( વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપનું ગ્રાન્ડ ફિનાલે ચાલતું હતું.મિહિર અને આલોકના એરિયલ પર ઓઇલ લગાવી દેવાના કારણે કાયના નીચે પડી.તેને વાગ્યું હોવા છતાં તેણે પરફોર્મન્સ આપ્યું અને તે લોકો જીતી ગયાં પણ ડોક્ટરે કાયનાને એક મહિના સુધી ડાન્સ કરવાની ના કહી દીધી.અહીં કિનારા તેને મળેલા લોકેશન પર તપાસ કરે છે તેને કશુંજ મળતું નથી.તેને માત્ર તે જાણવા મળે છે કે અદાના બાળકો તે નથી જાણતા કે તેના પિતાની હત્યાં અદાએ કરી છે.)
કિનારા અને તેની ટીમ એક હોટેલમાં ચા નાસ્તો કરવા રોકાયા હતાં.
"મેડમ,અબ ક્યાં હમ વો રોમિયોકે બેટે કો બતા દેંગે કે ઉસકે બાપકો ઉસકી માઁને મારા હૈ."પાટિલભાઉએ પુછ્યું.
"પાટિલ,તને શું લાગે છે કે આપણે જઇને કહીશું અને તે માની લેશે.આમપણ આપણે પોલીસ તો તેને તેમના દુશ્મન જેવા લાગતા હોઇશું.
મેડમ,તે લોકોને આપણે સીધા જઇને કહીશું તો તે આપણને તેમના ઘરમાં પણ નહીં ધુસવા દે."રમેશભાઇએ કહ્યું.
કિનારા તેમની વાત સાંભળીને કઇંક વિચારમાં પડી ગઇ.
"મેડમ,મારી પાસે એક આઇડિયા છે.થોડો સમય લાગશે પણ કામ જરૂર કરશે."રમેશભાઇએ કહ્યું.
"ઔર વો ક્યા હૈ મહાજ્ઞાની રમેશભાઇ."પાટિલે મોઢું બગાડતા કહ્યું.
"મેડમ,તમે અને પાટિલભાઇ તે રોમિયોના દિકરાના ઘરે કામ માંગવા જજો.તમે એમ કહેજો કે પાટિલ તમારા બિમાર પિતા છે અને તમને તેમના ઇલાજ માટે કામની જરૂર છે.તમે ત્યાં રહી તેમનો વિશ્વાસ જીતીને ધીમેથી તેમના કાન ભંભેરણી કરજો."રમેશભાઇએ કહ્યું.
"ક્યું મૈ ક્યુ બિમાર બાપ બનું?તુમ ક્યો નહીં બનોગે?ઔર વો રોમિયો કે બેટે હૈ.કોઇ બેવકુફ કે બેટે નહીં હૈ કે હમકો પહેચાન નહી પાયેંગે."પાટિલભાઉ બગડ્યાં.
"પાટિલભાઉ,આપણે વેશ બદલીને જઇશું.તો તે લોકો આપણને ના ઓળખી શકે.પ્લાન સારો છે.મને પણ એ જ પ્રશ્ન છે કે તમે કેમ પાટિલભાઉનું નામ કહ્યું?"કિનારાએ પુછ્યું.
"મેડમ,હું અને રીમા અમે બંને રોમિયોના મુળ વતન એટલે કે તેના જન્મસ્થળે જઇશું.તેના વિશે,તેના પરિવાર વિશે વધુ માહિતી મેળવવા.મારે જાણવું છે કે તે કેવીરીતે આટલો મોટો ડોન બન્યો.મુખ્ય વાત તે જીવે છે કે મરી ગયો છે તે જાણવાનું છે."રમેશભાઇએ કહ્યું.
"રમેશભાઇ,આર યુ શ્યોર કે આ કામ તમે બંને એકલા કરી શકશો?મને એવું લાગે છે કે તમારે મદદ લેવી જોઇએ.હું લવ કે કુશને બોલાવી લઉં?"કિનારાએ કહ્યું.
"ના મેડમ,વિશ્વાસ રાખો.હું અને રીમા પહોંચી વળીશું.કઇંક કામની માહિતી તો જાણીને જ આવીશું."રમેશભાઇએ કહ્યું.
કિનારાએ હકારમાં માથું હલાવ્યું.
"રમેશભાઇ,તમે અદા જે સ્થળે મારા પિતાને લઇને રોકાઇ હતી.ત્યાંથી આગળ રસ્તો ક્યાં જાય છે અને તેના સંભવિત સ્થાનની પણ તપાસ કરો.બાકી આ અદા અને તેના દિકરાઓ જોડે ફુટ પાડો રાજ કરોની નીતી વાપરવી પડશે."કિનારાએ કહ્યું.
બીજા દિવસે સવારે કિનારા અને પાટિલભાઉ વેશ બદલીને રોમિયોની હવેલી પર જવા નિકળ્યાં.કિનારાએ ગામઠી કચ્છી ભરતવાળી થોડી જુની ચણિયાચોળી પહેરી હતી અને નાક સુધીનો ઘુંઘટો તાણ્યો હતો.જ્યારે પાટિલભાઉએ કેડિયું અને ઘોતી પહેરી હતી.નકલી મુંછો અને માથે પાઘડીના કારણે તે ઓળખાતા નહતા.કિનારાએ તેમને ચુપ રહેવા સુચન આપ્યું હતું.
"જુવો પાટિલભાઉ,આજથી તમારે મુંગા હોવાની એકટીંગ કરવાની છે કેમ કે તમે બોલશો તો આપણે પકડાઇ જશું.તમારે બસ મુંગા અને બિમાર હોવાની એકટીંગ કરવાની છે."કિનારાએ કહ્યું.
"ઓ.કે મેડમ."પાટિલભાઉ મોટેથી બોલ્યા અને કિનારાએ ગુસ્સામાં આંખો કાઢી.
"સોરી."
તે લોકો છકડામાં બેસીને રોમિયોના ગામ પહોંચ્યા.કિનારા ખૂબજ એલર્ટ હતી.તે અને પાટિલભાઉ રોમિયોની હવેલી પર પહોંચ્યા.આજે આટલા વર્ષો પછી તેમને તેમનું મિશન અહીં લઇ આવ્યું હતું.
"મારા જીવનની મહત્વની વ્યક્તિને રોમિયોનો પરિવાર હંમેશાંથી કેદ કરીને રાખે છે.હવે તેમના આ કાળાકામનો અંત હું આણીશ."કિનારાએ વિચાર્યું.
તે અંદર જવા માટે ચોકીદારની પરવાનગી લેવા ગઇ.તેને આશ્ચર્ય થયું કે તે લોકો ખુંવાર થઇ ગયા છે તો પણ બે પહેલવાન જેવા ચોકીદાર કેમ રાખ્યા છે?
"એય કોણ છો?ક્યાં ચાલ્યા જાઓ છો?"ચોકીદારે પુછ્યું.
"અમારે સાહેબને મળવું છે.અમે બહુ દુરથી આવ્યા છે અાશા સાથે કે સાહેબ અમને કામ આપશે.આ મારા બિમાર પિતાનો ઇલાજ કરાવવા મને રૂપિયા જોઇએ છે."કિનારા ગામના ઉચ્ચારણ માં બોલી.
તેમને અંદર લઇ જવામાં આવ્યાં.ઘરની હાલત બિસ્માર હતી.અદાનો મોટો દિકરો ત્યાં હાજર હતો.તેમના કપડાં અને રહેણીકરણી જોઇને દેખાતું હતું કે તેમની સ્થિતિ સારી હતી.શિનાએ અહીં જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે તેણે એવું કહ્યું હતું કે અદાના દિકરાઓ તેને નફરત કરે છે અને તેમની આર્થિક સ્થિતિ કરાબ છે.તો હવે કેમ તે પોતાની માઁ સાથે મળી ગયાં?તેમની આર્થિક પરિસ્થિતિ કેવી રીતે સુધરી?તે પ્રશ્ન તેને વારંવાર થતો હતો.
"બોલો બેન,શું કામ હતું ?"અદાના મોટા દિકરાએ કહ્યું.
"સાહેબ,હું ગરીબ અને નિસહાય સ્ત્રી છું.મને મારા બિમાર પિતાના ઇલાજ માટે રૂપિયા જોઇએ છે પણ મને કઇ કામ આવડતું નથી.સાહેબ,હું ઘરનું કોઇપણ કામ કરી લઇશ.મને કામ આપો.મે લોકો પાસેથી ખૂબજ સાંભળ્યું છે કે તમારા પિતા ગરીબોની હંમેશાં મદદ કરતા."કિનારાએ અવાજ અને ઉચ્ચારણ બદલીને કહ્યું.પાટિલે બિમાર પિતાની એકટીંગ સરસ કરી.
"બેન,તમને અમારી પરિસ્થિતિ દેખાતી નથી.એટલી પણ સારી નથી કે કામવાળા રાખીએ."અદાના દિકરાએ કહ્યું.
"સાહેબ,હું તમારા પગે પડું.તમને તમારા મરેલા બાપની સોગંધ તમારે મને નોકરી અપાવવી પડશે."કિનારાએ કહ્યું.અદાનો દિકરો વિચારમાં પડી ગયો.
**********
કાયનાની ટીમ ગ્રુપ પરફોર્મન્સમાં વિજેતા બની ગઇ હતી.આલોક અને મિહિર એક તરફ ખૂબજ ગુસ્સે હતા પણ કાયનાની ઇજા વિશે એલ્વિસ પાસેથી જાણ્યાં પછી તેમને રાહત થઇ કે તે હવે કપલ પરફોર્મન્સમાં નહીં જીતી શકે.
અહીં કાયના ખૂબજ ચિંતામાં હતી.કાયના,રનબીર અને એલ્વિસ કાયનાના રૂમમાં બેસેલા હતાં.
"કાયના,તારી તબિયતથી વધારે કશુંજ મહત્વનું નથી.આ ચેમ્પીયનશીપ આવતા વર્ષે ફરીથી આવશે પણ તને કઇંક થઇ જશે તો હું શું મારી જાતને માફ નહીં કરી શકું."એલ્વિસે કહ્યું.
"હા કાયના,એલ સાચું કહે છે."રનબીરે પણ તેની વાતમાં સહમતી આપી.
"ના,આ પરફોર્મન્સ આપણે જરૂર આપીશું.જો આ વખતે હું હાર માનીને બેસી ગઇને તો તે વ્યક્તિ જીતી જશે જેણે મને ઇજા પહોંચાડી મને હરાવવા માટે.હું મારા માતાપિતાની જેમ જ સ્ટ્રોંગ છું.રનબીર અને એલ્વિસ હું ભાગ જરૂર લઇશ આ કપલ ગ્રાન્ડ ફિનાલેમાં અને પછી હારીશ તો વાંધો નહીં".કાયના મક્કમતાપૂર્વક બોલી.
રનબીર વિચારમાં પડી ગયો.તેણે કઇંક વિચારમાં પડી ગયો.અહીં કુશ અને શ્રીરામ શેખાવત ત્યાં આવ્યાં.કાયનાએ તેમને પણ પોતાનો વિચાર જણાવ્યો.પોતાની કાયનાના આવા મજબુત ઇરાદા જાણી તેમને ગર્વ થયો અને તેમણે તેને પરવાનગી આપી.જોકે જાનકીદેવી તે નિર્ણયથી નાખુશ હતાં.
"કુશ અંકલ,મારે કઇંક કહેવું છે.અંકલ તમે મને પરવાનગી આપો તો હું આ ફિનાલેમાં એ પ્રકારે કોરીયિગ્રાફી સેટ કરીશ કે કાયનાને તેનો પગ નીચે મુકવો જ ના પડે અને મુકવો પડે તો સામાન્ય ચાલવા જેટલું પણ તેના માટે તમારે મારા ઉપર વિશ્વાસ કરવો પડશે અને કાયનાનો હાથ મારા હાથમાં સોંપવો પડશે."રનબીરે કુશ પાસે જઇને કહ્યું.
કુશે કાયનાનો હાથ રનબીરના હાથમાં મુક્યો અને બોલ્યો,"જેટલો કિનારાને તારા પર વિશ્વાસ છેને તેટલો જ વિશ્વાસ મને પણ છે.ઓલ ધ બેસ્ટ.મને વિશ્વાસ છે કે તમે જ જીતશો."કુશે કહ્યું.
"મને પણ વિશ્વાસ છે કે રનબીરથી સારું ધ્યાન કાયનાનું કોઇ નહીં રાખી શકે."શ્રીરામ શેખાવત બોલ્યાં.જાનકીદેવીએ પણ સહમતી આપી.
રનબીરે આ ડાન્સની પુરી કોરીયોગ્રાફી બદલી નાખી.આ ડાન્સની પ્રેક્ટિસ તે અને કાયના જ એકલા કરી રહ્યા હતાં.એલ્વિસે પણ રનબીર પર પુરો વિશ્વાસ મુક્યો હતો.
અહીં કુશે તે નારિયેળ તેલની બોટલ પરથી ફિંગરપ્રિન્ટસ લીધાં.તેણે એલ્વિસની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીના તમામ કોરીયોગ્રાફર અને ડાન્સર જે તે દિવસે ત્યાં હાજર હતાં.તેમના ફિંગર પ્રિન્ટ લીધાં.
આ ફિંગરપ્રિન્ટ એલ્વિસે ખૂબજ ચાલાકીથી અપાવ્યા હતાં.તેણે તે બધાના ચાના કપ પરથી તે ફિંગરપ્રિન્ટ અપાવ્યાં હતા.
કાયના અને રનબીર પાસે માત્ર બે દિવસનો જસમય હતો.નવી કોરીયોગ્રાફી સેટ કરવા માટે પણ રનબીરે સેટનું સેટઅપ,કોશચ્યુમ અને પ્રોબ્સ જાતે એરેન્જ કર્યા.
અહીં કુશ પાસે પણ ફિંગર પ્રિન્ટના રીપોર્ટ આવી ગયા હતા.જેના પરથી તેને ગુનેગારનું નામ મળી ગયું હતું પણ આ નામ તે આજે થવાવાળા કપલ પરફોર્મન્સના ફિનાલે પછી બહાર પાડવા માંગતો હતો.
તેણે તેની પાસે ગુનેગારનું નામ છે તે વાત એલ્વિસને પણ ના જણાવી.અંતે પરફોર્મન્સનો દિવસ આવી ગયો.કાયના અને રનબીરનું પરફોર્મન્સ છેલ્લું હતું.એક પછી એક પરફોર્મન્સ પતી ગયા અને હવે કાયના અને રનબીરનો પરફોર્મન્સનો સમય આવ્યો હતો.
સ્ટેજ પર લાઇટ્સ થઇ અને સ્ટેજનું સેટઅપ જોઇને ત્યાં હાજર સૌકોઇ આશ્ચર્ય પામ્યાં.
કેવું રહેશે રનબીર અને કાયનાનું પરફોર્મન્સ?
શું તે જીતી શકશે?
કુશ તે ગુનેગારનો અસલી ચહેરો બધાં સામે લાવશે ત્યારે શું થશે?
કિનારા તેના મકસદમાં સફળ થશે?
જાણવા વાંચતા રહો.