"રોકી,તે અદાને ધક્કો મારીને ઠીક નથી કર્યું."શિનાએ કહ્યું.
"ના,તેણે બરાબર કર્યું.હવે અદા વધુ પ્રયત્ન કરશે રોકી ઉર્ફે અલયને પોતાની નજીક લાવવા માટે.તું તેને તેમ કહેજે કે બધું અચાનક થયું તો તેથી તે આવું રીએક્ટ કર્યું."કિનારાએ કહ્યું
"હા એ તો મે વિચાર્યું જ નહીં કે તે અદા છે તેને ફસાવવા માટે થોડું લાંબુ વિચારવું પડશે."શિનાએ કહ્યું.
"રોકી,હજી કાલે તેની સાથે વિચિત્ર રીતે વ્યવહાર કરજે.તેના પ્રયાસ કેવા છે તને પટાવવાના તે જણાવજે."કિનારાએ કહ્યું.
શિનાએ આ ફોન મુકીને અમદાવાદમાં પોતાના એક મિત્રને ફોન કર્યો કે જે એક પ્રાઇવેટ ઇન્વેસ્ટીગેટર હતો.
"હાય,હું શિના બોલું કેમ છે તું?"શિનાએ કહ્યું.
"હાય શિના,હું મજામાં તું કેમ છે?શિનાના મિત્રએ પુછ્યું.
"હું પણ મજામાં.તારું એક કામ હતું.હું તને એક બે ફોટો અને થોડીક વિગતો મોકલું છું.તારે તેમને શોધવાના છે.તેમનું એડ્રેસ અને ફોન નંબર મને આપજે જેટલી જલ્દી બની શકે તેટલું."શિનાએ કહ્યું.
"ઓ.કે ચિંતા ના કર.તું મને ફોટોગ્રાફ્સ અને ડિટેઇલ્સ મોકલ હું તેમને શોધી કાઢીશ જલ્દીજ."શિનાના મિત્રે આટલું કહીને ફોન મુકી દીધો.
શિનાએ નેહા અને રાજીવઅંકલના ફોટોગ્રાફ્સ અને તેમની વિગતો મોકલી.તેણે હવે બીજો ફોન પોતાની દિકરી કિઆરાને લગાવ્યો.
"મોમ,કેમ છે તું ?"કિઆરાએ પુછ્યું.
શિનાએ તેને રોકી વિશે અને તેમના પ્લાન વિશે જણાવ્યું.કિઆરા ખુબજ ખુશ હતી.
"વાઉ!મોમ હું ખુબજ ખુશ છું.ફાઇનલી અદાઆંટીની સત્ય હકિકત બહાર આવશે અને કાશ કે તે સુધરી જાય તો અદ્વિકાને કેટલું સારું થઇ જાય."કિઆરાએ કહ્યું.
"કિઆરા,આસપાસ કોઇ નથી ને?"
"ના,મોમ."
"સાંભળ,એક ખુબજ ખાનગી વાત કહું છું.કોઇને જાણ ના થાય.કાયના રનબીરને પ્રેમ કરે છે."શિનાએ કિનારા દ્રારા કહેવામાં આવેલી વાત કહી.જે સાંભળીને કિઆરા આઘાત પામી.
"શું!મોમ આ તો ખુબજ દુખભરી વાત છે.કાયના દીનો પહેલો પ્રેમ અધુરો રહી ગયો."કિઆરા દુખ સાથે બોલી.
"આપણે એવું નહીં થવા દઈએ.તું એક કામ કર રનબીરની સાથે વાત કર અને તેનું મન જાણ."શિનાએ કહ્યું.
"મોમ,હવે તો લગ્નની તારીખ પણ નક્કી થઇ ગઇ છે.તને લાગે છે કે આ કરવું યોગ્ય રહેશે?"કિઆરાએ પુછ્યું
"બેટા,જેને તને પ્રેમ ના કરતા હોય તેની સાથે જીવન વિતાવવું ખુબજ અઘરું હોય છે.કાયના અને તારામાં મે ક્યારેય ફરક નથી કર્યો.તું આ વાત આપણા બે વચ્ચે જ રાખજે કિનારાને પણ આ વિશે ના જણાવતી."શિનાએ કહ્યું.
"સારું મોમ,બાય લવ યુ."કિઅારાએ ફોન મુકી દીધો.
રાત્રીના બાર વાગવા આવ્યાં હતા.રનબીર અને કાયના ભણીને પોતપોતાના રૂમમાં સુવા ગયાં.કિઅારા ધીમેથી બહાર નિકળી અને આજુબાજુ જોઇને રનબીરના રૂમ તરફ ગઇ.તેણે દરવાજો ખખડાવ્યો.
રનબીરે દરવાજો ખોલ્યો.સામે કિઆરા ઊભી હતી.તે અંદર અાવી.
"કિઆરા,આટલી રાત્રે આવી કઇ કામ હતું?"રનબીરે પુછ્યું.
"હા,મારે તને કઇંક કહેવું હતું."કિઆરાએ પોતાના પ્લાન પ્રમાણે વાત કરી.
"શું ?"
"રનબીર,તું મને બહુ જ ગમે છે.તું કેટલો હેન્ડસમ છે.પહેલા મને લાગતું હતું કે તારા અને કાયના દી વચ્ચે કઇ છે પણ મારી શંકા ખોટી નિકળી.એક ચાન્સ ના આપી શકે મને?"કિઆરાએ નાટક કરતા કહ્યું.
રનબીર ભડકી ગયો.તે ગુસ્સે થઇને બોલ્યો,"કિઆરા,એકની એક વાત તને કેટલી સમજાવવાની?કે હું તને પસંદ નથી કરતો.તું માત્ર ફ્રેન્ડ છો."
કિઆરા રડવાનું નાટક કરવા લાગી અને બોલી,"મારામાં શું કમી છે?હું કિયા અને કાયના દી કરતા પણ સુંદર છું.હું તને ખુબજ ખુશ રાખીશ.તને ખુબજ પ્રેમ આપીશ."કિઅારાએ તેનો હાથ પકડ્યો.
રનબીર હાથ ઝટકતા બોલ્યો,"પણ હું કોઇ અન્યને પ્રેમ કરું છું."રનબીરને હિયાની વાતો યાદ આવી તે અપસેટ થઇ ગયો.
"કોણ છે તે?તેની તો હું તેવી હાલત ખરાબ કરીશ."કિઆરા નકલી ગુસ્સાથી બોલી.
" ખબરદાર મારી કાયનાને હાથ પણ અડાડ્યો છે તો."રનબીર તેની ધુનમાં જ બોલી ગયો.
કિઆરા હસવા લાગી અને બોલી,"મને નહતું લાગતું કે તું આટલી સરળતાથી મારા જાળમાં ફસાઇ જઇશ.તે સ્વિકારી લીધું કે તું કાયના દીને પ્રેમ કરે છે.બોલ રનબીર."કિઆરાએ કહ્યું.
"હા હું કાયનાને પ્રેમ કરું છું પણ શું ફાયદો તે તો કબીરને પ્રેમ કરે છે પણ તું કેમ જાણવા માંગતી હતી કે હું કાયનાને પ્રેમ કરું છું કે નહીં ?"રનબીરે પુછ્યું.
કિઅારાએ તેના અને શિનાના પ્લાન વિશે ના કહ્યું.તેણે કહ્યું,"એ તો મને લાગતું હતું કે તું કાયના દીને પ્રેમ કરે છે.ડોન્ટ વરી.મારા મનમાં તારા માટે તેવી કોઇ લાગણી નથી.હું માત્ર તારા મનની વાત જાણવા માંગતી હતી."
આટલું કહીને કિઆરા તેના રૂમમાં જતી રહી.તેણે શિનાને ફોન કરીને બધું જણાવ્યું.શિના આઘાત પામી.
"મોમ,આપણી પાસે જે માહિતી છેને તેનાથી જાનકીવિલામાં ભુકંપ આવી શકે છે.મારું માનવું છે કે આપણું ચુપ રહેવું જ યોગ્ય છે."કિઆરાએ કહ્યું.
"કિઆરા,ચુપ રહેવાથી જાનકીવિલામાં શાંતિ રહેશે પણ કાયનાના જીવન વિશે વિચાર્યું?તેનું શું?જ્યારે તેને ખબર પડશે કે રનબીર પણ તેને પ્રેમ કરતો હતો તો?હું કઇંક વિચારું છું.ગુડ નાઇટ સુઇ જા બેટા."શિનાએ ફોન મુકી દીધો.
******
ત્રીજો દિવસ..
આજે અદાના ફોટોશુટનો છેલ્લો દિવસ હતો.અદા ખુબજ ચિંતામાં હતી.તેને હતું કે તેની કિસ કરવાથી અલય ખુશ થઇને તેની આગોશમાં આવી જશે અને તે અલયને પોતાના જાળમાં ફસાવી દેશે.
અહીં રોકી ઉર્ફે અલય આવ્યો.અદા નીચું માથું કરીને બેસેલી હતી.
