Wanted Love 2 - 73 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--73

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--73


( કિનારાની ટીમના રમેશભાઇ કિનારાને એક આઇડિયા આપે છે જેના પર અમલ કરીને કિનારા અને પાટીલભાઉ વેશબદલીને અદાના દિકરાના ઘરે ગયા.જ્યાં કિનારાએ અદાના દિકરા પાસે કામ માંગ્યુ.અહીં રનબીરે કપલ પરફોર્મન્સ માટે જાતે કોરીયોગ્રાફી કરવાની પરવાનગી એલ્વિસ પાસે માંગી.અહીં કુશને સાચો ગુનેગાર મળી ગયો હતો.જેનું નામ તે ચેમ્પીયનશીપ પછી જણાવવાનો હતો.અહીં સૌથી છેલ્લે કાયના-રનબીરનું પરફોર્મન્સ હતું.તેમને સ્ટેજ પર જોઇ સૌ કોઇ આશ્ચર્ય પામ્યાં.)

સ્ટેજ પર લગ્નમંડપનું સેટઅપ હતું.જેમા રનબીર લગ્નના કપડાંમાં હતો અને કાયના દર્દીના કપડામાં હતી.તેના બંને પગે અને હાથે પાટા બાંધેલા હતાં.

તેમનાં પરફોર્મન્સમાં તેમણે બતાવ્યું હતું કે રનબીર અને કાયનાના લગ્ન હતા અને લગ્નના દિવસે જ કાયનાનો અકસ્માત થઇ જાય છે અને તે હવે ક્યારેય ચાલી નહીં શકે.રનબીર છતાપણ તેની સાથે લગ્ન કરવા તૈયાર હોય છે અને તે સાચો પ્રેમ સાબિત કરીને બતાવે છે.

આ તેમના પરફોર્મન્સની સ્ટોરી હતી.સ્ટેજ પર સેટઅપ લગ્નમંડપનું હતું.કાયના વ્હિલચેર પર હોસ્પિટલના કપડાંમાં હતી.

પરફોર્મન્સની શરૂઆત થાય છે કાયનાનો રેકોર્ડેડ વોઇસ સંભળાય છે કે મે અબ કભી ચલ નહીં પાઊંગી તુમ કીસી ઓર સે શાદી કર લો અને રનબીર તેને પોતાના હ્રદયની વાત ડાન્સ દ્રારા કહે છે.

આજે તેમણે કોઇ ગીત પર ડાન્સ કરવાની જગ્યાએ કલ હોના હોનું ટાઇટલ મ્યુઝિક સિલેક્ટ કર્યું હતું. કાયનાએ રનબીર સાથે અડધો ડાન્સ વ્હિલચેરમાં કર્યો.રનબીરે ધ્યાન રાખ્યું કે કાયનાને પગની મુવમેન્ટ ના કરવી પડે.

કાયનાના એક્સપ્રેશન અને હાથના મુવમેન્ટ ખૂબજ સરસ હતા.પુરા પરફોર્મન્સમાં એ જ બતાવવામાં આવ્યું હતું કે રનબીર આ હાલત હોવા છતા કાયના સાથે લગ્ન કરવા માંગે છે અને તેના પ્રેમમાં કોઇ ફરક નથી પડ્યો.કાયના દુઃખી હ્રદયે રનબીરના સારા ભવિષ્ય માટે તેને ના પાડે છે.

બાકીના અડધા પરફોર્મન્સમા રનબીરે કાયનાને પોતાના બાંહોમાં ઉચકીને ખૂબજ સરસ રીતે તેને અલગ અલગ રીતે લિફ્ટ કરીને ડાન્સ કર્યો.તેણે તે વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે કાયનાનો પગ જમીન પર ના પડે.

આખું પરફોર્મન્સ ખૂબજ ભાવુક હતું.કાયનાનું કેરેક્ટર સતત ના પાડતું,જ્યારે રનબીર તેને યેનકેન રીતથી વિનવતો.અંતે કાયના હા કહી દે છે પરફોર્મન્સના અંતમાં રનબીર કાયનાની સેંથામાં સિંદુર ભરી દે છે અને પરફોર્મન્સ ખતમ થયું.

પરફોર્મન્સ ખતમ થયું પણ તાલીઓની જગ્યાએ ઓડિયન્સ અને જજીસના ડુસકાંઓ સંભળાયા.ખૂબ જ ઇમોશનલ કરી દે એવા પરફોર્મન્સને જોઇને એલ્વિસ પણ ભાવવિભોર થઇ ગયો હતો.શ્રીરામ શેખાવતને વિશ્વાસ થઇ ગયો કે તેમની કાયના માટે રનબીર જ સર્વશ્રેષ્ઠ પતિ બની શકે છે.તેમણે ભગવાન પાસ શક્તિ માંગી કે તે આ બંનેનો સંબંધ મંજૂર કરાવી શકે.

કુશ ખૂબજ ખુશ હતો.રનબીરે પોતાનું પ્રોમિસ પાળીને બતાવ્યું.તેણે આખા પરફોર્મન્સ દરમ્યાન એકવાર પણ કાયનાને નીચે પગ ના મુકવા દીધો.

અંતે સમગ્ર ઓડિયન્સ અને ત્રણેય જજીસે તેમને પોતાની જગ્યાએ ઊભા થઇને સન્માન આપ્યું.

રિઝલ્ટનો સમય આવી ગયો હતો.જજીસે વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપ કપલ પરફોર્મન્સની ટ્રોફી અને પચ્ચીસ લાખ રૂપિયાનો ચેક કાયના અને રનબીરને આપ્યો.તેમણે તેમનાં ખૂબજ વખાણ કર્યા.એક જજ જે ફેમસ હોલિવુડ ડાયરેક્ટર હતા.તેમણે કાયના અને રનબીર સાથે કામ કરવાની ઇચ્છા પણ જાહેર કરી.

એલ્વિસની ખુશીઓની કોઇ સીમા નહતી અાજે.તે સાતમા આકાશે વિહરતો હતો.તેણે સ્ટેજ પર જઇને કાયના અને રનબીરને ગળે લગાવી લીધાં.કુશ અને જાનકીવિલાના અન્ય સદસ્યો પણ અત્યંત ખુશ હતા.તેમની કાયનાએ આજે તેમનું નામ બે બે વાર રોશન કર્યું હતું.

કુશ હવે ગંભીર થયો.તેણે એલ્વિસને કહ્યું કે તે તેની પુરી ટીમને તેની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમી પર બોલાવે.કુશે લવને જાનકીવિલાના બાકીના સદસ્યોને ઘરે લઇ જવા કહ્યું અને તે પોતે કાયના અને રનબીરને લઇને એલ્વિસની એકેડેમીમાં ગયો.

મિહિર અને આલોક સાવ હતાશ અને નિરાશ થઇ ગયા હતાં.આ ચેમ્પીયનશીપ કાયના હારે તે માટે ઘણીબધી કોશીશ કરી પણ તેમના હાથે નિષ્ફળતા જ લાગી.

બધાંને આશ્ચર્ય થયું કે એલ્વિસે બધાંને કેમ અહીં બોલાવ્યાં.કુશ એલ્વિસ પાસે આવ્યો.તેણે એલ્વિસના કાનમાં કઇંક કહ્યું અને તેને ફિંગરપ્રિન્ટસના રીપોર્ટ બતાવ્યાં.

એલ્વિસ તે રીપોર્ટ લઇને આગળ આવ્યો અને બોલ્યો,"ગ્રુપ પરફોર્મન્સ વખતે કાયના એરિયલ પરથી પડી ગઇ હતી તે એક અકસ્માત નહતો પણ કાવતરું હતું.જેમા આપણી જ એકેડેમીના કોઇ સદસ્યનો હાથ છે.તેનું નામ હું લેવા માંગીશ અને તેને આ એકેડેમીમાંથી બહાર કાઢવા માંગીશ.
તેનું નામ છે ડેનીશ."એલ્વિસે કહ્યું.

આલોક અને મિહિર મનોમન ખુશ થયાં.કાયના આઘાત પામી.ડેનિશ તેમના જ ગ્રુપનો એક મેમ્બર હતો.
"ડેનિશ,તે આવું કેમ કર્યું?"કાયનાએ તેને પુછ્યું.
"એલ્વિસ સર,મને માફ કરી દો.મે આ બધું લાલચમાં આવીને કર્યું હતું.પરફોર્મન્સના એક કલાક પહેલા મારા નામ પર એક પાર્સલ આવ્યું જેમા બે લાખ રૂપિયા,એક નારિયેળ તેલની બોટલ અને એક નોટ હતી.જેમા લખ્યું હતું કે એરિયલ પર આ તેલ લગાવીને બોટલ ડસ્ટબીનમાં ફેંકી દેવાની.

સર,મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે મે તે ઓફર સ્વિકારી લીધી.મને માફ કરી દો."ડેનીશ રડતા રડતા બોલ્યો.

કુશે આવીને તેમે બે થપ્પડ માર્યા.
"તારી લાલચના કારણે મારી દિકરીનો જીવ જતાં જતાં બચી ગયો.સારું છે કે રનબીરે તેને પકડી લીધી અને તેને ખાલી એન્કલમાં સ્ટ્રેઇન થયો વધારે ઇજા ના થઇ.એલ્વિસ,મારે તેને એરેસ્ટ કરવો પડશે."કુશે કહ્યું.

એલ્વિસે માથું હકારમાં હલાવ્યું.કાયના આગળ આવીને બોલી,"પપ્પા,પ્લીઝ તેને એરેસ્ટ ના કરો.તેના ઘરમાં તે એકલો જ કમાવવા વાળો છે.આ બધાંની પાછળ માસ્ટર માઇન્ડ કોઇ બીજું જ છે.પકડવો હોય તો તેને પકડો અને સજા અપાવો.
એલ્વિસ,પ્લીઝ તેને એકેડેમીમાંથી ના કાઢીશ."કાયનાની સારપ જોઇને ડેનીશના આંખમાં આંસુ આવી ગયા.
"સોરી કાયના દીદી,મને માફ કરી દો."તેણે કહ્યું.

અહીં આલોક અને મિહિરે આ સસ્તો અને સરળ આઇડિયા એરિયલ પર તેલ લગાવવાનો પોતે જાતે ના અમલમાં મુકતા કોઇ અન્યની પાસે કરાવવાનું નક્કી કર્યું.તેમને ખબર હતી કે કાયનાના ટીમના એક સભ્ય ડેનિશને રૂપિયાની ખૂબજ જરૂરિયાત છે.તે આ કામ માટે માની જશે તેમને આશા હતી કેમકે તે અવારનવાર બધાંની પાસે રૂપિયા માંગતો હતો.તેમણે ડેનિશ સામે પોતે ના જતા કોઇ માણસ પાસે પાર્સલ મોકલાવ્યું.

"જોયું,આપણે સીધા તેની પાસે ગયા હોત તો ફસાઇ જાતને."મિહિરે આલોકના કાનમાં કહ્યું.આલોકે હકારમાં માથું હલાવ્યું.

"કાયના,મને તારા પર ખરેખર ગર્વ છે.તું ચિંતા ના કર હું તે માસ્ટરમાઇન્ડને શોધી લઇશ."કુશે કહ્યું.

કાયના કુશ અને રનબીરનો હાથ પકડીને ઘરે આવી.તે ખૂબજ ખુશ હતી.ગાડીમાં પણ તેણે તે બંને વચ્ચે બેસી અને તેમનો હાથ મજબુતીથી પકડી રાખ્યો હતો.

