Wanted Love 2 - 76 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--76

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--76


( કિનારા અને પાટીલ આદેશના આપેલા એડ્રેસ પર ગયા હતાં.ત્યાં અંદરનો નજારો જોઇને તેમની આંખો આઘાતના માર્યા પહોળી થઇ ગઇ હતી.ત્યાં ડ્રગ્સ સ્પાલય કરવાનો મોટો અડ્ડો હતો.જ્ય‍ાં મોટા મોટા આતંકવાદી હતા અને ત્યાં કિનારાને રોમિયો પણ મળ્યો.અહીં કુશને રનબીર રોકી અને નેહાનો દિકરો છે તે જાણવા મળ્યું પણ આ વાત તેણે માત્ર લવ અને શ્રીરામ શેખાવતને કરી.)

કિનારા અને પાટીલ ગામમાં તેમણે રાખેલા ઘરે પહોંચ્યાં.આ મિશન ખતરનાક હોવાના કારણે તે લોકો માંડવીની તેમની હવેલીમાં નહતા રોકાયા.ગામમાં બે સામાન્ય ઘર બાજુ બાજુમાં રાખીને રોકાયા હતાં.અહીં રમેશભાઇ અને રીમાબેન પણ રોમિયોના ગામથી ખૂબજ મહત્વપૂર્ણ માહિતી લઇને ફટાફટ ત્યાં આવવા નીકળ્યાં.

અંતે તે ચારેય જણા એકસાથે જ ત્યાં રૂમમાં આવ્યાં.
"રોમિયો જીવતો છે." ચારેય જણાં એકસાથે બોલ્યા.

"મેડમ,તમને કેવીરીતે ખબર?"રમેશભાઇએ પુછ્યું.

"કેમ કે હું રોમિયોને મળીને આવી છું."કિનારા બોલી.તેણે રમેશભાઇ અને રીમાબેનને બધી વાત જણાવી.તે લોકો આઘાત પામ્યાં.

"પણ તમને કેવીરીતે જાણ થઇ?"કિનારાએ પુછ્યું.

"મેડમ,અમે અહીંથી રોમિયોના જન્મસ્થળ પર ગયા હતાં.ખૂબજ નાનકડું ગામડું છે.ત્યાં રોમિયો કે તેના પરિવાર વિશે કોઇ વાત કરવા જ તૈયાર નહતું.યુવાનોને કશીજ ખબર નહતી અને રહી વાત તે ગામનાં વૃદ્ધોની તો તેમને તો રોમિયોનો એટલો ડર હતો કે તેનું નામ સાંભળતા જ તે લોકો અમારા મોંઢા પર દરવાજો બંધ કરી દેતા હતાં.

ગામના કોઇપણ માણસે અમારી કોઇજ મદદ ના કરી.અમે જેમતેમ કરીને તેના જુનાં ઘરનું એડ્રેસ લીધું.તે ગામના અન્ય ઘરોથી થોડું દુર હતું.અમે ત્યાં ગયાં.તે ઘર નહીં પણ ખંડેર બની ગયું હતું.ત્યાં અમે તાળું તોડીને અંદર ગયાં.પૂરા ઘરમાં અમને માત્ર ઉંદર,ચામાચિડીયા અને જીવાતો જ મળી.એક કલાક એક એક ખૂણો તપાસ્યો.કશુંજ ના મળતા અંતે ત્યાંથી નીકળતા હતા કે રીમાબેનનું ધ્યાન ઘરના ખૂણમાં રહેલા મંદિર પર ગયું.તે ત્યાં ગયા કેમ કે તે ધાર્મિક છે થોડા તો તે મંદિર સાફ કરવા લાગ્યાં અને ભોંયરૂ ખુલ્યું.

અમે ત્યાં નીચે ગયાં.ત્યાં પણ એક પટારા સીવાય કશુંજ નહતું.પણ મેડમ આ પટારો આ જગ્યાએ સંતાડવાનું કામ જાણીબુઝીને કરવામાં આવ્યું હતું.મેડમ,એ પટારામાં રોમિયોનું જન્મનું પ્રમાણપત્ર,તેના જન્મ સમયના અમુક ફોટોગ્રાફ્સ અને પરિવારના ફોટોગ્રાફ્સ હતાં.

