રોકી અને શિના અદા વિશે ચર્ચા કરી રહ્યા હતા.તેટલાંમાં જ તેમની પાછળ એક ટ્રક ધસમસતી આવી.ગાડી સાઇડમાં લઇને બ્રેક મારવા જતાં.શિનાને ખબર પડી કે ગાડીમાં બ્રેક ફેઇલ છે અને ગાડી ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ ગઇ.
અદાના માણસે તેને ફોન કરીને કહ્યું કે કામ થઇ ગયું.
અહીં રોકી અને શિના ચાલું ગાડીમાંથી કુદી ગયા હતા.ચાલુ ગાડીમાંથી કુદવાના કારણે તેમને વાગ્યું હતું.તે ટ્રક ડ્રાઇવર ખાલી ગાડી અથડાયેલી જોઇને કામ થઇ ગયું.તેમ માનીને જતો રહ્યો.રોકીએ તે ટ્રકનો નંબર નોંધી લીધો હતો.
અહીં રોકીને આખા શરીરમાં દુખાવો થઇ રહ્યો હતો.સાથે સાથે જગ્યા જગ્યાએ છોલાયેલું પણ હતું.તે માંડમાંડ ઊભો થયો અને શિના પાસે ગયો.શિના બેભાન થઇ ગઇ હતી.તેના કપાળમાં છોલાયું હતું જેમાંથી લોહી નિકળતું હતું.રોકીએ પોતાના ખીસામાંથી રૂમાલ કાઢી તેના કપાળે બાંધ્યો.ગાડીની અંદરથી પાણીની બોટલ લઇને શિના પર છાંટ્યું.
શિના ભાનમાં આવી.તેને પણ જગ્યા જગ્યાએ છોલાયેલું હતું અને દુખાવો થતો હતો.
"ચલ ડોક્ટર પાસે જઇએ.મે ફોન કરીને એમ્બ્યુલન્સ અને પોલીસ બોલાવી છે."રોકીએ કહ્યું.
થોડીક જ વારમાં ત્યાં પોલીસ અને એમ્બ્યુલન્સ આવી.તેમણે ફરિયાદ નોંધી અને તે બંનેને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલ્યાં.
અહીં રાતના આઠ વાગવા આવ્યાં હતા.પણ શિના અને રોકીનો કોઇ અતોપતો નહતો.લવ બેચેન થઇ ગયો હતો.તે ખુબજ ગુસ્સામાં હતો.તેણે નિર્ણય લઇ લીધો હતો કે તે આજે આ રોકીને ઘરમાંથી કાઢીને જ દમ લેશે.
તેટલાંમાં એકબીજાનો સહારો લઇને ચાલતા ચાલતા રોકી અને શિના આવ્યાં.શિના અને રોકીની હાલત ખરાબ હતી.શિનાના કપડાં અમુક જગ્યાએથી ફાટેલા હતા.તેના માથે પાટો બાંધેલો હતો.અહીં રોકીની પણ હાલત એવી જ હતી.
લવ ગભરાઇને શિના પાસે દોડીને ગયો.
"શિના,શું થયું ?તારી આવી હાલત કેવીરીતે થઇ? તેણે પુછ્યું.
જવાબ શિનાની જગ્યાએ રોકીએ આપ્યો.તે ખુબજ ગુસ્સામાં હતો.
"મિ.શેખાવત,તમારી કથિત પ્રેમિકાએ અમારી પર જીવલેણ હુમલો કરાવ્યો છે.અમારી ગાડીની બ્રેક્સ ફેઇલ કરાવી અને ટ્રક અમારી પાછળ લગાવ્યું.આ તો નસીબજોગે અમે સમયસર ચાલુ ગાડીમાંથી કુદી ગયા.જેથી અમે બચી ગયા."રોકી ગુસ્સામાં બોલ્યો.
આ વાત સાંભળીને લવ શેખાવત ગુસ્સે થયો.
"તારી હિંમત કેવીરીતે થઇ અદા વિશે આવુ બોલવાની?તેની પોતાની સાથે ખરાબ થયું છે?પહેલા તેના પતિને મારી નાખ્યો રોમિયોએ અને પછી રોમિયોએ જબરદસ્તી તેની સાથે લગ્ન કર્યા."લવ શેખાવત ગુસ્સામાં હતો.
"મિસ્ટર શેખાવત,હું તમને લાસ્ટ વોર્નિંગ આપું છું.એક છેલ્લો ચાન્સ.અગર તમે અદાને છોડીને શિનાને ના અપનાવી તો હું શિનાને લઇને મારી સાથે જતો રહીશ.હંમેશાં માટે તે તમારાથી દુર થઇ જશે.જ્યારે તમારી અદાનો અસલી ચહેરો તમારી સામે આવશે ત્યારે તમારા પગ નીચેથી જમીન ખસી જશે."રોકી ગુસ્સામાં બોલ્યો.
રોકી તેને અદા વિશે બધું જણાવવા જતો હતો પણ શિનાએ તેને રોકી લીધો.શિના રોકીની મદદવળે પોતાના રૂમમાં જતી રહી.તેણે લવને ઇગ્નોર કર્યો.
રૂમમાં જઇને તેણે રોકીને કહ્યુ,"તું પાગલ થયો છે?લવ ભલે થોડો નરમ પડ્યો હોય પણ અદાનો પ્રેમ હજી તેના દિલ અને દિમાગ પર છવાયેલો છે.આપણે અદાની અસલીયત તેની સામે લાવીશું.તે વખતે તે સામેથી તેને છોડી દેશે.અત્યારે આપણે અા બધી વાત કિનારાને જણાવીશુ.ચલ,કિનારાને વીડિયો કોલ કરીએ."શિનાએ કહ્યું.
રોકીએ હકારમાં માથું હલાવ્યું.શિનાએ પોતાના મોબાઇલમાંથી કિનારાને વીડિયો કોલ લગાવ્યો.
અહીં કિનારા લવ મલ્હોત્રા સાથે તે પાર્ટીમાં શું કરવું તેનો પ્લાન બનાવી રહી હતી.તેટલાંમાં શિનાનો વીડિયો કોલ તેણે જોયો.લગભગ બે દિવસથી કામના ભારના કારણે તે શિનાનો વીડિયોકોલ અવગણતી હતી.
"ઉપાડી લેને.બની શકે તેને કોઇ કામ હોય."લવે કહ્યું.લવ બહાર જતો રહ્યો.કિનારાએ વીડિયો કોલ ઉપાડ્યો.સામે શિના સાથે રોકીને જોઇને તે અત્યંત આઘાત પામી.અહીં રોકી પણ કિનારાને આટલા સમય પછી જોઇને ભાવુક થઇ ગયો.
******
રવિવારે કપલ પરફોર્મન્સનો સમય આવી ગયો.દસ યુગલ ખુબજ સરસ રીતે તૈયાર થઇને બેક સ્ટેજ પર બેસેલા હતા.
ડાન્સ ચેમ્પીયનશીપનું સ્ટેજ ખુબજ સુંદર રીતે સજાવેલું હતું.બ્લુ કલરનું સ્ટેજ ગોળ હતું.તે ખુબજ વિશાળ હતું.તેનું ફ્લોર પણ અાધુનિક હતું.જેમા સ્ક્રિન હતી.તેમા પિક્ચર્સ બદલાતા હતા.આસપાસ ફરતે બેસવા માટે સીડીઓ જેવી વ્યવસ્થા હતી.સામે એક વિશાળ સ્ક્રિન હતી.સ્ટેજમાં ખુબજ સરસ લાઇટીંગ અને ટેકનોલોજીનો ઉપયોગ થયેલો હતો.સામે જજીસને બેસવા માટે વ્યવસ્થા કરેલી હતી.
બધાં પ્રતિસ્પર્ધી ખુબજ સરસ રીતે તૈયાર થઇને બેસેલા હતા.મિહિર અને આલોક ખુબજ ખુશ હતા.કેમ કે આજે કાયના વિરુદ્ધ તેમની ચાલ સફળ થવાની હતી.તે લોકો બંને બેક સ્ટેજ આવ્યાં પણ તેમને રનબીર અને કાયના ક્યાંય દેખાયા નહીં.
"મિહિરભાઇ,આ બંને દેખાતા નથી.ક્યાંક આપણો પ્લાન ફેઇલ તો નહીં થાયને?"આલોકે પુછ્યું.
"ના,વાત એમ છે કે મે કાયના માટે જે કોસ્ચ્યુમ તૈયાર કરાવ્યો છે તે એટલો ટુંકો છે કે તેને તે પહેરીને બહાર આવતા જ શરમ આવતી હશે.આજે કાયના ખરેખર ખુબજ શરમમાં મુકાશે.સામે ઓડિયન્સમાં તેનો થવાવાળો પતિ અને સાસુસસરા પોતાના ઘરની થવાવાળી વહુને આટલા નહિવત વસ્ત્રોમાં આટલો સિઝલીંગ ડાન્સ અન્ય પુરુષ સાથે કરતા જોશેને ત્યાં જ તેની કેરીયર ખતમ અને મુશ્કેલી શરૂ." આટલું કહીને મિહિરે અટહાસ્ય કર્યું.આલોકે તેને સેલ્યુટ કર્યું.
"બાય ધ વે આ ટુંકા કપડાનો આઇડિયા પેલી હિયાનો હતો."મિહિરે કહ્યું.
રનબીર અને કાયના ગ્રીનરૂમમાં પણ નહતા.મિહિર અને આલોક તેમને જ શોધી રહ્યા હતાં.એલ્વિસ પણ બહાર ઓડિયન્સમાં બેસીને તેમના પરફોર્મન્સની રાહ જોઇ રહ્યો હતો.
ત્યાં જ થોડા દુર ઓડિયન્સમાં કબીર અને તેના માતાપિતા બેસેલા હતાં.જે ખુબજ ચિંતામાં દેખાઇ રહ્યા હતાં. કબીરે તેને આવેલા મેસેજ વિશે તેમને જણાવ્યું હતુ.તે લોકો આજે નિર્ણય કરીને આવ્યાં હતાં કે જો કાયના અને રનબીરનો ડાન્સ અશ્લીલ હશે તો તે કડક પગલાં ભરશે.
અહીં ઓડિયન્સમાં એક ખૂણામાં હિયા અને અંશુમાન બેસેલા હતા. તે એ રીતે બેસેલા હતા કે કોઈ તેમને જોઈ ના જાય.
આજે કાયનાના ઘરેથી માત્ર કિઆન અને અદ્વિકા જ આવેલા હતા.તેમનું ધ્યાન ગંભીર ચહેરે બેસેલા કબીર અને તેના પરિવાર પર હતું.અહીં અચાનક કિઆનનું ધ્યાન છુપાઇને બેસેલા હિયા અને અંશુમાન પર ગયું.તેમને જોઇને કિઆનને શંકા થઇ કે તે લોકો કઇંક ગડબડ કરવા આવ્યાં હશે.
અહીં હોસ્ટ એક પછી એક પરફોર્મન્સ એનાઉન્સ કરતો હતો.એક એક કરીને લગભગ બધાં જ પરફોર્મન્સ પતી ગયા.હવે જેની સૌને રાહ હતી તે સમય આવી ગયો હતો.
હોસ્ટ આવ્યો , તેણે કાયના અને રનબીરનું પરફોર્મન્સ એનાઉન્સ કર્યું.
ઘણો સમય થઈ ગયો પણ કાયના અને રનબીર દેખાયા નહીં.ઓડિયન્સમાં અને જજીસમાં વાતો થવા લાગી. પાંચ મિનિટ પછી મ્યુઝિક શરૂ થયું જેમાં એક બોલીવુડનું ગીત વાગી રહ્યું હતું. સ્ટેજ ઉપર અંધારું છવાઈ ગયું લાઈટ ધીમેધીમે ચાલુ થઈ રહી હતી.સ્ટેજ ઉપર જે સ્ક્રીન હતી તેમાં બીજા ગ્રહના પિક્ચર્સ દેખાવા લાગ્યાં. ઉપરથી એક બોક્સ ધીમેધીમે નીચે આવ્યું. જેમાંથી બે એલીયન જેવા દેખાતા લોકો બહાર આવ્યા.તે કાયના અને રનબીર હતા.
તે લોકો એલીયન રોબોટ જેવા દેખાતા હતાં.ગળાથી લઈને પગ સુધી રોબોટ શુટ પહેર્યો હતો.માથા પર એન્ટીના લગાવેલા હતા.ચહેરા પર એલીયન જેવો લુક લાવવા માટે મેકઅપ કર્યો હતો.મિહિર ,આલોક,હિયા અને અંશુમાંન તેમને આ રીતે જોઇને દંગ રહી ગયાં.
આ કેવીરીતે થયું ?અને આ શું થયું? તે પ્રશ્ન તેમને પાગલ કરી રહ્યો હતો.
કાયના અને રનબીર એકબીજાની સામે જોઇને હસ્યાં.
ગીત વાગવાનું શરૂ થયું.તેમણે બોલીવુડ રોબોટિક ડાન્સ ફોર્મ પર ડાન્સ કરવાનું શરૂ કર્યું.
ગીત હતું.
મે તેરા બોયફ્રેન્ડ,તું મેરી ગર્લફ્રેન્ડ
વો મેનું કહેંદી ના..ના...ના...ના..
રુક તે જા મેરી ગલ તો સુન લે.
વો મેનું કહેંદી ના...ના..
રનબીર અને કાયના ખુબજ સરસ રીતે પરફોર્મન્સ આપી રહ્યા હતાં.
શું રોકી અદાની નજીક જઇ શકશે?
શું કુશ,કિનારા અને લવ ડ્રગ્સ પકડી શકશે?
અંત સમયમાં કાયના અનેરનબીરનો ડ્રેસ કેવીરોતે બદલાયો?
રોકી અને કિનારાની વાતચીત કેવી રહેશે?શું અદા વિશે જાણીને કિનારા તેમની કોઇ મદદ કરશે?
જાણવા વાંચતા રહો.