અદા તૈયાર થઇને બહાર આવી.તેણે નેવી બ્લુ કલરનું હેવી ઓફશોલ્ડર ગાઉન પહેર્યું હતું.ગળામાં એક સુંદર ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.તેના વાળ ખુલ્લા હતા અને તે ખુબજ સુંદર લાગી રહી હતી.તેની આંખો એકદમ નશીલી હતી.
બે ઘડી માટે રોકી પણ તેને જોતો રહી ગયો.તેણે વિચાર્યું,"હમ્મ,ગજબની સુંદરતા છે.બસ આ જ બધી અદાઓમાં તેણે લવને ફસાવ્યો હશે.મારો પ્લાન કામ કરી ગયો."
રોકીને યાદ આવ્યું કે જ્યારે તેણે અદાનો પીછો કરીને તેના વિશે બધું જાણ્યું હતું ત્યારે આ બધું તેણે શિનાને જણાવ્યું હતું.
"શિના,મને નથી લાગતું કે અદા આટલી સરળતાથી મારી જાળમાં ફસાય.કઇંક તો કરવું પડશે કઇંક એવું કે તે મારી અમીરી અને રુવાબથી અંજાઇ જાય."રોકીએ કહ્યું.
તેણે તેના એક મિત્રને ફોન કર્યો અને તેની સલાહ લીધી.તેની સલાહ પ્રમાણે તેણે કર્યું અને કામ થઇ ગયું.
અત્યારે...
રોકી ખુશ થયો કે તેના મિત્રનો પ્લાન સફળ થયો અને અદા તેના જાળમાં ફસાઇ.
અહીં રોકીની સામે જોઇ રહેલી અદા વિચારી રહી હતી.
"વાહ અલય શ્રીવાસ્તવ,ઇન્ડિયાના ટોપ મોસ્ટ મેગેઝિનના માલિક.એ પણ કુંવારો,લવ કરતા પણ મોટો બકરો છે.હવે આ રમત બહુ થઇ.હવે આમપણ ઊંમર સાથે સુંદરતા જતી રહેશે.આને આજે મારા રૂપનો એવો નશો કરાવું કે હંમેશાં માટે મારો થઇ જાય.
તેની સાથે લગ્ન કરીને હું મુંબઇ જઇને રહીશ.આ ગામડામાં આમપણ હવે શ્વાસ રુંધાય છે."
તે દિવસે..
અદાને તે ફોટોગ્રાફર અલયે જ્યારે તેને કાર્ડ આપ્યું ત્યારે અદાને તેની પર શંકા ગઇ.તેણે ઘરે જઇને તે વિઝિટિંગ કાર્ડ પરની વેબસાઇટ સર્ચ કરી.તે વેબસાઇટ જોઇને તેની આંખો પહોળી થઇ ગઈ.
અલયની મેગેઝિન ઇન્ડિયાની ટોપ મોસ્ટ મેગેઝિનમાં હતી.તેમા અલય(રોકી) વિશે લખ્યું હતું કે તે બેચલર છે,ખુબજ પૈસાદાર છે.દેશ વિદેશમાં તેની પ્રોપર્ટી છે.
આ બધું વાંચીને અદા છક થઇ ગઇ પણ તે હજી વધારે ડિટેઇલ્સ જાણવા ઇચ્છતી હતી.તેણે અલય શ્રીવાસ્તવ લખીને ઇન્ટેનેટ પર સર્ચ કર્યું.તેમાં પણ તેને તે જ જાણવા મળ્યું.તેમા તેને લગતા ફોટોગ્રાફ્સ પણ હતાં.
"હવે હું લવને છોડીને આ અલય સાથે લગ્ન કરીશ.આમપણ આ લવ શિનાને છોડશે તેવું લાગતું નથી."
અત્યારે..
રોકીને તેના મિત્રએ આ ફેક વેબસાઇટ અને ઇન્ટેનેટ પર ફેંક વેબસાઇટનો આઇડિયા આપ્યો હતો.રોકીના મિત્રએ આ બધું કરી આપ્યું હતું.રોકીને વિશ્વાસ હતો કે ઇન્ટરનેટ પર ફેંક વેબસાઇટ અને ફેંક માહિતી કામ કરી ગઇ.
અદા તે માહિતીના જાળમાં ફસાઇને અલયને ખુબજ પૈસાદાર અને મોટો ફોટોગ્રાફર સમજવા લાગી.
"અદાજી,આપણે અહીં ગાર્ડનમાં અને તમારી સુંદર હવેલીમાં અલગ અલગ જગ્યાએ ફોટોશુટ કરીએ.હું બીજા પણ આઉટફીટ લાવ્યો છું.
એક વાત કહેવી પડશે.વર્લ્ડની બેસ્ટ મોડેલ્સ સાથે કામ કર્યું છે પણ તમારા જેવી નેચરલ બ્યુટી મે નથી જોઇ.મારા આર્ટિકલ માટે પરફેક્ટ છો.બ્યુટી એટ ફોર્ટી."
રોકીએ અદાના અલગ અલગ ડ્રેસમાં અને અલગ અલગ અંદાજમાં ફોટોગ્રાફ્સ પાડ્યાં.રોકીની પ્રોફેશનલ ફોટોગ્રાફરની સ્ટાઇલ અદાને મોહી ગઇ.તેની બોલવાની સ્ટાઇલ,તેની વાતો અદાને જાળમાં ફસાવી રહી હતી.
અદા ખુબજ ફ્રેન્ડલી થઇને તેની સાથે વાતો કરી રહી હતી.
"તો અદા હું જાઉં કાલે આપણે તમારી સુંદરતાને કોઇ કુદરતી સુંદરતાવાળી જગ્યાએ કેદ કરીશું."રોકીએ કહ્યું.
"ઓહ અલય,શ્યોર."અદાએ કહ્યું.તેણે રોકીને ગળે લાગીને તેને બાય કહ્યું.
તે બંને એકબીજાની આંખોમાં જ જોઇ રહ્યા હતાં.રોકીના પહેલા દિવસનો પ્લાન સફળ રહ્યો.
અહીં શિનાએ કિનારાને ફોન કરીને રોમિયો વિશે જણાવ્યું.તેણે રોકીના પ્લાન વિશે પણ કહ્યું.
"મને ખરેખર વિશ્વાસ નથી આવતો કે રોકી આટલો બદલાઇ ગયો છે કે તે તારી આટલી મદદ કરી રહ્યો છે."કિનારાએ કહ્યું.
"હા કિનારા,હવે મારે પણ તેના માટે કઇંક કરવું છે.મારે નેહાને શોધવી છે જેથી તે તેના પરિવારને મળી શકે."શિનાએ પોતાના વિચાર કિનારાને કહ્યા.
"હા,નેહાને તો મારે પણ મળવું છે.આટલા વર્ષથી શોધું છું પણ તે નથી મળતી.હવે તો મળશેને તો પણ વાત નથી કરવી.અરે હા શિના કબીર અને કાયનાના લગ્નની તારીખ નક્કી થઇ ગઇ."કિનારાએ બધી વાત કરી.
"શું વાત છે,કિનારા?તું ખુશ નથી જણાતી."શિનાએ પુછ્યું.
"તે માઁ કઇ રીતે ખુશ હોઇ શકે જેની દિકરી કોઇ અન્યને પ્રેમ કરતી હોય અને લગ્ન બીજા સાથે કરી રહી હોય."કિનારાએ કાયના રનબીરને પ્રેમ કરતી હતી તે વાત કિનારાએ શિનાને જણાવી.
"હે ભગવાન,મારી દિકરી સાથે કેમ આવું કર્યું?તેનો પહેલો પ્રેમ અધુરો રહી ગયો.કિનારા,પહેલો પ્રેમ અધુરો રહેવો તે ખુબજ દુખની વાત છે."શિનાએ કહ્યું.તેણે વિચાર્યું કે તે રોકી અને કાયના બંનેની મદદ કરશે.
*******
અહીં રનબીર અને કાયના લગ્નની તારીખનું દુખ પોતાની અંદર દબાવીને ફિનાલેની તૈયારીમાં લાગી ગયાં.તે બંને એકબીજાથી દુર રહેવા માંગતા હતા પણ પરિસ્થિતિ હંમેશાં તે બંનેને એકબીજાની નજીક રાખતી.
કુદરતના ખેલ તો જાણે તે જ સમજી શકે.એક તરફ બંનેને અલગ કરી રહ્યા હતા હંમેશાં માટે જ્યારે બીજી તરફ તેમને સતત પાસે રાખતા.એટલા નજીક કે એકબીજાના શ્વાસ પણ અનુભવી શકે.
મિહિર,આલોક,અંશુમાન અને હિયા એક કેફેમાં મળ્યાં હતા.
"જુવો,હું તમારા પ્લાનમાં સામેલ થવા નથી માંગતો.તે કબીરે મને ખુબજ માર્યો.પુછો આ હિયાને.તે કબીર ખુબજ મેચ્યોર છે અને તેનો કાયના પર વિશ્વાસ અતુટ છે.સાંભળ્યું છે કે કાયના અને કબીરના બે મહિના પછી લગ્ન છે."અંશુમાન ગુસ્સામાં બોલ્યો.
"હા,આ પ્લાન તો ફેઇલ ગયો પણ હવે શું કરીશું?"આલોકે પુછ્યું.
આ બધી વાતોમાં ક્યારના ચુપ બેસેલા મિહિર અને હિયા એકસાથે બોલ્યા.
"રનબીર."
તેમણે ચોંકીને એકબીજાની સામે જોયું.
"કબીર મેચ્યોર છે અને તેનો કાયના પર વિશ્વાસ અતુટ છે.તો આપણે ભુલથી પણ કબીરને છંછેડવો ના જોઇએ.તે કાયનાને કોઇપણ સંજોગોમાં નહીં છોડે."હિયાએ કહ્યું.
"રનબીરની આંખોમાં સાફ દેખાય છે કે તે કાયનાને પ્રેમ કરે છે.મારી જ ભુલ હતી ખોટી જગ્યાએ ખોટો વાર કર્યો."મિહિરે કહ્યું.
"હા,મિહિરભાઇ હું સમજી રહી છું તમે કહેવા માંગો છો.આ વખતે મારી પાસે પ્લાન છે.એ પણ એવો સજ્જડ ને કે કાયના ક્યાંયની નહીં રહે.
આ વખતે આપણે કબીરને નહીં પણ રનબીરને જેલેસ કરીશું.આપણે કબીર અને કાયના માટે એક સુપર રોમેન્ટિક ડેટ એરેન્જ કરીશું.અફકોર્ષ એ રીતે કે તે લોકોને ખબર ના પડે કે આ ડેટ આપણે પ્લાન કરી છે.
બરાબર તે જ વખતે રનબીર પણ ત્યાં જ જશે.તે કાયના અને કબીરને આપત્તિજનક સ્થિતિમાં જોશે અને તેને જલન થશે.તે જલન તેના મોઢે પ્રેમનો એકરાર કરાવશે.કાયના ના રનબીરની થઇ શકશે કે ના કબીરને સ્વિકારી શકશે.
આ સ્ટ્રેસમાં ના તે ડાન્સ પર ધ્યાન આપી શકશે કે ના તે ભણવામાં ધ્યાન આપી શકશે.મિહિરભાઇ-આલોકભાઇ તમારો પણ ફાયદો અને અમારો પણ ફાયદો.બદલો પણ પુરો અને કોલેજમાં ટોપ પણ કરીશું."હિયાએ ઠંડા કલેજે પરફેક્ટ પ્લાન બનાવ્યો.
મિહિર અને આલોક આશ્ચર્યચકિત થઇ ગયાં.
"વાહ,જોરદાર હિયા."
"એક મીનીટ,અગર રનબીરે કાયના અને કબીરને આપત્તિજનક સ્થિતિમાં ના જોયા તો.આઇમીન જેમ ડાન્સ પ્રોગ્રામમાં થયું તેમ."અંશુમાને કહ્યું.
"આ તારો બોયફ્રેન્ડ છે?"મિહિરે પુછ્યું.
હિયાએ નકારમાં માથું હલાવ્યું.
"એટલે જ એક લાફો મારું તને?ભાઇ,કાયના કબીરની થવાવાળી પત્ની છે.બસ એટલામાં સમજી જા."મિહિરે કહ્યું.
"મિહિરભાઇ,એક બીજી વાત કે કાયનાનો પગ રીહર્સલના બે કે ત્રણ દિવસ પહેલા તુટી જાયને તો સોને પે સુહાગા જેવી વાત થઇ જાય.હા,આ વખતે આ પુરો પ્લાન એક્ઝીક્યુટ હું કરીશ.
મારો એક ફ્રેન્ડ છે તેણે મુંબઇ લોનાવાલા હાઇવે પર એક મસ્ત રેસ્ટોરન્ટ બનાવી છે.તો કાયના અને કબીરની ડેટ ત્યાં જ ફાઇનલ થશે.બસ બને એટલું તે બંને પર નજર રાખજો."હિયા આટલું કહીને જતી રહી.
તે ત્રણેય તેના આત્મવિશ્વાસને જોતા રહી ગયાં.હિયા મનોમન કહ્યું,"કાયના,તે મને બહુ અપમાનીત કરી.મને બહુ જ માર્યું.મને ટકલી કરી.તે બધાંનો બદલો એ રીતે લઇશને કે તું જીવી પણ નહીં શકે અને મરી પણ નહીં શકે."
તેણે તેના મિત્રને ફોન કરીને કહ્યું,"વિકી,હું તને મળવા આવું છું.તારે મારું એક મોટું કામ કરવાનું છે."
થોડીક જ વારમાં હિયા તેના મિત્રની રેસ્ટોરન્ટમાં પહોંચી.
તેણે કબીર અને કાયનાનો ફોટો બતાવ્યો અને શું કરવાનું છે તે કહ્યું.તેણે રૂપિયાના મોટા મોટા બે બંડલ નિકાળ્યા.
"હિયા,પાગલ થઇ છો.તારી જોડેથી રૂપિયા લઇશ?તું મારી ખાસ દોસ્ત છો.તારા માટે તો જાન પણ હાજર.આ શનિવાર રાત્રે તારું કામ થઇ જશે.એવી વ્યવસ્થા કરીશને કે ..."હિયાનો મિત્ર બોલ્યો.હિયા અને તેનો મિત્ર જોરજોરથી હસ્યાં.
શું અદા રોકીના જાળમાં ફસાઇને લવને છોડી દેશે?
શિના નેહાને શોધી શકશે?
રનબીર અને કાયનાના સંબંધ શું વળાંક લેશે?
હિયાનો ફુલપ્રુફ પ્લાન કામ કરશે?
જાણવા વાંચતા રહો.