Wanted Love 2 - 55 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--55

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--55


રનબીર અને કાયનાનું પરફોર્મન્સ ચાલી રહ્યું હતું.મે તેરા બોયફ્રેન્ડ ગીત પર તે રોબોટિક ડાન્સ કરી રહ્યા હતાં.હિયા,અંશુમાન ,મિહિર અને આલોકના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.તે લોકો એક જ વાત વિચારી વિચારીને પાગલ થઇ રહ્યા હતાં.તે સવાલ હતો કે આ બધું કેવીરીતે થયું?

"ગીત કેવીરીતે બદલાઇ ગયું અને આ કોરીયોગ્રાફી તો મે નથી કરી.કોસ્ચયુમ કેવીરીતે બદલાઇ ગયા?હું પાગલ થઇ જઇશ.આજ પહેલા આવીરીતે મને કોઇએ પણ ટક્કર નથી આપી.આ કાયના હવે માથાનો દુખાવો બની ગઇ છે."મિહિર આલોક સામે પોતાનો બળાપો કાઢી રહ્યો હતો.

અહીં કાયના અને રનબીર એકબીજાની સામે જોઇ રહ્યા હતા.તેમને યાદ આવ્યું.

ગઇકાલે રાત્રે.....

કાયના અને રનબીર રીહર્સલ કરી રહ્યા હતા.કાયનાને તે કોશચ્યુમ સાથે પ્રેક્ટિસ કરવાની હતી.તે કોશચ્યુમ જોઇને જ કાયનાની હાલત ખરાબ થઇ ગઇ હતી.છતાપણ તેણે તે પહેર્યું રનબીર જોઇ શકતો હતો કે તે કેટલું અસહજ અનુભવી રહી છે.તેણે તુરંત જ તેને તેનું જેકેટ પહેરાવી દીધું.તે ગુસ્સે થઇ ગયો અને બોલ્યો,
"કાયના,અત્યારે ને અત્યારે કપડાં બદલીને આવ."

કાયના ચેન્જીંગ રૂમમાં જઇને ટ્રેક પેન્ટ અને ટીશર્ટ પહેરીને આવી.

"ચલ ચા પીને આવીએ."રનબીરે કહ્યું.

રનબીર અને કાયના ચાની કિટલીએ આવ્યાં.ત્યાં તેમણે ચા અને મસ્કાબન મંગાવ્યું.

"કાયના,મને આ ગીત અને તેની કોરીયોગ્રાફી ના ગમી.દુનિયા સામે તને આવા ગીત પર ડાન્સ કરતા દેખવું અને તે પણ આવા કપડાંમાં.મને નહીં ફાવે. જો તું ઇચ્છે છે કે હું આ ગીત પર ડાન્સ કરું.તો કોઇ બીજું ગીત પસંદ કર અને તેની કોરીયોગ્રાફી તું કરીશ."રનબીરે કહ્યું.

"રનબીર,કાલે પરફોર્મન્સ છે.રાતોરાત શું થઇ શકશે?"કાયનાએ પુછ્યું.
"કાયના,તને યાદ છે એક દિવસ આપણે એમ જ પ્રેક્ટિસ માટે રોબોટિક ડાન્સ કરી રહ્યા હતાં.તો બસ તે જ કરી લઇએ.ચલ ચા પીને પ્રેક્ટિસ કરીએ.

કાયના અને રનબીરે પુરી રાત પ્રેક્ટિસ કરી.તેના કોસચ્યુમ એરેન્જ કર્યા.પ્રોબ્સ તૈયાર કરાવડાવ્યા.

અને અત્યારે ..

કબીર અને તેના માતાપિતાની ચિંતા એક જ ક્ષણમાં ગાયબ થઇ ગઇ.તે પણ અન્ય પ્રેક્ષકોની જેમ પરફોર્મન્સની મજા માણવા લાગ્યાં.
કબીરના પિતાએ કહ્યું,"કબીર,કાયના કેટલી ક્યુટ રોબોટ લાગે છે.નક્કી,આ કોઇ વિધ્નસંતોષીનું કામ છે."

