રોકી અને શિનાનો પ્લાન અદાએ તેમની જ પર ઊંધો પાડ્યો.રોકીના કહેવાથી લવ,શિના,રોકી અને અદા,અદાની હવેલી પર આવ્યાં.
રોકી વિશાલભાઇને જે જગ્યાએ જોયેલા હતા,ત્યાં લઇ જઇને બધાને તે કબાટ ખસેડીને બતાવ્યું.રોકીના આઘાતસહ તે જગ્યાએ દિવાલ નિકળી.અદા મનમાં ને મનમાં પોતાના પર ખુશ થઇ.
તેને અલય પર શંકા ગઇકાલે જ થઇ ગઇ હતી.જ્યારે અલયને તેણે પરસેવે રેબઝેબ અને ગભરાયેલો જોયો, ત્યારે જ તે સમજી ગઇ હતી કે કઇંક ગડબડ છે.તેણે તે સ્ટોરરૂમમાં જઇને જોયું તો બધું બરાબર હતું.
ત્યારબાદ પોતના મનના સંતોષ માટે તેણે જ્યાં કિનારાના પપ્પાને રાખ્યા હતાં ત્યાં ગઇ.ત્યાં પણ બધું બરાબર હતું.તે ત્યાંથી પાછી જ ફરતી હતી કે તેનું ધ્યાન અંધારામાં ચમકતા કાંચના ટુકડા પર ગયું.તેણે જોયું કે તે કોઇના મોબાઇલની સ્ક્રિનનો તુટેલો ભાગ છે.
તેણે નીચે જઇને અલયનો ફોન તેનું ધ્યાનના હોય તેમ જોયો અને તેને વિશ્વાસ થઇ ગયો કે અલય તે રૂમમાં ગયો હતો.ત્યારબાદ તેણે અલયના ગયા પછી વિશાલભાઇને અન્ય જગ્યાએ શિફ્ટ કર્યા અને ત્યાં રાતોરાત પાક્કી દિવાલ ચણાવી દીધી.
તેણે અલયનો પીછો કરવા બે માણસ રાખ્યા.તે બે માણસોએ તેનો પીછો કર્યો તેની ફોન પર કોઇની સાથે વાતો સાંભળી જેમાં શિના નામનો ઉલ્લેખ થયો.આ વાત અદાને જાણ થતાં તે સમજી ગઇ કે અા અલય શિનાના પ્લાન હેઠળ તેને ફસાવે છે.
તેણે તેમનો પ્લાન તેમના પર ઊંધો પાડવા.પોતાના અમુક વાંધાજનક ફોટોગ્રાફ્સ પાડ્યા અને તેને ડેવલપ કરાવ્યા.જેને તે શિના અને અલય વિરુદ્ધ વાપરી શકે.
લવ ગુસ્સામાં હતો અને અદા મનોમન પોતાની હોશિયારી પર ખુશ થઇ રહી હતી.તેણે પોતાનું નાટક આગળ વધાર્યું.તે એક ચપ્પુ લાવી અને પોતાની નસ કાપવાના નાટક કરવા લાગી.
"મારે હવે નથી જીવવું.જેને મે સૌથી વધુ પ્રેમ કર્યો તેણે જ મારા પર શંકા કરી.ચારિત્રહીન હોવાના,કિડનેપ કરવાના ખોટા આરોપ લગાવ્યાં.લવ,તું શિના સાથે ખુશ રહેજે અને હું ઊપરવાળાને ત્યાં તારી સલામતીની દુઆ માંગીશ.સલામત રહેજે અને ખુશ રહેજે તું."અદા બોલી.
શિના પોતાનો પ્લાન નિષ્ફળ જવાના કારણે અને અદાના ખોટા નાટકોને કારણે આઘાતમાં હતી.તેને વિશ્વાસ હતો કે લવ અદાનો જ વિશ્વાસ કરશે.
અહીં લવ ખૂબ જ ઊંડા વિચારોમાં હતો.તેને શિના સાથેની મુલાકાત,તેમના લગ્ન અને કિઆરાનો જન્મ બધું જ યાદ આવ્યું.તેને યાદ આવ્યું કે કેવીરીતે પોતાના માટે શિનાએ પોતાની ઊજ્જવળ કારકિર્દી છોડી દીધી હતી.
તેને એ પણ યાદ આવ્યું કે પોતાના આ અનૈતિક સંબંધને કારણે તેમની દિકરી તેમનાથી દુર રહેવા માંગતી હતી અને પોતાના જીવનમાં તેણે પ્રેમ અને લગ્નને સ્થાન ના આપવાનું નક્કી કર્યું હતું.
લવને તે પણ યાદ આવ્યું કે રોકીએ શિના સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો અને શિના ને પ્રેમ આપવાનું પણ વચન આપ્યું હતું.
અદાના નાટકોને કારણે લવ વિચારોમાંથી બહાર આવ્યો અને તે અદા પાસે ગયો.તેણે અદા પાસેથી તે ચપ્પું લઇને ફેંક્યું અને તેના ગાલ પર બે તમાચા જડી દીધાં.
"સ્ટોપ ઇટ અદા.એક વાત સાંભળી લે આજથી અને અત્યારથી તારા અને મારા સંબંધ પુર્ણ થયા.આ હવેલી ખાલી કરીને અત્યારે જ નિકળી જા."લવે કહ્યું.
અદા,શિના અને રોકી ત્રણેય આઘાત પામ્યાં.રોકી અને શિનાને સુખદ આશ્ચર્ય થયું.
"પણ લવ,તે જોયું ને તે બધું ખોટું છે.તને મારા પર વિશ્વાસ નથી?"અદાએ મરણિયા થઇને કહ્યું.
"મને મારી આંખોના જોયેલા પર વિશ્વાસ છે.તે મને તે ફોટોગ્રાફ્સ બતાવ્યા પણ તે એ ના જોયું કે તે ફોટોગ્રાફ્સમાં નીચે ગઇકાલની તારીખ લખેલી છે અને મોડીરાતનો સમય પણ લખેલો છે.
તે આ દિવાલ બતાવી પણ તે એ ના વિચાર્યું કે આ તાજી બનેલી દિવાલની સુંગધ હું ઓળખી જઇશ."આટલું કહીને લવે એક લાકડાનો ભારે ડંડોજે ત્યાં પડેલો હતો તે લીધો અને તે દિવાલ પર જોરથી માર્યો.તે દિવાલ તાજી બનેલી અને નબળી હોવાના કારણે પડી ગઇ.
અદાના ચહેરાના રંગ ઊડી ગયા,જ્યારે શિના અને રોકી ખુશ થયા.લવ,શિના અને રોકી અંદર ગયાં પણ ત્યાં વિશાલભાઇ નહતા.અહીં અત્યાર સુધી કોઇ હતું તે વાત લવ અને શિના સમજી ગયા.
લવ અદા પાસે ગયો તેણે તેના વાળ જોરથી ખેચ્યા અને કહ્યું,"બોલ કિનારાના પપ્પા ક્યાં છે?નહીંતર હું પોલીસને બોલાવીશ અને જેલમાં થર્ડ ડિગ્રી ટોર્ચર મળતા જ તું પોપટની જેમ બોલવા માંડીશ."
અદાએ પોતાની જાતને છોડાવી.તેણે તે ચપ્પું સ્ફુર્તીથી લીધું અને શિનાને ખેંચી તેના ગળે મુક્યું.
"હા,મે વિશાલભાઇને કેદ કરેલા હતા અને તે હજીપણ મારા કેદમાં છે.તેવું કેમ કર્યું ? તો જવાબ છે કિનારા.કિનારા સાથે બદલો લેવા.શેનો બદલો?કેવો બદલો?વિશાલભાઇ ક્યાં છે? તે જાણવું અશક્ય છે કેમકે તે માત્ર હું જ જાણું છું.
જાઓ કહી દો તમારી કિનારાને કે વિશાલભાઇ મારી કેદમાં છે.તાકાત હોય તો બચાવે."આટલું કહીને અદા શિનાને બાનમાં રાખી દરવાજા સુધી ગઇ.તેણે શિનાના હાથે ચપ્પુ માર્યું તેને અંદર ધકેલી અને દરવાજો બહારથી બંધ કરીને ભાગી ગઇ.
શિના નીચે પડી ગઇ.તેના હાથમાંથી લોહી નિકળવા લાગ્યું.લવ અને રોકી શિના તરફ ભાગ્યાં.
"હું મારી જાતને સંભાળી લઇશ.તમે તેની પાછળ જાઓ તેને પકડો."શિનાએ પોતાના હાથ પર રૂમાલ વિંટતા કહ્યું.
લવ અને રોકી દરવાજો તે ભારે ડંડાની મદદથી તોડીને તે અદાની પાછળ ગયા.અહીં શિનાએ ફોન કરીને ડોક્ટર અને પોલીસને બોલાવ્યા.
***********
આજની સવાર એક અલગ જ સુગંધ અને અહેસાસ લાવી હતી.પ્રેમનો અહેસાસ માણસને સાવ બદલી દે છે.તે છોકરો હોય કે છોકરી.
કાયના અને રનબીરના આ જ હાલ હતા.સવારથી ઉઠીને અરીસા સામે કાયનાએ લગભગ એક કલાકથી વધુ ગાળ્યો પણ હજી તે તૈયાર નહતી થઇ.
વોર્ડરોબના બધાં કપડાં પલંગ પર હતા.આટલા બધાં કપડાં હોવાછતા શું પહેરવું તે કાયના નક્કી નહતી કરી શકતી.
તેણે આંખો બંધ કરી અને રનબીરની પસંદગીનો ડ્રેસ તેણે કલપ્યો.તે પ્રમાણે તેની પાસે એક હેવી ડ્રેસ હતો.અંતે બીજા અડધા કલાકની મહેનત પછી તે તૈયાર થઇ.
સામે છેડે રનબીર પણ અાજે વધુ હેન્ડસમ લાગી રહ્યો હતો.કાયનાના પ્રેમની અને પહેલા પ્રેમના પહેલા સ્પર્શની ચમક તેના ચહેરા પર સાફ દેખાઇ રહી હતી.
પુરી રાત નહીં ઊંઘવાની ચાડી તેમની બંનેની આંખો સાફ સાફ ખાઇ રહી હતી.તે બંને નીચે આવ્યાં બ્રેકફાસ્ટ માટે.બ્રેકફાસ્ટ ટેબલ પર બધાં તેમની રાહ જોઇ રહ્યા હતાં.કાયનાને જોઇને આજે જાનકીવિલામાં બધાં આશ્ચર્યચકિત થઇ ગયા.
ગુલાબી અને પીળા રંગનો ઘેરવાળો અનારકલી ડ્રેસ,ચુડિદાર,ખુલ્લાવાળમા હાફ પોની,કાનમાં સુંદર મોટા ઝુમખા, ચહેરા પર હળવો મેકઅપ અને કપાળ પર નાની બિંદી.કિનારાએ ઊભી થઇને પોતાની દિકરીનું કપાળ ચુમી લીધું.જાનકીદેવીએ પોતાની પૌત્રીના ઓવારણા લીધાં.
"કાયના દી,શું વાત છે?આજે આટલા સુંદર તૈયાર થઇને આવ્યાં છો.કઇ ખાસ કે શું ?"કિઆરાએ તેને ચિઢવતા કહ્યું.આ સાંભળીને રનબીરને ખાંસી આવી અને શ્રીરામ શેખાવતને હસવું આવ્યું.કાયનાએ તેની સામે આંખો કાઢી.
કિઆરા આજે કાયનાને ચિઢવવાનો એકપણ ચાન્સ છોડવા નહતી માંગતી.કાયના અને રનબીર એકબીજાની બાજુમાં બેસ્યા.રનબીરે પુરી ફિલ્મી રીતે કાયનાનો હાથ ટેબલ નીચે પકડી લીધો.જેને કાયનાએ છોડાવવાની કોશીશ કરી.અંતે નિષ્ફળ થઇને તેણે ડાબા હાથે નાસ્તો કરવાની શરૂઆત કરી.
કિઆરાએ ફરીથી તેને ચિઢવી,"દી,કઇંક તો વાત છે.આજે તમે આવા કપડાં પહેર્યા.તમને તો હંમેશાં મોર્ડન ડ્રેસ વધુ ગમે છે અને ડાબા હાથે જમો છો.આજે બધું ઊંધુ ઊંધુ થઇ રહ્યું છે."
કાયનાએ પહેલા તેની સામે અને પછી રનબીર સામે ગુસ્સાથી જોયું.રનબીરે તેનો હાથ છોડી દીધો અને કિઆરા ચુપચાપ ખાવા લાગી.શ્રીરામ શેખાવતને ફરીથી હસવું આવ્યું.
અંતે કાયના,રનબીર અને શ્રીરામ શેખાવત એલ્વિસની ઓફિસે પહોંચ્યા.એલ્વિસ દાદુને જોઇને આશ્ચર્ય પામ્યો.કાયના અને રનબીરને એકસાથે જોઇને તેને ખૂબ જ ખુશી થઇ.
"દાદુ,તમે?"એલ્વિસે પુછ્યું.
"હા બેટા,મને બધી જ ખબર છે કાયના અને રનબીર વિશે.મારે જાણવું છે કે તું કબીર વિશે શું કહેવા માંગે છે?અંતે મારી પૌત્રીના ભવિષ્યનો સવાલ છે."શ્રીરામ શેખાવતે કહ્યું.
એલ્વિસે હકારમાં માથું હલાવ્યું.તેણે તેમને બેસવા કહ્યું અને તેમના માટે ચા નાસ્તો મંગાવ્યો.
" શું લાગે છે તમને? કે હું અને કબીર એકબીજાને ઓળખતા હોઇશુ.?"એલ્વિસે પુછ્યું.
"એ જ કે તું અને કબીર ભુતકાળમાં કદાચ એક બે વાર મળ્યા હશો અને તારો કોઇ ખરાબ અનુભવ હશે કબીર સાથે."શ્રીરામ શેખાવતે કહ્યું.
તેમનો જવાબ સાંભળીને એલ્વિસ ખડખડાટ હસ્યો.
"હું અને કબીર એકસમયે ખાસ દોસ્ત હતાં.અમે સાથે કામ કરતા હતાં."
એલ્વિસની વાતે તે ત્રણેયને આશ્ચર્યસહ એક ઝટકો આપ્યો.તેમના મોઢા ખુલ્લા રહી ગયાં.
શું અદા પકડાઇ જશે કે ભાગી જશે?
શું લવ,શિના અને રોકી વિશાલભાઇના જીવીત હોવાની વાત કિનારાને જણાવશે?
કબીર અને એલ્વિસ ખાસ દોસ્ત હતા,તો કેમ તે આજે અજાણ્યાની જેમ રહે છે?
જાણવા વાંચતા રહો.