કિઆરા તેના દાદુની કોયડા સમાન વાતો સમજી નહતી શકતી.
"દાદુ,તમે કહેવા શું માંગો છો?એટલે જ હું તમને કહેવા નહતી માંગતી.તમે ગુસ્સે છો ને?"કિઅારા ચિંતામાં બોલી.
"ના મારી વ્હાલી કિઆરા,હું ગુસ્સે નથી ,હું તો ખુશ છું.મને તો આમપણ કબીર ઓછો ગમે છે.ખબર નહીં કેમ તે સર્વગુણ સંપન્ન છે છતાં પણ મને કઇંક ઠીક નથી લાગતું."શ્રીરામ શેખાવતની વાતો સાંભળીને કિઆરા ખુશ થઇ ગઇ.
"શું ? ખરેખર દાદુ? તમને કાયના દીદી અને રનબીરના પ્રેમથી કોઇ વાંધો નથી?પણ કબીર તો કેટલો સારો છે.મારો બહુ જીવ બળે છે તેના માટે.આ બધાંમાં તેનો શું વાંક?"કિઆરા બોલી.
"કિઆરા,જોડીઓ ઊપરથી બનીને અાવે છે.કાયનાની કિસ્મતમાં કબીરનો સાથ હશે કે રનબીરનો સાથ?તે તો સમય જણાવશે.ચલ કાયનાને મળીએ."શ્રીરામ શેખાવત.
અહીં કાયના અને રનબીર એકબીજાની સામે જ જોઇ રહ્યા હતાં.રનબીરનું પોતાને આમ જોઇ રહેવું કાયનાને શરમ અપાવી ગયું.તે રનબીરની ઉંધી બાજુ ફરી ગઇ.
રનબીરને પોતાના કાન પર વિશ્વાસ નહતો થતો કે કાયના શું બોલી.
"તે શું કહ્યું?ફરીથી બોલને?રનબીરે કહ્યું.
"ગોલ્ડન વર્ડ્સ કેન નોટ બી રીપીટેડ."કાયના બોલી.
રનબીરની ખુશીનો આજે પાર નહતો.નાનપણથી માત્ર માઁ અને દાદુનો જ પ્રેમ પામ્યો હતો.તેણે ક્યારેય નહતું વિચાર્યું કે કાયના જેવી છોકરી તેને પ્રેમ કરશે.તેણે તો એ જ નહતું વિચાર્યું કે તેના જીવનમાં પણ પ્રેમ આવશે.
આજે પહેલી વાર કાયનાને રનબીરની હાજરીમાં કઇંક અલગ અનુભવાઇ રહ્યું હતું.તેના ચહેરા પર શરમની લાલી હતી
તે રનબીર તરફ પીઠ કરીને ઊભી રહી હતી પોતાના નખ ચાવી રહી હતી.રનબીર તેની સામે ગયો તો તે બાલ્કનીના પડદા પાછળ છુપાઇ ગઇ.રનબીર કન્ફયુઝ થઇ ગયો કે કાયના આ શું કરી રહી છે.
"કાયના,આ શું કરે છે?હું કઇ પહેલી વાર તારી સામે થોડી ઊભો છું?"
"પહેલાની વાત અલગ હતી અને હવે વાત અલગ છે."કાયના બોલી.રનબીર હવે તોફાની સ્વરમાં બોલ્યો,"અચ્છાજી,પહેલા શું અલગ હતું અને હવે શું અલગ છે?"આટલું કહીને તેણે કાયનાનો હાથ પકડ્યો અને પડદાની બહાર ખેંચી.
"સારું,તું શરમાય બેઠી બેઠી હું જાઉ છું સુવા."રનબીર નાટક કરતા બોલ્યો.કાયના ડરી ગઇ.તેણે રનબીરનો હાથ પકડીને રોકી લીધો.
રનબીરે કાયનાને ગળે લગાવી લીધી.રનબીરે કાયનાનો ચહેરો પકડ્યો અને પોતાના ચહેરાની નજીક લાવી દીધો.તેણે કાયનાના હોઠો પર પોતાના હોઠ મુકીને તેણે પોતાના પહેલા પ્રેમની પહેલી મીઠી ભેંટ લીધી.
ક્યાંય સુધી એમ જ રહ્યા બાદ કાયના અને રનબીર એકબીજાને ગળે લાગેલા હતા.
તેટલાંમાં જ રૂમમાં શ્રીરામ શેખાવત અને કિઆરા દાખલ થયા.તે બંનેને આમ જોઇને તેમને આશ્ચર્ય થયું.
અહીં રનબીર અને કાયના ડરી ગયા.
"દાદુ,પ્લીઝ મારી વાત સાંભળો.તમે વિચારો છો એમ નથી."
"તો કેવું છે?"શ્રીરામ શેખાવતે પુછ્યું.
"ઇટ્સ જસ્ટ અ ફ્રેન્ડલી હગ."કાયના બોલી.
