Wanted Love 2 - 71 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--71

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--71


(અદાએ વીડિયો કોલ કર્યો હતો લવ શેખાવત અને જાનકીવીલામાં.તેણે વિશાલભાઇ સાથે તેમની વાત કરાવી.વિશાલભાઇ તેમની યાદશક્તિ ખોઇ ચુક્યાં હતા.અદાએ વિશાલભાઇની મુક્તિના બદલામાં શ્રીરામ શેખાવતની તમામ જમીન અને હવેલી માંગી.કિનારા માંડવી પહોંચીને તુરંત એકશનમાં આવી ગઇ.વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપ ગ્રુપ પરફોર્મન્સનું ફિનાલે શરૂ થઇ ગયું હતું.આલોક અને મિહિરે એરિયલ એકટની રીંગ પર ઓઇલ લગાવ્યું જેના કારણે કાયના હવામાં ઊંચાઇ પરથી નીચે પડી.)

બધાં ખૂબજ આઘાત પામ્યાં હતાં.ઓડિટોરિયમમાં સન્નાટો છવાઇ ગયો.કાયનાના ચહેરા પર તકલીફ હતી છતા તે બોલી,"રનબીર,કઇંક કર આ વાત છુપાવ કે મને વાગ્યું છે અને લાસ્ટ ત્રીસ સેકન્ડનું પરફોર્મન્સ બાકી છે તે બચાવી લે."

રનબીરે હકારમાં માથું હલાવ્યું.તેણે કાયનાને ઊંચકી અને પોતાના ખભા પર બેસાડી.કાયનાને હવામાંથી પડતા રનબીરે બચાવી લીધી હતી એટલે તેને બાકી ક્યાંય વાગ્યું નહતું પણ તેનો પગ એન્કલથી વળી ગયો હતો.

પોતાની પીડા છુપાવીને કાયનાએ ચહેરા પર મોટું સ્મિત લાવ્યું.ખૂબજ સુંદર એક્સપ્રેશન સાથે તેણે અને રનબીરે આ પરફોર્મન્સને અંત આપ્યો.ઓડિટોરિયમમાં સન્નાટાની જગ્યા હવે ચિચિયારીએ લીધો.જાનકીવીલાના સદસ્યોને રાહત થઇ પણ કુશને કઇંક અજૂગતું લાગ્યું.પોતાની દિકરીની નકલી હસી એક પિતા ઓળખી ગયો હતો.

એલ્વિસને કઇંક ગડબડ લાગી કે અંતમાં આ બધું જે થયું તે તેમના પરફોર્મન્સનો ભાગ નહતો.
પરફોર્મન્સ ખતમ થયું અને જજીસે તેમને ખૂબજ જોરદાર કોમેન્ટ્સ આપ્યાં.ઓડિયન્સે ખૂબજ તાલી પાડી.

કાયના રનબીરના હાથના ટેકે આ તકલીફ હસતા મોઢે સહીને હસી રહી હતી.રનબીર કાયનાને પોતાના બે હાથોથી ઊંચકીને બહારા લાવ્યો.હવે તેની સહનશક્તિ ખતમ થઇ ગઇ હતી.કુશ ત્યાં આવ્યો પાછળ અને પાછળ એલ્વિસ પણ આવ્યો.
રનબીરે તેમને હકીકત કહી.તે લોકો દોડીને કાયનાને નજીકની હોસ્પિટલ લઇ ગયાં.

આ ચેમ્પીયનશીપનું રીઝલ્ટ જજીસના માર્કસ અને લાઇવ ઓડિયન્સના વોટીંગથી જાહેર થવાના હતા.જેને કાઉન્ટ કરતા એક કે બે કલાક લાગી શકે એમ હતાં.ડોક્ટર કાયનાને તપાસી રહ્યા હતાં.તેમણે કાયનાને તપાસીને તેની એન્કલ પર જ્યાં તેને ઈજા થઇ હતી ત્ય‍ાં પાટો બાંધ્યો.

તેને કેવીરીતે ઇજા થઇ તે બધું જ રનબીરે ડોક્ટરને જણાવ્યું.
"મિ.કુશ શેખાવત,તમારી દિકરીને એન્કલ પર ઇજા થઇ છે.બીજો કોઇ પ્રોબ્લેમ નથી.હું તમને આ શહેરના બેસ્ટ ડોક્ટરનો નંબર આપીશ કે જે આ પ્રકારની ઇજાઓને ઠીક કરવામાં બેસ્ટ છે.એક મહિનામાં જ તે ઠીક થઇ જશે.ત્યાંસુધી તે આરામ કરશે તો જલ્દી સારું થશે."ડોક્ટરે કહ્યું.

"સર,તે ચાલી શકે કે નહીં."કુશે પુછ્યું.

"હા,જરૂર.તે ચાલી શકશે બસ ચાલતી વખતે ધ્યાન રાખવાનું કે જે ભાગે સ્ટ્રેઇન પહોંચ્યો છે ત્યાં ભાર ના અપાઇ જાય."ડોક્ટરે કહ્યું.

એક બાજુએ રનબીર અને બીજી બાજુએ કુશ કાયનાના બે મજબુત પીલર તેને પાછી ઓડિટોરિયમ લઇ ગયાં.કબીર બિઝનેસ મીટીંગ માટે બહારગામ ગયો હોવાથી તે અહીં હાજર નહતો અને તેના માતાપિતા લગ્નમાં ગયા હતા જેથી તે અહીં હાજર નહતાં.

"કાયના,આટલી જોરથી પડ્યાં છતા તે પરફોર્મન્સ કેમ ચાલું રાખ્યું?આ ચેમ્પીયનશીપ તારા કરતા મહત્વની નથી.એક વાત મને નથી સમજાતી કે આટલી વાર પ્રેક્ટિસ કરી હતી અને તું તો એરિયલ ડાન્સફોર્મમાં ચેમ્પિયન છે.તારો હાથ કેવીરીતે લપસી ગયો?"એલ્વિસે કહ્યું.

"એલ,આ ચેમ્પીયનશીપ તારા માટે કેટલી મહત્વની છે તે હું જાણું છું અને છેક સુધી આવીને નૈયા ડુબવા ના દઇ શકું.આટલી તકલીફ તો હું સહન કરી જ શકું ને અંતે હું દિકરી કોની છું કુશ અને કિનારાની.એમ કેમ હ‍ાર માનું?

હાર માનવું મારા લોહીમાં નથી.રહી વાત હાથ લપસવાની તો તે એરિયલ રોજ કરતા કઇંક અલગ હતું.ખૂબજ લપસણું હતું.મે બહુ કોશીશ કરી તેને પકડી રાખવાની પણ અંતે મારા હાથ તેને પકડીને ના રાખી શક્યાં."કાયનાની વાત પર એલ્વિસ અને રનબીરને આશ્ચર્ય થયું.

કુશનું પોલીસ ઓફિસરવાળું દિમાગ તુરંત જ કામે લાગી ગયું.તેને યાદ આવ્યું તે ફોટોગ્રાફ્સ વિશે.તેણે અને એલ્વિસે તે એરિયલ તપાસ્યું.

તે એરિયલ મિહિર અને આલોકે સાફકરી નાખ્યું હતું.જેથી જ્યારે એલ્વિસ તેને તપાસે તો તેમા તેલ લગાવ્યું હતું તે વાત કોઇને ખબર ના પડે.મિહિર અને આલોક પણ ત્યાં જ હતાં.

"એલ્વિસ,એરિયલ તો બરાબર જ છે.બની શકે આટલા દિવસની સખત પ્રેક્ટિસના કારણે તે થાકી ગઇ હોય અને તેનું બેલેન્સ જતું રહ્યું હોય."મિહિરે કહ્યું.

કુશનું મન આ વાત માનવા તૈયાર નહતું.અચાનક તે તેનો ચહેરો તે એરિયલ નજીક લઇ ગયો અને એક વિચિત્ર ગંધ તેના નાકમાં પ્રસરી ગઇ.તેણે તે ગંધને પારખવાની કોશીશ કરી.તેના મનમાં ઝબકારો થયો.
"નારિયેળનું તેલ."

તે ત્યાંથી જતો રહ્યો.તેણે વિચાર્યું,"આ એક અકસ્માત નહતો.કોઇ છે જેણે મારી દિકરી વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હતું.પણ કેમ ?આ ચેમ્પીયનશીપ હારી જાય તેના માટે.આ કામ આ સ્પર્ધાના અન્ય ત્રણ ફાઇનલિસ્ટમાંથી એકનું હોવું જોઇએ.

આ એરિયલ પર નારિયેળનું તેલ લગાવવામાં આવ્યું હતું.હું તેને નહીં છોડું જેણે મારી દિકરીને તકલીફ પહોંચાડવાની કોશીશ કરી."

તેણે તે અન્ય ત્રણ સ્પર્ધકોનો મેકઅપ રૂમ તપાસ્યો પણ તેને ત્યાં કશુંજ ના મળ્યું.તે પાણી પીને તેની બોટલ બહાર રહેલા ડસ્ટબીનમાં નાખવા ગયો તેમા તેને નારિયેળના તેલની નાની બોટલ દેખાઇ.કુશના ચહેરા પર સ્માઇલ આવી.

"ગુનેગારો તેમની જાતને ગમે તેટલાં ચાલાક સમજે પણ કોઇ એવી નાનકડી ભુલ કરી નાખે કે જેના કારણે તે સરળતાથી પકડાઇ જાય."આટલું મનોમન બોલીને તેણે રૂમાલ વળે તે બોટલ ત્યાંથી ઉઠાવી લીધી.તેણે એલ્વિસ પાસે જઇને તેને આ બધી વાતકહી.એલ્વિસ ખૂબજ ગુસ્સે થયો.
"આ જેણે પણ કર્યું છે ને તેને હું નહીં છોડું.તેને કડી સજા અપાવીશ.સર,તમે પ્લીઝ આ બોટલ પર જેના પણ ફિંગરપ્રિન્ટ છે તે ચેક કરાવો.મારી પાસેથી જે સપોર્ટ જોઇએ તે હું જરૂર અાપીશ."તેણે કહ્યું.

અંતે પરિણામનો સમય આવી ગયો.કાયનાએ કપડાં બદલીને લોંગ ગાઉન પહેર્યું હતું જેથી તેનો પાટો ના દેખાય..રનબીર સતત તેનો હાથ પકડીને ઊભો હતો.

અંતે પરિણામ જાહેર થયું.પહેલા થર્ડ રનર અપ અને પછી સેકન્ડ રનર અપના નામ જાહેર થયાં.

અંતે બે ટીમ બચી હતી.એક પ્રતિસ્પર્ધી અને બીજી કાયનાની મુંબઇ ધમાકા.

"એન્ડ ધ વિનર ઇઝ....મુંબઇ ધમાકા.આમ તો આ ટીમના માર્કસ શરૂઆતથી ફર્સ્ટ રનર ટીમ કરતા ઓછા હતા પણ લાસ્ટમાં જે ફોલ કાયનાએ કર્યો અને રનબીર અને કાયનાનું લાસ્ટ ૩૦ સેકન્ડનું પરફોર્મન્સ જ આજે તેમને વિનર બનાવી રહ્યું છે.

તો વર્લ્ડ ચેમ્પીયન ફોર ગ્રુપ પરફોર્મન્સ ઇઝ મુંબઇ ધમાકા ફ્રોમ બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમી.આઇ રિકવેસ્ટ અવર ડેશિંગ સુપરસ્ટાર મિ.એલ્વિસ બેન્જામિન,કાયના એન્ડ હર ટીમ ટુ કમ એન્ડ કલેક્ટ ધ ટ્રોફી."

એલ્વિસની આંખોમાં પાણી હતા.તે જ રીતે કાયના અને રનબીર પણ ભાવુક થઇ ગયા.તે બંને એકબીજાને ગળે લાગીને રડવા લાગ્યાં.તેમણે એકસાથે મળીને તેમની વર્લ્ડ ચેમ્પીયનશીપની ટ્રોફી સ્વિકારી.
આલોક અને મિહિરને આટલો મોટો આઘાત અને ઝટકો ક્યારેય નહતો લાગ્યો.બધાં જાનકીવિલામાં પાછા આવ્યાં એક તરફ ખુશી હતી કે કાયના જીતી ગઇ જ્યારે બીજી તરફ તેની ઇજાનું દુખ.

આ બધાંમાં કાયના ખૂબજ ચિંતામાં હતી કેમ કે હજી તેનું કપલ પરફોર્મન્સનું ગ્રાન્ડ ફિનાલે બાકી હતું અને હવે ડોક્ટરના કહેવા પ્રમાણે તે ડાન્સ નહીં કરી શકે.

**********

કિનારા કચ્છના રણના તે નાનકડા ગામના તે ઘરમાં ગયાં જ્યાંથી અદાનો ફોન આવ્યો હતો.તે ઘરમાં કોઇ જ નહતું એક વૃદ્ધ દંપતિ સિવાય.તેમણે કિનારાને જણાવ્યું કે "તે સ્ત્રી એક વૃદ્ધ અને તેના દિકરા સાથે આવી હતી.તેણે અમને બંદૂક દેખાડીને ડરાવ્યા અને અહીં રહ્યા થોડા દિવસ."

"મેડમ,એક બાર ઉસ રૂમકી તલાશી લેતે હૈ જિસમે વો લોગ રુકે થે."પાટીલ ભાઉએ કહ્યું.

કિનારાએ તે રૂમની તપાસ કરી પણ ત્યાં કશુંજ ના મળ્યું.તેને તેના પિતાની હાજરીનો અહેસાસ થયો.તેમને ત્યાં કશુંજ ના મળતા તે દંપતિની પુછપરછ કરી.
"તે લોકો સામાન્ય રીતે તો ચુપ જ રહેતા.તે વૃદ્ધ વ્યક્તિ લગભગ અંધારામાં સુઇ રહેતા અને તે માઁ દિકરો કઇંક ગુસપુસ કર્યા કરતા."

"તે સિવાય કોઇ એવી વાત જે તમેસાંભળી હોય કઇંક અલગ હોય."કિનારાએ પુછ્યું.

"હા,તેનો દિકરો એક વાર મોટેથી બોલી ગયો હતો કે આ કિનારાૈ મારા પપ્પાને ના માર્યા હોત તો આ બધું આપણે ના કરવું પડત."

કિનારાની આંખોમાં ચમક આવી.તે હસી અને તેમનો આભાર માન્યો.

"મેડમ,કાય ઝાલા?હસી ક્યું?"પાટીલ ભાઉએ પુછ્યું.

"પાટીલ,કેમ કે રોમિયોની હત્યા મેડમે નહીં પણ અદાએ કરી હતી.લાગે છે કે આ વાત તેના દિકરાઓ નથી જાણતા."રમેશભાઇએ કહ્યું.

"હા,હવે સમય આવી ગયો છે કે આ વાત તેના બંને દિકરાઓ જાણે."કિનારા હસીને બોલી.

શું કાયના અને રનબીર કપલ પરફોર્મન્સના ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લઇ શકશે?
કુશ મિહિર અને આલોક સુધી પહોંચી શકશે?
શું કરશે કિનારા અદાને પકડવા?અદાના દિકરાઓનો શું પ્રતિભાવ હશે તેમના પિતાના અસલી હત્યારા વિશે જાણીને?
જાણવા વાંચતા રહો..વાર્તા પસંદ આવે તો પ્રતિભાવ જરૂર આપજો.🙏