દરેક યુવતી પોતાના પતિમાં પોતાના પિતા જેવા ગુણો શોધે છે અને તેમના જેવી છબી શોધતી હોય છે.બાપ દિકરીનો સંબંધ અનોખો હોય છે.દિકરીઓ પોતાના પિતા માટે ખરેખર એન્જલ જેવી હોય છે.એક બાપ હંમેશાં પોતાની દિકરીને બીનશરતી પ્રેમ કરે છે,તેને ઉચ્ચ નૈતીક મુલ્યો સાથે ઉછેરે છે.તેનું રક્ષણ કરે અને તેને પેમ્પર કરે.કાયનાને પણ રનબીરમાં પોતાના પિતા જેવા જ ગુણો અને પ્રેમ દેખાતો હતો.તે પોતાની જાતને એવી જ રીતે સુરક્ષિત અનુભવતી જેવું તે પોતાના પિતા સાથે અનુભવતી.
********

કિનારા અને પાટિલ અદાના મોટા દિકરા સામે જોઇ રહ્યા હતાં.અદાનો દિકરો આદેશ પોતાના પિતા રોમિયોનું નામ સાંભળીને ભાવુક થઇ ગયો.તેણે કહ્યું,"સાંભળો બેન,શું નામ છે તમારું?"

"મીનાબેન અને આ મારા પિતા ગબાભાઇ."કિનારાના મનમાં જે નામ આવ્યું તે બોલી.પાટીલને પોતાનું નવું નામ ના ગમતા તેણે કિનારા સામે મોઢું બગાડ્યું.

"મીનાબેન,જુવો અહીં મારા ઘરમાં તો અમારા ઘરની સ્ત્રીઓ જ બધું કામ કરી લે છે પણ તમે મારા પિતાના નામથી મને ભાવુક કરી દીધો.તમે કાલે આ ચિઠ્ઠી પર લખેલા સરનામાં પર આવી જજો.તમને કામ મળી જશે.ચિંતા ના કરતા.તમે ત્યાં સુરક્ષિત રહેશો પણ તમારે ખૂબ મહેનત કરવી પડશે."આદેશે કહ્યું.

કિનારાએ આદેશના હાથમાંથી તે ચિઠ્ઠી લીધી.તેને નિરાશા થઇ કેમકે તેની ગણતરી અહીં જ કામ કરીને તેનો વિશ્વાસ જીતવાની હતી.જેથી તે તેને અદાની સત્ય હકીકત જણાવી શકે અને અદાનો પતો જાણી શકે.

તે નિરાશા સાથે ત્યાંથી નિકળી ગઇ અને તે ચિઠ્ઠી લઇને તે પોતાના ગેસ્ટ હાઉસ આવી.જ્યાં રમેશભાઇ અને રીમાબેન પણ આવી ગયાં હતાં. કિનારાએ તેમના પ્લાનની નિષ્ફળતા વિશે જણાવ્યું.રમેશભાઇએ પણ જણાવ્યું કે તેમના હાથે પણ નિષ્ફળતા જ હાથ આવી.અદા જ્યાંથી ભાગી તેના આસપાસના બે ગામડામાં જઇને તેમણે તપાસ કરી પણ કોઇ ક્લુ ના મળ્યો.

"મેડમ,પહેલા પગલે જ નિષ્ફળતા મળી.હવે આગળ શું કરીશું?આપણે અદાના દિકરાઓને જણાવી દઇએ કે તેમની માતાએ જ તેમના પિતાની હત્યા કરી છે."રીમાએ કહ્યું.

"ખબર નથી પડતી શું કરવું?"કિનારાએ કહ્યું.અચાનક તેના હાથમાં તે ચિઠ્ઠી આવી જેમાં આદેશે સરનામું લખ્યું હતું.તેણે તેનો ડુચો વાળીને કચરાની ડોલમાં ફેંકયુ.

"હવે ડાયરેક્ટ એકશનનો વારો."કિનારા બોલી.

શું રનબીર અને કાયનાના પ્રેમ વિશે ઘરમાં બધાંને જાણ થશે?
કિનારા હવે શું કરશે?
અદા વિશાલભાઇને લઇને ક્યાં ગઇ હશે?
અદા અને કિનારાનો આમનો સામનો થશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Pragnesh Desai

Pragnesh Desai 4 week ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

ATULCHADANIYA

ATULCHADANIYA 5 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago