Wanted Love 2 - 62 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--62

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--62


રોકી અદાના હાથને છોડાવવાની કોશીશ કરી રહ્યો હતો.
"અલય,શું વાત છે?તું કેમ મારાથી દુર ભાગે છે?તે જ તો કહ્યું હતું કે આપણે પુરો દિવસ એકસાથે વિતાવીશું."અદા ફરીથી તેની નજીક જતા બોલી

"હા એ જ તો હું કહેવા માંગુ છું કે આખો દિવસ પડ્યો છે પ્રેમ કરવા.પહેલા પેટપુજા કરી લઇએ?"રોકીએ તેનાથી બચવા માટે કહ્યું.

અહીં શિનાએ બીજી ગાડી અને ડ્રાઇવર બોલાવી લીધો હતો.તે ગાડીને મિકેનીકના હવાલે કરી તે લોકો ત્યાં જવા નિકળી ગયા પણ તેમને ત્યાં પહોંચતા સમય લાગે એમ હતો.શિનાએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી,

"હે ભગવાન,રોકી થોડોક સમય તેને સંભાળી લે તો સારું નહીંતર બધું ખરાબ થઇ જશે.".
"ના,મારે કઇ જ ખાવું નથી."અદા બોલી.

"તો ડાન્સ,મારી સાથે ડાન્સ કરીશ?"રોકી પરસેવે રેબઝેબ હતો.તેણે વિચાર્યું,"હે ભગવાન,શિનાને જલ્દી મોકલો."

"અમ્મ,હા એ ઠીક છે.એક રોમેન્ટિક સોંગ પર આપણે ડાન્સ કરીશું."અદાએ આટલું કહીને એક રોમેન્ટિક સોંગ પ્લે કર્યું.રોકીએ અદાનો હાથ પકડ્યો અને તેની કમર ફરતે હાથ વિંટાળ્યો.અદાએ રોકીના ખભા પર માથું મુકી દીધું.તે બંને ડાન્સ કરી રહ્યા હતાં.અચાનક અદાએ રોકીની ગરદન પર ચુંબન કર્યું.રોકીને ઝટકો લાગ્યો.તેને થયું કે તે હવે ગયો કેમકે હવે અદાની લાગણીઓ તેની કાબુ બહાર જતી રહી હતી.

તેણે રોકીને ગળે લાગીને તેને ચુમવાનું શરૂ કર્યું.રોકી તેને દુર હટાવવાની કોશીશ કરી રહ્યો હતો.

"અલયજી,શું વાત છે? મને લાગ્યું કે તમે મારા પ્રેમ માટે તરસતા હશો.તમે મને તમારાથી અળગી કેમ કરો છો?શું હું તમને પસંદ નથી તો હું જતી રહું"અદાએ પોતાનું પર્સ ઉઠાવતા કહ્યું.

રોકી ડરી ગયો અગર તે જતી રહી તો તેમનો પ્લાન નિષ્ફળ જશે.

"અદા,એવું નથી પણ આ બધું આટલું જલ્દી થઇ રહ્યું છે.હું થોડો નર્વસ છું."રોકીએ ભગવાનને મનોમન પ્રાર્થના કરતા કહ્યું.

અદાએ કાતીલ સ્મિત ફરકાવ્યું અને ફરીથી રોકીના ગળે લાગી જઇ.અસ વખતે રોકીનું બેલેન્સ ના રહેતા તે અને અદા પલંગ પર પડ્યાં.અદાએ લાજ શરમને નેવે મુકીને રોકીને પ્રેમ કરવાનું શરૂ કર્યું.રોકીની હાલત ખુબજ ખરાબ હતી.તે આ બધું માત્ર પોતાની મિત્ર શિના અને તેના પરિવાર માટે કરી રહ્યો હતો.

અહીં શિના અને લવ તે હોટેલમાં આવી પહોંચ્યા હતાં.શિનાએ લવનો હાથ પકડીને રીસેપ્શન તરફ દોટ મુકી.લવ તેની ઉતાવળ સમજી નહતો શકતો.

