Wanted Love 2 - 75 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--75

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--75


(કાયના અને રનબીર એકબીજાની સાથે પ્રેમની મધુર ક્ષણો વિતાવી રહ્યા હતાં.તેટલાંમાં કુશ તેમને જોઇ ગયો.કુશ કાયના અને રનબીર વિશે જાણી લે છે અને તેમના સંબંધને મંજુરી આપે છે.અહીં કિનારા આદેશે આપેલા સરનામાં પર કામ કરવાના બહાને જાય છે.ત્યાનું દ્રશ્ય જોઇને તે આઘાત પામી.)

કિનારા અને પાટીલના પગ નીચેથી જાણે કે જમીન ખસી ગઇ.તે બંધ જણાતી ફેક્ટરીમાં અંદર દાખલ થતાં જ એક તીવ્ર ગંધ તેમના નાકમાં પ્રસરી ગઇ.સામેનું દ્રશ્ય પણ આઘાતજનક હતું.

તે બંધ ફેક્ટરીમાં અનેક ગામડાની અભણ સ્ત્રીઓ,નાના બાળકો અને વૃદ્ધો હતાં.ત્યાં ટેબલ અને ખુરશી પર બેસીને કામ કરી રહ્યા હતાં.તેમા બાળકો એક સફેદ પાવડરને નાની પ્લાસ્ટિકની કોથળીમાં ભરી રહ્યા હતાં.વૃદ્ધો તે નાની પ્લાસ્ટિકની કોથળીને કઠપુતળીમાં રૂની વચ્ચે સંતાડતા હતાં અને સ્ત્રીઓ તે કઠપુતળીને સોયદોરા વળે સીવીને તેને એક બોક્ષમાં મુકતા હતાં.

તેમના પર નજર રાખવા માટે ગુંડા અને આતંકવાદી જેવા લાગતા ગુંડાઓ હાથમાં બંદૂક લઇને ફરતા હતાં.ખૂબજ શિસ્તમાં કામ થઇ રહ્યું હતું.ત્યાં બહુ બધાં લોકો હતાં.

"મેડમ,યૈ સબ ક્યાં હૈ?યેૈ ગંધ તો.."પાટીલ મોંઢા પાસે હાથ રાખીને બોલ્યા.

"આ ગંધ ડ્રગ્સની છે.અહીં તો ડ્રગ્સનો મોટો જથ્થો લાગે છે.ચુપ રહો પેલો માણસ અહીંજ આવે છે."કિનારાએ ધીમેથી કહ્યું.

અહીં ના આવવાનો નિર્ણય બદલવા માટે તેને ખુશી થઇ.તેનો અહીં આવવાનો જાણે કે એક મકસદ પૂર્ણ થયો.
" એય બેન,અહીં શું કરો છો તમે?તમને અહીંનું સરનામું કોણે આપ્યું?"એક ગુંડા જેવા માણસે ત્યાં આવીને પુછ્યું.

કિનારાએ કશુંજ બોલ્યા વગર આદેશે આપેલી ચિઠ્ઠી તે માણસને આપી.તે માણસે તે ચિઠ્ઠી ધ્યાનથી જોઇ અને કહ્યું,"હમ્મ,બરાબર.એય ચંપા અહીં આવ અને આ બંનેને કામ સમજાવી દે.એય રોજના દોઢસો રૂપિયા મળશે પણ બહાર જઇને ક્યાંય મોઢું ખોલ્યુંને તો તારી લાશ પણ કોઇને નહીં મળે."

તે માણસ ગુસ્સામાં બોલ્યો.કિનારાએ હકારમાં માથું હલાવ્યું અને બોલી,"સાહેબ,હું કાલથી કામે લાગીશ."કિનારા અહીંથી જવા માંગતી હતી જલ્દી.

"એય આવતાવેત જ કામચોરી?"તે માણસ ગુસ્સામાં બોલ્યો.

"ના સાહેબ,એવું નથી.મને થોડા રૂપિયા જોઇતા હતા.આ મારા બાપા છેને તેમની તબિયત ખૂબજ ખરાબ છે.થોડા રૂપિયા આપો તો તેમને દવાખાને લઇ જઉં.કાલથી પાક્કું કામે આવીશ.તમે ચિંતા ના કરો સાહેબ.મારી પાસે કોઇ કામ નથી એટલે જ તો આટલે દુર કામ કરવા આવી."

