( કાયના રનબીરને જણાવે છે કે કેવીરીતે લવ શેખાવતને કિનારા બધાં પ્રકારની ટ્રેનીંગ આપીને તેને એક સિક્યુરિટી કંપનીમાં ઇન્ચાર્જ તરીકે નોકરી અપાવી.શિવાનીને કિનારા અને લવની દોસ્તીથી અસલામતી અનુભવાઇ.તેણે લવ શેખાવતને કિનારા વિરુદ્ધ ભડકાવી જેના પરિણામે લવ શેખાવતના મનમાં કિનારા પ્રતિ ગુસ્સો હતો.લવ શેખાવતની જ્વેલરી એક્સીબીશનના એક ઇવેન્ટમાં બેદરકારીના પરિણામે તેને જેલ થઇ જેના પરિણામે કિનારાના જાનકીદેવી સાથે સંબંધ બગડ્યાં.અહીં કાયના અને રનબીર એકબીજાને પ્રેમ કરવામાં ખોવાયેલા હતા અને તે દરમ્યાન કોઇ અંદર આવ્યું.)
કિઆરા કાયના અને રનબીરના રૂમમાં અંદર આવી તે સમયે કાયના અને રનબીર એકબીજાને પ્રેમ કરવામાં એવા ખોવાયેલા હતાં કે તેમને કોઇ અંદર આવ્યું તેનું ધ્યાન જ ના રહ્યું.
કિઆરા તેમની પાસે ગઇ અને તેમના ખભે હળવી ટપલી મારીને તેમને તેમના પ્રેમના મધુર ક્ષણોમાંથી બહાર લાવી.
"આય હાય મારા પ્રેમી પંખીડાઓ,શું વાત છે!એવા તો કેવા ખોવાયેલા છો બંને કે હું અંદર આવી અને તમને ખબર જ ના પડી.આ તો સારું છે કે હું આવી કોઇ બીજું હોત તો શું થાત?જાનકીવીલામાં બીજો ભુકંપ આવી જાત."કિઆરાએ કહ્યું.
રનબીર અને કાયનાના ચહેરા પર શરમની લાલી હતી.કિઆરા તે બંનેને ગળે લાગી.
"આઇ લવ યુ ગાયઝ,તમારા પ્રેમને કોઇની પણ નજર ના લાગે.તમે બંને હંમેશાં આમ જ એકબીજાની સાથે રહો."કિઆરાએ આટલું કહીને તેમને ફરીથી ગળે લગાડ્યાં.
"બાય ધ વે,સાળીજી તમે આમ કોઇના પણ રૂમમાં કેવીરીતે નોક કર્યા વગર આવી શકો?"રનબીરની વાત સાંભળીને કિઆરા અને કાયનાની આંખો પહોળી થઇ ગઇ.
"વાહ વાહ વાહ! શું વાત છે?સાળી સાહીબા કાયના દી રનબીર જિજુ તો ખૂબ જ એડવાન્સ છે.ડાયરેક્ટ સાળીજી.વાહ!બાય ઘ વે રનબીર જિજુ તમારા સાસુજી એટલે કે કિનુમોમ ગુજરાત જવા નિકળી રહ્યા છે."કિઆરાએ કહ્યું.
કિઆરા કાયના અને રનબીરને લઇને નીચે આવી.કિનારા અને તેની ટીમ તૈયાર હતી ગુજરાત જવા માટે.કિનારા મંદિરમાં ગઇ અને બે હાથ જોડીને પ્રાર્થના કરી.
"હે ભગવાન,તમે હંમેશાં મારો સાથ આપ્યો છે.આજે પણ સાથ આપજો.મારી હિંમત અને સાહસને સાચો રસ્તો દેખાડજો.આ રોમિયો ,અદા અને આ ડ્રગ્સ ડિલર તેની પાછળ રહેલા સાચા ચહેરાને પકડીને હું અમારી ત્રણેયની જાતને નિર્દોષ સાબિત કરાવી શકું."
તેટલાંમાં લવ અને કુશ આવ્યાં.
"કિનારા,તું ચિંતા ના કર.અહીં અમે સંભાળી લઇશું.તું જા અને વિશાલઅંકલને શોધ.કિનારા મને લાગે છે કે આ બધું ક્યાંક એક જગ્યાએ જઇને જોડાય છે.અદા,રોમિયો ,વિશાલઅંકલ અને આ ડ્રગ્સ.ઓલ ધ બેસ્ટ."લવ મલ્હોત્રાએ કહ્યું.
કુશ અને કિનારા એકબીજાને ગળે લાગ્યાં.કુશે કિનારાના કપાળને ચુમ્યું.
"મને તારા પર અને તારી હિંમત પર પુરો વિશ્વાસ છે.તું બીજા બધાં કેસની જેમ આ કેસને પણ સોલ્વ કરીશ.આ વખતે વાત આપણા પરિવાર અને આપણા દેશના યુવાનોનો છે.ડ્રગ્સ નામનું દુષણ ફેલાવનારને આપણે ક્યારેય માફ નહીં કરીએ.તે જે કોઇપણ રોમિયો હોય તેને આપણે જલ્દી જ જેલના સળીયા પાછળ ધકેલીશું."કુશે કહ્યું.
જાનકીદેવીએ આરતી ઉતારી અને કિનારા તથાં તેની ટીમને કપાળે તિલક લગાવ્યું.કિનારાએ જાનકીદેવી અને શ્રીરામ શેખાવતના ચરણસ્પર્શ કરીને તેમના આશિર્વાદ લીધાં.
"વિજયી થાઓ.મને વિશ્વાસ છે કે આ વખતે તું મારા વિશ્વાસને કાયમ રાખીશ અને તેને તોડીશ નહીં."જાનકીદેવીએ વિશ્વાસ સાથે કિનારાની આંખોમાં જોતા કહ્યું.તેમણે ફરીથી પોતાના કપાળે કાળો તિલક લગાવ્યો.તેમણે પ્રણ લીધો જ્યાં સુધી પોતાના ભાઇ પાછા ના આવે ત્યાંસુધી આ તિલક નહીં હટાવે.
કિનારા એક પછી એક બધાને મળી શિવાની સિવાય.અંતે તે રનબીર પાસે આવી.રનબીર કિનારાને ગળે લાગ્યો અને કહ્યું,"કિનુ મોમ,આઇ વીલ મિસ યુ.ઓલ ધ બેસ્ટ મને વિશ્વાસ છે કે તમે નાનુને શોધી લેશો."
"રનબીર,મારી કાયનાનું ધ્યાન રાખજે."
"ડોન્ટ વરી મોમ,કાયનાને હું મારા જીવથી પણ વિશેષ સાચવીશ અને હા તેની આંખમાં એક આંસુ પણ નહીં આવે.તે મારું તમને વચન છે."રનબીરે કહ્યું.
"જો જે હોં વચન આપ્યું છે તે હવે મારે કાયનાને કઇપણ થયું ને તો તારી ખેર નથી.ગળું પકડીશ તારું.યાદ રાખજે મારા શબ્દો મારી કાયનાની જવાબદારી તારી જો તેને કઇપણ થયું તો તારી ખેર નથી."કિનારાએ ગંભીર થઇને કહ્યું.
કિનારા તેમની ટીમ સાથે એરપોર્ટ જવા નિકળી ગઇ.
**********
અહીં મુંબઇથી માઇલો દુર કચ્છના રણમાં એક નાનકડા ગામમાં ગામના છેવાડે આવેલા નાનકડા મકાનમાં અદા બેચેની અને ગુસ્સામાં બેસેલી હતી.
તેટલાંમાં તેનો દિકરો આવ્યો.
"મમ્મી,હજી આટલા ગુસ્સામાં કેમ છે?તું ચિંતા ના કર અહીં તને કોઇ શોધી નહી શકે."