"શિના,શું થયું? તું આટલી ગભરાયેલી કેમ છો?"લવે પુછ્યું.

"લવ,કશુંજ પુછ્યાં વગર બસ મારી પાછળ આવો નહીંતર અનર્થ થઇ જશે."શિનાએ રીસેપ્શન પર આવીને રોકીના રૂમની ચાવી માંગી.રોકીએ રીસેપ્શન પર કહી રાખ્યું હતું કે શિના કરીને કોઇ સ્ત્રી અાવે તો તેને ચાવી આપવી.

શિના લવનો હાથ પકડીને રોકીના રૂમ તરફ ભાગી.લવ પણ તેની સાથે જ ભાગ્યો.લિફ્ટ પાંચમાં માળે આવીને અટકી.શિના પાંચસો પાંચ નંબરના રૂમ તરફ લવનો હાથ પકડીને ભાગી.તેણે ધ્રુજતા હાથે એકદમ ધીમેથી દરવાજો ખોલ્યો અને લવને પકડીને અંદર લઇ ગઇ.સામેનું દ્રશ્ય જોઇને તે બંનેને અત્યંત મોટો આંચકો લાગ્યો.

રોકી અને અદા પલંગ પર ખુબજ અનિચ્છનીય અવસ્થામાં હતા.અદા પાગલોની જેમ રોકીને પ્રેમ કરી રહી હતી.તેણે નામ માત્રના કપડાં પહેર્યા હતા.લવની આંખોને આ દ્રશ્ય પર વિશ્વાસ નહતો આવતો.તે રોકીને પ્રેમ કરવામાં એટલી ખોવાયેલી હતી કે લવ અને શિનાની હાજરીનો પણ અહેસાસ ના થયો.

લવ તે પલંગ પાસે ગયો અને તેણે અદાને રોકીથી દુર કરીને તેને એક થપ્પડ માર્યો.રોકીએ ભગવાનનો આભાર માન્યો.તે અદાથી દુર થયો.તે શિના પાસે ગયો.શિનાની આંખોમાં અહોભાવ હતો.તેણે રોકી સામે ભીની આંખો સાથે બે હાથ જોડ્યાં.રોકી અને શિના બંને રડી પડ્યાં.

લવ ગુસ્સામાં અને દગો પામવાના દુખ સાથે કાંપી રહ્યો હતો.

*********
કાયના અને કબીર તે રૂફટોપ રેસ્ટોરન્ટમાં બેસેલા હતા.તે પુરો એરિયા તેમના માટે રિઝર્વ હતો.ખુબજ રોમેન્ટિક વાતાવરણ હતું.મધુર રોમેન્ટિક સંગીત,ગુલાબના સુંદર ફુલોની મદહોશ કરતી સુંગધ ,હાર્ટશેપના ક્યુટ બલુન અને એક બ્યુટીફુલ કપલ.

"વાઉ!કાયના આ જગ્યા કેટલી સુંદર છે?મને ખુબજ ગમી અને તેમા પણ તારો સાથ સોનામાં સુગંધ જેવો છે.આવી જ સોનેરી ક્ષણો માટે હું તડપી રહ્યો હતો.આઇ લવ યુ.

હવે મારાથી રાહ નથી જોવાતી.બસ આ બે મહિના જલ્દી વીતી જાય અને હું તારા ગળામાં મંગળસુત્ર અને સેંથામાં સિંદુર પુરી તને મારી પત્ની બનાવી લઉં.બસ પછી હું તને એટલો પ્રેમ આપીશ કે તું કલ્પના પણ નહીં કરી શકે."કબીરે કહ્યું.