મેડમ,આ સમગ્ર વાત કોઈ જુની હિંદી ફિલ્મની કહાની જેવી લાગશે પણ રોમિયો તેના માતાપિતાનું એકમાત્ર સંતાન નહતો.તેનો એક અસલ તેના જેવો દેખાતો જોડિયા ભાઇ પણ હતો.આ બધું લઇને અમે અહીં આવતા હતા.ત્યારે એક વૃદ્ધ દંપતિ અમારી પાસે આવ્યાં.

અમે તેમને કહ્યું કે તમે અમારી મદદ ના કરી તો પણ અમે શોધી જ કાઢી રોમિયો વિશે માહિતી.તેઓ અમને અંદર તેમના ઘરે લઇ ગયા અને જે તેમણે કહ્યું તે આઘાતજનક હતું."રમેશભાઇ પાણી પીવા અટક્યાં.

"શું કહ્યું તેમણે?"કિનારાએ પુછ્યું.

"મેડમ,રોમિયો અને તેનો ભાઇ માત્ર દેખાવમાં એક જેવા નહતા પણ તેમના સ્વભાવ ,આદતો અને કામ પણ એક જેવા હતાં.તે સોળ વર્ષના થયા ત્યાંસુધી તેમણે પુરા ગામમાં આતંક મચાવીને રાખ્યો હતો.કેટલીય યુવતીઓનો બળાત્કાર કર્યો હતો.કેટલીયે હત્યાં કરી હતી અને અંતે સીમાપારના આતંકવાદી સંગઠન સાથે તાલિમ અર્થે જોડાઇ ગયાં.

મેડમ,તે આતંકવાદી સંગઠનના વડાએ જ તેમને કહ્યું કે રોમિયો અને તેના ભાઇ માંથી એકજણ દુનિયા સામે મૃત બનીને રહે.જેથી સિક્રેટ મિશનમાં તે કામ લાગે અને તેવું જ થયું.જ્યારે આપણે રોમિયોના ઘરે ગયા હતાં.ત્યારે રોમિયોએ ચાલાકી વાપરી હતી પણ જે મરી ગયો તે રોમિયો નહી પણ તેનો ભાઇ હતો.હવે તેણે શું ચાલાકી વાપરી હતી તે તો તે જ કહી શકશે?"રમેશભાઇએ એક જ શ્વાસમાં આ વાત કહી.

"પણ આ વૃદ્ધ દંપતિને આ બધી વાત ક્યાંથી ખબર પડી?"કિનારાએ પુછ્યું.

"મેડમ,આ માજીનો દિકરો પોલીસમાં હતો.તેણે આ બધી માહિતી અને ઘણીબધી સાબિતી એકત્રિત કરી હતી પણ રોમિયોએ તે દંપતિની સામે તેમની હત્યાં કરી દીધી હતી અને પુરાવા નાશ કર્યો હતાં.તે માજીના દિકરાએ આપણા મિશન વોન્ટેડ લવના ખતમ થયા પછી તપાસ આદરી હતી અને સાબિતી મેળવી હતી કે જે મર્યો તે રોમિયો નહીં પણ તેનો ભાઇ હતો."રમેશભાઇએ કહ્યું.

કિનારા આઘાત પામી પણ તે ખૂબજ ખુશ હતી.
"મેડમ,એૈસે મોકે પે ભી આપ હસ ક્યું રહે હો?"પાટીલે પુછ્યું

"કેમ કે તે વખતે રોમિયોને મારા હાથે ના મારી શકવાનો અફસોસ હતો મને.તે અફસોસ હવે તેને મારીને પુરો કરીશ.એક વાત નથી સમજાતી કે શું આ વાત અદા અને તેના દિકરાઓને ખબર હશે?"કિનારાએ પુછ્યું.

