(કાયના અને રનબીરનું પરફોર્મન્સ રનબીરે એ રીતે કોરીયોગ્રાફ કર્યું હતું કે તે પરફોર્મન્સમાં કાયનાને કોઇ તકલીફ ના આવે.તે લોકોના સુંદર અને લાગણીસભર પરફોર્મન્સને કારણે તેમને વિજેતા જાહેર કરવામા આવ્યાં.કિનારા અને પાટિલને ઝટકો લાગે છે જ્યારે અદાના દિકરાએ તેને પોતાના ઘરે કામ ના આપતા અન્ય એક જગ્યાનું એડ્રેસ આપ્યું.)
જાનકીવિલામાં કાયનાની ડબલ જીતનું સેલિબ્રેશન ખૂબજ મોડે સુધી ચાલ્યું.એલ્વિસ પણ અહીં હાજર હતો.તેનો આ ઘર સાથે હવે સંબંધ કઇંક અલગ જ હતો.અંતે રાત્રીના એક વાગ્યા પછી આ સેલિબ્રેશન ખતમ થતાં.એલ્વિસ પોતાના ઘરે ગયો અને બીજા બધાં પોતાના રૂમમાં.અહીં બધાંના પોતપોતાના રૂમમાં જતા રહ્યા પણ રનબીર અને કાયના સ્વિમિંગ પૂલ પાસે બેસ્યાં હતાં.
કાયનાએ પોતાનું માથું રનબીરના ખભે ઢાળેલું હતું.તેની આંખો બંધ હતી.રનબીર ધીમેધીમે કાયનાના વાળમાં તેનો હાથ ફેરવી રહ્યો હતો.
"રનબીર,મને બહુ ડર લાગે છે."કાયના બોલી.
"ડર!પણ શેના માટે અને કોનાથી?"રનબીરે પુછ્યું.
"રનબીર,હવે આવતા અઠવાડિયાથી આપણી ફાઇનલ એકઝામ શરૂ થશે અને પછી તું જતો રહીશ અમદાવાદ પાછો અને મારા કબીર સાથે લગ્નની તૈયારી શરૂ થઇ જશે.
રનબીર,અગર દાદુ સમયસર બધાને આપણા બંને વિશે ના જણાવી શક્યાં તો?શું થશે કે દાદી દાદુની વાત ના માન્યાં.મારે કબીર સાથે લગ્ન નથી કરવા.સારું છે તે કામના અર્થે બહારગામ ગયો છે નહીંતર મારે પરાણે તેની સાથે સમય વિતાવવો પડતો."કાયનાએ કહ્યું.
"કાયના,હું હંમેશાં તારી સાથે જ રહીશ.હવે આ હાથ અને આપણો સાથ હું ક્યારેય નહીં છોડું.કાયના,દાદુ પર વિશ્વાસ રાખ તે બધું ઠીક કરી દેશે."રનબીરે કાયનાનો હાથ પકડતા કહ્યું.
"રનબીર,એક વાત પુછું.શું તું ખરેખર મારો સાથ નહીં છોડે?કોઇપણ પરિસ્થિતિમાં નહીં છોડે? કહેવાનો અર્થ છે કે આપણા પરફોર્મન્સની જેમ જો રિયલ લાઇફમાં હું અપંગ થઇ જઉ કે મારી સુંદરતા ગુમાવી દઉં તો પણ નહીં છોડે મારો સાથ?"કાયનાએ કહ્યું.
"કાયના,મે તને પ્રેમ કર્યો છે,તારા સુંદર ચહેરાને નહીં પણ તારા સુંદર હ્રદયને પ્રેમ કર્યો છે.આપણો સંબંધ હ્રદયથી હ્રદયનો છે.બે આત્માનો છે.બાહ્ય સુંદરતાથી કોઇ ફરક નથી પડતો અને કાયના ભલે પુરી દુનિયા તારી વિરુદ્ધ થઇ જાય પણ હું તારો સાથ ક્યારેય નહીં છોડું." રનબીરે કહ્યું.