કિનારાએ બે હાથ જોડ્યા.પાટીલે બિમાર હોવાની એકટીંગ ખુબજ સરસ કરી.પેલા માણસે હકારમાં માથું હલાવ્યું.તેણે કહ્યું,"તમારા કિસ્મત ખૂબજ સારા છે.આજે અમારા મુખ્ય બોસ અહીં હાજર છે.તેમને જ મળી લો.તે તમને રૂપિયા આપી દેશે."

કિનારા પાટીલનો હાથ પકડીને તે માણસ પાછળ દોરવાઇ.તેના મગજમાં કઇંક ચાલી રહ્યું હતું.તે ખૂબજ એક્સાઇટેડ હતી કેમ કે જે બોસને શોધવા તે,કુશ અને લવ જમીન આકાશ એક કરી રહ્યા હતા.તે આજે તેને મળવાનો હતો.

તે માણસ કિનારાને અંદર અંદર એક નાનકડી કેબીનમાં લઇ ગયો.એક પ્રૌઢ પુરુષ ઊંધો ફરીને ડ્રગ્સના સેમ્પલ હાથમાં લઇને સુંધી રહ્યો હતો.

તે માણસે કહ્યું,"ભાઇ,આ બેન નવા કામ પર આવ્યાં છે.તેમને એડવાન્સમાં રૂપિયા જોઇએ છે"

તે બોસે હાથોથી માણસને જવા ઇશારો કર્યો.તે પાછળ ફર્યો.કિનારાએ નાક નીચે સુધી ઘુંઘટો ઓઢ્યો હતો એટલે કિનારાનો સુંદર ચહેરો નહતો દેખાતો પણ તેના ગુલાબી કોમળ હોઠ જરૂર દેખાતા હતા.તે બોસ જેવો પાછળ ફર્યો.પાટીલ અને કિનારાની આંખો આઘાતના માર્યા પહોંળી થઇ ગઇ.કિનારાને બે ઘડી ચક્કર આવી ગયાં.

તે રોમિયો હતો.કિનારાને પોતાની આંખો પર વિશ્વાસ નહતો આવતો.જે રોમિયોને પોતાની સામે મરતા જોયો હતો તે જીવીત કેવીરીતે હોઇશકે.પાટીલનું મોઢું ખુલ્લું જ રહી ગયું.તેના મોંઢામાંથી કઇંક નીકળે તે પહેલા કિનારાએ પોતાની જાતને સંભાળીને તેને ોગ માર્યો.

અહીં રોમિયો સામે ઊભેલી સ્ત્રીને જોઇને આઘાત પામ્યો.તેમે જાણે કે કોઇની યાદ આવી ગઇ.

"સાહેબ,રૂપિયા જોઇએ છે.મારા બાપા બહુ બિમાર છે."કિનારા પોતાની જાતને માંડમાંડ સંભાળતા અવાજ બદલીને બોલી.

"એમ,તારા બાપાને જોઇને લાગતું તો નથી કે તે બિમાર છે."રોમિયો બોલ્યો.તે હજી સાને ઊભેલી સ્ત્રીને જ જોઇ રહ્યો હતો.પાટીલે વેશ બદલ્યો હોવાના કારણે તે બિલકુલ ઓળખાતો નહતો.

"સાહેબ,તે મુંગા છે અને તેમને પેલું શું કે ડાયાબેટા એવું જ કઇંક વધી ગયું છે.સાહેબ મહેરબાની કરો રૂપિયા આપોને.હું વચન આપું છું કે કાલથી કામ પર આવીશ."કિનારા બે હાથ જોડીને બોલી.તે હવે અહીંથી છટકવા માંગતી હતી.

"આ લે દસ હજાર રૂપિયા છે.અહીં કામ કરતી વ્યક્તિ માટે આ રૂપિયા ખૂબજ વધારે કહેવાય.તને આપું છું ખબર છે કેમ?"રોમિયોએ પુછ્યું.પછી તે જ બોલ્યો,"કેમકે તારા આ હોઠ જોઇને મને મારી જુની અને સૌથી પ્રિય ડાર્લિંગ,મારી કિનારાની યાદ આવી ગઇ.લાગે છે હવે તો મારે પણ રોજ અહીં આવવું પડશે." રોમિયો બોલ્યો.

તેણે તે સ્ત્રી એટલે કે કિનારાને રૂપિયા આપતા બહાને તેના હાથને સ્પર્શ કર્યો.કિનારાને તેના સ્પર્શથી ધિક્કાર થયો.તે આ સ્પર્શથી ઓળખી ગઇ કે આ રોમિયો છે.તો તેના મનમાં પ્રશ્ન ઉદભવ્યો કે જો આ રોમિયો છે તો જે મરી ગયો તે કોણ હતો?

કિનારા રોમિયો પાસેથી દસ હજાર રૂપિયા લઇને પાટીલ સાથે ત્યાંથી નિકળી ગઇ.તે જલ્દી આ સમાચાર કુશ,લવ,રમેશભાઇ અને રીમાબેન સાથે વહેંચવા માંગતી હતી.અહીં રમેશભાઇ અને રીમાબેન રોમિયોના જન્મસ્થળે તપાસ કરવા ગયાં હતાં.જ્યાં તેમણે પુરા દિવસ ખૂબજ તપાસ કરી અને ખૂબજ ચોંકાવનારી માહિતી તેમને મળી.તે પણ ત્યાંથી નિકળી ગયાં.

************

અહીં કાયના મોડીરાત્રી સુધી કુશ અને રનબીર સાથે બેસેલી હતી.તે ત્રણેય મૌન હતા પણ એકબીજાની સાથે એક અલગ જ ખુશી અને શાંતિ અનુભવતા હતાં.

કુશે કઇંક વિચાર્યું અને આ ચુપકીદી તોડતા કહ્યું,"રનબીર,મને આ સંબંધ મંજુર છે તેનો અર્થ એ છે કે કિનારાને પણ આ સંબંધ મંજુર છે.પરંતુ શું તારા ઘરમાં આ સંબંધ મંજુર હશે?"

"અંકલ સોરી ડેડી,મારા મમ્મીની ખુશી મારી ખુશીમાં જ છે અને દાદુ તે તો ખૂબજ સ્વિટ છે.મારા ડેડ નથી કહેવાનોઅર્થ છે કે તે જીવે છે પણ અમારી સાથે નથી.હું તો તેમને ઓળખતો પણ નથી."પોતાના પિતાની યાદ આવતા રનબીર દુખી થઇ ગયો.

કુશે તેના ખભા પર હાથ મુકતા કહ્યું ,"હું છું ને.હું પણ તારો ડેડ જ છું.તારી મમ્મીનું અને દાદાનું નામ શું છે?"

"મારી મમ્મીનું નામ નેહા પટેલ છે અને મારા દાદુ ગુજરાતના એક સમયના હોમ મિનિસ્ટર રાજીવ પટેલ."રનબીરે કહ્યું.

કુશને તેના કાન પર વિશ્વાસ ના આવ્યો.તેની આંખો પહોળી થઇ ગઇ.
"રોકીનો દિકરો."તે મનોમન બોલ્યો.

તેને ખબર નહતી પડતી કે તેને કેવી લાગણી થઇ રહી હતી.આ વાત તે કિનારાને જણાવવા માંગતો હતો પણ કિનારાએ સ્પષ્ટ કહ્યું હતું કે તે સામેથી ફોન કરશે.તેણે તેના પિતા,તેના ભાઇ લવ અને કિઆનને ત્યાં બોલાવ્યાં.

કુશે જાનકીદેવી અને શિવાની સિવાય બધાને રનબીર અને કાયનાના પ્રેમ વિશે જણાવ્યું.સાથે કબીર વિશે કુશને જે જાણવા મળ્યું તે કહ્યું.બધાને કબીરના સ્વભાવની આ બાજુ જાણીને આઘાત લાગ્યો અને રનબીર કાયનાના પ્રેમ વિશે જાણીને ખુશી થઇ.

"ઇટ્સ ઓ.કે કુશ,સગાઇ જ તો થઇ છે.કમને આ લગ્ન કરીને ના કબીર ખુશ રહી શકશે કે ના કાયના.આપણે તેમની બે હાથ જોડીને માફી માંગી લઇશું."લવે કહ્યું.

શ્રીરામ શેખાવતે અને કુશે માથું હકારમાં હલાવ્યું.

કુશ લવ અને શ્રીરામ શેખાવતને એકતરફ લઇ ગયો.
"હમણાં આ વાત માઁસાહેબ અને શિવાનીને કોઇ જ નહીં કહે.બીજી વાત રનબીર નેહાનો દિકરો છે.રાજીવ અંકલનો પૌત્ર."કુશે કહ્યું.
શ્રીરામ શેખાવત અને લવ આઘાત પામ્યાં.

"વોટ!રનબીર રોકીનો દિકરો છે.કિનારાને આ વાત ખબર પડશે તો તેની શું પ્રતિક્રિયા હશે.આ વાત રનબીરને નથી ખબર કે તેનો પિતા રોકી ઉર્ફે રાકેશ પટેલ છે.હમણાં તેને આ વાત નથી જણાવવી કે તેના પિતા રાકેશ પટેલને આપણે ઓળખીયે છીએ.રનબીર અને કાયનાની ફાઇનલ એકઝામ આવી રહી છે.જો તેને આ વાતની ખબર પડી તો તે ખૂબજ ડિસ્ટર્બ થઇ જશે."કુશે કહ્યું.

લવે અને શ્રીરામ શેખાવતે માથું હકારમાં હલાવ્યું.
"વોટ હેપન ડેડ,તમે લોકો શું સિક્રેટ શેયર કરી રહ્યા છો?"કાયનાએ કહ્યું.

"કશુંજ નહીં ચલો ગુડ નાઇટ.કાયના સુવા જા બેટા."કુશે કહ્યું.

"મારે અને રનબીરને સ્ટડી કરવાનું છે ડેડ."કાયનાએ રનબીર સાથે વધુ સમય વિતાવવા બહાનું બનાવ્યું.

"બેટા રનબીર,અમે પણ આ પ્રકારનું સ્ટડી કરી ચુક્યાં છીએ.અામપણ હવે તારી એકઝામ સુધી તને ભણાવવાની જવાબદારી મારી અને તને લોરી ગાઇને સુવાડવાની જવાબદારી પણ મારી."કુશ એક પઝેસીવ પિતા તરીકે બોલતો હતો.લવને હસવું આવ્યું.તેણે કહ્યું,"વાહ બેટા,પોતે કોલેજના સમયમાં રોમાન્સ કરી લીધો હવે બાળકોના રોમાન્સ પર રોક લગાવે છે."

"હા તો,આજથી રનબીર મારી સાથે મારા રૂમમાં ઊંઘશે.ચલ બેટા."કુશ તેનો હાથ પકડીને લઇ જતો હતો.

"ડેડ,જલ્દી ત્યાં કઇંક છે."રનબીરે ઉપર ઇશારો કરતાં કહ્યું.બધાં તે તરફ જોવામાં વ્યસ્ત થઇ ગયા.રનબીરે કુશ જોડેથી હાથ છોડાવીને કાયનાને ગળે લગાવી તેના ગાલ પર કિસ કરી લીધી.

"રનબીરના બચ્ચા,મારી સાથે ચાલાકી.તને નહીં છોડું."કુશ આટલું કહીને રનબીરની પાછળ દોડ્યો.બાકી બધાં ખૂબજ ખુશ હતા.

શ્રીરામ શેખાવતે આંખો બંધ કરીને ભગવાનને મનોમન પ્રાર્થના કરી ,"હે ભગવાન,મારા પરિવારની આ ખુશીઓને કોઇની નજર ના લાગે.મારો પરિવાર આમ જ હસતો રહે."

શું માહિતી જાણવા મળી હશે રમેશભાઇ અને રીમેબેનને?
કિનારા આગળ શું કરશે?
શું કુશ રોકીને જણાવશે તેના દિકરા વિશે?
નેહા રનબીર અને કાયના વિશે જાણીને શું પ્રતિક્રિયા આપશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago