Wanted Love 2 - 77 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--77

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--77


(રમેશભાઈ રોમિયોના ગામ જઇને તપાસ કરે છે જેમા તેમને રોમિયો અને તેના જોડિયા ભાઇનું રહસ્ય ખબર પડે છે.આ બધું કિનારા લવ અને કુશને જણાવે છે.કુશ કમીશનર સાહેબ,ગુજરાત અને મુંબઇ એ.ટી.એસ.ચીફ અને એન.સી.બી હેડને જણાવે છે.તે કિનારાને સપોર્ટ કરવા તૈયાર છે પણ લવ ના પાડે છે.)

લવની વાત પર કિનારા આઘાત પામી.
"લવ,તને મારા પર વિશ્વાસ નથી?"કિનારા અત્યંત આઘાત સાથે બોલી.

"તારા પર મને મારી જાત કરતા વધ‍ારે વિશ્વાસ છે.તું મારી દુર્ગા છે અને તારા પર મારી જાત કરતા વિશ્વાસ કરું છું.ધ્યાનથી મારી વાત સાંભળો બધાં.
રોમિયો જીવે છે આ વાત આપણે હજી હમણાં જ જાણી શક્યાં.આટલા સમયમાં તેણે તેનું ડ્રગ્સનું સામ્રાજ્ય કેટલું ફેલાવી દીધું હશે?"લવે કહ્યું.

"યસ,હું સમજી ગયો.સર,લવ એવું કહેવા માંગે છે કે કિનારા અને પાટિલ હજી ત્યાં ફેક્ટરી પર વેશબદલીને જાય.જેથી તેમના ડ્રગ્સના વધુ ઠેકાણા જાણી શકાય."કુશે કહ્યું.

લવે તેની વાત કાપતા કહ્યું,"સર,હું ઇચ્છું છું કે અમારા સસપેન્શન ઓર્ડર કેન્સલ કરવામાં આવે અને મને અને કિનારાને આ મિશન એસાઇન કરવામાં આવે.કુશ,હું કિનારા એટલે જે વેશ ધરીને તે રોમિયોના અડ્ડે જાય છે ત્યાં હું તેના પતિ તરીકે જઇશ.જેથી કિનારાની સુરક્ષાનું ધ્યાન રાખી શકાય.હું વધુ માહિતી એકઠી કરી શકું."લવે કુશની સામે જોતા કહ્યું.

કુશે હસીને માથું હકારમાં હલાવ્યું.
"કમીશનર મિશ્રા,હું ઇચ્છું છું કે તમે કિનારા અને લવના સસપેન્શન ઓર્ડર કેન્સલ કરો.હું કુશના સસપેન્શન ઓર્ડર પાછા લઇ રહ્યો છું."મુંબઇ એ.ટી.એસ ચીફે કહ્યું.

"ઠીક છે.કિનારા તારી બહાદુરી અને સ્માર્ટનેસ પર મને કોઇ શંકા નથી.હું તારા પર ફરીથી વિશ્વાસ રાખીને તારા અને લવના સસપેન્શન ઓર્ડર પાછા લઉં છું."કમીશનર સાહેબે કહ્યું.

"થેંક યુ સર."કિનારાના ચહેરા પર ચમક આવી.
"મારી પાસે એક પ્લાન છે."કુશ બોલ્યો.

"એ શું છે,કુશ?"ગુજરાત એ.ટી.એસ ચીફે પુછ્યું.

"સર,‍અા મિશન વોન્ટેડ લવ ૨ હશે.આપણો ટાર્ગેટ રોમિયો અને તેના ફેલાયેલા ડ્રગ્સના સામ્રાજ્ય વિશે જાણવાનું અને તેને ખતમ કરવાનું રહેશે.કિનારા અને લવ વેશ બદલીને પતિપત્ની તરીકે તે ફેક્ટરી પર જશે અને તેમના અડ્ડાઓ વિશે અને સામ્રાજ્ય વિશે વધુ જાણશે.

