Jivanni dhadati sandhyae taro sath - 63 in Gujarati Social Stories by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ ભાગ--63

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ ભાગ--63


રનબીર તે રૂફટોપ કેફેમાં ગયો.તે ગાર્ડસના રોકવા છતા તે જગ્યાએ ગયો જ્યાં કબીર અને કાયના હતા.કબીર અને કાયના એકબીજાના ગળે લાગેલા હતા.રનબીર ગુસ્સામાં કાંપી રહ્યો હતો.રનબીર અંદર જતો હતો.તે ગુસ્સામાં જઇને બધું ખરાબ કરવાનો જ હતો.તેટલાંમાં તેના મોબાઇલમાં તેની મમ્મીનો મેસેજ આવ્યો તેમણે તેને ભણવા માટે અને કોમ્પીટીશન માટે ઓલ ધ બેસ્ટ કહ્યું હતું.

"હે ભગવાન,હું મારા ગુસ્સામાં બધું જ ગુમાવી દેત.આટલો સારો પરિવાર,આટલા સારા મિત્રો પણ હું કાયનાને ખુબજ પ્રેમ કરું છું અને આ વાત હવે હું તેને કહ્યા વગર નહીં રહી શકું.

તો શું કરું?કાયના અને કબીરને આમ એકસાથે જોઇને મને જલન થાય છે."રનબીર સ્વગત આટલું બોલ્યો અને તેણે કઇંક વિચાર્યું.

તેણે અંદર જઇને ગળું ખોંખાર્યું.કબીર અને કાયના એકબીજાથી અળગા થયા.કબીર અને કાયના રનબીરને જોઇને આશ્ચર્ય પામ્યાં.

"સોરી ગાયઝ,આઇ એમ વેરી સોરી.મને ખુબજ શરમ આવે છે કે હું તમારા બંનેની રોમેન્ટિક ડેટ ખરાબ કરી રહ્યો છું."રનબીર બોલ્યો.

"ઇટ્સ ઓ.કે રનબીર,પણ વાત શું છે?તું આમ અચાનક અહીં આવ્યો?એની પ્રોબ્લેમ?"કબીરે અણગમા સાથે પુછ્યુંમ

"અમ્મ,હા કિનુ મોમની તબિયત થોડી ખરાબ હતી.તે કાયનાને મળવા માંગે છે."રનબીરે ગપ્પું માર્યું.

"શું !મોમની તબિયત ખરાબ છે?શું થયું?એક ફોન કરી દેવો જોઇએને."કબીરે ચિંતામાં કહ્યું.

"ફોન નહતો થાય એમ કેમકે મોમ નહોતા ઇચ્છતા કે ઘરે બધાં ને જાણ થાય કે તેમની તબિયત ખરાબ છે.તમે ઘરે આવો તો બધાને ખબર પડી જાય કે તેમની તબિયત ખરાબ છે.
કાયના,તેમનું બ્લડપ્રેશર ઘટી ગયું છે.ચલ જલ્દી.સોરી,અમ્મ કબીર હું કાયનાને લઇ જઉંને?તું પ્લીઝ ઘરે કોઇને કહેતો નહીં મોમે ના પાડી હતી પણ મને થયું કે તે કાયનાને મળશે તો તેમને સારું લાગશે."રનબીરે તેનું જુઠાણું આગળ વધારતા કહ્યું.

"ઓહ,હું પણ આવું છું."કબીરે કહ્યું.

"ના,કબીર મોમ મારાથી નારાજ થશે કે મે તમારી ડેટ બગાડી.જઇશું કાયના?"રનબીરે પુછ્યું.કાયનાએ કબીર સામે જોયું કબીરે હકારમાં માથું હલાવ્યું.
"ઘરે જઇને મેસેજ કરજે કે મોમને કેવું છે?"કબીરે કહ્યું

"સોરી કબીર."આટલું કહી રનબીર કાયનાનો હાથ મજબુતીથી પકડીને ઘરે જવા નિકળ્યો.

અહીં મિહિર અને હિયા રાહ જોઇને બેસેલા હતા કે રનબીરના ઉપર ગયા પછી ધમાકા થશે.કબીર અને રનબીર એકબીજા સાથે ઝગડશે પણ રનબીરના ગયા પછી પણ થોડીક વાર સુધી કોઇ અવાજ ના આવ્યો.

"હિયા,વાત શું છે?તારો પ્લાન ફ્લોપ ગયો પાછો કે શું ?"મિહિરે પુછ્યું.

"તમારા બધાં કરતા મારો પ્લાન ફુલપ્રુફ હતો.આટલો તો ચાલ્યો.ખબર નહીં રનબીરનું મન બદલાઇ ગયું હોય તો.બાકી મે તેને ભડકાવવામાં કશુંજ બાકી નહતું રાખ્યું."હિયાએ કહ્યું.

હિયા અને મિહિર ચર્ચા કરી રહ્યા હતાં તેટલાંમાં રનબીર અને કાયના એકબીજાનો હાથ પકડીને નીચે આવ્યાં અને બહાર નિકળી ગયા.તે બંને અત્યંત આઘાત પામ્યા.

