Wanted Love 2 - 57 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--57

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--57


સવાર સવારમાં કબીર અને તેના માતાપિતાને આવેલા જોઇને જાનકીવીલામાં સૌ આશ્ચર્ય પામ્યાં.

જાનકીદેવી ઊભા થઈને તેમનું સ્વાગત કરવા ગયાં.
"આવો આવો,ખુબજ સરસ સમયે આવ્યાં છો.ચલો બ્રેકફાસ્ટ કરવા."જાનકીદેવીએ કહ્યું.

કિનારા અને કુશે તેમના ભાવી જમાઇ અને તેમના માતાપિતાનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
"તમે બેસો અમે હમણાં જ ડ્યુટી પરથી આવ્યાં છીએ ફ્રેશ થઇને આવીએ."કિનારાએ કહ્યું.તે લોકો હજી યુનિફોર્મમાં જ હતા.

જાનકીદેવી,શ્રીરામ શેખાવત,શિવાની,કબીર અને તેના માતાપિતા ડ્રોઇંગરૂમમાં જઇને બેસ્યાં.તેમની સાથે તેમના પંડિતજી પણ આવ્યાં હતાં.
જાનકીદેવીએ બધી છોકરીઓને ચા નાસ્તાની વ્યવસ્થા કરવા કહ્યું.
"માફ કરજો,સવાર સવારમાં કહ્યા વગર આવી ગયાં."કબીરના માતાએ કહ્યું.

"અરે તેમા શું આપનું પણ ઘર છે.ગમે ત્યારે આવી શકો."શ્રી રામ શેખાવતે કહ્યું.

સામાન્ય વાતો થતી હતી ત્યાં કિનારા,કુશ અને લવ આવી ગયાં.
"લો કિનારાબેન અને કુશભાઇ અાવી ગયાં.હવે વાત કરીએ."કબીરના પિતાએ કહ્યું.

"જી તો વાત એમ હતી કે મે મારા ખાનદાની પંડિતજીને કબીર અને કાયનાની કુંડળી બતાવી.તેમણે કહ્યું કે તેમની કુંડળી મેળવતા તેમના લગ્નનું મુર્હત બે મહિના પછીનું નિકળ્યું છે."કબીરના માતાએ કહ્યું.

"જી ,મે તે બંનેની કુંડળીનો અભ્યાસ કર્યો,ગ્રહો અને ગુણાંકનો મેળાપન કરતા જણાયું કે હવે આ લગ્નમાં બહુ મોડું કરવું યોગ્ય નથી.બે મહિના પછીની સુદ બીજનું મુહૂર્ત શ્રેષ્ઠ છે.હવે આ લગ્નમાં બહુ મોડું કરવું યોગ્ય નથી."પંડિતજીએ આગળની વાતની કમાન સંભાળતા કહ્યું.

અહીં જાનકીવિલામાં આ વાતે ભુકંપ લાવી દીધો હતો.રસોડામાં ચા નાસ્તાની વ્યવસ્થા સંભાળવામાં લાગેલી કાયના આ સાંભળીને આઘાત પામી.જ્યારે ઉપરના માળેથી આ વાત સાંભળતા રનબીરની આંખમાં પાણી આવી ગયાં .

કિનારા અને કુશ એકબીજાની સામે જોવા લાગ્યાં.તે કાયનાના લગ્ન આટલી જલ્દી નહતા કરવા માંગતા.
"પણ આટલી જલ્દી?કહેવાનો મતલબ છે કે કાયનાના વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપનું ફિનાલે નજીક છે.તેના પછી તેની ફાઇનલ એકઝામ છે.આ બધાંમાં તૈયારી કરવી અને તેને વિદાય આપવી થોડું અઘરું થશે."કુશે કહ્યું.

"જી,મારી કાયના હજી મારી સાથે રહી જ નથી બહુ અને તેને વિદાય આપી દેવું અઘરું લાગે છે."કિનારાએ કહ્યું.

કબીર આ સાંભળીને થોડો ટેન્શનમાં આવી ગયો.તે કુશ અને કિનારા પાસે આવ્યો તેમના હાથ પકડ્યાં અને કહ્યું,"મમ્મી-પપ્પા,તમે ચિંતા ના કરો.હું તમારો દિકરો જ છું.બધું મારા પર છોડી દો.બધી તૈયારી આ શહેરના બેસ્ટ વેડીંગ પ્લાનરને સોંપી દઇશું અને રહી વાત કાયનાથી દુર થવાની તો આપણે એક જ શહેરમાં છીએ અને કાયના ગમે ત્યારે તમને મળવા આવી જ શકશેને.હવે હું આ લગ્નમાં બહુ મોડું નથી કરવા માંગતો."