"હે ભગવાન,કબીર કેટલો સારો છે અને હું કેટલી ખરાબ.મારા એક ઉતાવળીયા નિર્ણયના કારણે તેની સાથે ખોટું થઇ રહ્યું છે.કાશ મે લગ્ન માટે આટલી ઉતાવળ ના કરી હોત.તો આજે અહીં મારી સાથે રનબીર હોત.શું મારે કબીરને જણાવી દેવું જોઇએ કે હું રનબીરને પ્રેમ કરવા લાગી છું."કાયનાએ વિચાર્યું.

તેટલાંમાં મેનેજર પીટર ઓર્ડર લેવા આવ્યો.પીટર કબીરને જોઇને ચોંક્યો.
"સર,ઓર્ડર પ્લીઝ?"પીટરે પુછ્યું .

"ગીવ અસ ટેન મીનીટ્સ."કબીરે આટલું કહીને કાયનાનીતરફ જોયું.અહીં પીટર બહાર આવ્યો અને તેણે કોઇને ફોન લગાવ્યો.
"હેલો એલ્વિસ સર,પીટર બોલું."પીટરે કહ્યું.

"હાય પીટર,બહુ સમય પછી એલ્વિસ સર યાદ આવ્યાં."એલ્વિસે કહ્યું.

"સર,એવું નથી.એક ખાસ વાત કહેવા ફોન કર્યો છે.સર,પેલો ચીટર યાદ છે તમને.જેણે તમારી સાથે દગો કર્યો હતો.જેના કારણે તમને ખુબજ નુકશાન થયું હતું.તે અહીં તમારી પેલી સ્ટાર ડાન્સર કાયના સાથે રોમેન્ટિક ડેટ પર આવ્યો છે."પીટરે કહ્યું.

પીટર એક સમયે એલ્વિસના ઘરનો મેનેજર હતો પણ અનિવાર્ય સંજોગોના કારણે તેણે તે નોકરી છોડી દીધી હતી પણ તે હજીપણ એલ્વિસને વફાદાર હતો.

"વોટ,કાયના અને કબીર રોમેન્ટિક ડેટ પર?મે રનબીરને સમજાવ્યો હતો કે તે સ્વાર્થી કબીર કાયનાને લાયક નથી.કઇ જગ્યાએ ?"એલ્વિસે પુછ્યું.તેણે એડ્રેસ લઇને રનબીરને મોકલ્યું અને તેને ફોન કર્યો.

"રનબીર,તું મારો ખાસ દોસ્ત છે એટલે તને કહું છું કે તે કબીર કાયનાને લાયક નથી.તે ખુબજ સેલ્ફિશ છે.તું કાલે સવારે મને મળ હું તને શું થયું હતું ભુતકાળમાં તે જણાવીશ."એલ્વિસે કહ્યું.

"ડોન્ટ વરી એલ,હું સમજી ગયો છું કે હું કાયના વગર નહીં જીવી શકું અને હું ત્યાં જ જઇ રહ્યો છું."રનબીરના અવાજમાં એક અલગ જ મક્કમતા હતી.

"ઓ.કે બ્રો.કાલે મળીએ."એલ્વિસ ખુશ હતો.
અહીં પીટર ઓર્ડરના બહાને કે કઇંક સર્વ કરવાના બહાને વારંવાર આવીને કાયના અને કબીરને ડિસ્ટર્બ કરતો હતો.

"એક્સક્લુઝ મી,મિ.પીટર પ્લીઝ અમને કઇ જોઇશે તો બોલાવીશું.બધું અહીં મુકી દો અમે અમારી રીતે મેનેજ કરી લઇશું."કબીરે ગુસ્સામાં કહ્યું.

તેના ગયા પછી કબીર કાયનાની નજીક આવ્યો.
તેના ગાલથી પોતાના ગાલ અડાડ્યા.
"સોરી સ્વિટિ,હવે આપણને કોઇ ડિસ્ટર્બ નહીં કરે."કબીરે કહ્યું.તેણે કાયનાનો હાથ પકડ્યો.કાયના ખુબજ નર્વસ હતી.તેણે નિર્ધાર કર્યો હતો કે તે કબીરને એક મોકો આપીને આગળ વધશે.