"હિયા,આ શું થયું ?કોઇપણ ઝગડા કે બબાલ વગર રનબીર કાયનાને લઇ જાય છે."મિહિરે કહ્યું.

થોડીવાર પછી કબીર પણ નીચે ઉતર્યો.તે ખુશ હતો કેમ કે આજે કાયના સાથે તેણે ખુબજ સરસ સમય પસાર કર્યો.હા,કિનુ મોમની તબિયતને કારણે તે થોડો ચિંતિત હતો પણ તે ઠીક થઇ જશે તે વાત તે જાણતો હતો.

અહીં રેસ્ટોરન્ટની બહાર આવતા જ રનબીરે તેનું જેકેટ કાયનાને આપ્યું.કાયના ખુબજ ચિંતામાં હતી.તેણે જેકેટ પહેરી લીધું અને તે રનબીરના બાઇકમાં તેની પાછળ બેસી ગઇ.આખા રસ્તે તે બંને કશુંજ ના બોલ્યા.

રનબીર ખોટું બોલીને કાયનાને કબીરથી અલગ કરીને લઇ તો આવ્યો પણ હવે તે ઘરે જઇને કાયનાને શું કહેશે.અંતે તે બંને ઘરે આવ્યાં.કાયના બાઇક પરથી ઉતરીને કિનારાના રૂમ તરફ દોટ મુકી.રનબીર તેની પાછળ ભાગ્યો.કાયના કિનારાના રૂમનો દરવાજો ખખડાવે તે પહેલા રનબીરે તેનો હાથ પકડી લીધો.

"રનબીર,શું કરે છે?મને મોમને મળવું છે.મોમની તબિયત ખરાબ છે."કાયના ગુસ્સે થઇને બોલી.

રનબીર તેની વાત વણસાંભળી કરીને તેને તેના રૂમમાં લઇ ગયો.તેણે બારણું બંધ કર્યું.

"આ બધું શું છે,રનબીર?તું મને અહીં કેમ લાવ્યો?"કાયનાએ પુછ્યું.

"મોમને કશુંજ નથી થયું.હું ખોટું બોલ્યો."રનબીરની આ વાત સાંભળીને કાયના આઘાત પામી.

"કેમ રનબીર? કેમ આટલું મોટું જુઠાણું બોલ્યો?કેમ તે મારી અને કબીરની ડેટ ખરાબ કરી?સોરી ટુ સે મને તારી ઊપર ખુબજ ગુસ્સો આવી રહ્યો છે."કાયના ગુસ્સામાં બોલી.

રનબીરે ગુસ્સામાં બોલી રહેલી કાયનાના મોઢે હાથ મુક્યો.તેને હવે ગુસ્સો આવ્યો.તેને યાદ આવ્યું કે કેવીરીતે કબીરના હાથ કાયનાની પીઠ પર ફરી રહ્યા હતાં.તેણે કાયનાને પોતાના બે હાથમાં ઊંચકી અને તેને બાથરૂમમાં લઇ ગયો.તેણે કાયનાને શાવર નીચે ઊભી રાખી અને પોતાનું જેકેટ તેના શરીર પરથી હટાવ્યું અને શાવર ઓન કરી દીધો.

"આ શું કરે છે?"કાયના થોડી ડરી ગઇ હતી.રનબીરને પહેલા આવો ગુસ્સામાં નહોતો જોયો.રનબીરે કાયનાના ગળે અને પીઠ પર હાથ ફેરવીને પાણીથી જાણે કે કબીરનો સ્પર્શ દુર કર્યો.

તે પોતે પણ પલળી ગયો હતો.તેની આંખોમાં જુનુન હતું.
"કપડાં બદલીને બહાર આવ.હું પણ કપડાં બદલીને આવું છું."આટલું કહીને રનબીર પોતાના રૂમમાં જતો રહ્યો.કપડાં બદલીને તે પાછો કાયનાના રૂમમાં આવ્યો.

કાયના કપડાં બદલીને પોતાના રૂમની બાલ્કનીમાં બેસેલી હતી.આ બધું શું થઇ રહ્યું હતું.તેટલાંમાં કબીરનો ફોન આવ્યો.

"કાયના,મોમને કેવું છે?"
કાયના કબીરથી ખોટું નહતી બોલવા માંગતી પણ સાચું કહે તો કબીર ગુસ્સે થઇ શકતો હતો અને નારાજ પણ.
"મોમ સુઇ ગઇ છે તો મે તેમને ઉઠાડ્યા નહીં."કાયનાએ આટલું કહીને ફોન મુકી દીધો.

તેટલાંમાં રનબીર આવ્યો.આવેશમાં આવીને આ પગલું ભરી લીધું પણ હવે કાયનાને શું કહેવું તે સમજાતું નહતું.કાયના રનબીર પર ખુબજ ગુસ્સે હતી.