તે સાથે એન.સી.બીની અને એ.ટી.એસની ટીમ પણ ત્યાં આસપાસ જ રહી તેમને સપોર્ટ કરશે.કિનારા તે રોમિયો પાસેથી લીધેલા રૂપિયાની સીરીઝ નંબર પરથી જાણી શકાશે કે તે ક્યાંથી આવેલા છે.
રોમિયોના આ ડ્રગ્સના સામ્રાજ્યમાં સમાજનાં ઘણાબધા મોટા અને નામચીન લોકો પણ હશે.તેમને પણ આપણે પકડવાનાં છે."કુશે કહ્યું.

"વેલડન કુશ-લવ અને કિનારા,મને તમારા ત્રણેય પર ગર્વ છે.કુશ તારો પ્લાન અને લવ તારો વિચાર ખૂબજ સરસ છે.ચિંતા ના કરો અમારી ટીમના અન્ય જાંબાઝ ઓફિસર તમને મદદ કરવા તે સ્થળ પર આવી જશે."ગુજરાત એ.ટી.એસ ઓફિસરે કહ્યું.

"એન.સી.બીની ટીમના બાહોશ ઓફિસર પણ આ મિશનમાં તમારી સાથે છે."એન.સી.બી ઓફિસરે કહ્યું.

"સર,હું કાલે સવારે જ નીકળી જઇશ."લવે કહ્યું.

કિનારા આજે ખૂબજ ખુશ હતી.અંતે તેમના પર લાગેલો આરોપ ખોટો સાબિત થવાનો હતો.તેમના સસપેન્શન ઓર્ડર પાછા લેવાયા હતા.તેનો ફેવરિટ મિશન પાર્ટનર લવ આવતીકાલે તેની સાથે હશે.તે તેને નિર્ણય પર મક્કમ હતી કે તે રોમિયો અને અદાને પકડીને જ રહેશે.

બીજા દિવસે સવારે લવની ફ્લાઇટની ટીકીટ બુક થઇ ગઇ હતી.તે બેગ પેક કરીને તૈયાર હતો.અહીં શિવાની ગુસ્સાના કારણે પુરી રાત સુઇ નહતી શકી.તેણે સવારે લવને બેગ પેક કરતા જોયો પણ તેણે તેની સાથે વાત કરવાનું ટાળ્યું.સવાર થતાં જ તેણે આ વાત જાનકીદેવી અને શ્રીરામ શેખાવતને કહી.

તેટલાંમાં જ લવ અને કુશ નીચે આવ્યાં.લવના હાથમાં બેગ જોઇને તે લોકો આશ્ચર્ય પામ્યાં.

"કુશ,આ શું કર્યું તે?શિવાની તારી ભાભી છે.કોઇ પોતાની ભાભી પર હાથ ઉઠાવે?"જાનકીદેવીએ ગુસ્સામાં મોટા અવાજે કહ્યું.તે સાંભળીને બધાં જ ત્યાં આવી ગયાં.

"હા,તે જો સંબંધની મર્યાદા ના જાળવે તો હું પણ ના જાળવી શકું.તે હંમેશાં લવ અને કિનારાના સંબંધ પર શંકા કરે છે.એક વાત સ્પષ્ટપણે સાંભળી લો.લવ અને કિનારાનો સંબંધ પ્રેમ અને દોસ્તીની વચ્ચે છે પણ તે પવિત્ર છે.

જો હવે તેણે આવી શંકા કરી કે આજ પછી કોઇએ કિનારાની વિરુદ્ધ વાત કરી તો હું મારા પરિવાર સાથે આ ઘર છોડીને જતો રહીશ.માઁસાહેબ અને પિતાજી મને મારી પત્ની અને ભાઇ પર પુરો વિશ્વાસ છે"કુશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"શિવાની,હું ગુજરાત જઈ રહ્યો છું,તે પણ કિનારા પાસે.ચિંતા ના કર,હું એક મિશન માટે જઉં છું.જલ્દી પાછો આવીશ.હું તને ફરીથી એકવાર કહીશ કે આઇ લવ યુ શિવાની.તારું અને કિયાનું ધ્યાન રાખજે."લવે આટલું કહીને શિવાની અને કિયાને ગળે લગાવી.તે એરપોર્ટ જવા નીકળી ગયો.

અહીં કિનારા લવને મળવા ખૂબજ આતુર હતી.તેને આજે બપોરે બાર વાગે ફેક્ટરી પર જવાનું હતું.જો લવ પહેલા આવી જાય તો તે આજથી જ લવને સાથે લઇને જઇ શકે.

બપોરના સાડા અગિયાર થવા આવ્યાં હતાં.લોકલ બસ માત્ર દસ મિનિટમાં આવવાની હતી.કિનારા અને પાટિલ તૈયાર હતા.લવ હજી સુધી આવ્યો નહતો.
"મેડમ,ક્યાં કરેંગે લવસર તો નહીં આયે?હમ જાયે?"પાટિલે કંટાળીને પુછ્યું.

"હા ચલો."કિનારાએ પોતાનો ઘુંઘટો ઓઢ્યો અને પટિલ સાથે બસ સ્ટેન્ડ જવા નીકળી.તેટલાંમાં જ એક લઘરવઘર દેખાતો માણસ આવ્યો.તે ખૂબજ લાંબો હતો.તેના વાળ ગંદા હતા અને તેમાંથી વાસ મારતી હતી.તેના મોઢા પર ખીલ અને વાગ્યાના ડાધા હતા.તેની આંખો મોટી અને લાલચોળ હતી.તેણે આવીને કિનારાનો હાથ પકડીને તેને જબરદસ્તી ગળે લગાડવાની કોશીશ કરી અને તેને ચુમવાની કોશીશ કરી.કિનારાને ગુસ્સો આવ્યો અને તેને એક લાત મારી પેટમાં અને ચહેરા પર મુક્કો માર્યો.કિનારા હજી તેને મારવાની હતી તેટલાંમાં તે બોલ્યો,"દુર્ગા,હું છું લવ."

"લવ,તું લવ છે?"કિનારાએ પુછ્યું.

"તને આ પુરી દુનિયામાં એક જ વ્યક્તિ દુર્ગા કહે છે અને તે હું છું.હું આ રૂપમાં એટલે આવ્યો કે હું સરળતાથી ઓળખાઇ જાઉં છું કે નહીં તે મારે જાણવું હતું."લવે કહ્યું.

"લવ ."આટલું કહીને કિનારાએ ઘુંઘટો ઉંચો કર્યો.તે ભાવુક થઇ ગઇ અને તેના ગળે લાગી ગઇ જોરથી.લવે પણ તેને જોરથી પોતાના ગળે લગાવી લીધી.લવે તેના કપાળને ચુમ્યું.

"ચલ જઇશું?"લવે કિનારાનું ઘુંઘટ સરખું કરતા પુછ્યું.

લવ,કિનારા અને પાટિલ તે ફેક્ટરી પર પહોંચ્યા.
મીનાબેન અને ગબાભાઈ સાથે એક હટ્ટાકટ્ટા પુરુષને જોઇને તે માણસો ભડક્યાં.આટલો બધો ડ્રગ્સનો જથ્થો એકસાથે જોઇને લવને આઘાત લાગ્યો પણ તેણે પોતાની જાતને સંભાળી લીધો.
"એ મીનાબેન,આ કોણ છે?‍આવીરીતે કોઇને પણ અહીં લઇને નહીં આવવાનું."એક આતંકવાદી જેવા દેખાતા માણસે પુછ્યું.

"સાહિબ,આ મારો ઘરવાળો છે.સાહિબ,બહુ દારૂ પીવે છે અને રખડે છે.તેને અહીં લઈ આવી કે તમે તેને પણ કામ અપાવી દો.મહેરબાની થશે સાહિબ."કિનારાએ નાટક કરત‍ા કહ્યું.

લવ મોઢું બગાડીને તે માણસ સામે જોયું.
"પણ તારા ઘરવાળાની દાનત હોય કામ કરવાની તેવું નથી લાગતું."તે માણસે કહ્યું.

