(લવના પ્લાન પ્રમાણે કિનારાએ રોમિયોની ફેક્ટરી પર જવાનું ચાલું રાખ્યું જેથી તે રોમિયોના ડ્રગ્સના બીજા ઠેકાણા વિશે જાણી શકે.લવ કિનારાના મિશનમાં પાર્ટનર તરીકે જોડાઇ ગયો.કુશે શિવાની અને જાનકીદેવીને ધમકી આપીકે લવ અને કિનારાના સંબંધ પર આંગળી ઉઠાવી તો તે તેના પરિવાર સાથે ઘર છોડીને જતો રહેશે.બરાબર તે જ સમયે પહેલા કબીર અને પછી ફુલોના બુકે સાથે એલ્વિસ આવે છે.)
"એલ્વિસ બેટા,વેલકમ વેલકમ.કેમ છે તું?"શ્રીરામ શેખાવતે ઉમળકાભેર તેનું સ્વાગત કર્યું.
એલ્વિસ તેમને પગે લાગીને બોલ્યો,"દાદુ,હું ઠીક છું."
"એલ બેટા,કિઆરા તો નથી.તો આ ફુલો તારે મને જ આપવા પડશે."શ્રીરામ શેખાવતની વાત પર બધાં જ હસી પડ્યાં.
"હા તો દાદુ,આ ફુલો તેના માટે નથી.તેના માટે તો આખો બગીચો હાજર છે.આ ફુલો મારી ફેવરિટ કાયના માટે છે."આટલું કહીને એલ્વિસ કાયના પાસે ગયો.તેને ફુલો આપ્યાં અને તેને ગળે લગાવી.
"કોન્ગ્રેચ્યુલેશન કાયના એન્ડ રનબીર,માય ફેવરિટ સ્ટુડન્ટ."તે બોલ્યો.
"એલ વાત શું છે?"કાયનાએ પુછ્યું.તે ડરી ગઇ હતી કે એલ્વિસ તેના અને રનબીરના સંબંધ વિશે કઇ બોલી ના દે.
એલ્વિસ સીધો કુશ પાસે ગયો.
"અંકલ અભિનંદન,કાયના અને રનબીરને એક મેગા બજેટ મુવી મળી છે.તે બંને તે મુવીના બધાં સોંગ્સ કોરીયોગ્રાફ કરશે.અંકલ,તમે પ્રવિણ સીંગાનું નામ સાંભળ્યું છે?આ તેમનો ડ્રિમ પ્રોજેક્ટ છે.જેમા મોટા મોટા સ્ટાર લિડ રોલમાં છે.એક હિસ્ટોરીકલ લવસ્ટોરી છે.
અંકલ,આ મુવી માટે કાયના અને રનબીરનું નામ મે નથી સુચવ્યું.પ્રવિણ સીંગા સામેથી મારી પાસે આવ્યાં હતા.તે કાયના અને રનબીરના ડાન્સ અને તેમના પરફોર્મન્સથી એટલા પ્રભાવિત હતા કે તે તો મને સાઇનીંગ એમાઉન્ટનો ચેક અને કોન્ટ્રાક્ટ પેપર્સ આપીને ગયાં."એલ્વિસ અતિશય ઉત્સાહ સાથે બોલતો હતો.
કાયના અને રનબીર ખૂબજ ખુશ હતા.અન્ય બધાને આ વાત કોઇ સ્વપ્ન સમાન લાગી રહી હતી.કુશની આંખમાં પોતાની વ્હાલસોયી કાયના માટે ગર્વના આંસુ હતાં.
"વાહ,ધેટ્સ ગ્રેટ.કાશ કિનારા અહીં હાજર હોત તો તેને કેટલી ખુશી થાત."કુશે કહ્યું.
બધાં એકબીજાને અભિનંદન આપી રહ્યા હતા.તે લોકો ખૂબજ ખુશ હતા.સિવાય કબીર,તેના ચહેરા પર એક તો એલ્વિસના અહીં હોવાનો અણગમો અને એલ્વિસને પોતાના કરતા વધુ મહત્વ મળવનો અણગમો હતો.પોતે આ ઘરનો જમાઇ હતો.તે વાતનો અહેસાસ કરાવવા તેણે ખોંખારો ખાધો.બધાંનું ધ્યાન તેની તરફ ગયું.
"ડેડ,પણ આવતા અઠવાડિયાથી કાયના અને રનબીરની એકઝામ્સ છે.તેના પછી મારા અને કાયનાના લગ્ન છે.ત્યારબાદ અમે એક મહિનો વર્લ્ડ ટુર પર જવાના છીએ હનીમૂન માટે.તો આ કેવીરીતે શક્ય થશે?"કબીરે પોતાના ગુસ્સાને કાબુ કરી પ્રેમથી કહ્યું.
"અંકલ,કોઇપણ ન્યુકમર માટે આટલો મોટો,મેગા બજેટ પ્રોજેક્ટ મળવો તે અશક્ય છે.કાયના અને રનબીરને તે મળ્યો છે તો માત્ર પોતાના અદભુત ટેલેન્ટના દમ પર.મને નથી લાગતું કે આ ઓફર જતી કરાય."એલ્વિસે કબીરની વાતનો જવાબ કુશને આપ્યો.
"ડેડ,લગ્ન પણ તો જીવનમાં એક જ વાર થતાં હોય છે.આવા પ્રોજેક્ટ તો તેને બીજા ઘણા મળી રહેશે."કબીરે દલીલ કરી.
"અંકલ,લગ્ન ઠાલવી શકાય પણ આ પ્રોજેક્ટ નહીં કેમ કે આ પ્રોજેક્ટ નેક્સ્ટ મંથથી જ ફ્લોર પર જવાનો છે.અંકલ,મોટા મોટા કોરીયોગ્રાફર લાઇનમાં છે.પેલી કહેવત છે ને કે લક્ષ્મીમાઁ ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ના જવાય."એલ્વિસ અને કબીર હવે એક ઇનડાયરેક્ટ દલીલબાજીમાં ઉતરી ગયા.
બંને આ ઘર માટે મહત્વની વ્યક્તિ હતા.શ્રીરામ શેખાવત તે વાત સારી રીતે જાણતા હતા.
"કુશ અંકલ,કાયના હજી પણ તમારી જ દિકરી છે અને તેના લગ્ન થઇ જશે પછી પણ તે તમારી જ દિકરી રહેશે.તો એઝ ઓફ નાઉ,કાયનાના જિંદગીના નિર્ણય લેવાનો અધિકાર તમારો અને કિનારા આંટીનો છે.બીજા કોઇનો નહીં."આટલું કહીને એલ્વિસે ગુસ્સાભરી નજરે કબીર સામે જોયું.
"ડેડ,હવે તો તમે જ નિર્ણય લો કે કોની વાત સાચી છે."કબીરે કહ્યું.
"કબીર,આ લગ્ન નહીં થઇ શકે."કુશની આ વાતના પડઘા જાણે સમગ્ર ઘરમાં પડ્યાં.
"વોટ!કાયના તે મને પ્રોમિસ કર્યું હતું કે ગમે તે થાય તું મારી સાથે લગ્ન કરીશ.જો તે તારું પ્રોમિસ તોડ્યું તો હું જીવતાજીવ મરી જઈશ.મને કઇ થઇ ગયું તો તેની જવાબદાર તું હોઇશ.મને દુખી કરીને તું પણ ક્યારેય ખુશ નહીં રહી શકે."કબીરે કાયનાના ખભા જોરથી દબાવતા કહ્યું.કુશ અને રનબીરને કબીરની આ હરકત પર ગુસ્સો આવ્યો.
કુશે કબીરનો હાથ પકડીને કાયનાથી તેને અલગ કર્યો.
"મારી દિકરી મારો જીવ છે.તેની ખુશીથી વધારે મારા માટે કશુંજ નથી.જો તે મને કહેશે કે તેને આ લગ્ન નથી કરવા તો હું તેને કારણ પણ નહીં પૂછું અને લગ્ન તોડી દઇશ.
બીજી વાત,મારી આખી વાત સાંભળ.આ લગ્ન હાલમાં નહીં થઇ શકે."આટલું કહીને કુશે છેલ્લા અમુક દિવસોમાં જે થયું તે જણાવ્યુ.અદા વિશાલભાઇ એટલે કે કિનારાના પિતાને કિડનેપકરીને રાખ્યા છે અને કિનારા તેમને શોધવા ગઇ છે તે.
"કબીર,જ્યાંસુધી વિશાલડેડીજી નહીં મળે ત્યાંસુધી કિનારા અહીં પાછી નહીં આવે.એક વાર તે મળી ગયાં અને તે ઠીક થઇ ગયાં પછી જ આ લગ્નની વાત આગળ વધશે.આમપણ કાયનાના લગ્ન કરાવવાનો નિર્ણય કિનારાનો હતો.મને લાગે છે કે મારી દિકરી હજી નાની છે.તેને સમયની જરૂર છે આટલા મોટા સંબંધમાં બંધાવવા માટે."કુશની વાત સાંભળીને કબીર સોરી કહીને જતો રહ્યો.
જાનકીદેવી કે શિવાની કઇ બોલવા જાય તે પહેલા શ્રીરામ શેખાવતે કુશને તેનો નિર્ણય બરાબર છે તેમ કહીને આ નિર્ણયને અંતિમ ગણાવ્યો.વિશાલભાઇનું નામ આવતા જાનકીદેવી નરમ પડી ગયાં.એલ્વિસ કાયના અને રનબીરને એકવાર મીટીંગ કરવાનું કહીને ગયો.બાકી શુટીંગ તેમની એકઝામ પછી શરૂ થવાનું હતું.
હાલ પુરતા આ લગ્ન ટળી ગયાં હતા પણ આગળ કુશ પોતે શું કરશે?તે તેને પણ નહતી ખબર.
*****
રોમિયોને જોઇને લવની બુદ્ધિ બહેર મારી ગઇ.આવું કેવીરીતે શક્ય થાય તે વિચારવામાં તેનું ધ્યાન ના ગયું કે તેનું મોઢું ખુલ્લું છે.
કિનારા લવને જોઇ રહી હતી.
"હે ભગવાન,મોઢું બંધ કર લવ,નહીંતર પકડાઇ જઇશું."
અચાનક પાટિલે કઇંક નીચે પાડ્યું જેના કારણે લવનું ધ્યાન તેના પર ગયું અને તે સામાન્ય થયો.
અહીંનો જે મુખ્ય આતંકવાદી હતો તે વિચારી રહ્યો હતો કે રોમિયોભાઇ રોજ રોજ અહીં નથી આવતા તો આજે કેમ ફરીથી આવ્યા?
રોમિયો પોતાની કેબિનમાં જતા પહેલા એક નજર મીના ઉર્ફે કિનારા પર નાખતો ગયો.એક માણસ અંદર ગયો તેણે રોમિયોને કઇંક કહ્યું.
અંતે લવને રોમિયોએ અંદર બોલાવ્યો.
"તો તું છે મીનાનો વર?"
"હા સાહિબ,મને કામની બહુ જરૂર છે.કઇપણ કામ કરી લઇશ.મહેરબાની કરો સાહિબ.મને કામ આપી દો."
રોમિયોએ કઇંક રહસ્યમય રીતે તેની સામે જોયું પછી તેણે કઇંક વિચાર્યું અને કહ્યું,"હમણાં થોડા દિવસ આ માણસો જેમકહે તેમ કર.એક અઠવાડિયા પછી હું તેમને તારો રિપોર્ટ પુછીશ જો તે મને બરાબર લાગ્યો તો તને કામ મળશે."
લવ બહાર જતો રહ્યો.રોમિયોએ તેના ખાસ માણસને કહ્યું કે તે આ લોકો પર નજર રાખે.
લવ કિનારા અને પાટિલ રાત્રે ઘરે આવતા હતા.આજે આખો દિવસ લવને વૃદ્ધો પર નજર રાખવાનું કામ આપવામાં આવ્યું.તેને હજી તે લોકોનો વિશ્વાસ જીતવાનો હતો અને પછી તેમની પાસેથી માહિતી કઢાવવાની હતી.
લવ કિનારા અને પાટિલ ચાલતા ચાલતા જઇ રહ્યા હતાં.અચાનક કિનારાને ધ્યાન ગયું કે કોઇ તેમનો પીછો કરી રહ્યું છે.
"લવ,મારા ખભા પર હાથ મુક અને એવી રીતે વર્ત કે તું મારો પતિ છે.પાટિલ ચુપ રહેજો અને પાછળ ફરીને ના જોતા."કિનારાએ ધીમેથી કહ્યું.
લવે કિનારાનો હાથ પકડીને તેને પોતાની નજીક ખેંચી અને તે લોકો ઘરે ગયાં.તે માણસ જે તેમનો પીછો કરી રહ્યા હતાં.તે ત્યાં જ ઘરની નજીક બેસી ગયો.તે લોકો ઘરે ગયાં.કિનારાએ સાદી ખિચડી અને કઢી બનાવ્યાં.
"લવ તે માણસ જતો રહ્યો હવે તેની જગ્યાએ કોઇ બીજું આવી ગયું છે.તે લોકોને આપણા પર શંકા ગઇ છે.આપણે એવી રીતે વર્તવું પડશે કે આપણે પતિપત્ની છીએ."કિનારાએ કહ્યું.
પાટિલ બહાર ખાટલો નાખીને સુઇ ગયો.જ્યારે લવ અને કિનારા તે રૂમમાં હતાં.
"લવ,બધાં કેમ છે?કુશ કાયના.મને કહેને."કિનારાએ જમીન પર સુતા સુતા પુછ્યું.
લવ ઉપર ખાટલા પર સુઇ રહ્યો હતો.તેણે રનબીર અને કાયનાની કોમ્પીટીશન વિશે,કાયનાની ઈજા વિશે.તેમના પરફોર્મન્સ વિશે અને તેમને મળેલી જીત વિશે કહ્યું.
"એક સરપ્રાઇઝ છે તારા માટે."લવે કહ્યું.
"તે શું છે?"કિનારાએ પુછ્યું.
"કાયના અને રનબીર એકબીજાને પ્રેમ કરે છે."આટલું કહી લવે તેને તમામ વાત જણાવી.
"વાઉ,મને વિશ્વાસ નથી થતો કે તે બંને એકબીજાને પ્રેમ કરે છે.મને કાયના વિશે તો ખબર હતી પણ રનબીર વિશે નહતી ખબર.પણ કબીર સાથેના લગ્નનું શું થશે?"કિનારાએ ચિંતા વ્યક્ત કરી.
"તું ચિંતા ના કર કુશ સંભાળી લેશે.એક બીજી વાત કહેવી હતી.ખબર નહીં તેના પર તું કેવી પ્રતિક્રિયા આપીશ?"લવે કહ્યું
"તે શું છે?"કિનારાએ પુછ્યું.
"રનબીર રોકી અને નેહાનો દિકરો છે.જો કે આ વાત તેને નથી ખબર કે તેનો પિતા રોકી છે."લવે કહ્યું
કિનારાની આંખો આઘાત સાથે પહોળી થઇ ગઇ.
શું લવ રોમિયોના માણસો પાસેથી વાત જાણવામાં સફળ થશે?
આ નવી તક રનબીર અને કાયનાના જીવનમાં શું ફેરફાર લાવશે?
જાણવા વાંચતા રહો.