"સોરી અલયજી,મે કાલે આવેશમાં આવીને ખુબજ ખોટું કર્યું.મારા જેવી સ્ત્રીને પ્રેમ પામવાનો કોઇ હક જ નથી.મારા પતિ આ દુનિયામાં નથીને.મુઝ અભાગણીના નસીબમાં તો પ્રેમ જ નથી."નકલી આંસુ સારતા અદાએ પોતાની દુખભરી દાસ્તાન કીધી
અલય ઉર્ફે રોકી તેની પાસે આવ્યો તેને ગળે લગાવી અને તેનું કપાળ ચુમ્યું.
"આઇ એમ સોરી,તમારી વાત સાંભળીને અત્યંત દુખ થયું પણ તમારા અચાનક કિસ કરવાથી હું ડધાઇ ગયો હતો.એવું નથી કે તમે મને નથી ગમતા પણ આપણે થોડો વધુ સમય સાથે વિતાવીએ તો?શું તમે કાલે પુરો દિવસ મારી સાથે વિતાવશો?મને મળવા કાલે મારી હોટેલ પર આવશો?"અલયે આખરી બાજી ખેલી.અદા ખુશ થઇ ગઇ કે બકરો ફસાઇ ગયો.
તેણે હકારમાં માથું હલાવ્યું.
"તમે આ ડ્રેસ બદલીને આવો.ત્યાંસુધી શું હું તમારી હવેલી જોઇ શકું છું.અાજે આપણે અહીં જ ફોટોગ્રાફ્સ પાડીશુ."રોકીએ કહ્યું.
અદાએ તે ડ્રેસ લઇ લીધો અને તેને કહ્યું,"બિલકુલ,તમે જોઇ શકો છો પણ ધ્યાન રાખજો કે ઉપર ખુણાવાળા રૂમને ના ખોલતા.તે વર્ષોથી બંધ છે અને ત્યાં ખુબજ ધૂળ અને જીવાત છે.નાહક તમને પરેશાની થશે.મને થોડો સમય લાગશે."અદા તૈયાર થવા જતી રહી.
અહીં રોકી સમય પસાર કરવા માટે અદાની વિશાળ અને ભુલભુલામણી જેવી હવેલી જોવા લાગ્યો.હવેલી ખુબજ સુંદર અને મોટી હતી.રોકી એમ જ આંટા મારી રહ્યો હતો.ત્યાં તેને અચાનક યાદ આવ્યું કે લવ શેખાવતની અમુક પ્રોપર્ટી અદાએ પોતાના નામ કરાવેલી હતી.
તેણે વિચાર્યું કે તે પેપર્સ તે શોધી કાઢે તો શિનાની ઘણીબધી હેલ્પ થઇ જાય.તેણે તે આશયથી એક પછી એક બધાં રૂમમાં જઇને ચેક કરવાનું શરૂ કર્યું.તેને તે પેપર્સ કે કશુંજ મળ્યું નહીં.
અચાનક તેને યાદ આવ્યું કે અદાએ તેને ઉપરના ખુણાવાળા રૂમમાં જવાની ના પાડી હતી.તેણે ધીમેથી પગ તે રૂમ તરફ વધાર્યા.તે જેમ જેમ આગળ જતો ગયો તેના હ્રદયના ધબકારા વધતા ગયા.
તે રૂમ પાસે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે રૂમ લોક હતો.તેણે એક ટ્રીક વાપરીને પાસે પડેલા એક તારની મદદ વળે તે રૂમનો દરવાજો ખોલ્યો.
તે અંદર ગયો.અંદર ખુબજ ધૂળીયું વાતાવરણ હતું.ત્યાં તેણે જોયું કે પગલા જતા અને આવતા દેખાતા હતા.તે પગલા એક કબાટ પાસે જઇને અટકી જતા હતા.રોકીને લાગ્યું કે તે કાગળ તે જ કબાટમાં હશે.તે કબાટ તેણે ખોલવાની કોશીશ કરી પણ ખુલ્યો નહીં.
અંતે તેણે કબાટને લાત મારી તો કબાટ જાણે કે ખસી ગયો.તેણે તે કબાટને વધુ જોરથી ધક્કો માર્યો.તેના આશ્ચર્યસહ તે કબાટ ખુલી ગયો અને તેની અંદર એક રૂમ હતો.રોકીએ મોબાઇલની લાઇટ વળે જોયું.તો તેની આંખો પહોળી થઇ ગઇ.
શું જોયું હશે રોકીએ?
શિનાનો પ્લાન સફળ થશે?અદાનું સત્ય સામે આવશે?
રનબીર અને કાયના એકબીજાને પ્રેમ કરે છે તે વાત તે બંને જાણી શકશે?
જાણવા વાંચતા રહો.