"લેટસ ડાન્સ,કેટલું રોમેન્ટિક એટ્મોસ્ફિયર છે."કબીર કાયનાનો હાથ પકડીને ઊભો થયો.તેણે કાયનાની સાથે ખુબજ રોમેન્ટિક ડાન્સ કર્યો.કાયના પોતાના મનને કાબુ કરવાની નિષ્ફળ કોશીશ કરી રહી હતી.ના ઇચ્છવા છતા તેના મન અને હ્રદય પર રનબીરે કબ્જો કરેલો હતો.

તેણે કબીરની છાતીમાં માથું મુકી દીધું જેથી કબીર તેના મનના ભાવ તેના ચહેરા પર વાંચી ના શકે.

ડાન્સ કરતા કબીરે કાયનાના ચહેરાને પોતાના હાથો વડે ઉંચો કર્યો અને તેને પોતાના ચહેરાના નજીક લાવ્યો.કાયના ખુબજ નર્વસ થઇ ગઇ.તેને જોઇને કબીર હસ્યો.

"ઇટ્સ ઓ.કે સ્વિટહાર્ટ,આટલી નર્વસ ના થા.પહેલા ડિનર કરી લઇએ.પછી વાતો કરીએ."કબીરની વાતે કાયનાને રાહત અપાવી.કાયના અને કબીર ડિનર કરવા બેસ્યાં.કબીરે પોતાના હાથેથી કાયનાને ખવડાવ્યું.

કાયનાએ નિર્ણય કર્યો કે તે કબીરને અને તેના પ્રેમને એક ચાન્સ અાપશે.તેણે કબીરનો હાથ પકડયો અને તેના ચહેરાની નજીક પોતાના ચહેરાને લઇ ગઇ.તે બંને એકબીજાના પ્રેમને એક અનુભવી રહ્યા હતા.કાયનાને કબીરના સ્પર્શમાં રનબીરને ભુલવાની કોશીશ કરી રહી હતી.

અહીં મિહિર અને હિયા ચિંતામાં હતા.
"હિયા,રનબીરને ખબર છે ને કે કબીર અને કાયના અહીં છે?તે ના આવ્યો તો?"મિહિરે આશંકા વ્યક્ત કરી.

"હા,મિહિરભાઇ.તેને ખબર છે કે કાયના અને રનબીર અહીં આવવાના છે.જો રનબીર ના આવ્યો તો આ પ્લાન પણ ફેઇલ જશે."હિયા બોલી.

"તું આટલી બિન્દાસ આ કેવી રીતે બોલી શકે?"મિહિરે પુછ્યું.

"મોઢેથી.મને વિશ્વાસ છે રનબીર આવશે."આટલું કહી તેને રેસ્ટોરન્ટમાં પ્રવેશતો રનબીર દેખાયો.હિયાએ મિહિરને ઇશારો કર્યો.તેમના ચહેરા પર વિજયી સ્મિત હતું.

રનબીર ટેરેસ કેફેમાં ગયો.ગાર્ડે તેને રોકવાની નિષ્ફળ કોશીશ કરી.તે ધડકતા હ્રદયે રૂફટોપ કેફેમાં ગયો.તેણે હળવેથી દરવાજો ખોલ્યો.સામેનું દ્રશ્ય જોઇને તેની આંખો પહોળી થઇ ગઇ.કાયના કબીરના ગળે લાગેલી હતી અન કબીરના હાથ કાયનાની પીઠ પર હતા.

તે ગુસ્સામાં અંદર ગયો.

શું રનબીરનું આમ અચાનક આવવું કોઇ ભુકંપ લાવશે?
શું હવે અદાની સત્ય હકિકત બહાર આવી જશે?
લવ શું કહેશે અદાને ?અદા પોતાનો બચાવ કેવીરીતે કરશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Sumitra parmar

Sumitra parmar 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Neepa

Neepa 9 month ago