રોકી અદા તૈયાર થતી હતી તે સમય દરમ્યાન તેના ઘરમાં ફરી રહ્યો હતો પણ હકીકતમાં તે કઇંક એવી સાબિતી શોધી રહ્યો હતો કે અદાને હંમેશાં માટે શિના અને લવના જીવનમાંથી દુર કરી શકાય.
તે શોધમાં તે ઉપરના સ્ટોરરૂમમાં ગયો,જ્યાં અદાએ તેને જવાની ના પાડી હતી.રોકી ઉપર ગયો તેને એક કબાટ સુધીના રસ્તા પર ધૂળિયા પગલા દેખાયા.તે તરફ આગળ વધતા તેને એક કબાટ દેખાયું.જે ખસી જતાં તે અત્યંત આઘાત પામ્યો.
અંદર ખુબજ અંધારું હતું.રોકી બહાર જોયું અને પછી તે રૂમમાં ગયો.તેણે મોબાઇલની ટોર્ચથી તે જગ્યાનું નિરિક્ષણ કર્યું.ત્યાં એક નાનો ખાટલો અને તેના પર દિવાલ તરફ પડખું ફરીને સુતેલા એક વૃદ્ધ હતા.
રોકીએ તે વૃદ્ધ પાસે જઇને તેમની પર ટોર્ચ વળે પ્રકાશ નાખ્યો.તે વૃદ્ધ ખાંસી ખાઇને પડખું ફર્યા.કદાચ ઘણા લાંબા સમયથી અંધારામાં રહેવાના કારણે તેમની આંખો પ્રકાશ સહન ના કરી શકી.તેમણે પોતાના હાથને પોતાની આંખ પર મુક્યો.
લાંબા સદેફવાળ અને તેવી જ લાંબી સફેદ દાઢી.રોકીએ ધ્રુજતા હાથે તેમનો હાથ હટાવ્યો અને તેના હાથમાંથી તેનો મોબાઇલ પડી ગયો.તે આઘાતના માર્યા પોતાના મોબાઇલને સમેટીને ઊભો થયો.
તેને પોતાની આંખો પર વિશ્વાસ નહતો આવતો કે તે જે જોઇ રહ્યો છે તે સાચું છે.
પછડાવવાના કારણે તેનો ફોન તુટી ગયો જેથી તે તેમનો ફોટો પુરાવા રૂપે ના પાડી શક્યો.
"વિશાલઅંકલ..વિશાલઅંકલ?હું રોકી એટલે કે રાકેશ પટેલ."રોકીએ તેમને હચમચાવતા કહ્યું.
વિશાલ મોતીવાલા એટલે કે કિનારાના પિતા અહીં વર્ષોથી અદાની કેદમાં હતા પણ કેમ?શેના માટે અદાને તેવું કરવું પડ્યું?આ પ્રશ્ન રોકીના મનમાં ધેરાઇ ગયા.
"અંકલ,તમે અહીં શું કરો છો?"રોકીએ પુછ્યું.
"કોણ છે તું ભાઇ?હું કોણ છું તને ખબર છે?"વિશાલ મોતીવાલાએ પુછ્યું.
રોકી વધુ કઇ પુછે તે પહેલા બહાર અદાનો અવાજ સંભળાયો.
"અલય....અલય,ક્યાં છો તમે?"
રોકી ફટાફટ ઊભો થયો.
"અંકલ,હું જલ્દી જ તમને કિનારા પાસે લઇ જઇશ.ચિંતા ના કરો આ સ્ત્રી ખરેખર ખુબજ ખતરનાક છે.તેણે આવું કેમ કર્યું તે જાણવું પડશે."રોકી આટલું કહીને ફટાફટ દરવાજો બંધ કરીને બહાર જેમ પહેલા હતું તેમ કરીને બહાર આવ્યો.અદા તેને બહાર શોધી રહી હતી.
રોકી તેની સામે આવીને ઊભો રહ્યો.અદા યલો કલરની સિફોન સાડીમાં આકર્ષક લાગી રહી હતી.તેનો ચહેરો એકદમ માસુમ અને સુંદર લાગી રહ્યો હતો.