"હા તો બરાબર જ છેને.સગાઇ થયા આટલો સમય થયો હવે લગ્ન લઇ લેવા જોઇએ.આમપણ મારું માનો તો આ બરાબર જ છે."જાનકીદેવીએ કહ્યું.

કુશ અને કિનારાએ એકબીજાની સામે જોયું.તે લોકો કાયના સાથે વાત કરવા માંગતા હતા.
"અમે આવીએ."આટલું કહીને કુશ અને કિનારા કાયનાને લઇને એક રૂમમાં ગયાં.તેમને તેના નિર્ણય વિશે પુછ્યું.

"કાયના,તું ના પાડીશ તો તને કોઇ ફોર્સ નહીં કરી શકે."કુશે પુછ્યું.

કાયના અચાનક લગ્નના નિર્ણયથી દુખી હતી.તે રનબીરને ચાહતી હતી પણ રનબીર તેને પ્રેમ નહતો કરતો.તેણે વિચાર્યું,"હું આ રીતે મારી જાતને અને કબીરને છેતરી ના શકું.લાગે છે કે આ લગ્ન કરી લેવા જ હવે મારા માટે યોગ્ય રહેશે.નહીંતર હું રનબીરના પ્રેમમાં પાગલ થઇ જઇશ.

આમપણ મે કબીરને વચન આપ્યું છે કે હું તેની સાથે લગ્ન જરૂર કરીશ.હવે આ જ બરાબર છે.આમપણ આ એકઝામ ખતમ થતાં રનબીર તો જતો રહેશે તેના ઘરે."

"મને મંજૂર છે મોમ."આટલું કહીને કાયના રસોડામાં જતી રહી.

કુશ અને કિનારાએ કાયનાના નિર્ણયને માન આપીને તે બહાર બધાને જણાવ્યો.બહાર બધાં ખુબજ ખુશ હતા.બે હૈયા રડી રહ્યા હતા.રનબીર આજે પોતાના નસીબ પર ખુબજ ગુસ્સે હતો.તેણે પોતાની જાતને પોતાના રૂમમાં લોક કર્યો.
"કેમ? મારી સાથે જ આવું કેમ થાય છે?પહેલા મને મારી રિયલ મોમ છોડીને જતી રહી.મારા ડેડ કોણ છે તે હું નથી જાણતો.આજીવન હું સાચા પ્રેમ માટે તરસતો રહ્યો.
આજે મને પહેલી વાર પ્રેમ થયો તે પણ અધુરો રહી ગયો."રનબીર રડી રહ્યો હતો.અહીં કાયના અને કબીરના લગ્ન નક્કી થઇ ગયા હતા.

********

એક આખો દિવસ અદાનો પીછો કર્યા પછી રોકીએ તેની દિનચર્યાનો ક્રમ બનાવ્યો.

"શિના,અદા ખુબજ સામાન્ય જીવન જીવે છે.

સવારે નવ વાગ્યે મંદિરમાં જાય છે અને બે કલાક પુજા કરે છે.
તે રોજ કોઇ હવન કરે છે.પછી આસપાસના ગામની મહિલાઓને મળે છે અને તેમની સમસ્યાનું નિવારણ લાવે છે.

તેની પાસે અઢળક રૂપિયા છે પણ તેના દિકરાઓ કંગાળ છે.મને લાગે છે કે તેને ફસાવવી સરળ નહી રહે.બિઝનેસમેન બનીને જવાનો કોઇ અર્થ નથી."

"હા તો મારી પાસે એક આઇડિયા છે,સાંભળ."શિનાએ રોકીને કાનમાં કઇંક કહ્યું.

બીજા દિવસે સવારે રોકી વહેલો નિકળી ગયો.તે મંદિરની બહાર ઊભો રહ્યો.તેણે મોંઘુ જીન્સ અને બ્રાન્ડેડ શર્ટ પહેર્યો હતો.તેના ગળામાં મોંધો કેમેરો લટકતો હતો.
તેટલાંમાં અદાની ગાડી આવી.તે ગાડીમાંથી બહાર નિકળી.તેણે ગુલાબી રંગની સાડી પહેરી હતી.તેનું ફિગર અને સુંદરતા હજી અકબંધ હતી.રોકી તેના પ્લાન પ્રમાણે તેની પાસે ગયો.