"સાહિબ,મું તૈયાર છું કામ કરવા.ઈ બાને મારી ઘરવાળી પર ધ્યાન બી રાખી શકીશ.બહુ રૂપાળું બૈરું છે મારું."લવે નાટક કરતા કહ્યું.કિનારાને તેની બોલી પર અને વાત પર હસવું આવ્યું.તેણે માંડ માંડ હસવાનું ટાળ્યું.
"એમ જ તને કામ પર ના રખાય.જો આજે ' ભાઇ ' આવ્યાં તો તેમને મળીને જ નક્કી થશે કે તને કામ મળશે કે નહીં."તે માણસ બોલ્યો.

તેટલાંમાં જ એક માણસ બોલ્યો,"ભાઇ આવી ગયા."

તેટલાંમાં સફેદ કુરતો અને પાયજામો પહેરેલો પ્રૌઢ પણ હટ્ટોકટ્ટો પુરુષ અંદર આવ્યો.બધાં જે કામ કરતા હતાં તે છોડીને માથું નમાવીને ઊભા રહ્યા.લવની આંખોમાં આઘાત સાફ દેખાતો હતો.

"રોમિયો."તે બોલ્યો.
*******

અહીં જાનકીવીલામાં એક અજંપાભરી શાંતિ હતી.કુશ અને શિવાની વચ્ચે જે મહાભારત થઇ હતી તેમાં આજે જાનકીદેવી સ્પષ્ટપણે શિવાનીનો પક્ષના લઇ શક્યાં.કુશે આપેલી ધમકીની અસર દેખાઇ રહી હતી.લવ અને કિનારા એક ખૂબજ મોટા મિશન પર હતા અને તે રોમિયોને પકડવા ગયા છે.તે વાત કુશે ઘરમાં બધાંથી છુપાવી હતી.

તે ખૂબજ ચિંતામાં હતો.બ્રેકફાસ્ટ ટેબલ પર રનબીર અને કાયનાને એકસાથે જોઇને તેને યાદ આવ્યું કે તેણે હજી આ બાબત પર પણ કઇંક કરવાનું છે.તેટલાંમાં ઘરનો બેલ વાગ્યો નોકરે દરવાજો ખોલ્યો.

સામે ઊભેલી વ્યક્તિને જોઇને જાનકીદેવી અને શિવાની સિવાય સૌ કોઈ આઘાત પામ્યાં.
તે કબીર હતો.તેના હાથમાં ફુલો અને ચોકલેટ્સ હતી.તેના ચહેરા પર એક મોટી સ્માઇલ હતી.તે જઇને જાનકીદેવી અને શ્રીરામ શેખાવતને પગે લાગ્યો.જાનકીદેવીએ ખુશીખુશી જ્યારે શ્રીરામ શેખાવતે કચવાતા મને આશિર્વાદ આપ્યાં.

તે કુશને પણ પગે લાગ્યો.કુશે તેને ગળે લગાવ્યો.છેલ્લે તે કાયના તરફ આગળ વધ્યો.કાયનાના ચહેરા પર ગભરામણ સાફ દેખાતી હતી અને રનબીરના ચહેરા પર ગુસ્સો.કબીરે ફુલો અને ચોકલેટ્સ કાયનાને આપી.
"કોન્ગ્રેચ્યુલેશન્સ બેબી."આટલું કહી તેણે કાયનાને હળવું આલીંગન આપ્યું.બધાંની હાજરીના કારણે તેણે કાયના પ્રત્યે પોતાનો પ્રેમ બહુ જાહેર ના કર્યો.

કુશ હવે ખરેખર મોટી દ્રિધામાં ફસાયો.કેમ કે તેને જે વાત કબીર વિશે જાણવા મળી હતી તે લગ્ન તોડવા પુરતી નતી.
"ડેડ,આ મેરેજ કાર્ડ્સના સેમ્પલ.હવે બહુ દિવસ નથી બાકીને.હું ઇચ્છતો હતો કે હું અને કાયના મળીને અમારા લગ્નની કંકોત્રી પસંદ કરીએ."કબીરે કહ્યું.

બરાબર તે જ સમયે ફુલોના બુકે સાથે એલ્વિસ ઘરમાં દાખલ થયો.
શું કુશ આ લગ્ન તોડવામાં સફળ થશે?
લવને રોમિયો ઓળખી જશે?
શું એલ્વિસ અને કબીર વચ્ચે બોલાચાલી થશે?

જાણવા વાંચતા રહો.