"મેડમ,બહુ બધાં રહસ્યો છે અને તેના જવાબ તે અદા કે રોમિયો જ આપી શકશે."રમેશભાઇએ કહ્યું

"મેડમ,મને લાગે છે કે તમારે આ વાત કુશ સાહેબ અને લવ સાહેબને કહેવી જોઇએ."રીમબેને સલાહ આપી.

"હા,સાચી વાત છે.ખૂબજ મોડું થઇ ગયું છે પણ હું કુશને જણાવીશ.આ અદા અને રોમિયોના કારણે મારી કાયનાનું ફિનાલે પરફોર્મન્સ હું ના જોઇ શકી.અત્યારે રાતના મોડું થઇ ગયું છે પણ હું કુશને વાત જરૂર કરીશ."આટલું કહીને કિનારાએ કુશને ફોન લગાવ્યો.

કુશ કિનારાના જ વિચારોમાં હતો.તેટલાંમાં તેના ફોનમાં રીંગ વાગી અને તેણે ફટાફટ ફોન ઉપાડ્યો.

"કિનારા,મારી જાન આઇ લવ યુ.આઇ મિસ યુ."કુશ કિનારાનું નામ મોબાઇલના સ્ક્રિન પર વાંચીને ભાવુક થઇ ગયો.

કિનારા બીજા રૂમમાં ગઇ અને તેણે કહ્યું,"ઓહ આઇ લવ યુ કુશ.કુશ મારે તને કઇંક જણાવવું છે."

"મારે પણ તને ઘણુંબધું જણાવવું છે."કુશે કહ્યું.

"કુશ,પહેલા મારી વાત સાંભળ તે ખૂબજ જરૂરી છે.કુશ રોમિયો જીવતો છે.હું તેને મળી આજે.તેણે મારો સ્પર્શ કર્યો અને તેના ધિક્કારપાત્ર સ્પર્શથી જ હું સમજી ગઇ કે આ જ અસલી રોમિયો છે.કુશ,એ સિવાય પણ બહુ બધું છે કહેવા માટે.તું પ્લીઝ લવને બોલાવ હું તમને બંનેને એકસાથે કહેવા માંગુ છું."કિનારાએ કહ્યું.

કિનારાની વાત સાંભળીને કુશને અત્યંત મોટો ઝટકો લાગ્યો.તે ફોન પલંગ પર ફેંકીને લવના રૂમ તરફ ભાગ્યો.તેણે દરવાજો ખખડાવ્યો.શિવાનીએ દરવાજો ખોલ્યો.

"લવને બોલાવ મારે કામ છે."કુશે કહ્યું.

"કુશ,સમય જો કેટલા વાગ્યાં છે?સુઇ ગયો છે તે કાલે વાત કરજે."શિવાની તોછડાઇથી બોલી.

"શિવાની મારે અર્જન્ટ કામ છે.તેને ઉઠાડ કિનારાનો ફોન છે તેને લવ સાથે વાત કરવી છે."કુશે કહ્યું.

"વોટ! તું ખરેખર એવું માને છે કે હું લવને કિનારા સાથે વાત કરવા ઉઠાડીશ?તને તે બંનેના સંબંધ મંજુર હશે મને નથી.તેમના દોસ્તીના નામે અલગ જ પ્રકારના સંબંધ મને નથી મંજુર."શિવાનીએ કહ્યું.તેની વાત પર ઉકળેલા કુશે તેના ગાલ પર સટ્ટાક કરતો એક લાફો માર્યો.જેનો અવાજ સાંભળીને લવ ત્યાં દોડતો આવ્યો.
"શું થયું?"લવે પુછ્યું.

"આજ પછી મારા ભાઈ અને મારી પત્નીના પવિત્ર દોસ્તીના સંબંધ પર તે આંગળી ઉઠાવી છેને તો તારી આંગળી કાપી નાખીશ.સમય આવી ગયો છે શિવાની કે તારા મગજની ગંદકી દુર કર નહીંતર લવના જીવનમાંથી હું તને દુર કરીશ.હા મને તેમના પવિત્ર દોસ્તીના સંબંધ મંજુર છે.તે બંનેને એક બેડરૂમમાં જોઇશ તો પણ મને તારા જેવા ગંદા વિચારો નહીં આવે કેમકે મને મારા ભાઇ અને મારી પત્ની પર પુરો વિશ્વાસ છે.લવ,કિનારાને તારી સાથે વાત કરવી છે જરૂરી."આટલું કહીને કુશ લવને ખેંચીને ત્યાંથી લઇ ગયો.જ્યારે શિવાની સમસમીને ઊભી રહી ગઇ.

લવ કુશના રૂમમાં આવ્યો.કિનારાએ તેને બધું જ જણાવ્યું.તે બંને આઘાત પામ્યાં.વાત ખૂબજ ગુંચવાયેલી હતી.કુશે સમય સુચકતા વાપરીને ગુજરાત એ.ટી.એસના વડા,મુંબઇ એ.ટી.એસના વડા , કમીશનરસાહેબ અને ગુજરાત એન.સી.બીને વીડિયો કોન્ફરન્સમાં લીધાં.કિનારા અને રમેશભાઇએ શરૂઆતથી બધી જ વાત જણાવી.જે સાંભળીને તે લોકો આઘાત પામ્યાં.

"કિનારા,મને આ વખતે કોઇ હવામાં વાતો નથી જોઇતી.તમારા ત્રણેયની ભુલનું પરિણામ આપણે ભોગવી ચુક્યા છીએ.તમે ઇચ્છો છો કે એ.ટી.એસ અને એન.સી.બીની ટીમ આવે અને ફરીથી મુર્ખ બને.ના આ વખતે તેવું નહીં થાય.મને તારી વાતોની પાક્કી સાબિતી જોઇએ."કમીશનર સાહેબની વાત સાંભળીને કિનારાને અત્યંત દુઃખ થયું.

"સર,તમને મારા પર વિશ્વાસ નથી?તમે જ મને કહેતા હતા કે કિનારા તું મારી સૌથી કાબેલ અને વિશ્વાસપાત્ર ઓફિસર છે."કિનારા આઘાત સાથે બોલી.

"હવે વાત અલગ છે કિનારા."કમીશનર સાહેબે કહ્યું.

"પણ મને વિશ્વાસ છે.કુશ,હું તારા વિશ્વાસ પર મારી ટીમને મોકલવા તૈયાર છું."ગુજરાત એ.ટી.એસના વડાએ કહ્યું.

"અમે પણ કુશના વિશ્વાસ પર અમારી ટીમ મોકલીશું.ડ્રગ્સના જે જથ્થા વિશે કિનારા વાત કરી રહી છે.જો તે બહાર ગયો તો તેને પકડવો અઘરો રહેશે.હું મારી ટીમ ત્યાં મોકલીશ અને તે જથ્થો પકડવામાં કિનારાની મદદ કરીશ."ગુજરાત એન.સી.બીના હેડ બોલ્યા.

"હું પણ મારી ટીમના જાંબાઝ ઓફિસર કુશને સપોર્ટ કરીશ."મુંબઇ એ.ટી.એસ ચિફ બોલ્યા.

"મને નથી લાગતું કે કોઇએ પણ ત્યાં એકેય ટીમ મોકલવી જોઇએ."લવ મલ્હોત્રાએ કહ્યું તેની વાત પર કુશ તથાં બાકી બધાં ચોંકી ગયાં.

લવ આવું કહેશે તે વાત પર કુશ અને કિનારાને વિશ્વાસ નહતો આવતો.

શું ચાલી રહ્યું છે લવ મલ્હોત્રાના દિમાગમાં?
શું રહસ્ય છે રોમિયોના જીવતા હોવાની પાછળ?
શું જે વાત રમેશભાઇને જાણવા મળી છે તે સાચી છે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Heena Suchak

Heena Suchak 8 month ago