કમિશનર સાહેબની કેબિનમાં ત્રણેય જણા જ્યારે દાખલ થયા ત્યારે વાતાવરણ ખુબજ ગંભીર હતું.
"લવ-કુશ અને કિનારા,મારા ત્રણ બહાદુર ,હોશિયાર અને ચપળ ઓફિસર્સ,જેના પર મને ખુબજ ગર્વ હતો અને રહેશે.
આજે તમે થાપ ખાઇ ગયા.રોમિયો મરી ગયો છે.કોઇ તેનું નામ વાપરીને તમને મુર્ખ બનાવી ગયું.રોમિયો બનીને તે વ્યક્તિએ કિનારાને ઉશ્કેરી અને તે ઉશ્કેરાટમાં જ તમે ત્રણેફ યે ભુલ કરી."કમિશનર સાહેબ બોલ્યા.
"કુશ,મે તારી પાસેથી આવી આશા નહતી રાખી.તને ખબર છે કે તે બોટ જેમાંથી ડ્રગ્સ આવ્યાં છે તેમા અમુક આતંકવાદી પણ ધુસી ગયા છે.જે શહેરમાં આતંક ફેલાવી શકે છે."એ.ટી.એફના ચિફ બોલ્યાં.
કુશ,કિનારા અને લવ નીચું જોઇ રહ્યા હતા.આજસુધીમાં મળેલી તેમની આ મોટી હાર હતી.
"કિનારા,મે તને ઘણીવાર સમજાવી છે કે તારા ગુસ્સા પર કંટ્રોલ રાખ.તારા ગુસ્સાના કારણે આજે આ ભુલ થઇ છે.આ નિર્ણય લેતા અમને ખુશી તો નથી થઇ પણ હવે તમે ત્રણેય આ મિશન વોન્ટેડ લવમાંથી બહાર છો."કમિશનર સાહેબે કહ્યું.
તે ત્રણેય આઘાત પામ્યાં.
"સર,અમને એક ચાન્સ આપો અમે તે ડ્રગ્સનો જથ્થો જલ્દી જ જપ્ત કરી લઇશું."કુશે કહ્યું.
"સોરી કુશ,ઉપરથી ઓર્ડર આવ્યા છે.ઓર્ડર્સ પ્રમાણે તો તમને એક મહિના માટે સસપેન્ડ કરવાના હતા પણ તે અમે નથી કરી રહ્યા.હા પણ તમે ત્રણેય એક મહિનાની રજા પર જઇ રહ્યા છો.તમારા ત્રણેયની રજા મંજૂર થઇ ગઇ છે."કમિશનર સાહેબે ત્રણેયને એક લેટર આપતા કહ્યું.
લેટર લઇને તે ત્રણેય ઘરે આવવાની જગ્યાએ દરિયાકિનારે જઇને બેસ્યા.તે ખુબજ નિરાશ હતા.પોતાની જાત પર ત્રણેયને ખુબજ ગુસ્સો આવતો હતો.
"આ રોમિયો કે જે પણ હોય.તે ખુબજ ચાલાક છે.તેની ચાલાકી આપણને ભારે પડી.આપણને આ મિશનમાંથી હટાવ્યા તે વાતનો અફસોસ નથી પણ આટલી મોટી સંખ્યામાં ડ્રગ્સ આવ્યાં.તેનો અફસોસ છે."કુશે કહ્યું.
"હા કુશ,સાથે આતંકવાદી પણ આવ્યાં છે.તે કઇંક નવાજુનીના કરે તો સારું.આપણે તે ફોનનો વિશ્વાસ કરવા જેવો નહતો."લવે કહ્યું.
આ બધાંમાં કિનારા ખુબજ શાંત હતી.તેની અંદર ઘુઘવાટા મારતો દરિયો કેમેય કરીને શાંત નહતો થતો.
તેને આટલી શાંત જોઇને કુશ અને લવને ચિંતા થઇ.
"કિનારા,અામા તારો કોઇ વાંક નથી."લવે કહ્યું.
"સાચી વાત છે.આપણે આપણી પુરી કોશીશ કરી."કુશ.
અત્યાર સુધી ચુપ કિનારાએ અંતે પોતાની ચુપ્પી તોડી અને બોલી,"હું કસમ ખાઉં છું.તે અસલી કે નકલી રોમિયોનો અંત હું કરીશ.આ ડ્રગ્સના દુષણને આ સમાજમાંથી દુર કરવું જ મારું મિશન છે.મને ભલે મિશન વોન્ટેડ લવમાંથી દુર કરી.આજથી હું એક મિશન શરૂ કરું છું.મિશન એન્ટી રોમિયો અેન્ડ ડ્રગ્સ.
આ બંને દાનવોનો વિનાશ હું કરીશ.મારી આટલા વર્ષની કારકિર્દીમાં મારી વર્દી અને નિષ્ઠા પર લાગેલું આ કંલક હું હટાવીશ.
જ્યાંસુધી આ કંલક નહીં હટાવું અને તે ડ્રગ્સના સામ્રાજ્ય અને તેના સમ્રાટને નહીં ખતમ કરું ત્યાંસુધી હું આ વર્દી નહીં પહેરું."કિનારા મક્ક્મ અવાજે બોલી.તેની વાત સાંભળીને કુશ અને લવ આશ્ચર્ય પામ્યાં.બીજી જ ધડીએ તે બંનએ તેના હાથ પર પોતાનો હાથ મુકી તેને સાથ આપ્યો.
અત્યાર સુધી મક્કમ રહેલી કિનારા અંતે તુટી પડી.તે પોતાના બે મજબુત ખભા સમાન લવ-કુશના સહારે પોતાના દુખ વહાવવા લાગી.
******
અહીં અંશુમાન અને હિયા તો જતા રહ્યા.તેની વાત સાંભળીને કબીર ખુબજ ચિંતામાં આવી ગયો.કિઆન તેની પરિસ્થિતિ સમજતા બોલ્યા,"જિજુ,ચિંતા ના કરો.આવા લોકો તો બોલ્યા કરે તમે મારી દીદી પર વિશ્વાસ કરો.તે તેના દ્રારા અપાયેલ વચન ક્યારેય નથી તોડતી.ચલો,તેની સફળતામાં આપણે સહભાગી બનીએ."
કબીર હકારમાં માથું હલાવીને અંદર ગયો.કાયના તેના સાસુ સસરાના પગે લાગીને તેમના આશિર્વાદ લઇ રહી હતી.તે બંને આજે કાયનાથી ખુબજ ખુશ હતા.કબીરે આવીને તેને ગળે લાગવી અને તેના કપાળને ચુમીને તેને અભિનંદન આપ્યાં.
"લેટ્સ સેલિબ્રેટ ધીસ સક્સેસ.ચલો આજે પાર્ટી.કાયના તારી પુરી ટીમને બોલાવી લે.આજે મુંબઇની બેસ્ટ ફાઇવસ્ટાર હોટેલમાં આ સક્સેસ સેલિબ્રેટ કરીશુ."કબીરે કહ્યું.
કબીર કાયનાને અને બાકી બધાને પાર્ટી આપવા માટે મુંબઇની બેસ્ટ ફાઇવસ્ટાર હોટેલમાં લઇ ગયો.બધાં ખુબજ ખુશ હતા અને સેલિબ્રેટ કરી રહ્યા હતા.કબીરના મનમાં વારંવાર અંશુમાનની વાતો જ ચાલ્યા કરતી હતી.
તેણે મનોમન નિર્ણય લીધો કે તે હવે જલ્દી જ કાયના સાથે લગ્ન કરી લેશે.ઘરે આવીને તેણે આ વાત તેના મમ્મી પપ્પાને કહી.
"મોમ-ડેડ,તમે કાલે સવારે જ કાયનાના ઘરે જઇને મારા અને કાયનાના લગ્ન વિશે વાત કરશો.આમપણ હવે કાયનાની ફાઇનલ એકઝામ નજીક છે.તો તેની પરીક્ષા પતે પછી તુરંત જ અમારા લગ્ન લેવાઇ જાય તેવું મુહૂર્ત કઢાવડાવો.
આપણા પંડિતજીને સવારે જ બોલાવી લો.તેમની સાથે જ તમે કાયનાના ઘરે જશો.હવે હું બહુ રાહ જોવા નથી માંગતો."કબીર ચિંતામાં બોલ્યો.
"અંતે ,તે સાચો નિર્ણય લીધો.હું પણ એ જ માનું છું.આ લગ્નમાં ભંગ પડાવવા ઘણા વિધ્નસંતોષી કોશીશ કરી રહ્યા છે.ના કરે નારાયણને કોઇનો પ્રયત્ન સફળ થઇ ગયો તો આટલા મોટા પરિવાર સાથે આપણો સંબંધ તુટી જશે.કાયના જેવી છોકરી હાથમાંથી જતી રહેશે અને તારું હ્રદય તુટશે તે અલગ."કબીરની માઁએ કહ્યું.
તેના પિતાએ સહમતીમાં માથું હલાવ્યું.તેમણે તે જ ધડીએ તેમના પંડિતજીને ફોન કરી સવારસવારમાં બોલાવી લીધા.
::::::::::::::::::::::::::::::::::
આજની સવાર શિના માટે એક નવી આશા લઇને આવી હતી.તેના અને રોકીના આ મિશનમાં તેમને કિનારાનો સાથ મળી ગયો હતો.
આજે રોકી વેશ બદલીને અદા સાથે પહેલી મુલાકાત કરવા જવાનો હતો.સાથે શિના કિનારાએ સોંપેલા કામ માટે જવાની હતી.તે રોમિયોની હવેલી પર તપાસ કરવા જવાની હતી.
આ મિશનમાં રોકીએ એકલા જવાનું હતું જેથી અદાને તેની પર શંકા ના જાય.રોકી બ્રેકફાસ્ટ કરીને કામ છે મોડો આવીશ એમ કહી નિકળી ગયો.તેના જતાં જ લવને રાહત થઇ.
રોકીએ સૌથી પહેલા તો ભિખારીનો વેશ લઇને અદાની અને તેની હવેલીની રેકી કરી.તેણે નિશ્ચય લીધો કે તે પુરા દિવસ તેનો પીછો કરી તે શું કરે છે અને ક્યાં ક્યાં જાય છે તે જાણશે.
અહીં શિના થોડીક વાર પછી તૈયાર થઇને રોમિયોના ગામ જવા નિકળી ગઇ.તેણે આંખો પર ગોગલ્સ અને માથે દુપટ્ટો પહેર્યો હતો.જેથી તેને કોઈ ઓળખી ના શકે.
અંતે તે રોમિયોની હવેલી પર પહોંચી.તેણે બહાર ચોકીદારને કહ્યું,"હું આદેશ અને નિમેષને મળવા માંગુ છું."
"કોણ છો તમે?"તેણે પુછ્યું.
"શિના લવ શેખાવત,બસ આટલું કહેજે."શિનાએ કહ્યું.
થોડીક જ વારમાં તેને અંદર જવાનું કહેવામાં આવ્યું.તે અંદર ગઇ ત્યાં રોમિયોના બંને દિકરાઓ ત્યાં બેસેલા હતાં.
"શિના શેખાવત,કેમ આજે અચાનક અહીંનો રસ્તો ભુલી ગયાં?"રોમિયોના મોટા દિકરા આદેશને પુછ્યું.