અચાનક કિઆનનું ધ્યાન ખુણામાં સંતાઇને બેસેલા હિયા અને અંશુમાન પર ગયું.તેમના ચહેરા પરની નિરાશા અને ગુસ્સો જોઇને તેને દાળમાં કઇંક કાળું લાગ્યું.આ વાત તેણે મેસેજ કરીને કબીરને જણાવી.કબીર હિયા અને અંશુમાનને આ રીતે જોઇને સમજી ગયો કે આ કામ તેમનું જ હશે.

કાયના અને રનબીરનું પરફોર્મન્સ ખતમ થયું.તેમને જજીસના ખુબજ વખાણ સાંભળવા મળ્યાં.કબીરને તેના વર્તન પર ખુબજ દુઃખ થયું.તેણે કિઆનને બોલાવ્યો અને છુપાઇને બહાર જઇ રહેલા અંશુમાન અને હિયાને તેમણે ધેરી લીધાં.તે બંનેને કબીર અને કિઆન એક સુમસાન ખુણે લઇ ગયાં.હિયા અને અંશુમાન સમજી ગયા હતા કે તે બંને હવે ખરેખર મુશ્કેલીમાં છે.

હિયાને સાઇડમા ઊભી રાખીને તેમણે બંનેએ અંશુમાનને ધોવાની શરૂઆત કરીતેમણે અંશુમાનને ખુબજ માર્યો.
કબીર ખુબજ ગુસ્સામાં હતો અને તેણે તેને બે લાફા મારી દીધાં.અહીં હિયા અંશુમાનની આ હાલત જોઇને ડરી ગઇ હતી.

"એય તમે લોકો તેને આમ મારી ના શકો.હું પોલીસ બોલાવીશ."હિયા બોલી.

"હા તો બોલાયને.અમે પણ કહીશું કે તમે બંનેએ શું શું કર્યું છે? પહેલા ફોટોગ્રાફ્સ ,પછી પોસ્ટર અને હવે આ ડાન્સનો ખોટો વીડિયો બનાવીને દીદી અને જિજુને અલગ કરવાની કોશીશ કરી.પછી જોઇએ કે પોલીસ કોને પકડીને જાય છે."કિઆન બોલ્યો.

"તારા કારણે પુરી રાત હું બેચેન રહ્યો.કેટલી ચિંત‍ામાં રહ્યો.મે મારી કાયના પર શંકા કરી અને તેની અને રનબીરની દોસ્તી પર શંકા કરી."કબીરે ગુસ્સામાં કહ્યું.

રનબીરે અંશુમાનને બહુ જ માર્યું.હવે અંશુમાન પણ ગુસ્સે થયો તેણે સામે કબીરને માર્યું અને કહ્યું,"કબીર,આ તે સારું નથી કર્યું.આ માર તને ભારે પડશે.કાયનાને તો હું એવી રીતે બદનામ કરીશ અને એવી રીતે બરબાદ કરીશ કે તે ક્યાંય મોઢું બતાવવા લાયક નહીં રહે.

હા,એક વાત સાંભળી લે કબીર,કાયના તારી ક્યારેય નહીં થાય.તારા અને એના લગ્ન ક્યારેય નહીં થાય.આ મારી ચેલેન્જ અને ભવિષ્યવાણી છે.જો તે એની સાથે લગ્ન થયા તો હું તારા પગે પડીશ.ચલ હિયા."અંશુમાન કબીરને આટલું કહીને જતો રહ્યો.

તેટલાંમાં અદ્વિકા આવી.તેણે કહ્યું,"કબીર જિજુ,કિઆન.રનબીર અને કાયના ડાયરેક્ટર ફાઇનલ માટે સિલેક્ટ થઇ ગયાં છે."તે લોકો ખુબજ ખુશ હતાં.
*******
અહીં શિના અને રોકી હુમલામાં બચી ગયા હતા.હજી પણ લવ શેખાવત તેમની વાતનો વિશ્વાસ કરવા તૈયાર નહતા.રોકીએ શિનાને આઇડિયા આપ્યો કે તેમણે કિનારાને ફોન કરવો જોઇએ.તેમણે કિનારાને વીડિયો કોલ કર્યો,કિનારા સામે રોકીને જોઇને ચોંકી.
"રોકી.."કિનારા દાંત ભીસીને બોલી.