તેણે વિચાર્યું ,"આટલા સુંદર અને માસુમ ચહેરા પાછળ કેટલા ખતરનાક વિચારો ધરાવતી સ્ત્રી છે.કેટલી સ્વાર્થી,કેટલી લાલચું અને તેનું દિમાગ જાણે કે પુરેપુરું શેતાની.હે ભગવાન,જલ્દી જ તેની સત્ય હકીકત બધાની સામે આવે."
અહીં રોકી પરસેવે રેબઝેબ હતો.જે અદાને જાણ થઇ.
"અલયજી,વાત શું છે?તમે કેમ આટલા ડરેલા લાગો છો?"
"કશુંજ નહીં.બસ આ ગરમી.આપણે અંદર એ.સીમાં જ ફોટોગ્રાફ્સ પાડીએ તો?આમપણ હવે થોડાક જ ફોટોગ્રાફ્સ પાડવાના બાકી છે.પછી તો કામ ખતમ."રોકીએ કહ્યું.
અદાએ માથું હકારમાં હલાવ્યું.રોકીએ અદાના ફોટોગ્રાફ્સ અલગ અલગ અંદાજમાં પાડ્યાં.રાત્રે રોકીને અહીંથી જવાની ઉતાવળ હતી.તે અહીંથી જઇને જલ્દી જ આ વાત કિનારા અને શિનાને જણાવવા માંગતો હતો પણ તે પહેલા તેમનું ફાઇનલ સ્ટેપ.
"તો અદા,હું જાઉં.તમારી સાથે આ ચાર દિવસો કેમ વિત્યા ખબર જ ના પડી એમ થાય કે સમય અટકી જાય.તમારો સંગાથ આમ જ મળતો રહે મને.અદા,હું તમને પાર્ટી આપવા માંગુ છું.કાલે પુરો દિવસ મારી હોટેલ પર મારી સાથે વિતાવશો?"રોકીએ હિંમત કરીને કહ્યું..
અદા પોતાના પર ગર્વ અનુભવતી હતી.તેણે વિચાર્યું કે બકરો ફસાઇ ગયો.
"મને શું મળશે?"અદાએ પુછ્યું
"મારો પ્રેમ."રોકીએ કહ્યું.
અદા રોકીના ગળે લાગી ગઇ અને તેના ગાલ પર કિસ કરી.રોકીએ હસીને ત્યાંથી વિદાય લીધી.રોકીએ બહારથી બીજો ફોન કરીને શિનાને મળવા બોલાવી.શિના અને રોકી એક મંદિરમાં મળ્યાં.
રોકીએ તેને બધી જ વાત જણાવી.જે સાંભળી શિના ખુબજ ખુશ થઇ અને સાથે તેને અદા પર ખુબજ ગુસ્સો પણ આવ્યો.
"શિના,આપણે આ વાત જલ્દી જ કિનારાને જણાવીએ.તે ખુબજ ખુશ થશે."રોકીએ કહ્યું.
"રોકી,કિનારા શું પ્રતિભાવ આપશે આ વાત જાણીને?તેના મન પર કોઇ નકારાત્મક અસર થઇ તો?તું તો તેનો ગુસ્સો જાણે છે.ગુસ્સામાં કોઇ ખોટું પગલું ભર્યું તો.આમપણ રોમિયો જીવતા હોવાની વાતે તેને તકલીફમાં મુકી છે.તેણે કોઇને કહ્યું નથી પણ કિનારા,લવ અને કુશને સસપેન્ડ કરવામાં આવ્યાં છે."શિનાએ કહ્યું.
"તો કુશને કહીએ."રોકીએ કહ્યું.
"ના આપણે પહેલા તો અદાનો અસલી ચહેરો લવ સામે લાવીએ અને પછી લવને કહીશું આ વાત અને આપણે વિશાલઅંકલને મુક્ત કરાવીશું.આ વાત કિનારાને પછી જ જણાવીશું.જો એક ટકો પણ આ વાત ખોટી નિકળી તો કિનારાની માનસિક હાલત ખરાબ થઇ શકે છે."શિનાએ કહ્યું.
રોકીએ હકારમાં માથું હલાવ્યું.અહીં બીજા દિવસે એટલે શનિવારે અદા સવારમાં જ તૈયાર થઇ.તે એક સાદો સલવાર કમીઝ પહેરી અને દુપટ્ટો માથા પર ઓઢીને રોકી ઉર્ફે અલયને મળવા તેની હોટેલ ગઇ.
અહીં રોકી તૈયાર હતો.શિના પણ તૈયાર હતી.તેણે લવને આજે પોતાની સાથે સમય વિતાવવા અને બહાર જવા મનાવી લીધો હતો.અંતે રોકીના હોટેલના રૂમનો બેલ વાગ્યો.ગભરાતા ગભરાતા રોકીએ દરવાજો ખોલ્યો.
અલયે ઉર્ફે રોકીએ શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી હતી.અદાના આ સાદગીભર્યા અંદાજથી તે છક થઇ ગયો.અદાએ અંદર આવીને પોતાની આંખો પરથી સનગ્લાસીસ હટાવ્યા અને દુપટ્ટો કાઢીને બાજુ પર મુક્યો.
તે બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા.રોકીને શિનાના સિગ્નલની રાહ જોવાની હતી.તે હોટેલના રિસેપ્શન પરથી તેને ફોન કરે પછી તેણે અદાને પોતાના મોહપાશમાં ફસાવવાની હતી.
અદાએ વધુ રાહ જોયા વગર જ રોકી એટલે કે અલયના ગળામાં પોતાના હાથ પરોવી દીધાં અને તેની છાતીમાં માથું છુપાવી દીધું.રોકીને ગભરામણ થવા લાગી કેમ કે હજી સુધી શિના આવી નહતી.અહીં શિના અને લવ તે હોટેલમાં સમય વિતાવવા અને લંચ કરવા નિકળી ગયા હતા પણ તેમની ગાડીમાં રસ્તામાં પંચર પડી ગયું.શિના ખુબજ ગભરાઇ ગઇ હતી અને મનોમન ભગવાનને પ્રાથર્ના કરી રહી હતી.
તેણે રોકીને મેસેજ કર્યો કે તેમને આવતા મોડું થશે.રોકીએ તે મેસેજ અદાને પોતાનાથી દુર કરીને વાંચ્યો.હવે અહીં રોકીને પોતાના પ્રેમમા ડુબાડવા આવેલી અદાને કેવીરીતે સંભાળવી જ્યાં સુધી શિનાના આવે ત્યાંસુધી તે રોકી માટે પ્રશ્ન હતો.તેટલાંમાં જ અદા રોકીને આવીને પાછી ગળે લાગી ગઇ.
********
શનિવારે સવારથી જ રનબીર ખુબજ ગુસ્સામાં હતો.તેના ગુસ્સાનું કારણ કિઆરા સમજી રહી હતી.આજે લગ્ન પહેલા છેલ્લી વાર એકદમ રોમેન્ટિક ડેટ પર કાયના જવાની હતી.તે વાત બધાં જ જાણતા હતા પણ તેના વિશે કોઇ કઇ બોલી રહ્યું નહતું.
કિનારાને પોતાની દિકરીની સ્થિતિ પર દયા આવતી હતી.તે પોતાને મજબુર માનતી હતી.અહીં પુરો દિવસ ગુસ્સામાં રહેલો રનબીર સરખું જમ્યો પણ નહીં.તેનો આ ગુસ્સો શ્રીરામ શેખાવતને અકારણ ના લાગ્યો.તેમને કઇંક ગડબડ હોવાની આશંકા જાગી.
અહીં કબીરે કાયના માટે રોમેન્ટિક ડેટનો સ્પેશિયલ ડ્રેસ મોકલ્યો હતો.તે એક પર્પલ કલરનું બેકલેસ લોંગ ગાઉન હતું.જેમા કાયના એકદમ સિઝલીંગ લાગી રહી હતી.તેના વાળ ખુલ્લા હતા અને ચહેરા પર સાવ સામાન્ય મેકઅપ.કબીર પોતે કાયનાને લેવા આવ્યો હતો.કાયનાનો ડ્રેસ જોઇને રનબીરનો ગુસ્સો જાણે સાતમાં આકાશ પર પહોંચી ગયો.
"શું જરૂર હતી આવો ડ્રેસ પહેરવાની?તેને ખબર છેને કે મને નથી ગમતું કે તે આવા કપડાં પહેરે.હા તેને શું ફરક પડે છે કે મને ગમે છે કે નહીં.તેને તો કબીરની જ વાતો અસર કરે છે."
તે પણ બહાર જતો રહ્યો.દરિયાકિનારે જઇને તે બેસી ગયો.તેની આંખો બંધ હતી.
અહીં કાયનાએ આજે નક્કી કર્યું હતું કે તે રનબીરને ભુલાવીને સામેથી કબીર તરફ પગલું ઉઠાવશે જેથી તે પોતાના લગ્નજીવનમાં સુખી રહી શકે અને જે પ્રેમનો કબીર હકદાર છે તે તેને મળે.
તે કબીર સામે ખુશ હોવાનો દેખાડો કરતી હતી પણ અંદરથી તે દુખી હતી.જીવનમાં ઉતાવળે લીધેલા નિર્ણય ઘણીવાર કેટલા ખોટા હોય છે તે તેને આજે સમજાઇ ગયું હતું.કબીર વ્યક્તિ ખુબજ સારો હતો પણ પોતે તેને પ્રેમ નહતી કરતી.અંતે તે બંને તે રેસ્ટોરન્ટમાં પહોંચ્યા.ત્યાં હિયા અને મિહિર પહેલેથી અલગ વેશમાં હાજર હતાં.
રેસ્ટોરન્ટ શહેરથી દુર હતી પણ ખુબજ સુંદર હતી.વિશાળ ગાર્ડન હતું.જેમાં વિદેશી અને દેશી ફુલોની અત્યંત મોહક સુગંધ હતી.સાથે અમુક જગ્યાએ નાનકડો ફાઉન્ટેઇન જેમા માછલી હતી.જ્યારે એક જગ્યાએ નાનકડો સ્વિમિંગ પુલ જે દેખાવા માટે બનાવ્યો હતો.
દરેક ટેબલ અને ખુરશી મોર્ડન ફર્નિચર પ્રમાણેની હતી.દરેક ખુરશી અને ટેબલ તે રીતે ગોઠવેલા હતા કે દરેક આવનાર કપલને એકલતા મળે.
અહીં એક બંગલો જેવી બિલ્ડીંગ હતી જેમા અંદર કિચન અને એ.સીવાળો ડાઇનીંગ એરિયા હતો.જેમા ફેમિલી બેસી શકે અને જ્યાં કાયના અને કબીર બેસવાના હતા તે રૂફટોપ એરિયા આજે એકદમ લાલગુલાબ અને હાર્ટ શેપના બલુનથી સજાવવામાં આવેલા હતા.કાયના અને કબીરના આશ્ચર્યસહ તે એરિયા માત્ર તેમના માટે જ બુક્ડ હતો.
કોર્નરનું જે ટેબલ એકદમ સુંદર સજાવેલું હતું.ત્યાં કેન્ડક લાઇટ ડિનરની બધી જ તૈયારી હતી.વાતાવરણ ગુલાબની સુગંધ અને રોમેન્ટિક સંગીતના કારણે માદક થઇ ગયું હતું.કાયના અને કબીર એકબીજાની બાજુમાં બેસ્યા.કબીરનો હાથ કાયનાની પીઠ ફરતે વિંટળાયો.
અહીં રનબીરે જાણે કે ખરાબ સપનું જોયું હોય તેમ ઊભો થયો.તેની આંખો લાલ હતી અને તેનું મન આઉટઓફ કંટ્રોલ.
અહીં છુપાયેલા હિયા અને મિહિર રનબીરના આવવાની રાહ જોઇ રહ્યા હતાં.
શું અદાનો અસલી ચહેરો શિના લવ સામે લાવી શકશે?
શું વિશાલભાઇ અને કિનારા મળી શકશે?
કિનારાના શું પ્રતિભાવ હશે પોતાના પિતાના જીવતા હોવાના સમાચાર સાંભળીને?
રનબીર શું કરશે?હિયાનો પ્લાન સફળ થશે કે નિષ્ફળ જશે ?
જાણવા વાંચતા રહો.