Wanted Love 2 - 66 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--66

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--66


એલ્વિસે તેની વાત આગળ વધારી.
"હું બોલીવુડ અને હોલિવુડમાં કોરીયોગ્રાફર છું.મારે ઘણીબધી ઇવેન્ટ કરવાની હોય છે.જેમ કે એવોર્ડ શોઝ,મારા ગ્રુપ શોઝ,સ્ટાર સાથે ટૂર જેમા યે અલગ અલગ દેશમાં જઇને પરફોર્મન્સ આપે.

આ વાત ત્રણ વર્ષ પહેલાંની છે.મારો પહેલેથી એક ઇવેન્ટ ઓર્ગેનાઇઝર સાથે કોન્ટ્રાક્ટ હતો પણ તેના નાટક ખૂબ જ વધી ગયાં હતાં.મે તેની સાથે કામ કરવાનું બંધ કર્યું.તે જ સમયગાળામાં મારા એક ક્લાયન્ટે મારી ઓળખ કબીર સાથે કરાવી.કબીરના પિતાનો ઇવેન્ટ ઓર્ગેનાઇઝરને માલસામાન સપ્લાય કરવાનો બિઝનેસ છે.તેની સાથે કબીરે પોતાની ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કંપની શરૂ કરી.

મે કબીર પર વિશ્વાસ કરીને તેને એક ખાસ ઇવેન્ટનું કામ સોંપ્યું.કબીર મારા વિશ્વાસ પર ખરો ઉતર્યો.તે ખૂબ જ મહેનતુ હતો.મહેનતુ હતો નહીં તે હજી પણ મહેનતુ છે તે ખુબ જ એમ્બિશિયસ છે.તે ખૂબ જ મોટો બિઝનેસમેન બનવા માંગે છે. તેનું પૂરું ધ્યાન તેના બિઝનેસ પર છે.

કબીરની મહેનત અને ખંત જોઈને અમે ખૂબ જ જલદી સારા દોસ્ત બની ગયાં.હવે હું મારા તમામ ઇવેન્ટ કબીરની કંપનીને આપતો હતો.અવારનવાર પાર્ટીમાં સાથે જવું, સતત સાથે કામ કરવા, અમે ખૂબ જ સારા દોસ્ત બની ગયાં હતાં.

અમારી દોસ્તીને લગભગ બે વર્ષ થઇ ગયાં હતાં.કબીર મારા ઘરે પણ આવતો જતો હતો.હું તો એવો ને એવો જ રહ્યો પણ કબીર બદલાઈ ગયો.તેનું એમ્બીશન એટલે કે તેના લાઈફનું લક્ષ્ય એટલું મોટું થઈ ગયું હતું. તે આપણા દેશનો ખુબ જ મોટો ઇવેન્ટ ઓર્ગેનાઇઝરે બનવા માંગતો હતો.

તેનું કામ ધીમે ધીમે ખરાબ થતું ગયું.એટલે કે તેના કામની ક્વોલિટી ખરાબ થવા લાગી.છતાપણ હું તેને કશુંજ નહતો બોલતો કેમકે તો પણ તેનું કામ પરફેક્ટ હતું.એક વખત તેને મારા રેફરન્સથી એક મોટા એવોર્ડ શોની ઇવેન્ટનું કામ મળ્યું.તેમાં રિહર્સલ દરમ્યાન સ્ટેજનો એક હિસ્સો તુટી ગયો અને મારી એક ડાન્સરને ખૂબ જ ઇજા થઇ.

તપાસ કરતા ખબર પડી કે તે સ્ટેજ બનાવવા હલકી કક્ષાનો સામાન વાપરવામાં આવ્યો છે.મને તે વખતે ખૂબ જ ગુસ્સો આવ્યો.મે તેને ફોન કરીને બોલાવ્યો.તે બેફિકરીથી આવ્યો જાણે કઇ બન્યું જ નથી.તેણે મને ઊડાઉ જવાબો આપ્યાં.

આ વાત મારા માટે ખૂબ જ મોટી હતી.મારા ડાન્સર્સ અને મારી ટીમને હું મારા પરિવારની જેમ માનું છું.તે વખતે મે જ્યારે તેને સવાલ પૂછ્યો.તેણે મને ખૂબ ઉડાઉ જવાબ આપ્યા તેની વાત સાંભળી મને ખુબજ આઘાત થયો.હું ખૂબ જ ગુસ્સે હતો
તેણે કહ્યું હતું,"કુલ એલ્વિસ,મારે ખૂબ જ મોટા બિઝનેસમેન બનવું છે.આવું તો ચાલ્યા કરે.બધામાં એ વન ક્વોલિટીનો સામાન વાપરીશ તો મારું સપનું પુરું નહીં થાય અને પગ જ તો તુટ્યો છે.મરી તો નથી ગઇને."

તેની આ વાત સાંભળી મને ધક્કો લાગ્યો.મે તેને થપ્પડ માર્યો.ત્યારબાદ અમારા વચ્ચે કોઇ સંબંધ નથી.વાતચીતના પણ નહીં.

એ સિવાય સાંભળ્યું હતું કે બોલીવુડમાં જ કોઇ ડાન્સર સાથે તેનું સીરીયસ અફેર હતું.તેણે તેની સાથે લગ્ન ના કર્યા કેમકે તે કબીરના સ્ટેટ્સની નહતી."એલ્વિસ શ્વાસ લેવા રોકાયો.

"ઓહ!"શ્રીરામ શેખાવત માત્ર આટલું જ બોલી શક્યાં.કબીર આટલી હદ સુધી સ્વાર્થી હશે તેવી તેમને આશા નહતી.

"કાયના,તેનો તારા માટેનો પ્રેમ તારા સુંદરતાનું,તારા ગ્લેમરસ દેખાવનું અને તારા ટુંકા કપડાનું આકર્ષણ માત્ર છે.જ્યારે તું મુશ્કેલીમાં હોઇશ તો તે કદાચ જ તારી મદદ કરશે.તમને કદાચ આ વાત એટલી મોટી નહીં લાગે."એલ્વિસે કહ્યું .
"હા,મને આશ્ચર્ય થયું કે કબીર આટલી હદે એમ્બિશિયસ હશે કે તે આટલો બેદરકાર બને.તેણે તે છોકરી સાથ લગ્ન ના કર્યા.બની શકે કે કોઇ બીજી વાત હોય.કબીર કાયના સાથે સારું વર્તન કરે છે.તેને પ્રેમ કરે છે.તારી વાતથી તેનો સાચો સ્વભાવ જાણવા મળ્યો પણ જાનકીદેવીને આ સંબંધ તોડવા મનાવવા એટલું સહેલું નથી.

રનબીર-કાયના,હું કોશીશ જરૂર કરીશ કે આ લગ્ન જલ્દી જ તુટે અને તમારા લગ્ન થાય.વાત જણાવવા બદલ તારો આભાર એલ્વિસ."શ્રીરામ શેખાવતે કહ્યું.

હાલ તો તે લોકો ત્યાંથી જતા રહ્યાં..રનબીર અને કાયના માટે આવનાર દિવસો પરીક્ષાવાળા હતા.આવતા અઠવાડિયામાં તેમના વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપનું ગ્રાન્ડ ફિનાલે હતું.તેના બે અઠવાડિયા પછી તેમની કોલેજની ફાઇનલ એકઝામ હતી.

ત્યારબાદ કાયનાના કબીર સાથે લગ્ન હતા.આ ટુંક સમયમાં શ્રીરામ શેખાવતે રનબીર અને કાયનાને એક કરવાનું કામ કરવાનું હતું.
******
લવ અને રોકી દરવાજો તોડીને અદા પાછળ ભાગ્યાં તો ખરા પણ અદા પોતાની કારમાં થોડીક જ વારમાં ક્યાં ગાયબ થઇ ગઇ તે વાત તે બંને સમજી જ ના શક્યાં.તે લોકો ભાગીને શિના પાસે ગયા.

શિનાએ જે એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવી હતી.તે આવી ગઇ હતી.તેણે પોલીસમાં અદા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.તેણે અદા પર વિશાલભાઇ મોતીવાલાને વર્ષોથી કિડનેપ કરવાના આરોપ ,પોતાના પતિને પોતાના ખોટા પ્રેમમાં ફસાવવાનો આરોપ,પોતાના અને રોકી પર જીવલેબન હુમલો કરવાનો આરોપ મુક્યો.પોલીસે જલ્દી જ તેને પકડી પાડવાની બાહેંધરી આપી.

શિનાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવામાં આવી.તેને સારવાર કરીને રજા આપવામાં આવી.તે ત્રણેય જણા ઘરે આવી ગયાં હતાં.લવ ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો.
તે રોકી પાસે ગયો અને બોલ્યો," રાકેશ, મને માફ કરી દે.મેં તારા અને શિના પર શંકા કરી. શિના,હું તારી માફીને લાયક તો નથી.છતા પણ માફી માંગુ છું.
તું મને માફ કરીને મને ફરીથી અપનાવીશ?શું તું મને ફરીથી નવું જીવન આપીશ?"
લવે શિના પાસે જઇને નીચે બેસીને બે હાથ જોડ્યાં.
શિનાએ તેને ઊભો કરી તેને ગળી લાગી અને બોલી,"આ તમે શું કરો છો?તમે તો મારા ભગવાન છો.મારું જીવન, મારા સર્વસ્વ છો.જાગ્યા ત્યારથી સવાર આ વાત સાંભળી નથી.આપણે આપણા સંબંધોની નવેસરથી શરુઆત કરીશું."

શિનાની આ વાત પર રોકીની આંખોભીની થઇ ગઇ.તે બોલ્યો,"શિના,મારું કામ થઇ ગયું.હું હવે રજા લઇશ.અમદાવાદમાં મારી ચેરિટી સંસ્થાને મારી જરૂર છે.આમપણ મારું અહીંનું કામ પતી ગયું છે."રોકીએ કહ્યું.

લવ તેની પાસે ગયો અને બોલ્યો,"રાકેશ,પ્લીઝ થોડા દિવસ રોકાઇ જાને.મને પણ તારો મિત્ર બનાવી દે."

"લવ,પ્લીઝ મારી સંસ્થાને મારી જરૂર છે મને ના રોક.આમપણ આપણે ફોન પર તો વાત કરી જ શકીશુંને?"રોકીએ કહ્યું.લવ અને શિનાએ હકારમાં માથું હલાવ્યું.

"મને લાગે છે કે હવે આપણે જાનકીવિલામાં આ બધીજ વાત કહી દેવી જોઇએ."શિનાએ કહ્યું.લવે હકારમાં માથું હલાવ્યું.

અહીં કિનારા અને કુશ મળીને આગળનો પ્લાન બનાવી રહ્યા હતાં.

"કુશ,મે ઘણુંબધું રિસર્ચ કર્યું છે,મારા ખબરીઓને દોડાવ્યા છે.મને જાણવા મળ્યું છે કે તે ડ્રગ્સનો જથ્થો હજી તે પેડલર્સ પાસે જ છે.તે લોકોએ તે માલ હજી કેમ તેમની પાસે રાખ્યો છે તે વાત નથી સમજાતી.

બીજી વાત મને રોમિયોના નામે જે ફોન આવતા હતા.મને વિશ્વાસ છે કે તે રોમિયો નથી.મે તે ફોનનું લોકેશન ટ્રેસ કરાવવા હાઇ ટેકનોલોજીનો ઉપયોગ કરાવ્યો છે.

કુશ,તે લોકેશન ગુજરાતનું છે અને તે પણ કચ્છ બાજુનું."કિનારાની વાત સાંભળીને કુશને થોડું આશ્ચર્ય થયું.

"કિનારા,તે રોમિયો જ હશે તો?"કુશે કહ્યું.

"કુશ,કઇ જ ખબર નથી પડતી.આપણી પાસે પોતાની જાતને નિર્દોષ સાબિત કરવાનો એક જ રસ્તો છે.આપણે તે ડ્રગ્સનો જથ્થો પકડવો પડશે."કિનારાએ કહ્યું.
તેટલાંમાં શિનાનો વીડિયો કોલ આવ્યો.તેણે પરિવારનાં તમામ સભ્યોને એક જગ્યાએ એકઠા કરવા કહ્યું.થોડા સમય બાદ ડ્રોઇંગરૂમમાં સ્ક્રિનપર ફોન કનેક્ટ કરવામાં આવ્યો.શિનાએ વીડિયો કોલ કર્યો.
લવ અને શિના એકબીજાનો હાથ પકડીને બેઠા હતા અને તેમની બાજુમાં રોકી હતો.રોકીને જોઇને બધાંને આશ્ચર્ય થયું.

શિના બોલી,"મમ્મીજી-પપ્પાજી,બધું ઠીક થઇ ગયું.અદા નામનું ગ્રહણ અમારા જીવનમાંથી હટી ગયું.અદ્વિકા,માફ કરજે તારી માતા વિશે આવા શબ્દો વાપરું છું પણ જે તેણે કર્યું છે તે જાણ્યા પછી કદાચ તું પણ તેવું જ વિચારીશ."
શિનાની વાત સાંભળીને જાનકીવિલામાં આનંદ છવાઇ ગયો.
"માઁ-પિતાજી,મને માફ કરી દો.હું ભટકી ગયો હતો."લવે બે હાથ જોડીને કહ્યું.
લવ ,શિના અને રોકીએ શરૂઆતથી બધી જ વાત જણાવી.આજે બનેલી તમામ ઘટના જણાવી.સિવાય એક વાત છોડીને.
"રોકી દિકરા,તારો હું ખૂબ ખૂબ આભારી છું.તે જે કર્યું છે તે માટે તારો હંમેશાં અહેસાનમંદ રહીશ."શ્રીરામ શેખાવતે કહ્યું.જાનકીદેવીએ તે વાતમાં હકાર પુરાવ્યો.

બધાં ખૂબ જ ખુશ હતા સિવાય ત્રણ જણાને છોડીને.તે હતાં લવ શેખાવત,શિના અને રોકી.

"કિનારા,તને કઇંક જણાવવું છે મારે."રોકીએ કહ્યું.બધાં અચાનક ચુપ થઇ ગયાં.
"શું વાત છે રોકી?"કિનારાએ પુછ્યું.

"કિનારા,થોડા દિવસ પહેલા જ્યારે હું અદાની હવેલી પર ગયો હતો.ત્યારે અદા તૈયાર થઇ રહી હતી.તેની હવેલીમાં ફરતાં ફરતાં અચાનક હું એક સ્ટોરરૂમમાં પહોંચ્યો.ત્યાં એક કબાટ ભુલથી ખસી ગયું તો પાછળ એક સિક્રેટ રૂમ હતો."રોકી આગળ બોલવાની હિંમત એકઠી કરી રહ્યો હતો.
"તો તે રૂમમાં શું હતું?"કિનારાએ ગંભીર થઇને પુછ્યું.

"કિનારા,તે રૂમમાં વિશાલઅંકલ હતા."રોકીએ કહ્યું.રોકીએ વિશાલભાઇ સંબંધિત બધી જ વાત જણાવી.

કિનારાના પગ નીચેથી જમીન ખસી ગઇ જાણે.તે આઘાતના માર્યે કશુંજ બોલીના શકી.તે ચક્કર ખાઇને બેભાન થઇ ગઇ.જે જાનકીવિલામાં થોડીક પહેલા આનંદનો માહોલ હતો.ત્યાં હવે પારાવાર ચિંતાના વાદળો હતા.

શું એલ્વિસના ખુલાસા બાદ શ્રીરામ શેખાવત કબીર અને કાયનાનો સંબંધ ફોક કરી શકશે?
કબીર અને કાયનાના લગ્ન થશે?
તે ડ્રગ્સનો જથ્થો કિનારા કેવી રીતે પકડશે?
વિશાલભાઇના જીવતા હોવાના સમાચારથી કિનારાના જીવનમાં શું બદલાવ આવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago

Neepa

Neepa 9 month ago

Deboshree Majumdar