"એક્સક્યુઝ મી."રોકીએ કહ્યું.

"જી."અદાએ તેની સામે જોયું.રોકી ખુબજ હેન્ડસમ લાગી રહ્યો હતો.તે તેને જોઇને સમજી ગઇ કે રોકી ખુબજ અમીર હતો.

"મારે અહીં કોઇ જુની હેરીટેજ હવેલી કે બંગલાના ફોટોગ્રાફ્સ ક્લિક કરવા છે.હું એક ટોપ ફોટોગ્રાફર છું.મારું નામ અલય છે.મારી પોતાની એક મેગેઝિન પણ છે.તમે મારી હેલ્પ કરી શકશો?"રોકીએ તેને ઇમ્પ્રેસ કરવા કહ્યું.

અદાએ તેને અવગણતા કહ્યું,"માફ કરજો મને નથી ખબર."
આટલું કહીને તે જવા લાગી.
"હેય બ્યુટીફુલ,સાચું કહું મે આજ સુધી તમારા જેવી સુંદર સ્ત્રી નથી જોઇ.શું હું તમારા થોડા ફોટોગ્રાફ્સ લઇ શકું?"રોકીએ તેને રોકવા કહ્યું.

"જી ના."અદા જવા લાગી

"કોઇ વાંધો નહીં.શહેરની ટોપ મોડેલ તૈયાર જ છે મારી સાથે કામ કરવા.આ તો મને લાગ્યું કે તમારા જેવી નેચરલ બ્યુટી જો મારી મેગેઝિનના કવર પેજ પર અાવે તો તરખાટ મચી જાય. આ મારું કાર્ડ છે મન બદલાય તો ફોન કરજો."આટલું કહીને રોકી જતો રહ્યો.

લગભગ બે દિવસ તેને કોઇ ફોન ના આવ્યો.ત્રીજા દિવસે સવારે તેને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

"બપોરે બે વાગ્યે આવી જજો.એડ્રેસ મેસેજ કર્યું છે."આટલું કહીને ફોન મુકાઇ ગયો.

"રોકી,આ હિડન કેમેરા છે.અદા તને તેની જાળમાં ફસાવવાની કોશીશ કરશે તે આમા કેદ કરજે.તે વીડિયો આપણે લવને બતાવીશું અને તે અદાના મોહજાળમાંથી છુટી જશે.ઓલ ધ બેસ્ટ."શિના.

બિજા દિવસે નિયત સમયે રોકી અદાના ઘરે ગયો.ઘરમાં કોઇ જ નોકરચાકર નહતું.અદાએ ખુબજ મોહક અદાથી તેનું સ્વાગત કર્યું.
"શું લેશો?"અદાએ માદક સ્વરમાં પુછ્યું.
"તમારા ફોટોગ્રાફ્સ."રોકીએ તેની આંખમાં જોઇને કહ્યું.
"ચલો."અદાએ કહ્યું.રોકી અદાની પાછળ તેના બેડરૂમમાં ગયો.
"મિસ.."રોકીએ તેનું નામ જાણવાની કોશીશ કરી.
"અદા."

"વાહ!શું નામ છે?હું આ વેસ્ટર્ન ડ્રેસ લાવ્યો હતો તે પહેરીને ફોટોગ્રાફ્સ ક્લિક કરીએ તો?"રોકીએ કહ્યું.

"જી,અલયજી તમે બહાર રાહ જુવો હું હમણા તૈયાર થઇને આવી."અદાએ કહ્યું.

અદા થોડાક જ સમયમાં તૈયાર થઇને બહાર આવી.નેવીબ્લુ કલરના ઓફ શોલ્ડર ચુસ્ત હેવી ગાઉનમાં તે અત્યંત સુંદર લાગતી હતી.તેણે ગળામાં ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.તે અત્યંત સુંદર લાગી રહી હતી.

રોકી પણ તેને બે ઘડી જોતો રહી ગયો.

શું અદા રોકીના જાળમાં ફસાશે?કે આ પણ અદાની જ કોઇ ચાલ હશે?
રનબીર,કાયના અને કબીરના ભવિષ્યનું શું થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Girish Chauhan

Girish Chauhan 7 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago