અદાએ આજે પહેલી સફળતાને માણવા માટે ડ્રિંક બનાવ્યું.
"ચિર્યસ ટુ મી,અલય શ્રીવાસ્તવ હવે તમે મારી જાળમાં ફસાઇ ગયાં.ધીમેધીમે હું તમને મારા પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરી લઇશ અલય.થેંક ગોડ કે તમે અત્યાર સુધી કુંવારા છો.
પહેલા તો મને લાગ્યું કે તું મને તારી જાળમાં ફસાવવા આવ્યો છે.લાગ્યું કે આ શિનાનો પ્લાન હતો.એટલે જ મે તારી બધી તપાસ કરાવી.બધું બરાબર લાગ્યું એટલે જ તમને બોલાવ્યાં.
બસ હવે હું મોટા શહેરમાં રહીશ,સ્ટાઇલીશ કપડાં પહેરીશ અને દેશ વિદેશ ફરીશ.આ ગામડા અને અહીંના લોકોથી કંટાળી ગઇ છું.લવ શેખાવત આટલા વર્ષોથી મારી સાથે લગ્નેત્તર સંબંધ ધરાવે છે પણ તેણે હિંમત નથી કરી કે મને અપનાવી શકે લોકો સામે.
કાલે તમને એવી જગ્યાએ લઇ જઇશ.જ્યાંની સુંદરતા જોઇને તમે ખોવાઇ જાઓ અને કાલે તો એવી તૈયાર થઇને અદા વિખેરીશ કે તમે કાલે જમારા લપેટામાં આવી જાઓ."અદા સ્વગત ડ્રિંક પર ડ્રિંક કરતા બોલી.
અહીં રોકી બે થી ત્રણ દિવસથી એક મોંઘી હોટેલમાં શિફ્ટ થઇ ગયો હતો.જેથી અદા કદાચ તેની તપાસ કરાવે તો તેમનો રાઝ ના ખુલે.
રોકી કિનારા અને શિના સાથે વીડિયો કોલમાં હતો.
"રોકી,બની શકે કેઆવતીકાલે અદા તને તેની જાળમાં ફસાવવાની કોશીશ કરે તો સરળતાથી ના ફસાતો."કિનારા બોલી.
"હા,અને સારું થયું કે તું હોટેલમાં રોકાવવા ગયો.મને જાણવા મળ્યું છે કે તેણે તારી તપાસ કરાવી હતી."શિનાએ કહ્યું .
"રોકી,હવે જ્યારે અદા તારી જાળમાં ફસાઇ રહી છે ત્યારે તે તારી નજીક આવવાની કોશીશ કરશે.તો તેને નજીક આવવા દેજે.આમપણ તું તો કુશળ હતો આ બધાંમાં."કિનારાએ કટાક્ષમાં કહ્યું.
"કિનારા,પ્લીઝ હવે હું બદલાઇ ગયો છું.ક્યાં સુધી મને જુની વાતો સંભળાવીશ.હવે મને મારા જીવનમાં મારા પિતા,નેહા અને મારો દિકરો પાછો જોઇએ છે બસ."રોકીની વાત પર કિનારા ચુપ થઇ ગઇ
"સારું કાલે તે તારી નજીક આવે પછી તું જે હોટેલમાં રોકાયો છે ત્યાં તેને બોલાવજે અને આપણે તેની બધી હરકત લવને લાઇવ દેખાડીશું."કિનારા આગળનો પ્લાબ બોલી.
"શિના ,પ્લીઝ લવને યોગ્ય સમયે લઇને આવી જજે નહીંતર મારી ઇજ્જત દાવ પર લાગી જશે."રોકી દયામણા અવાજે બોલ્યો.આ વાત પર શિના અને કિનારાને ખુબજ હસવું આવ્યું.રોકીએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો.
બીજા દિવસે રોકી પોતાની મોંઘી ગાડીમાં તેને લેવા આવ્યો.અદા રોકી દ્રારા આપવામાં આવેલા ઓફશોલ્ડર ટુંકા વસ્ત્રોમાં ખુબજ અદભુત લાગી રહી હતી.
અદાએ રોકીને રસ્તો બતાવ્યો તે પ્રમાણે તે લઇ ગયો.ગામથી દુર માંડવીના એક એવા દરિયાકિનારે તે તેને લઇ ગઇ જ્યાં લગભગ કોઇની અવરજવર નહતી.
રોકીએ અદાના અલગ અલગ અંદાજમાં ખુબજ સુંદર અને મોહક ફોટો પાડ્યાં.વારંવાર ફોટો જોવાના બહાને અદા રોકીની નજીક આવવાની કોશીશ કરતી પણ રોકી તેના પ્લાન મુજબ તેને ભાવ નહતો આપતો.
ફોટોશુટ પત્યાં પછી અદાએ કહ્યું,"અલય,જુવોને સાંજ પડવા આવી આખો દિવસ બસ કામ કામ અને કામ કંટાળી ગઇ હું તો.ચલોને આ દરિયાના પાણીમાં થોડી મજા કરીએ."
"ના ના ,મને ડર લાગે છે પાણીથી."રોકીએ ખોટું બહાનું કરતા કહ્યું.અદાએ સામે તેનો હાથ પકડીને તેને ખેંચ્યો.રોકી બેલેન્સ ગુમાવતા પાણીમાં પડ્યો.અદા પણ નાટક કરીને તેના પર પડી.રોકી નાછુટકે તેની આંખોમાં જોઇ રહ્યો હતો.અદા પણ અલયને પોતાની આંખો નચાવીને તેને પોતાની અદાની જાળમાં ફસાવવા માંગતી હતી.
અચાનક તેણે રોકીના હોઠ પર હોઠ મુકીને તેને કિસ કરી અને રોકી ડઘાઇ ગયો.તેણે અદાને પોતાનાથી દુર કરી અને તેને ઉતારીને હોટેલ પર ગયો.તેણે આ વાત શિના અને કિનારાને કહી જે તેના પર ખુબજ હસ્યાં.
"તમને બંનેને હસવું આવે છે.મે તેને ધક્કો મારીને દુર ના કરી હોત તો ખબર નહીં શું થાત?કેટલી ચારિત્રહિન સ્ત્રી છે.શિના તારા લવને ગમે તેમ કરીને તેના જાળમાંથી મુક્ત કરાવવાનો છે."
"તારે તેને ધક્કો નહતો મારવાનો એક કામ કર કાલે તેના ઘરે જઇ.તેને ફુલો અને ગિફ્ટ આપીને મનાવ અને પરમદિવસે તેને તારી હોટેલ પર બોલાવ.આ નાટકનો હવે છેલ્લો દિવસ.શિના,તારા લવને હંમેશાં માટે તારો બનાવવા માટે તૈયાર રહેજે."કિનારાએ કહ્યું.
શિના અભિભૂત હતી પોતાના મિત્રોની આટલી સહાય મેળવીને.
******
હિયાનો મિત્ર જેની રેસ્ટોરન્ટ હતી લોનાવાલા હાઇવે પર.તેણે હિયાને પ્રોમિસ આપ્યું હતું કે તે તેનું કામ કરી દેશે.હિયાએ તેને માત્ર એટલું જ કહ્યું હતું કે તેણે કાયના અને તેના ફિયોન્સે કબીરને એક રોમેન્ટિક ડેટ પર અહીં શનિવારે રાત્રે બોલાવવાના છે એક રોમેન્ટિક ડેટ પર.
હિયાનો મિત્ર સુધાંશુ તૈયાર હતો.આજે ફિનાલે પરફોર્મન્સ માટે કાયના અને રનબીર રિહર્સલ કરી રહ્યા હતા.કબીર પણ તેમને પ્રોત્સાહન આપવા ત્યાં હાજર હતા.મિહિરે હિયાને સિગ્નલ આપ્યું.જેથી હિયાનો મિત્ર સુધાંશુ કબીરને ફોન કરી શકે.
હિયાના મિત્રે કબીરને ફોન કર્યો.કબીરે અજાણ્યા નંબર પરથી ફોન આવતા તેને આશ્ચર્ય સાથે ઉઠાવ્યો.
"હેલો"કબીર બોલ્યો.
"સર,હું હાઇવે હિલ ગાર્ડન અેન્ડ રૂફટોપ રેસ્ટોરન્ટનો મેનેજર સુધાંશુ બોલું છું.તમારા એક કલાયન્ટે મને તમારો નંબર આપ્યો છે.સર,અમારી રેસ્ટોરન્ટ નવી ખુલી છે.તો આપને અને આપના વાઇફને આ શનિવારે રાત્રે ડિનર પર ઇન્વાઇટ કરવામાં આવે છે.સર,ખુબજ સરસ વાતાવરણ અને ખુબજ સરસ જગ્યા છે."
"પણ મારા લગ્ન નથી થયાં."કબીરે કહ્યું.
"હા તો તમારી ગર્લફ્રેન્ડ સાથે આવી શકો છો.સર તમે ખુબજ સરસ સમય પસાર કરી શકશો." તેણે કહ્યું.
"ગર્લફ્રેન્ડ પણ નથી.હા પણ હું મારી ફિયાન્સી સાથે આવીશ."કબીર હસીને કહ્યું.
કબીર કાયના પાસે આવ્યો.અત્યારે ડાન્સ એકેડેમીમાં માત્ર કાયના,રનબીર અને કબીર જ હતાં.રનબીર થોડી વાર બહાર ગયો.કબીર અવસર જોઇને કાયનાને પોતાના આલિંગનમાં જકડી લીધી.
"ડાર્લિંગ,આ શનિવારે આપણે એક રોમેન્ટિક ડેટ પર જઇ રહ્યા છીએ.આમપણ તેના પછી તું ફિનાલેમાં અને પછી એકઝામમાં વ્યસ્ત થઇ જઇશ."કબીરે તેના વાળમાં પોતાની આંગળીઓ ફેરવતા કહ્યું.