"ઓહ રનબીર આઇ લવ યું."આટલું કહીને કાયના રનબીરના ગળે લાગી ગઇ.રનબીરે પણ કાયનાના ફરતે પોતાના હાથ વિટાળ્યાં અને તેણે તેના હોઠ પર પોતાના હોઠ મુકી દીધાં.તેટલાંમાં જ ત્યાં કાચ ફુટવાનો અવાજ આવ્યો.રનબીર અને કાયના તેમના આલીંગનમાંથી અલગ થયા.તેમણે પાછળ ફરીને જોયું તો કુશ ઊભો હતો તેના હાથમાંથી દુધના બે ગ્લાસ નીચે પડીને ફુટી ગયા હતાં.
તે ગુસ્સામાં કાંપી રહ્યો હતો.તેણે ત્યાં આવીને રનબીરનો કોલર પકડ્યો અને તેન મુક્કો મારવા જતો હતો.તેટલાંમાં કાયના વચ્ચે આવી ગઈ અને બોલી,"ડેડ,હું અને રનબીર એકબીજાને પ્રેમ કરીએ છીએ અને આ વાત દાદુને પણ ખબર છે.તેમને આ સંબંધ મંજુર છે.પ્લીઝ રનબીરને ના મારો ડેડ."કાયનાએ કહ્યું.તેણે અને રનબીરે આંખો બંધ કરી દીધી.
કુશ અટકી ગયો અને બોલ્યો,"વોટ!પપ્પાને ખબર છે આ વાત?તો તમે લોકોએ મને કેમ ના કહ્યું?"
તેટલાંમાં શ્રીરામ શેખાવત ત્યાં આવ્યાં.તે બોલ્યા,"કુશ,સોરી બેટા.આ વાત હું કોઇને પણ જણાવી ના શક્યો.મને જ્યારે ખબર પડી તેના બીજા જ દિવસે વિશાલભાઇના જીવતા હોવાના સમાચાર મળ્યાં.તેના ચક્કરમાં કહેવાનું રહી ગયું.તે સિવાય અમને કબીર વિશે જે જાણવા મળ્યું છે તે પણ મારે તને જણાવવાનું છે."
શ્રીરામ શેખાવતે કુશને તેમને કેવીરીતે કાયના અને રનબીર વિશે ખબર પડી તે જણાવ્યું.તે સિવાય તેમણે કબીર વિશે એલ્વિસ દ્રારા જાણવા મળેલી વાત કહી.જે સાંભળીને કુશને આઘાત લાગ્યો.
"ઓહ,ખૂબજ વિચિત્ર કહેવાય.કબીરનું આવું પણ એક રૂપ હશે તે મને ખબર જ નહતી.પપ્પા,માત્ર આ કારણ આપીને આપણે આ લગ્ન નહીં અટકાવી શકીએ.સગાઇ તોડવા માટે કોઇ મજબુત કારણ આપવું પડશે."કુશ બોલ્યો.
"એટલે ડેડી તમને આ સંબંધ મંજુર છે?"કાયનાએ પુછ્યું.
"હા તો એમનેમ સગાઇ તોડવાની વાત કરું?"કુશ હસીને બોલ્યો.કાયના કુશના ગળે લાગી ગઇ અને બોલી,"આઇ લવ યુ ડેડી."
રનબીર કુશ અને કાયનાને જોઇ રહ્યો હતો.કુશે તેને પણ ઇશારો કરીને બોલાવ્યો.કુશે રનબીરને પણ ગળે લગાવ્યો.
"કાયનાબેટા,ત્રણ કપ કોફી બનાવીને લઇ આવ.અમારે જરાક બોયઝ ટોક કરવી હતી."કુશે કાયનાને ત્યાંથી જવા કહ્યું.
કાયના મોઢું બગાડીને ત્યાંથી જતી રહી.