"કિનારા,તું કઇપણ તારણ પર આવે કે રોકીને જેમતેમ સંભળાવે તે પહેલા હું તને કઇંક કહેવા માંગુ છું."શિનાએ કહ્યું.

"બોલ."કિનારા બોલી

શિનાએ રોકી વિશે બધું જ જણાવ્યું.શિનાએ જણાવ્યું કે કેવીરીતે રોકીએ તેની મદદ કરવાનું નક્કી કર્યું,કેવીરીતે લવને જેલસ કર્યો,અદા વિશે જે પણ માહિતી એકઠી કરી તે પણ કિનારાને જણાવી.

કિનારા આશ્ચર્ય પામી.
"કિનારા,હવે તું જ કહે કે અમે શું કરીએ આગળ?આ અદા ખુબજ ખતરનાક છે."
કિનારાને વિશ્વાસ નહતો આવતો કે રોકી શિનાની આટલી મદદ કરી રહ્યો હતો.તે પણ નિસ્વાર્થ ભાવે.અહીં રોકી કિનારાને જોઇને ભાવુક થઇ ગયો હતો.
"કિનારા,હું ખરેખર બદલાઇ ગયો છું.તારી માફી માંગવી છે.નેહા અને તને દુર કરવાવાળો હું જ હતો.હવે નેહા ક્યાં છે તે મને પણ નથી ખબર.હું ખરેખર ઇચ્છું છું કે નેહા મારા જીવનમાં પાછી આવી જાય.તું ફરીથી તારી બહેનને મળે.

હું શિનાનો પણ અપરાધી હતો મને લાગ્યું કે તેની મદદ કરીને કદાચ હું મારા પાપ ધોઇ શકું.મને માફ કરી દે કિનારા અને અમને રસ્તો બતાવ.

કિનારા,વિશાલઅંકલ વિશે સાંભળ્યું ખુબજ દુઃખ થયું તેમના વિશે જાણીને."રોકી આટલું બોલતા રડી પડ્યો.
"મને વિશ્વાસ તો નથી આવતો કે તું બદલાઇ ગયો હોય પણ તું શિનાની મદદ કરે છે તે જાણીને આનંદ થયો.શિના તે દાદીએ જેમ કહ્યુંને તેમ જ કરો.

રોકી,તું એક મોટા બિઝનેસમેનનો વેશ ધરીને ત્યાં જા.તું બતાવ કે તું ખુબજ પૈસાદાર છે અને પછી અદાનો શું પ્રતિભાવ આવે છે તે જો.
એક વાત જાણીને ખુબજ આઘાત લાગ્યો કે અદા જે એકદમ માસુમ લાગતી હતી.તે સાવ આવી હશે મને વિશ્વાસ નથી આવતો.

શિના,એક વાર રોમિયોના બંગલે જઇને તપાસ કરીશ?"કિનારાએ પુછ્યું

"રોમિયોના બંગલે કેમ?"શિનાએ પુછ્યું.
"રોમિયો જીવે છે કે નહીં તે જાણવા."કિનારા બોલી ગઈ.

"કેવી વાત કરે છે, કિનારા?રોમિયો તો મરી ગયોને."શિનાએ કહ્યું.

"છતાપણ તે કહે છે તો આપણે જઇ આવીશું."રોકીએ કહ્યું.

*****

રોમિયોનો ફોન આવ્યો ત્યારથી કિનારા,કુશ અને લવ પાર્ટીનું લિસ્ટ બનાવવામાં લાગેલા હતા.તેમા તે લોકોએ બે મોટી પાર્ટી સિલેક્ટ કરી જેમા ડ્રગ્સની હેરાફેરી અને તેનો બહોળા પ્રમાણમાં વપરાશ શક્ય હોય.

તેમાની એક પાર્ટી એક મોટા બોલીવુડ પ્રોડ્યુસરની હતી અને બીજી એક મોટી કોલેજની પાર્ટી હતી.કિનારા અને લવ તે કોલેજ પાર્ટીમાં જવાના હતા જ્યારે કુશ તેના એક ઓફિસર સાથે તે પ્રોડ્યુસરની પાર્ટીમાં જવાના હતાં.

આ બંને પાર્ટી રવિવારે રાત્રે જ થવાની હતી.જે દિવસે કાયનાનું કપલ પરફોર્મન્સ હતું.તે લોકો સાદા કપડામાં તે પાર્ટીમાં ઇન્વીટેશન કાર્ડ સાથે પહોંચી ગયાં.

કોલેજ પાર્ટીમાં કિનારા,લવ અને અન્ય પોલીસ ઓફિસર સાદા કપડામાં ધ્યાન રાખી રહ્યા હતાં.પ્રોડ્યુસરની પાર્ટીમાં પણ કુશ અને એન.સી.બીના ઓફિસર્સ વેશ બદલીને ધ્યાન રાખી રહ્ય હતાં.આવવા જવાવાળા પર બાજ નજર રાખવામાં આવી હતી.સી.સી.ટીવી કેમેરા,ખબરી,ચાર રસ્તે પોલીસનું ચેકીંગ બધું સજ્જડ હતું.

કમિશનર સાહેબ તે બધાં સાથે કોન્ટેક્ટમાં હતા.કિનારા,કુશ અને લવે તેમને ખાત્રી અપાવી હતી કે તે ડ્રગ્સનો જ્થ્થો તે પકડી પાડશે.

અહીં ઘણોબધો સમય જતો રહ્યો હતો પણ ડ્રગ્સ આવવાના કોઇ એંધાણ નહતા લાગતાં.તે સિવાય કોઇ શંકાસ્પદ પણ નહતું જણાતું.કમિશનર સાહેબ ખુબજ ચિંતામાસ હતાં.

તેટલાંમાં કિનારાને એક વીડિયો આવ્યો અને પછી એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.

"કિનારા,ડાર્લિંગ કેમ છે તું ?મળ્યાં ડ્રગ્સ ?બહુ મહેનત કરી નહીં.પણ ડ્રગ્સ તો ત્યાં આવવાના જ હતા.ડ્રગ્સ તો જ્યાં પહોંચવાના હતા ત્યાં પહોંચી ગયા."રોમિયો બોલ્યો.

"રોમિયો ?"કિનારા બોલી
"હા,અંતે તું માની ખરી કે હું જીવું છું.ડ્રગ્સ મુંબઇના દરિયા કિનારે મારી નાનીનાની અનેક બોટમાંથી સીધી ડ્રગ્સ પેડલર પાસે પહોંચી ગયાં.સોરી તારી જોડે થોડુંક ખોટું બોલ્યો."

કિનારાએ ગુસ્સેથી ફોન પછાડ્યો.આ વાત લવ,કુશ અને કમિશનર સાહેબને ખબર પડી.અંતે તે સમાચાર પાક્કા થયાં કે દરિયાકિનારે થોડા સમય પહેલા ઘણીબધી નાની નાની બોટ્સ આવી હતી.
કમિશનર સાહેબ ખુબજ ગુસ્સામાં હતા તેમણે કુશ ,લવ અને કિનારાને તેમની કેબિનમાં બોલાવ્યાં.

શું કરશે મિહિર અને આલોક કાયનાને હરાવવા માટે?
રોકી કિનારાના પ્લાન પ્રમાણે આગળ વધી શકશે?
કમિશનર સાહેબનું નેક્સ્ટ સ્ટેપ શું હશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Kitu

Kitu 9 month ago

Deboshree Majumdar
Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 10 month ago