"આ બધું તે શિનાના કારણે થયું.તેના કારણે મારે અહીં આમ ભાગતા ફરવું પડે છે અને અા નાનકડા ઘરમાં રહેવું છે પણ વધારે સમય માટે નહીં.અદા રાજ કરવા માટે જ જન્મી છે."અદાએ કહ્યું.
"મમ્મી,આ બુઢ્ઢાને મારી કેમ નથી નાખતી?તેની દિકરીના કારણે જ મારા પિતાને મરવું પડ્યું હતું.તેને મારીને આપણી સુખશાંતિ છિનવી લેવાનો બદલો કેમ નથી લેતી?તું આનું કરવા શું માંગે છે?"અદાના દિકરાએ પુછ્યું.
"દિકરા,લવને મે મારી જાળમાં ફસાવ્યો પણ મને ખબર હતી કે મોડા વહેલા મારું સત્ય તેની સામે આવશે અને તે મને છોડી દેશે.મારી નજર લવ પર નહીં તેની માંડવીમાં રહેલી વિશાળ સંપત્તિ પર હતી.તેના પિતાની અઢળક જમીન અને શાનદાર હવેલી પર મારી નજર હતી.
તું નહીં માને પણ કિનારાના પિતા મને અનાયાસે મળી ગયા.તેમનો મુંબઇ અમદાવાદ હાઇવે પર અકસ્માત થયો હતો અને તે અમદાવાદની એક હોસ્પિટલમાં દાખલ હતા.કોઇ આવે તે પહેલા મે ત્યાં એક વોર્ડબોયને રૂપિયા ખવડાવીને તેની બોડી બદલી તેને મૃત જાહેર કર્યો અને તેને અહીં મારી સાથે લઇ આવી.
ભગવાને પણ જાણે મારો સાથ આપ્યો તે બુઢ્ઢો તેની યાદશક્તિ ગુમાવી બેઠો.તને ખબર છે કે પોતાના પિતાની મૃત્યુના સમાચારે તે કિનારા કેટલી ગુસ્સે થઇ હતી..માંડમાંડ બધી વાત થાળે પડી હતી.
તો કહેવાનો અર્થ એ છે કે હું હવે તે શેખાવત પરિવારને મારી આ નાની આંગળી પર નચાવીશ.તેમને હું એવા ઉઠા ભણાવીશ કે તેમની બધી સંપત્તિ તે મને સામે ચાલીને આપી દેશે."અદા બોલી.
"વાહ મમ્મી,પપ્પાને નાહક બધા બદનામ કરતા હતા.શેતાન તો તું છે અને તારું દિમાગ તો જોરદાર કામ કરે છે."અદાનો દિકરો બોલ્યો.
"મમ્મી,આપણે અલગ હોવાનું નાટક તારા કહેવા પર કર્યું.તે સારું થયું તને ખબર છે તે શિના આવી હતી ત્યાં તપાસ કરવા.મમ્મી,હવે શું વિચાર્યું છે તે આ બુઢ્ઢાનું?"
"આ બુઢ્ઢો નથી લોટરીની ટીકીટ છે તે પણ અબજોની લોટરીની ટીકીટ. તેને એનકેશ કરીશું.પેલો ફોન આપ." આટલું કહીને અદાએ એક ફોન કર્યો.
અહીં શિના ,રોકી અને લવ ચિંતામાં બેસેલા હતાં.તેટલાંમાં લવના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો.લવે તે ફોન ઉપાડ્યો સામે ઊભેલી વ્યક્તિને જોઇને તેને આઘાત લાગ્યો.તે અદા હતી.
"હાય માય ડાર્લિંગ હની લવ.કેમ છે તું ?મને તારા વગર મજા નથી આવતી.તારી આદત પડી ગઇ છે મને શું કરું?"અદાએ કહ્યું.
લવ તેની વાતો સાંભળીને અકળાઇ ગયો અને બોલ્યો,"તે હવે કેમ ફોન કર્યો છે?અને વિશાલઅંકલ ક્યાં છે?"
"શાંત લવ શાંત, પહેલા તારા મોમને આ વીડિયો કોલમાં જોડી લે તો."અદાએ કહ્યું.
લવે જાનકીદેવીને આ વીડિયો કોલમાં જોડ્યા.અદાને પોતાની સામે જોઇને બધાંને ખૂબ જ આશ્ચર્ય થયું અને આઘાત પામ્યાં.
"હેલો જાનકી આંટી,કેમ છો?"અદા બોલી.અદ્વિકા પણ વીડિયો કોલમાં આવી.તેને જોઇને અદા થોડી ભાવુક થઇ પણ તેણે પોતાની જાતને સંભાળી દીધી.
"આંટી,મુદ્દાની વાત પર આવીશ ગોળ ગોળ નહીં ફેરવું.જેમ કે તમને ખબર પડી ગઇ હશે તેમ વિશાલ મોતીવાલા મારી કેદમાં છે.તેના વિશે વાત કરું તે પહેલા તમને જણાવું કે અદ્વિકાએ મને ક્યારેય તેની માઁ નથી ગણી તો તમે મને તેની વાત કરીને ઇમોશનલ બ્લેકમેઇલ કરવાની કોશીશ ના કરશો."અદાએ પહેલા જ વાત ક્લિયર કરી દીધી
"તમે આવું કેમ કરો છો?સહેજ તો શરમ કરો.ભલે હું તમને માઁ ના ગણું પણ તમે મારા માઁ તો છો જ ને?પોતાની દિકરીના સાસરામાં આવું કરતા તમને શરમ નથી આવતી?"અદ્વિકાએ રડતા રડતા પુછ્યું
"ના બિલકુલ નથી આવતી બોલ હવે.મારી વાત કરું ?તો લવ શેખાવત અને જાનકીઆંટી વિશાલભાઇ મારી કેદમાં છે.મળવું છે તેમને?"અદાએ કહ્યું.
"અદા,તારા જેવી સ્ત્રી મે મારા જીવનમાં નથી જોઇ.યાદ રાખજે તું બચી નહીં શકે.ક્યાં છે મારા વિશાલભાઇ?મારે મારા મોટાભાઇને મળવું છે."જાનકીદેવી અદા પર ગુસ્સે થતાં બોલ્યા.
"હા કેમ નહીં બોલાવુને.બેટા,બુઢ્ઢાને લેતો આવતો."અદાએ કહ્યું.
અદાનો દિકરો અંદર ગયો થોડીક વાર પછી તે વિશાલભાઇને લઇને આવ્યો.વિશાલભાઇનું શરીર સાવ સુકાઇ ગયું હતું.તેમના વાળ અને દાઢી વધી ગઇ હતી.ચહેરા પર કરચલી અને આંખો ભાવનાહીન થઇ ગઇ હતી.તેમને એક ખુરશી પર બેસાડી અને ફોન તેમના તરફ કર્યો.
જાનકીવીલામાં કિનારા સિવાય તમામ સદસ્યો ત્યાં હાજર હતા.જે વિશાલભાઇને જોઇને ખુશ થયા પણ બીજી જ ઘડી તેમની આ અવદશા જોઇને દુખી થઇ ગયા.
જાનકીદેવી,કિઆન અને કાયનાની આંખમાં આંસુ હતા.વિશાલભાઇ આશ્ચર્ય સહ આ બધું જોઇ રહ્યા હતા.
શું વિશાલભાઇ કાયના અને જાનકીદેવીને જોઇને પોતાની યાદશક્તિ પાછી મેળવી શકશે?
અદાએ કેમ વીડિયો કોલ કર્યો છે?
વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપના ફિનાલેમાં શું થશે?
જાણવા વાંચતા રહો.