"અચ્છા,ફ્રેન્ડલી હગ.દાદુને બનાવે છે.મને કિઆરાએ બધું જ કહી દીધું છે કે રનબીર કાયનાને અને કાયના રનબીરને પ્રેમ કરે છે."શ્રીરામ શેખાવતે કડક અવાજમાં કહ્યું.
કાયના અને રનબીર ડરી ગયાં.તેમનો ડરેલો ચહેરો જોઇને શ્રીરામ શેખાવત પોતાનું હસવું ટાળી ના શક્યાં અને તે ખડખડાટ હસી પડ્યાં.
"શું દાદુ!થોડુંક વધારે ગુસ્સો કરવાનો હતો.કેવી મજા આવી રહી હતી તેમનો ક્લાસ લઇને."કિઆરા મોઢું ચઢાવીને બોલી.
પછી તે પણ હસવા લાગી.
"કિઆરાની બચ્ચી,તારી તો ખેર નથી."આટલું કહીને કાયના કિઆરાની પાછળ ભાગી.કિઆરા પલંગ પર પડી ગઇ.કાયના તેના પેટ પર બેસી ગઇ અને તેના કાન ખેંચ્યા જોરથી.
"તે દાદુને કહ્યું."
"દાદુ તમારા પ્રેમને સપોર્ટ કરે છે."કિઆરાએ કહ્યું.
"દાદુ,ખરેખર?મે અને રનબીરે પ્રેમનો એકરાર તો કરી લીધો પણ અમારો પ્રેમ પૂર્ણ નહીં થાય.રનબીર મારી સગાઇ કબીર સાથે થઇ ગઇ છે અને હવે તો લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે.દાદુ,આ બધું કેવીરીતે ઠીક થશે.આ તો જાણે કે 'રાયતા ફેલ ગયા'જેવું થયું.મેસ થઇ ગયું."કાયનાની વાતે રનબીરને ઉદાસ કરી દીધો.
"હા રાયતુ તો ફેલાવ્યુ છે તમે,પણ જ્યાંસુધી તમારો દાદુ જીવે છે ત્યાંસુધી તમારો પ્રેમ અધુરો નહી રહે.કઇંકને કઇંક તો વિચારી જ લઇશું."શ્રીરામ શેખાવતે કહ્યું.
"કરીશું શું,દાદુ?"કિઆરા બોલી.
તેટલાંમાં રનબીરને એલ્વિસનો ફોન આવ્યો.રનબીરે બહાર જઇને એલ્વિસ સાથે વાત કરી.તેને જણાવ્યું કે કેવીરીતે તેણે અને કાયનાએ એકબીજાને આઇ લવ યુ કહ્યું અને શ્રીરામ શેખાવતનો સપોર્ટ પણ મળ્યો.
"વાઉ,કોન્ગ્રેચ્યુલેશન્સ બ્રો.કાલે કાયનાને પણ લેતો આવજે.કાયનાને પણ જણાવીશ જે મારા અને કબીર વચ્ચે બન્યું હતું તે."આટલું કહી એલ્વિસે ફોન મુકી દીધો.
રનબીરે અંદર આવીને એલ્વિસ સાથે થયેલી વાત જણાવી.
"શું !એલ્વિસ અને કબીર વચ્ચે એવું તો શું થયું છે કે તે એમ કહે છે કે કબીર કાયનાને લાયક નથી.રનબીર,તારી અને કાયનાની સાથે હું પણ આવીશ.અંતે આ મારી પૌત્રીના જીવનનો સવાલ છે.આમપણ આપણે આ સગાઇ ફોક કરવા કોઇ સજ્જડ કારણ તો જાનકીદેવીને આપવું જ પડશે.અત્યારે બધાં પોતપોતાના રૂમમાં જઇને સુઇ જાઓ."શ્રીરામ શેખાવતે કહ્યું.
********
લવ શેખાવત ખુબજ ગુસ્સામાં હતો.અદા ડરેલી હતી પોતાના કપડાં સરખા કરીને તેણે કહ્યું,"લવ,મારી વાત સાંભળ.તે જે જોયું તે સાચું હોવાછતા સાચું નથી."
"અચ્છા,અને એ કેવીરીતે અદા?"શિનાએ પુછ્યું.
"લવ,આ સ્ત્રી કઇ બોલે તે પહેલા છેલ્લા ત્રણ દિવસમાં શું બન્યું તે મારે જણાવવું છે."રોકીએ કહ્યું.
"અદા,મારું નામ અલય નહીં રાકેશ પટેલ છે.હું શિનાનો કોલેજનો મિત્ર છું."આટલું કહી રોકીએ પોતાના વિશે જણાવ્યું.ત્યારબાદ તેણે લવને અદાએ પડાવેલા ફોટોગ્રાફ્સ બતાવ્યાં.તેની હરકતો વિશે કહ્યું.
