બધાં કિનારાને ઊંચકીને બેડરૂમમાં લઇ ગયા.કિનારા પર આ વાત આ રીતે અસર કરશે તે કોઇએ નહતું ધાર્યું.શિના અને રોકીને એમ હતું કે કિનારાનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટશે પણ અહીં તો તેનાથી વિરુદ્ધ થયું.
કુશે ડોક્ટરને ફોન કરી દીધો હતો.ડોક્ટર આવીને તેને તપાસીને દવા આપીને ગયા.તેમણે કહ્યું કે તેમને વધુ પડતા તણાવના કારણે લૉ બલ્ડ પ્રેશર થઇ ગયું છે.અહીં બધાં કિનારા અને કુશના બેડરૂમમાં હતા.કિનારાની તબિયતની ચિંતા સૌના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી.
અહીં કોઇની સૌથી વધુ કફોડી સ્થિતિ હતી તો તે અદ્વિકા હતી.તેને પોતાની માઁના કામ પર અફસોસ હતો.છેલ્લા કેટલાક દિવસોમાં તેના અને જાનકીદેવીના સંબંધ અદ્વિકાની સખત મહેનતના કારણે સુધર્યા હતા પણ આજે જે વાત બહાર આવી ત્યારબાદ તેને અને કિઆનને લાગતું હતું કે કિઆનનો પરિવાર તેને તરછોડી દેશે.
જાનકીદેવી આજે ચિંતાતૂર અને વ્યગ્ર હતાં.અચાનક તેમનું ધ્યાન ડરથી કાંપી રહેલી અદ્વિકા પર ગયું.તે અદ્વિકા તરફ આગળ વધ્યાં.બધાંને ડર હતો કે તે અદ્વિકાને ખરીખોટી સંભળાવશે.બધાંના ધાર્યા કરતા અલગ જ થયું.તેમણે ડરથી કાંપી રહેલી અદ્વિકાના હાથ પકડ્યા અને તેને ગળે લગાવી.
જાનકીદેવી બોલ્યા,"અદ્વિકા,તું કેમ ડરે છે? જે કર્યું તે તારા માતાપિતાએ કર્યું.માતાપિતાના કર્મોની સજા બાળકને ના મળવી જોઇએ.ભુલી જજે કે તારી કોઇ માઁ હતી.આજથી આ પરિવાર જ તારો પરિવાર છે."
બધાંને રાહત થઇ અને શાંતિ પણ કે કિઆન અને અદ્વિકાના સંબંધ પર આ વાત અસર નહી કરે.આજે બધું બધાંના ધાર્યાથી અલગ થઇ રહ્યું હતું.
લગભગ બે ત્રણ કલાક વીતી ગયાં.બધાં હજીપણ કિનારાના રૂમમાં જ હતા.એક તરફ કુશ ,કાયના અને કિઆન હતા જ્યારે બીજી તરફ જાનકીદેવી બેસેલા હતા.
અંતે કિનારાને ભાન આવ્યું.તે માથું પકડીને બેઠી થઇ.કુશે તેને ટેકો આપીને બેસાડી.
"કિનારા,તું બહુ ચિંતા ના કર.હું છું ને.આરામ કર."કુશે કહ્યું.
"અદ્વિકા,કિનારા માટે લીંબુનુ શરબત લાવ.કિનારા લીંબુ શરબત સાથે દવા લઇલે."આટલું કહીને જાનકીદેવીએ આટલા વર્ષો પછી કિનારાના માથામાં સ્નેહાળ હાથ ફેરવ્યો.
કિનારાએ શરબત પીને દવા લીધી.કાયના અને કિઆન તેને ગળે લાગી ગયાં.
"મોમ,આ તો સારી વાત કહેવાય કે નાનુ જીવે છે.મને પુરો વિશ્વાસ છે કે તમે અને ડેડ તેમને શોધી લેશો."કિઆન કિનારાના ગાલ પર ચુમી આપતા બોલ્યો.