કાયનાએ આંખો ઝુકાવીને હા પાડી.બરાબર તે જ સમયે રનબીર અંદર આવ્યો.તેણે આ વાત સાંભળી તે દુખી થઇ ગયો.કાયના અને કબીરને એકબીજાની આટલી નજીક જોઇને તેને ખુબજ જલન અનુભવાઇ.
મિહિરે હિયાને ફોન કરીને કહ્યું,"હિયા,કબીર અને કાયના તે રેસ્ટોરન્ટમાં જવા તૈયાર છે પણ ત્યાં રનબીર કેવીરીતે પહોંચશે?તેને કોઇએ તો અહેસાસ દેવડાવવો પડશે કે તે કાયનાને ગુમાવવા જઇ રહ્યો છે."
હિયા હસીને બોલી,"તે મારા પર છોડી દો."
*******
બીજા દિવસે કોલેજમાં લંચબ્રેકમાં રનબીર અને કાયના કેન્ટીનમાં બેસેલા હતાં.હિયા પણ ત્યાં આવી અને બોલી,"શું હું અહીંયા પાંચ મીનીટ બેસી શકું છું?મારે એક અગત્યની વાત કહેવી છે."
રનબીર અને કાયના આશ્ચર્ય પામ્યાં.તેમણે માથું હલાવીને હા પાડી.
"કાયના-રનબીર,આવતા અઠવાડિયાથી રીડીંગ વેકેશન પડવાનું છે અને એકઝામ પતશે પછી હું યુ.એસ સ્ટડી કરવા જવાની છું.હું તમને બંનેને સોરી કહેવા આવી છું.જે થયું તે ભુલી જાઓ.મનમાં કોઇ વેરના રાખતા."હિયાએ કહ્યું.
"હા ઠીક છે.આમ તો તે જે છેલ્લે કર્યું તેના માટે તને માફ કરવી અઘરી છે પણ હવે તું કાયમ માટે જઇ રહી છે તો માફ કરી તને.રનબીર હું લાઇબ્રેરી જઇને આવું."કાયના આટલું બોલીને જતી રહી.
હિયાને આ જ અવસરની રાહ હતી.તેણે રનબીરને કહ્યું,"રનબીર,સોરી પણ એક વાત કહેતા હું મારી જાતને નહીં રોકી શકું."
"એ શું છે,હિયા?"રનબીરે પુછ્યું.
"રનબીર,હું નહીં પણ લગભગ પુરા ક્લાસને વિશ્વાસ હતો કે તું અને કાયના એકબીજાના પ્રેમમાં છો પણ કાયનાના લગ્નના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો.એક વાત કહું,તારી આંખમાં ચોખ્ખું દેખાય છે કે તું કાયનાને પ્રેમ કરે છે."હિયાએ ધીમેથી રનબીરને ભડકાવવાનું શરૂ કર્યું.
"શું બકવાસ કરે છે? મારો એક જ મકસદ છે અને તે છે કે મારે મારી માઁનું સ્વપ્નપુર્ણ કરવાનું છે."રનબીરે કહ્યું .
"રનબીર,તું તારી માઁના સપના સાથે તારા વિશે પણ વિચાર.જીવનમાં સાચો પ્રેમ બધાંને નથી મળતો અને જેને મળે છે તે દુનિયામાં દરેક મુશ્કેલી સામે લડી શકે છે.તું તારી કાયનાને તારી નજર સામે કોઇ બીજાની બનતા કેવીરીતે જોઇ શકે?"હિયાની વાતે રનબીર પર થોડીક અસર કરી.
તે જોઇ હિયાએ વાત આગળ વધારી.
"રનબીર,તારી ચુપકીદી એ જવાબ આપી દીધો કે તું કાયનાને પ્રેમ કરે છે.તું કાઇ જુના જમાનાના ફિલ્મી હિરોજેવો છે કે જે પોતાના પ્રેમને ત્યાગી દે દોસ્ત માટે.આ તો મે કીધું બાકી તારી મરજી." આટલું કહીને હિયા જતી રહી.
રનબીરના મોંઢામાંથી શબ્દ ના નિકળી શક્યો.આ વખતે પહેલી વાર તે હિયાના સવાલનો કે તેની વાતનો જવાબ ના આપી શક્યો.તેને વારંવાર કાયના અને કબીર દેખાતા હતા. એકબીજાને ગળે લાગેલા,એકબીજાને ચુમતા અને એકબીજામાં ખોવાઇ રહેલા કાયના અને કબીર દેખાઇ રહ્યા હતાં.તેના હાથમાંથી ચા નો કપ છુટી ગયો અને તે પરસેવે રેબઝેબ થઇ ગયો.
તેના હાથપગ ધ્રુજવા લાગ્યાં એ વિચારીને કે કાયના કબીરની એકદમ નજીક આવી જશે આ ડેટ પછી.
શું આ વખતે હિયા અને મિહિરનો પ્લાન કામ કરી જશે?
શું કાયના રનબીર અને કબીરની જિંદગીમાં તોફાન આવશે?
અદા રોકીની જાળમાં ફસાશે કે રોકીને ફસાવશે?
શું રોકી રનબીર વિશે જાણી શકશે?
જાણવા વાંચતા રહો.