"આ તો કશુંજ નથી લવ.હું તને તેના ભુતકાળ વિશે જણાવું.તેના ભુતકાળના વિશે તેણે તને જે વાતો તેણે કહી હતી તે ખોટી હતી."આટલું કહી શિનાએ તે દાદીએ જણાવેલી વાત કહી અને તે વખતે રેકોર્ડ કરેલો વીડિયો પણ બતાવ્યો.
"તો લવ તને હજી પણ કોઇ સાબિતી જોઇએ છે કે આટલું બસ છે?તને વિશ્વાસ આવ્યો કે આ સ્ત્રી પોતાની જરૂરિયાત માટે તારો ઉપયોગ કરતી હતી.તને આટલા વર્ષ મુર્ખ બનાવ્યો.જ્યારે તેને લાગ્યું કે તું મને નહીં છોડે તો તેણે નવો બકરો ફસાવ્યો.દરેક ઊંમરની એક મર્યાદા હોય જે આ સ્ત્રી ભુલી ગઇ હતી.
દરેક ઊંમરનો એક મલાજો જાળવવાનો હોય.લવ,તોડી દે તારા તમામ સંબંધ આ સ્ત્રી જોડેથી અને અાપણી હવેલી જે તેને રહેવા આપી છે તે પાછી લઇ લે."શિનાએ ભારે અવાજમાં કહ્યું.
"બોલી લીધું તમે બંનેએ ?મારા વિરુદ્ધ ઝેર બહાર કાઢી લીધું?તો હવે સાંભળ હા સાચી વાત છે કે હું લાલચમાં આવી ગઇ હતી પણ તે લાલચ અલગ હતી.હું પણ શહેરની સ્ત્રીઓની જેમ ગ્લેમરસ દેખાવવા માંગતી હતી.આણે મને લાલચ આપી હતી કે હું મેગેઝીનના કવર પેજ પર આવીશ.તો હું ભોળવાઇ ગઇ.મે તેનો નહીં તેણે મારો ફાયદો ઉઠાવવાની કોશીશ કરી.તેણે મારા થોડાક અશ્લીલ ફોટા પાડી લીધાં જ્યારે હું કપડાં બદલતી હતી.
તેના જોર પર મને બ્લેકમેઇલ કરીને તેણે મારું શારીરિક શોષણ કરવા ઇચ્છયું.તેણે મને ધમકી આપી કે હું તેમ નહીં કરું તો તે ફોટા સોશિયલ મીડિયામાં મુકી દેશે.હું શું કરતી?"અદાએ આખી બાજી પલટવા જોરદાર નાટક કર્યું.તે લવના પગમાં પડીને રડવા લાગી.
"ખોટું બોલે છે."શિના અને રોકી એકસાથે બોલ્યા.
"આ તારી શિનાનો પ્લાન હતો મને બદનામ કરીને તારા જીવનમાંથી દુર કરવાનો."અદાએ નાટક ચાલું રાખ્યું.
અદાએ પોતાના પર્સમાંથી તે ફોટો લવને બતાવ્યા.
"લવ,એકબીજી વાત તેણે તારી હવેલીના ઉપરના સ્ટોરરૂમમાં કિનારાના પપ્પા વિશાલઅંકલને કેદ કર્યા છે.મે મારી નજરે જોયા છે.આ સ્ત્રીએ અમારો અકસ્માત કરાવ્યો.તે પોતાના ફાયદા માટે કઇપણ કરાવી શકે છે."રોકીએ સત્ય વાત કહી.
રોકી અને શિના અત્યંત આઘાતમાં હતા.અદાના આ પગલા વિશે તેમણે નહતું વિચાર્યું.
"હજી કેટલા ખોટા આરોપ લગાવશો મારા પર?"અદાએ રડતા કહ્યું.
"લવ ,તું એક કામ કેમ નથી કરતો?આપણે તે હવેલીમાં જઇએ અને ત્યાં તે સ્ટોરરૂમમાં જઇને ચેક કરી લઇએ.તેની સત્ય હકીકત બહાર આવી જશે.
લવ આઘાતમાં હતો.શું સાચું શું ખોટું તે સમજવામાં નિષ્ફળ હતો.તેણે હકારમાં માથું હલાવ્યું.તે બધાં હવેલી પર ગયાં.
"અહીં મારી પાછળ આવો.સૌથી ઊપરના માળ પર."રોકી બોલ્યો .
રોકીની પાછળ પાછળ લવ,શિના અને અદા ગયાં.રોકી તેમે તે રૂમમાં લઇ ગયો.ત્યાં તેણે તે કબાટ હટાવ્યું.સામે જોઇને તે આઘાત પામ્યો.ત્યાં એક સિક્રેટ રૂમની જગ્યાએ દિવાલ હતી.
શ્રીરામ શેખાવત,કાયના અને રનબીરને કબીર વિશે શું જાણવા મળશે?
લવ ફરીથી અદાની જાળમાં ફસાઇ જશે?
જાણવા વાંચતા રહો.