"હા મોમ,આપણે નાનુને શોધી કાઢીશું"કાયના બોલી.
"કિનારા,આપણી વચ્ચે સંબંધ ભલે પહેલા જેવા ના હોય પણ આજે હું તને વિનંતી કરું છું.કિનારાબેટા,પોતાની જાતને સંભાળ.કિનારા,હું જાણું છું કે વિશાલભાઇ તારા પિતા છે પણ તે મારા મોટાભાઇ સમાન છે.હું તારી સામે હાથ જોડું છું.
કઇ પણ કર તેમને શોધી કાઢ."જાનકીદેવી કિનારાના માથે આવ્યાં તેના માથે હાથ ફેરવ્યો અને જતા રહ્યા.કિનારા આશ્ચર્ય પામ્યાં.
"મને લાગે છે કે આપણે કુશ અનર કિનારાને આરામ કરવા દેવો જોઇએ."શ્રીરામ શેખાવતે કહ્યું.
શ્રીરામ શેખાવત કિનારાની આ સ્થિતિમાં રનબીર અને કાયના વિશે જણાવવા નહતા ઇચ્છતા.તે કબીર વિશે આ સ્થિતિમાં ઘરવાળાને કશુંજ જણાવવા નહતા ઇચ્છતા.
"હે ભગવાન,બધું સારું કરજે.મારા બાળકો તકલીફમાં છે તેમની તકલીફ દુર કરજે.બે સાચા પ્રેમ કરવાવાળાને અલગ ના કરતો."આટલું તેમણે મનોમન ભગવાનને પ્રાર્થના કરતા કહ્યું.
બધાં ત્યાંથી જતા રહ્યા.રૂમમાં હવે માત્ર કુશ અને કિનારા હતા.કિનારા કુશને વળગીને રડી પડી.કુશે તેને શાંત કરી.
"હું તે અદાને નહીં છોડું પણ એક વાત નથી સમજાતી કુશ કે અદાને મારા પિતા સાથે શું દુશ્મનાવટ હોય?તેણે તેમને કેમ કિડનેપ કરીને કેદ રાખ્યા?"કિનારા ગુસ્સામાં બોલી.
"હા કિનારા,આ જ વાત હું ક્યારનો વિચારી રહ્યો છું.કિનારા,તેની દુશ્મનાવટ પપ્પાજી સાથે નહીં તારી સાથે હશે.તે તારી સાથે કોઇ વાતનો બદલો લઇ રહી હોય."કુશ બોલ્યો.
"રોમિયોને મારવાનો?તેના કહેવા પ્રમાણે તો રોમિયોએ તેની સાથે જબરદસ્તી લગ્ન કર્યા હતા.કુશ આપણે ત્યાં જવું પડશે."કિનારાએ કહ્યું.
"હા કિનારા પણ અહીં પેલા ડ્રગ્સનો જથ્થો પકડવાનો છે તેનું શું ?"કુશે પુછ્યું.
"લવ સંભાળી લેશે.આપણે મારી જુની ટીમને બોલાવી લઇશું જે મિશન વોન્ટેડ લવ વખતે આપણી સાથે હતા.પાટીલભાઉ,રમેશભાઇ અને રીમાબેન તે આજે પણ મારી સાથે કામ કરવા આતુર છે.હું તેમને મારી સાથે કચ્છ લઇ જઇશ. અહીં તું અને લવ તે ડ્રગ્સ ડિલર અને સપ્લાયરને પકડીને તે ડ્રગ્સનો જથ્થો પકડાવી લેજો."કિનારાએ કહ્યું.
તેણે પોતાના વર્ષો જુના સાથીદારોને ફોન કર્યો.પાટીલભાઉ,રમેશભાઇ અને રીમાબેન તુરંત જ કિનારાને મળવા આવી ગયા.
કિનારા તેના વર્ષો જુના સાથીદારોને મળીને ખૂબ જ ભાવુક થઇ ગઇ.તેણે તેમને તમામ વાત જણાવી.
"મેડમ,સમજો કામ હો ગયા.અભી છુટ્ટી લેકે બેગ પેજ કર લેતા હું."પાટીલભાઉએ કહ્યું.
"મેડમ,તમારી અને સાહેબની સાથે ખૂબ જ ખરાબ થયું.રોમિયો જીવતો હોય તે વાત હું કોઇપણ કાળે ના માની શકું.તે નક્કી કોઇ બહુરૂપિયો છે.તમે ચિંતા ના કરો.અમે આવીશું તમારી સાથે."રીમાબેને કહ્યું.
મેડમ એક વાત કહું આ કેસ અને તમારા પિતાનું જરૂર કોઇ કનેક્શન લાગે છે.બની શકે કે રોમિયો જીવતો પણ હોય.આપણે ત્યાં જઇને રોમિયો વિશે તપાસ કરી શકીએ.આપણે એકસાથે બંને કેસની તપાસ કરી શકીશું."રમેશભાઇએ કહ્યું.
"કિનારા,તું અહીંની ચિંતા ના કર અને હું અને કુશ આ ડ્રગ્સનો જથ્થો પકડીને જ રહીશું."લવે કહ્યું.કિનારા બીજા દિવસે સવારે ગુજરાત જવા નિકળવાની હતી.
અહીં રનબીર અને કાયના રનબીરના રૂમમાં હતા.કાયના ખૂબ જ ખોવાયેલી હતી.
રનબીરે તેને પકડીને પોતાની પાસે બેસાડી પોતાના બે હાથ તેની ફરતે વિંટાળી દીધાં.
"હેય આટલી ચિંતામાં કેમ છે?આ તો ખુશીની વાત છે કે તારા નાનુ જીવતા છે.મને કિનુમોમ પર પુરો વિશ્વાસ છે કે તે તેમને શોધી જ લેશે."રનબીરે કહ્યું.
"હા મોમ તેમને શોધી લેશે.મને નાનુની બહુ યાદ આવે છે.તે મને હંમેશાં ખૂબ જ પ્રેમ આપતા.ઘણું બધું શીખી છું તેમની પાસેથી.મારા નાનપણની ઘણીબધી યાદોં છે તેમની સાથે."કાયના ભાવુક થઇ ગઇ.તેની આંખમાં આંસુ હતાં.રનબીરે તેની આંખમાંથી આંસુ લુછ્યાં અને તેને ગળે લગાવી લીધી.
"કાયના,એક વાત પુછુ?"રનબીરે કહ્યું.
"હા પુછને."
"હું જયારથી અહીં આવ્યો છું મને એક વાત નથી સમજાતી કે કિનુમોમ સાથે જાનકીદાદી અને શિવાની આંટી આટલું ખરાબ વર્તન કેમ કરે છે?કેમ તારા લવચાચુ એટલે કે કિઆરાના મોમ ડેડ અલગ રહે છે?"રનબીરે પુછ્યું.કાયના તેની સામે જોઇ રહી હતી.
"ખૂબ જ લાંબી વાત છે.તારે જાણવી છે તો હું તને જરૂર જણાવીશ.આખરે હવે તું પણ આ પરિવારનો સદસ્ય છે."કાયનાએ કહ્યું.
"વાત જાણે એમ છે કે વોન્ટેડ લવ મિશન સફળતાપૂર્વક પાર પડ્યું.તે મિશન અને મારા મોમડેડની કહાની તો તને ખબર જ હશે?"કાયનાએ કહ્યું.
"હા,તે મને કિનુમોમે જણાવી હતી."રનબીરે કહ્યું .
"વોન્ટેડ લવ મિશન પછી દાદા અને દાદીની ઇચ્છાથી આ જાનકીવિલા બનાવવામાં આવ્યો હતો.દાદા-દાદીની ઇચ્છા હતી કે હવે આટલા વર્ષ દુર રહ્યા બાદ પુરો પરિવાર એકસાથે રહે.નાનુ પણ અહીં રહેવા તૈયાર હતા.
અંતે આ બંગલો બની ગયો અને અમે બધાં અહીં શિફ્ટ થયા.કોઈની પણ નજર લાગી જાય તેવો હતો અમારો પરિવાર.દાદા-દાદી,તેમના ત્રણ હેન્ડસમ અને બહાદુર દિકરાઓ.મોમ,શિવાની આંટી અને શિના આંટી જેવી વહુઓ જે દિકરીઓથી પણ વિશેષ હતી.
તેમની વચ્ચે બહેનો જેવો સંબંધ હતો.શિવાની આંટી અને મોમ તો નાનપણની સહેલીઓ હતી."
"વોટ!સાચે તે નાનપણની બેસ્ટ ફ્રેન્ડ્સ હતી?આ વાત માનવામાં નથી આવતી."રનબીરે કહ્યું.
"અહીં શિફ્ટ થયા ત્યારે અમે બધાં થોડા મોટા થઇ ગયા હતા.હું બીગ સીસ્ટર હોવાનો ગર્વ લેતી.મારા ત્રણ નાના ભાઇ બહેનનું હું ખૂબ જ ધ્યાન રાખતી.કિઆનના બર્થ પછી મોમે થોડાક જ મહિનામાં ડ્યુટી જોઇન કરી લીધી હતી.
શિવાની આંટીએ પોતાની રીપોર્ટરની જોબ પાછી શરૂ કરી લીધી હતી.શિના આંટી પણ એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા પદે જોડાઇ ગયા હતા.તને એમ લાગતું હશે કે હું આ બધી વાત કેમ કહું છું તને.
તેનું કારણ એ છે કે આ બધી વાતના મૂળમાં આ જ વાત છે.દાદી અને દાદા અમારા બધાંનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતા.તે લોકો અમારા બાળપણમાં પોતાના બાળકોનું ના માણી શકેલું બાળપણ માણી રહ્યા હતા.
બધાં ધીમેધીમે પોતાના રૂટીન લાઇફમાં સેટ થઇ રહ્યા હતાં.સિવાય એક વ્યક્તિ અને તે હતા લવચાચુ કિઆરાના ડેડ.લવ શેખાવત.આટલા વર્ષો અદાની કેદમાં રહ્યા પછી તેમનો સ્વભાવ ખૂબ જ અંતર્મુખી થઇ ગયો હતો.
રોમિયોએ તેમને ભણાવીને ટેક્નોલોજીમાં એક્સપર્ટ બનાવ્યાં હતાં કેમ કે તે રોમિયો તેમને આતંકવાદી બનાવવા માંગતા હતા પણ લવ ચાચુ પાક્કા દેશભકંત હતા.પોતાના ભાઇઓને દેશ માટે સેવા આપતા જોઇ તેમને ખૂબ જ દુખ થતું.
તેઓ આ બાબતે વિચારી વિચારી કે પોતે પાછળ છેખૂબ જ નર્વસ થવા લાગ્યા.તે ડિપ્રેશનમાં જતા હતાં.આ બધી વાત મોમની સામે આવી.તેણે લવચાચુને મદદ કરવાનું નક્કી કર્યું.તેમણે લવચાચુને ડિપ્રેશનમાંથી બહાર કાઢવાનું અને તેમની કેરિયર સેટ કરવાનો નિર્ણય લીધો.બસ કદાચ તે જ મોમની ભુલ હતી.
શું કિનારા વિશાલભાઇને શોધી શકશે?
અદા હવે શું કરશે?લવ મલ્હોત્રા અને કુશ ડ્રગ્સનો જથ્થો કિનારા વગર પકડી શકશે?
શું થયું હશે ભુતકાળમાં લવ શેખાવત અને કિનારા વચ્ચે?
જાણવા વાંચતા રહો.