તેણે આવતાવેત જ રનબીરનું ગળું પકડ્યું.
" આ બધું શું છે?આઇ વોન્ટ ક્લેરીફીકેશન.મોમ ઠીક છે છતાપણ તું ખોટું બોલ્યો અને આ બાથરૂમમાં શાવર તે શું હતું?"

"આઇ એમ સોરી." રનબીર.

"સોરી મારા સવાલના જવાબ નથી રનબીર."કાયના.

રનબીર નીચે જોવા લાગ્યો.કાયનાએ ગુસ્સામાં તેનું મોઢું ઉંચુ કર્યું અને કહ્યું,"બે મીનીટમાં તું સાચું ના બોલ્યોને તો હું મોમને જગાડીને આ બધું કહીશ."

રનબીર ખુબજ ગભરાઇ રહ્યો હતો.તે કાયનાની સામે જોઇ રહ્યો હતો.
"બોલ.બે મીનીટ શરૂ થઇ ગઇ છે."કાયના મોબાઇલમાં ટાઇમ જોઇ રહી હતી અને રનબીરની સામે જોઇ રહી હતી.
"હું મોમને ઉઠાડવા જઉં છું."આટલું કહીને કાયના જતી હતી.તેટલાંમાં કબીરે તેનો હાથ પકડ્યો.
"આઇ લવ યુ."

કાયના ઝટકા સાથે ઊભી રહી.
"વોટ?"
"આઇ લવ યુ.જે દિવસે તને જોઇ હતીને ત્યારથી તારા માટે હ્રદયમાં ખાસ લાગણી હતી.જેમ જેમ તારી સાથે રહેતો ગયો તેમ તેમ આ લાગણી વધુ ગાઢ થતી ગઈ.

તારી કબીર સાથે રોમેન્ટિક ડેટ પર જવાની વાતથી જ મને તકલીફ થઇ ગઇ.મારું મન કેવી કેવી ભયાનક કલ્પનાઓ કરી રહ્યા હતા.હું ડરી ગયો અને તારી પાસે આવી ગયો.ખોટું બહાનું બનાવીને તને લઇ આવ્યો.

મને ખબર છે કે તારી સગાઇ થઇ ગઇ છે.મારે તને આ બધું ના કહેવું જોઇએ.તું કોઇ બીજાની અમાનત છો.તને મારા પર ખુબજ ગુસ્સો આવતો હશે,પણ"રનબીરને બોલતા અટકાવીને કાયના બોલી,"આઇ લવ યુ ટુ."

રનબીરને તેના કાનો પર વિશ્વાસ ના આવ્યો.
********

કિઆરા ખુબજ ચિંતામાં ટેરેસ પર આમથી તેમ આંટા મારી રહી હતી.તે રનબીર અને કાયના એકબીજાને પ્રેમ કરે છે તે વાત જાણીને ચિંતામાં હતી.

"હું શું કરું?દીની મદદ કઇ રીતે કરું?"
તેટલાંમાં શ્રીરામ શેખાવત આવ્યાં.
"શું થયું મારી દિકરી?આટલી રાત્રે આમ ચિંતામાં અગાસી પર કેમ આંટા મારે?કોઇક વાર હ્રદયની વાત આ દાદુ સાથે પણ શેયર કર.દાદી જ વ્હાલી છે ખાલી?"તેમણે કહ્યું.

"ના,એવું નથી દાદુ પણ વાત એવી છે કે હું તમને કહીશને તો તમે ગુસ્સે થશો."કિઆરા બોલી.
"પ્રોમિસ,નહીં થાઉં.બોલ."શ્રીરામ શેખાવત બોલ્યા.

તેણે કાયના અને રનબીર વિશે બધું જ કહ્યું.શ્રીરામ શેખાવત આઘાત પામ્યાં.
"જોયું,એટલે જ નહોતી કહેતી.તમે હવે ગુસ્સો કરશો."કિઆરા બોલી.

"ના,હું ગુસ્સે નથી.હું ખુશ પણ છું,દુખી પણ છું અને ડરેલો પણ છું."શ્રીરામ શેખાવતે કહ્યું.

"એટલે."
"એટલે એમકે હું ખુશ છું કે કાયનાને પ્રેમ થયો.જે છોકરી પ્રેમમાં વિશ્વાસ નહોતી કરતી.તેને પ્રેમ થયો.
હું દુખી છું કે તેને તેનો પ્રેમ નહીં મળે અને હું ડરેલો છું કે આ વાત ઘરમાં બધાંને જાણ થશે તો શું થશે?"શ્રીરામ શેખાવતની કોયડા સમાન વાતો કિઆરા સમજી ના શકી.

શ્રીરામ શેખાવત ગાઢ વિચારમાં પડી ગયાં..
શું કાયના અને રનબીરનો આ પ્રેમનો એકરાર તેમના જીવનમાં તોફાન લાવશે?
તેમનો પ્રેમ સંપૂર્ણતા પામશે?
શ્રીરામ શેખાવત કહેવા શું માંગે છે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

HETAL

HETAL 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Neepa

Neepa 9 month ago

Deboshree Majumdar