કુશે રનબીરના ખભે હાથ રાખ્યો અને બોલ્યો,"આઇ એમ જેલસ.મારી પ્રિન્સેસ કોઇ બીજાને આટલું મહત્વ આપે છે એ વાત જાણીને મને વિચિત્ર લાગણી અનુભવાય છે.એક તરફ ખુશી છે કે મારી દિકરી જેને પ્રેમમાં બિલકુલ વિશ્વાસ નહતો.તેને તે પ્રેમમાં વિશ્વાસ કરાવ્યો પણ મને જલન થાય છે કે તું તેને લઇને જતો રહીશ.મારી નાનકડી પ્રિન્સેસ જેને મે આટલો પ્રેમ કર્યો અને તેને મે મોટી કરી તેને તું લઇને જતો રહીશ.
જો એકવાત સાંભળ થોડીક સુચનાઓ આપીશ.તેનું પાલન નહીં કરે તો તારું આવી બન્યું."કુશ બોલ્યો.
"ઓ.કે અંકલ.હું ધ્યાનથી સાંભળુ છું તમે કહો."રનબીરે કહ્યું.
"નંબર વન તું મારી કાયનાની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દે.બીજી વાત તું બહુ હેન્ડસમ છે તો હવે બીજી છોકરીઓ સાથે જરૂરી કામ સિવાય તારે વાત નહીં કરવાની.કાયનાને અસલામતીની લાગણી અનુભવાયને.મુખ્ય વાત જ્યાં સુધી તારા અને કાયનાના લગ્ન ના થાય ત્યાં સુધી સ્ટે અવે ફ્રોમ હર."કુશ એકદમ ગંભીર થઇને બોલી રહ્યો હતો.
તેટલાંમાં શ્રીરામ શેખાવત પોતાનું હસવાનું ખાળી ના શક્યાં.તે જોરજોરથી હસવા લાગ્યાં.
" આ જો ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને શીખામણ આપે.કુશ,તું કિનારા પાછળ કેટલો પાગલ હતો,અને હજીપણ છે તે વાત તો આ રનબીર પણ જાણે છે."શ્રીરામ શેખાવતે હસતા હસતા કહ્યું.
"હા મને યાદ છે દાદુ,પાઇપ ચઢીને ..."રનબીર આગળ બોલે તે પહેલા જ કુશે તેના કાન મરોડ્યાં.
"કુશ,તારા રોમાન્સના કોલેજ સમયના કિસ્સા તો પ્રખ્યાત છે."શ્રીરામ શેખાવતની વાત પર રનબીર અને શ્રીરામ શેખાવત હસવા લાગ્યાં.
"પપ્પા,મારા જમાઈ આગળ તો મારી ઇજ્જત રાખો અને રનબીર,તું એક વાત યાદ રાખજે.મારી નજર તારી પર જ છે.હા,તું મને ડેડી કહી શકે છે."કુશે કહ્યું.
"ઓ.કે,ડેડી." રનબીરે હસીને કહ્યું.
તેટલામાં કાયના કોફી લઇને આવી ગઇ.
"વાહ,જો આ પણ તારી દિકરી ઉતાવળી.કોફી સરખી બનાવી ના બનાવી અને આવી ગઇ.સારું તમે ત્રણ વાતો કરો.હું જાઉ સુવા."શ્રીરામ શેખાવત આટલું કહીને જતા રહ્યા.
કુશ,કાયના અને રનબીર સ્વિમિંગ પુલમાં પોતાના પગ રાખીને બેસ્યા હતાં.કાયનાએ પોતાનું માથું કુશના ખભે રાખ્યું હતું અને રનબીરનો હાથ મજબુતીથી પકડી રાખ્યો હતો.
આ ક્ષણ તેના જીવનની સૌથી અમુલ્ય ક્ષણ હતી.તેના જીવનના બે મહત્વના વ્યક્તિ એક તેના પિતા અને બીજો તેનો જીવનસાથી.
"કાશ ડેડી,મોમ અહીંયા હોત.આ ક્ષણ બસ આમ જ રહે.તમે બંને મારો હાથ આમ જ પકડી રાખો."કાયનાએ પોતાની આંખો બંધ કરી.
*******
અહીં કિનારા અને તેની ટીમને નિષ્ફળતા મળી હતી.કિનારાએ એકશન લેવાનો પ્લાન બનાવ્યો.
"મેડમ,એકશન કા મતલબ ક્યાં હમ અદા કે બેટે કો કિડનેપ કરેંગે?"પાટીલે કહ્યું.
"મેડમ,એક મિનિટ આ કાગળીયામાં અદાના દિકરાએ જે એડ્રેસ આપ્યું છે તે તો કેટલું દુર છે.આદેશે આવી જગ્યાનું એડ્રેસ કેમ આપ્યું હશે?આ તો કોઇ જુની બંધ ફેકટરીનું એડ્રેસ લાગે છે."રીમાબેને કહ્યું.
અચાનક બધાંનું ધ્યાન તે એડ્રેસ પર ગયું.કિનારાના કહેવા પર રમેશભાઇએ તે એડ્રેસ ગુગલ પર સર્ચ કર્યું.
"આ તો કોઇ જુની બંધ ફેક્ટરીનું એડ્રેસ છે.જે બહુ વર્ષોથી બંધ છે."રમેશભાઇએ કહ્યું.
"મને લાગે છે કે કઇંક ગડબડ છે અને આપણે ત્યાં જવું જોઇએ."કિનારાએ કહ્યું.
"મેડમ,મે તબ તક નહીં આઉંગા જબ તક મેરા નામ ગબાભાઇસે કુછ ઓરના રખો."પાટીલે મોઢું ફુલાવનીને કહ્યું.
"ગબાભાઇ!"રમેશભાઇ અને રીમાબેન એકસાથે બોલ્યા અને પછી હસ્યાં.
"વાહ,મેડમ ક્યાંથી લાવો છો?કેટલું પરફેક્ટ નામ છે?તેની પર્સનાલિટીને એકદમ સુટ કરે છે."રમેશભાઇએ કહ્યું.
"મેડમ,મુજે લગતા હૈ કે ગબા નામ કા મીનીંગ ડેન્જર હૈ.મેડમ,મુજે જાનના હૈ કે ગબાકા ક્યાં મીનીંગ હોતા હૈ?"પાટીલ શંકાશીલ નજરે પોતાના પર હસી રહેલા રમેશ અને રીમા તરફ જોતા બોલ્યો.
"ગબો એટલે ગબો હવે એનો અર્થ ના સમજવાનો હોય.આ મિશન જરૂરી છે કે તારું નામ?"રમેશભાઇએ કહ્યું.
બીજા દિવસે રમેશભાઇ અને રીમાબેન રોમિયોના જન્મસ્થળે જવા નિકળ્યાં અને પાટીલ તથાં કિનારા વેશ બદલીને તે એડ્રેસ પર ગયાં.તે એક ઉજ્જડ જગ્યા હતી જે ગામથી થોડે દુર હતી.
"જી હું,મીના આદેશભાઇએ કહ્યું હતું કે મને અહીં કામ મળશે."કિનારાએ આજે પણ ઘુંઘટો રાખ્યો હતો.
તે માણસે આજુબાજુ જોયું અને તેને અંદર લઇ ગયો.અંદરનું દ્રશ્ય જોઇને કિનારા આઘાત પામી.તેની આંખો પહોળી થઇ ગઇ.પાટીલ પણ તે દ્રશ્ય જોઇને છક થઇ ગયો.તેનું મોઢું ખુલ્લું રહી ગયું.
શું જોયું હશે કિનારાએ?
કુશ કાયના અને કબીરના લગ્ન કેવીરીતે અટકાવશે?
કાયના અને રનબીર એક થઇ શકશે?
જાણવા વાંચતા રહો.