારથી તે ખૂબજ તણાવમાં રહેતો હતો.કાયનાની પરીક્ષા હોવાના કારણે તે તેને મળી પણ નહતો શક્તો.

તે સરખી રીતે જમતો નહતો કે સરખું ઊંઘતો નહતો.એક દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર કબીરની મમ્મીએ તેને કહ્યું,"કબીર,લગ્ન કેન્સલ નથી થયા,લગ્ન માત્ર પોસ્ટપોન થયા છે.તેમા તું આવું વર્તન કેમ કરે છે?તારો હેન્ડસમ ચહેરો કેવો કરમાઇ ગયો છે."

"મમ્મી,હું કાયનાને ખૂબજ પ્રેમ કરું છું.મમ્મી,કાયના કમાલની છોકરી છે.હું તેને જોઇને જ તેના પ્રેમમાં પડી ગયો હતો. મમ્મી,મારે કાયના લગ્ન કરવા છે.જે તારીખ નક્કી થઇ છે તેમાં જ."કબીર ગુસ્સામાં બોલ્યો

"કબીર,બેટા તારા સાસુના પિતા જેમને તે લોકો મૃત સમજતા હતા તે જીવે છે.આ વાત એક દિકરી માટે બહુ મોટી કહેવાય.તે બધાં પાછા આવી જાય પછી થવાના જ છે લગ્ન."કબીરની મમ્મીએ કહ્યું.

કબીરને તેની મમ્મીની વાત પર ગુસ્સો આવ્યો તેણે ડાઇનીંગ ટેબલ પરથી પ્લેટ્સ અને બાકી બધું જેમ કે ફુલદાન અને શોપીસ પછાડ્યાં.
"હું કશુંજ નથી જાણતો મારે લગ્ન કરવા છે.મમ્મી,તમે કોની સાઇડ છો?"
"કબીર,આ શું પાગલપન છે?લગ્ન થવાના છે બસ તેમા થોડો સમય લાગશે.તને ખબર નથી કે તારી મમ્મી હાઇબ્લડ પ્રેશર અને હાર્ટની પેશન્ટ છે."કબીરના પિતાએ ગુસ્સામાં કહ્યું.

"કબીર,આમપણ તેની ફિલ્મનું શુટીંગ શરૂ થશે પછી તેને તારા માટે સમય પણ નહીં મળે.તેનો આ સમય તે તેની કારકિર્દી પાછળ જ આપશે."કબીરની મમ્મીએ કહ્યું.

કબીર જે કાયનાના પ્રેમમાં પાગલ થયો હતો તે વિચારમાં પડી ગયો.
"મમ્મી,તમે તૈયારી શરૂ કરો.આ લગ્ન તો નિશ્ચિત તારીખે અને સમયે જ થશે.રહી વાત ફિલ્મની તો મે કઇંક એવું વિચાર્યું છે કે કાયના એક સામાન્ય હાઉસવાઇફ બનીને રહી જશે."કબીર આટલું કહીને હસ્યો.

"મમ્મી,હું ખરાબ નથી બસ પોતાનો પ્રેમ પામવા અને તેની પોતાની પાસે રાખવા થોડુંક આવું કરવું પડે.સોરી મમ્મી."કબીર બોલ્યો.

કબીરના ચહેરા પર સ્માઇલ આવી.

શું પ્લાન હશે કબીરનો આ લગ્નને નિયત સમયે કરાવવા માટે?
કાયના અને રનબીર શું કરશે આગળ?
જાણવા વાંચતા રહો.

Rate & Review

HETAL

HETAL 2 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Neepa

Neepa 7 month ago

Tejalvachhani

Tejalvachhani 8 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago