(રનબીર અને કાયના પ્રેમમાં મસ્ત હતા.તેમના રૂમમાં અચાનક કોઇ આવી ગયું હતું.તે અન્ય કોઇ નહીં પરંતુ કિઆરા હતી.કિનારા તેની ટીમ સાથે ગુજરાત જવા નિકળી ગઇ.રનબીરને તે કાયનાની જવાબદારી સોંપીને ગઇ.અહીં કચ્છના રણમાં એક નાનકડા ગામમાં અદા તેના દિકરા અને વિશાલભાઇને લઇને છુપાયેલી હતી.તેણે લવ શેખાવત અને જાનકીદેવીને કોઇક કારણોસર ફોન કર્યો)
જાનકીદેવી પોતાના મોટાભાઇ સમાન વિશાલભાઇને જોઇને અત્યંત ભાવુક થઇ ગયા.
અહીં લવ મલ્હોત્રા અને કુશ એલર્ટ થઇ ગયાં.તેમણે તુરંત જ પોલીસ હેડક્વાર્ટરમાં ફોન કરીને આવેલા ફોનનું લોકેશન ટ્રેસ કરવા કહ્યું.
"હેલો પોલીસ ઓફિસર્સ,મારા લોકેશનને ટ્રેસ કરીને કોઇ ફાયદો નથી કેમકે આ જગ્યા હું આ ફોન પત્યાં પછી તુરંત છોડી દેવાની છું.તો જાનકીદેવી વાત કરશો,તમારા ભાઇ સાથે?"અદાએ કહ્યું.
અદાએ ફોન વિશાલભાઇ તરફ કર્યો.અહીં વર્ષોથી અજ્ઞાતવાસમાં રહેલા વિશાલભાઇ ફોનની સામે આટલા બધાં લોકો જોઇને આશ્ચર્ય પામ્યાં.તે પોતાની યાદશક્તિ સંપૂર્ણપણે ગુમાવી ચુક્યા હતાં.
"વિશાલભાઇ,તમે કેમ છો?તમને જીવતા જોઇને મને કેટલો આનંદ થયો.તમે જાણતા નથી તમારા અકસ્માત પછી અમે તમારી બોડીને શોધવા કેટલા પ્રયત્ન કર્યા હતા.કિનારા તેણે તો જમીન આકાશ એક કરી દીધું હતું પણ ક્યાંથી મળો તમે આ અદાએ તમને કિડનેપ કરીને રાખ્યા હતા.
વિશાલભાઇ ,તમે નિશ્ચિત રહો.કિનારા,કુશ અને લવ જલ્દી જ તમને શોધી લેશે અને આ અદાનો ખેલ ખતમ થઇ જશે."જાનકીદેવી સતત અશ્રુધારા વહાવતા કહી રહ્યા હતાં.
વિશાલભાઇ એકીટશે તેમને જોઇ રહ્યા હતા.તેમણે ફોન આશ્ચર્ય સાથે તેમના હાથમાં લીધો અને જાણે કે પહેલી વખત તેને જોઇ રહ્યા હોય તેમ તેને મચડી રહ્યા હતા.
જાનકીદેવી વિશાલભાઇ તરફથી પ્રત્યુત્તર ના મળતા આશ્ચર્ય પામ્યાં.
"કોણ છો તમે?અદા,આ કોણ છે? મને વિશાલભાઇ કેમ કહે છે?મારું નામ તો અકબર છેને.જુવો બેન તમને કોઇ ગેરસમજ થઇ છે.
આ મારી દિકરી છે અદા.મને એક દુર્લભ બિમારી છે જેના કારણે મને હંમેશાં અંધારામાં રહેવું પડે છે.અદા,આ પ્રકાશ મારાથી સહન નથી થતો મને અંધારામાં લઇ જાને."પોતાની આંખોને પ્રકાશથી બચાવતા અને આંખો ચોળતા બોલ્યાં.
અદા હસી અને તેણે પોતાના દિકરાને તેમને લઇ જવા કહ્યું.વિશાલભાઇ જતા રહ્યા પણ તેમની વાત સાંભળીને જાનકીવીલામાં સૌ કોઇ આઘાત પામ્યું.
"અદા,તને તો કોઇ માફ નહીં કરે.તું એક વાર કિનારાના હાથે પકડાઇ પછી તો ભગવાન જ તારો માલિક.તને કોઇ નહીં બચાવે."
"એ બધી વાત છોડો.મુદ્દાની વાત સાંભળી લો.મારે અહીંથી નિકળવું પડશે તે પહેલા હું એક ડિલ તમારા આગળ મુકવા માંગીશ."અદા બોલી.
"અને તે શું છે?"કુશે કહ્યું.
"હા હા કહું છું.તો સાંભળો.હું ઇચ્છું છું કે આ વિશાલભાઇથી છુટકારો મળે.તેમની સંભાળ લઇ લઇને હું કંટાળી ગઇ. તો જાનકીદેવી અને શ્રીરામ અંકલ,હું ઇચ્છું છું કે તમારી માંડવીની તમામ હવેલીઓ અને જમીન મારા નામ પર કરવામાં આવે.
શિના, લવ શેખાવતને છુટાછેડા આપે અને લવ શેખાવત મારી સાથે લગ્ન કરે.જાનકીઆંટી તમે અને શ્રીરામ અંકલ તમે મને તમારી પુત્રવધુ તરીકે સ્વિકારો.
મારા પર કોઇ કેસ ના કરવામાં આવે તથાં તમારી મુંબઇની હવેલી અને સંપત્તિ મારી દિકરી અદ્વિકાના નામ પર કરવામાં આવે અને તાત્કાલિક તેના અને કિઆનના લગ્ન લેવામાં આવે."અદાની વાતે ત્યાં હાજર તમામને સખત આઘાત આપ્યો.
લવ શેખાવત ગુસ્સે થઇને બોલ્યો,"અદા, તારી આ શરત અમને બિલકુલ મંજૂર નથી."
"તો વિશાલભાઇ સાથે જે થાય તેની જવાબદારી તમારી રહેશે."અદા ગુસ્સામાં સમસમીને બોલી.
"અદા,તારી આ બકવાસ અને બેશરમ શરત અમને મંજૂર નથી.રહી વાત વિશાલભાઇની તો તે અમને આટલી બધી વાત કહી તો હું પણ તને કઇંક મજેદાર સમાચાર આપું.
મારી સિંહણ કિનારા ગુજરાત આવવા નિકળી ગઇ છે.મારી સિંહણ તને પકડીને તારો શિકાર કરશે.તું ગમે તેવા બિલમાં છુપાય જા પણ હવે તું નહીં બચે તારો ખેલ ખતમ.તને તો એવી સજા થશે કે તું વિચારી પણ નહીં શકે." જાનકીદેવી કિનારા ગુજરાત આવી રહી હતી.તે વાત અદાને જણાવી દીધી.અદા કિનારાનું નામ સાંભળીને આઘાત પામી.જાનકીદેવીએ ફોન મુકી દીધો.
કિનારા સુધી આ સમાચાર કુશે પહોંચાડ્યાં.તે ફોનનું લોકેશન આ વખતે સાચું ટ્રેસ થયું પણ અદાએ કહ્યા પ્રમાણે તે ત્યાંથી નિકળી ગઇ હતી.
અહીં કિનારા માંડવી તેમની પુર્વજોની હવેલી પર પહોંચી ગઇ.અંદર જતા જ તેનો ભેંટો લવ શેખાવત સાથે થયો.
લવ શેખાવતની સામે અદાનો અસલી ચહેરો આવી ગયો હતો.જેમા ક્યાંક કિનારાનો પણ ફાળો હતો આ વાત તે જાણતો હોવા છતા તેની અકડ અને મેઇલ ઇગો તેને કિનારા સાથે વાત કરતા અને તેનું સ્વાગત કરતા રોકી રહ્યો હતો.
શિના કિનારાને જોઇને ભાવુક થઇ ગઇ.તે કિનારાને ગળે લાગી ગઇ.તેટલાંમાં રોકી નીચે આવ્યો.
રોકી અને કિનારા આજે વર્ષો પછી એકબીજાની સામે ઊભા હતા.રોકી આજે પણ એટલો જ હેન્ડસમ લાગી રહ્યો હતો પણ આ વખતે તેની સાદગી અને સચ્ચાઇ તેને સ્પર્શી ગઇ.
રોકી કિનારા સાને હાથ જોડીને બેસી ગયો.
"મને માફ કરી દે કિનારા."
"ઇટ્સ ઓ.કે રોકી.તે જે રીતે શિનાની મદદ કરી તે જ વખતે મે તને માફ કરી દીધો.આમપણ તે કાયદા દ્રારા તને અપાયેલી સજા ભોગવી લીધી હતી.થેંક યુ.તારી મદદ વગર અમે અદાની સચ્ચાઈ બહાર ના લાવી શક્યા હોત."કિનારાએ આટલું કહી રોકી સાથે હાથ મિલાવ્યો.
અચાનક રોકીને જોતા તેને કોઇકની યાદ આવી ગઇ અને તેના મનમાં રનબીરનું નામ છવાઇ ગયું.
"કેમ મને રોકીને જોઇને રનબીર યાદ આવી રહ્યો છે?"કિનારાએ વિચાર્યું.
કિનારા અને તેની ટીમ કુશની ટીમે ટ્રેસ કરેલા એડ્રેસ પર નિકળી ગઇ.કિનારાએ આરામ કર્યા વગર અને એક પણ ક્ષણ વેડફયા વગર તપાસ શરૂ કરી.તે એડ્રેસ પર તેને કશુંજ ના મળ્યું.તે સ્થળની બરાબર તપાસ કરી છતા એક પુરાવો ના મળ્યો.
*******
વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપના ગ્રાન્ડ ફિનાલેમાં હવે બસ થોડા જ દિવસો બાકી હતા.ગ્રુપ પરફોર્મન્સ અને કપલ પરફોર્મન્સ બંનેમાં આ વખતે કાયનાનો જાદુ કામ કરી ગયો હતો.એલ્વિસને આ વખતે આ ટીમ તરફથી ખૂબજ આશા હતી.છેલ્લા કેટલાય વર્ષોથી આ ટ્રોફીથી તે ચુકી જતો હતો.
ઘણીવાર ફિનાલેમાં પહોંચ્યા પછી પણ હારનો સામનો કરવો પડતો.આ વખતે દરેક પરફોર્મન્સ અને નાનામાં નાની વિગતો તે પોતે ચેક કરતો હતો.તેને કોઇપણ ચાન્સ નહતો લેવો.
ગ્રુપ પરફોર્મન્સ ફિનાલે એક્ટની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી.તેનું ગ્રાન્ડ ફિનાલે આ અઠવાડિયામાં જ હતું.રવિવારે એલ્વિસનું વર્ષોનું સપનું પુરું થશે કે ફરીથી તુટશે તે નિર્ણય થવાનો હતો.
આ વખતનું તેમનું એક્ટ પેટ્રિઓટીક થીમ પર એટલે કે દેશભક્તિ પર આધારિત હતું.કાયના અને તેની ટીમે સખત મહેનત કરી હતી.
આ વખતે મિહિર અને આલોકે સજ્જડ પ્લાન બનાવ્યો હતો.અંત સમય સુધી તેમણે નિષ્ક્રિય રહી.ફિનાલેના દિવસે જ ધમાકો કરવાનો નિર્ણય લીધો હતો.તે લોકો આ વખતે કોઇ જ ચાન્સ લેવા માંગતા નહતા.
કોશચ્યુમ,સેટ અપ,પ્રોબ્સ બધું જ તૈયાર હતું.કોશચ્યુમ સાથે ફિનાલે પહેલા તે જ સ્ટેજ પર રિહર્સલ પણ ખૂબજ સરસ રહ્યું.એલ્વિસ સતત તેમની સાથે જ હતો.છેલ્લા ચોવિસ કલાકથી તે લોકો એકસાથે જ હતા.અંતે તે લોકો થોડો આરામ કરવા ઘરે ગયા હતા.
કાયના પોતાના નાનુના સમાચાર સાંભળીને થોડી ડિસ્ટર્બ થઇ ગઇ હતી પણ રનબીરે તેને સંભાળી લીધી હતી.રનબીરનો પ્રેમ કાયના માટે આશિર્વાદ સમાન હતો.
ફિનાલેનો દિવસ આવી ગયો હતો.જાનકીવીલાના સદસ્યો અને બધાં જ ત્યાં હાજર હતા.પુરું ઓડિટોરિયમ દર્શકોથી ખીચોખીચ ભરેલું હતું.એલ્વિસ ઘણો કોન્ફીડન્ટ હતો કે તે આ ચેમ્પીયનશીપ જરૂર જીતશે.
તેમનું પરફોર્મન્સ છેલ્લેથી બીજું હતું.એક પછી એક પરફોર્મન્સ થયા અને અંતે કાયના અને તેની ટીમનો પરફોર્મન્સનો સમય આવ્યો.મિહિર અને આલોકે એકબીજાની સામે જોઇને સ્માઇલ આપી.તેમણે તેમનું કામ કરી દીધું હતું.આ વખતે તેમને હિયા કે અંશુમાનની મદદની જરૂર પણ ના પડી.
કાયના અને તેમની ટીમ એ.આર.રહેમાને ગાયેલા વંદે માતરમ સોંગ પર ગ્રુપ પરફોર્મન્સ શરૂ કર્યું.કાયના અને ટીમ હિપહોપ અને એરિયલ ડાન્સફોર્મમાં ડાન્સ શરૂ કર્યો.
પરફોર્મન્સ અડધે સુધી પહોંચી ગયુ.અંતે કાયના એરિયલ રીંગ પર લટકીને ડાન્સ કરવાની હતી.તે પણ નીચે કોઇપણ સેફ્ટી નેટ વગર.બરાબર તે જ સમયે મિહિર અને આલોક હસ્યાં કાયના ગોળ એરિયલ પર લટકીને ઉપર હવામાં લટકીને ડાન્સ કરી રહી હતી.
અચાનક તેનો હાથ લપસ્યો અને તે જોરથી નીચે આવી રહી હતી.ઓડિયન્સ ,કાયનાના પરિવાર અને એલ્વિસ સહિત બધાં ડરી ગયાં.રનબીર જે ત્યાં જ હતો તેણે સમય સુચકતા વાપરી તેને કેચ કરવાની કોશીશ કરી છતાપણ કાયના જોરથી નીચે પટકાઇ.રનબીરના તેને પકડવાથી શરીરના અન્ય ભાગ બચી ગયા પણ તેનો પગ આખો વળી ગયો.
કાયનાની પીડા બમણી થઇ ગઇ હતી.એક તો આ ચેમ્પીયનશીપમાં ગ્રુપ પરફોર્મન્સ ગુમાવવાની અને શારીરિક પીડા.
અહીં આલોક અને મિહિર બહારથી આઘાત જતાવી રહ્યા હતા પણ અંદર પોતાની જાતને શાબાશી આપી રહ્યા હતા કે અંતે તે સફળ થયાં.તેમને યાદ આવ્યું કે કેવીરીતે તે બંનેએ તે એરિયલ રીંગ પર તેલ લગાવી દીધું હતું.
"વાહ,દસ રૂપિયાની આ નાનકડી તેલની ડબ્બી મસ્ત કામ કરી ગઇ હવે તેની જરૂર નથી ફેંકી દે."મિહિરે કહ્યું.આલોકે કોઇનું ધ્યાન ના જાય તે રીતે તેને કચરાપેટીમાં ફેંકી દીધી.
કિનારા અદાને કેવીરીતે પકડશે?
શું કાયના આ ચેમ્પીયનશીપ હારી જશે?
તેનું કોરીયોગ્રાફર બનવાનું સપનું અધુરું રહેશે?
મિહિર અને આલોક સફળ થઇ ગયા શું હવે કાયનાની કારકિર્દી પુરી થઇ જશે?
જાણવા વાંચતા રહો.