શિનાની નજર ઘરમાં ચારે તરફ ફરી રહી હતી.ઘરની હાલત બિસ્માર હતી.સરકારે રોમિયોની બધી જ મિલકત જપ્ત કરી લીધી હતી.હવે એક જમીનનો ટુકડો બચ્યો હતો જેના પર ખેતી કરીને તેમનું ગુજરાન ચાલતું હતું.
" તારી માઁ મારા જીવનમાં વધારે પડતી દખલ દઇ રહી છે.તેને સમજાય કે મારા પતિનો પીછો છોડી દે."શિનાએ કહ્યું.
"મારી માઁ સાથે અમે સંબંધ વર્ષોથી તોડી દીધો છે.તે સ્વાર્થી સ્ત્રી સાથે અમારે કોઇ સંબંધ નથી.તે સિવાય કોઇ કામ હોય તો કહો નહીંતર જઇ શકો છો."નિમેષે કહ્યું.
શિના અહીં રોમિયો વિશે તપાસ કરવા અાવી હતી.અહીં રોમિયોના દિકરા,તેમની પત્ની અને બાળકો સિવાય કોઇ નહતું.તેણે ઉપર જઇને ચેક કરવાનું નક્કી કર્યું.
"મારે વોશરૂમ જવું છે."શિનાએ કહ્યું.તેને ઉપર જવા કહ્યું.તે ઉપરના માળે ગઇ.ત્યાં કોઇ નહતું જેથી તેને સમય મળી ગયો અને તેણે બધાં રૂમ જલ્દી જલ્દી ચેક કર્યા.ત્યાં કશુંજ નહતું.
તે ત્યાંથી નિકળી ગઇ અને કિનારાને ફોન કર્યો.
"કિનારા,ઘરમાં રોમિયોના દિકરા વહુ અને તેમના બાળકો જ છે.બાકી ઉપરના રૂમમાં મે બહાનું બનાવીને તપાસ્યું તો કોઇ હતું નહીં."
તેની વાત સાંભળીને કિનારાને આશ્ચર્ય થયું.
"થેંક યુ શિના."
"તું ચિંતા ના કર.હું મારા એક માણસને રોમિયોના દિકરાની પાછળ લગાવી દઇશ."શિનાએ કહ્યું.
અહીં તેના ગયાં પછી રોમિયોના મોટા દિકરા આદેશે અદાને ફોન કર્યો.
"માઁ તમે સુધરી જાઓ.તમારા કારણે અમને સાંભળવું પડે છે.તમારા આશિકની પત્ની આજે ઘરે આવી હતી અને અમને સંભળાવીને ગઇ.એક તો બાપુના કારણે અમે બિસ્માર હાલતમાં જીવીએ છીએ અને બીજું તમારા કારણે અમને સાંભળવું પડે.સુધરી જાઓ નહીંતર અમારાથી ખરાબ બીજું કોઇ નહીં હોય."
અહીં જાનકીવિલામાં બ્રેકફાસ્ટ ટેબલ પર આજે જાતજાતનો બ્રેકફાસ્ટ હતો.જાનકીદેવી તેમના દિકરાઓ લવ અને કુશની ચિંતામાં હતા.રાતથી તેમના કોઇ સમાચાર નહતા.
આજે તેમની લાડકી વહુ શિવાની બહારગામથી પાછી ફરી હતી.તે પણ લવની રાહ જોઇ રહી હતી.
તેટલાંમાં લવ,કુશ અને કિનારા આવ્યાં.તે ખુબજ હતાશ હતાં પણ ઘરે આવતા જ તેમણે ચહેરા પર નકલી સ્મિત ફરકાવી દીધું.
લવ શિવાનીને જોઇને ખુશ થઇ ગયો.તે તેને ગળે.મળ્યો.તેટલાંમાં જ કબીર અને તેના માતાપિતા આવ્યાં.
શું કિનારા તેનો પ્રણ પુરો કરી શકશે?
કાયના અને રનબીરને હરાવવા મિહિર અને આલોક શું કરશે?
જાણવા વાંચતા રહો