Wanted Love 2 - 53 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--53

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--53


રોકી અને શિના અદાના સાસરીવાળા ગામ આવેલા હતા.તેમણે ત્યાં બહુ પુછપરછ કરી ત્યારબાદ તેમને એક દાદી મળ્યાં જે તેમને અદા વિશે જણાવવા તૈયાર થયા.રોકી અને શિના તેમની સામેજ જોઇ રહ્યા હતાં.રોકીએ વીડિયો રેકોર્ડિંગ ચાલું રાખ્યું હતું.

તે દાદીએ માટલામાંથી ડોયા વળે લોટામાં પાણી કાઢ્યું તે રોકી અને શિનાને આપ્યું.ઊંડો શ્વાસ લઇને તેમણે બોલવાનું શરૂ કર્યું.

"અદા,તેના નામ જેવા જ ગુણો ધરાવતી હતી.એકદમ નખરાળી અદાઓવાળી.સાંભળ્યું હતું કે તેના લગ્ન જબરદસ્તી કરવામાં આવ્યાં હતા.તેનો વર તેના કરતા પાંચ વરસ મોટો હતો.ખુબજ ભલો માણસ હતો,ઘર પણ સારું હતું.બસ દેખાવે સામાન્ય હતો.
તે હંમેશાં તેના પતિથી અસંતુષ્ટ હતી.મે ઘણા કિસ્સા સાંભળ્યા છે કે તેનું ગામના એક વેપારી સાથે ચક્કર ચાલતું હતું.તે વાત હું ખાત્રી સાથે નહીં કહી શકું.

ત્યારબાદ આવ્યો રોમિયો,મોટો માથાભારે ત્રાસવાદી.તેની નજર આ ખુબસુરત બલા પર પડી.બસ અદા પણ તેનાથી આકર્ષાઇ ગઇ.તે રોમિયો પાસર બધું જ હતું રૂપિયા,પાવર,દેખાવ અને તાકાત.

તમને ખબર છે તે અદાના પતિને રોમિયોએ નહીં પણ અદાએ માર્યો હતો અને તે વખતે તેના પેટમાં રોમિયોનું જ સંતાન હતું.

કેટલી સતીસાવિત્રી થઇને ફરતી હતી પણ હકીકતમાં તે કઇંક અલગ જ હતી.તે ખુબજ ખતરનાક બાઇ છે.તમને ખબર છે કે દુનિયા આગળ કઇંક બીજી જ વાર્તા કહે છે.રોમિયોએ તેના પ્યારા પતિને માર્યો.સાવ ખોટું.

મને તો પાક્કો વિશ્વાસ છે કે તે રોમિયોને પણ તેણે જ માર્યો હશે.મળી ગયો હશે કોઇ બીજો દેખાવડો અને પૈસાદાર બકરો.એક વાત પુછુ બેન તમે આ અદા વિશે કેમ પુછપરછ કરો છો?" તે દાદીએ પુછ્યું.

"કેમકે તે અદાનો નવો બકરો મારો પતિ લવ શેખાવત છે."આટલું કહી શિના રડી પડી.શિનાએ તેમને બધું જ જણાવ્યું.
"દાદી,હું શું કરું ? મારા પતિને તેના ચંગુલમાંથી કેવીરીતે છોડાવું?મને કોઇ ઉપાય જણાવો."શિના રડતા રડતા બોલી.

તે દાદીએ તેને શાંત પાડી અને તે વિચારવા લાગ્યાં.અચાનક તેનું ધ્યાન રોકી તરફ ગયું.
"એક ઉપાય છે.આ ભાઇ કોણ છે તારી સાથે?"દાદીએ પુછ્યું.

"મારો મિત્ર છે."શિનાએ જવાબ આપ્યો.

"હં..એ ભાઇ,તું અદાને તારા પ્રેમના જાળમાં ફસાવ.તારી પાસે બહુ રૂપિયા છે તેવું દેખાડ અને દેખાવડો તો તું છે જ અને તું તારા વરને તેની અસલીયત દેખાડી દે.પોલીસની ધમકી આપજે એટલે તને કે તારા પતિને ક્યારેય હેરાન નહીં કરે."તે દાદીએ જોરદાર ઉપાય સુચવ્યો.

શિના અને રોકી ખુશ થઇ ગયા.રોકી શિનાની મદદ કરવા કઇપણ કરવા તૈયાર હતો.તેનું આ રૂપ શિનાને પહેલી વાર જોવા મળ્યું.

શિના અને રોકી ત્યાંથી જવા માટે નિકળ્યાં.તે દાદીએ તેમને પાછા બોલાવીને કહ્યું,"બાળકો,ધ્યાન રાખજો.તે બાઇ ખુબજ ખતરનાક છે.દિકરી,તું ખાસ સાચવજે તને મરાવવાની કોશીશ કરી શકે છે તે."

શિના અને રોકી ત્યાંથી નિકળી ગયાં.શિના ગાડી ચલાવતી હતી.રોકી તે દાદીના પ્લાન પર આગળ ચર્ચા કરી રહ્યો હતો.તેટલાંમાં પાછળથી એક ટ્રક આવી રહી હતી ધસમસતી.તે ટ્રક જાણે કે તેમને કચડી નાખવા માંગતી હોય.શિનાએ ગાડી સાઇડમાં લઇને બ્રેક મારવાની કોશીશ કરી પણ બ્રેક નહતી વાગી રહી.

"રોકી,બ્રેક નથી વાગી રહી શું કરું?"શિનાએ ગભરાયેલા અવાજમાં રોકીને કહ્યું.રોકી તેની સામે જોવા લાગ્યો.ગાડી બેકાબું થઇ ગઇ.

ગાડી ધડાકાભેર એક ઝાડ સાથે અથડાઇ ગઇ.દુરથી જોઇ રહેલા પેલા ટ્રક ડ્રાઇવરે અદાને ફોન કર્યો અને કહ્યું,"મેડમ,કામ થઇ ગયું."

"સરસ.રૂપિયા આવીને લઇ જજે."અદા બોલી.

તેણે અરીસા સામે જોયું અને હસીને બોલી,"તો અદાજી તૈયાર છો,ત્રીજા લગ્ન કરવા? મિસીસ.અદા લવ શેખાવત બનવા?"

*******
ચંડાલચોકડીએ પ્લાન તો સારો બનાવ્યો.મિહિરે આ પ્લાન અમલમાં મુકવાની જવાબદારી લીધી.તેણે એલ્વિસને કહીને કપલ પરફોર્મન્સની કોરીયોગ્રાફીની જવાબદારી પોતે લીધી.

તેણે તેમના માટે એક ખુબજ સેનસેસનલ સોંગ પસંદ કર્યું.મિહિરે હાલમાં ટીમ પરફોર્મન્સને એમ જ ચાલતા રહેવા દેવાનું નક્કી કર્યું.તેણે કપલ પરફોર્મન્સ માટે તેણે રાતનો સમય પસંદ કર્યો.

કાયના અને રનબીરને એકદમ અલગ રોમેન્ટિક વાતાવરણમાં તેણે પરફોર્મન્સ કરાવવાનું નક્કી કર્યું.એલ્વિસના ઘરના ટેરેસ પર દરિયાકિનારાની પાસે તે તેમને પ્રેક્ટિસ કરાવવા લાગ્યો.મિહિરે જે સ્ટેપ્સ બતાવ્યાં તે ખુબજ સેન્સેસનલ હતા.કાયના અને રનબીર આ પરફોર્મન્સ દરમ્યાન ખુબજ અસહજ અનુભવી રહ્યા હતા.મિહિર તેમને કોરીયોગ્રાફી બતાવીને જતો રહ્યો.તેણે તે બંનેને એકલા સમય પસાર કરી શકે તેના માટે તેમને આમ એકલા મુક્યાં.

એકબીજાની આટલી નજીક આવીને કાયના અને રનબીર ખોવાઇ ગયાં.રનબીર કાયનાની આટલી નજીક જઇને પોતાની ભાવના પર કાબુના રાખી શક્યો.તેણે કાયનાને ગળે લગાવી દીધી.છુપાઇને આ બધું જોઇ રહેલા મિહિરે આ બધી જ ક્ષણોનો વીડિયો બનાવી લીધો.

તેણે એક અલગ નંબરથી આ વીડિયો કબીરને મોકલ્યો.તેણે કબીરને ફોન કર્યો.

"મિ.કબીર,હું કોણ છું અને આ બધું કેમ કરું છું.તે જાણવાના ચક્કરમાં ના પડશો.મે તમારી થવાવાળી પત્નીને અન્ય છોકરાની બાંહોમાં ઝુલતી જોઇ છે.એટલા પણ ભોળા ના બનો કે તમારા પહેલા જ તે છોકરો તમારી થવાવાળી પત્નીને પતિનો પ્રેમ આપી દે.

દોસ્તી,એક હદ સુધી હોય સાહેબ.કાયના અને રનબીરની દોસ્તીની હદ તો ક્યારની ચાલી ગઇ.હમણાં તમે શાંતિથી તમાશો જોવો.આ શનિવારે ટીમ પરફોર્મન્સ છે અને રવિવારે કપલ પરફોર્મન્સ.કપલ પરફોર્મન્સમાં કાયના અને રનબીરનો ડાન્સ જોઇને જો તમને આગ ના લાગે ને તો તમેકાયના સાથે લગ્ન કરવાનું માંડી વાળજો."

અજાણ્યા નંબર પરથી આવેલા અને વીડિયોએ કબીરને હચમચાવી મૂક્યો.તેણે પહેલાં એવું વિચાર્યું કે આ હિયા અને અંશુમાનનો પ્લાન હોઈ શકે.તેણે આ વિશે કાયના સાથે વાત કરવાનું વિચાર્યું પણ પછી રવિવાર સુધી રાહ જોવાનું નક્કી કર્યું.

તેણે વિચાર્યું,"જોઉં છું આ રવિવારે કાયના અને રનબીર કેવી રીતે પરફોર્મન્સ આપે છે. જો આ વિડીયોમાં બતાવ્યું છે તેવું જ પરફોર્મન્સ હોય તો મારે આ બાબતે આગળ કંઈક કરવું પડશે.

આ રીતે તો લોકો મારી પર હસશે, મારી ઈજ્જત ઉપર દાગ લાગશે તે બધાં કહેશે કે મારી થવાવાળી પત્ની કોઈ બીજા સાથે ઈશ્ક લડાવી રહી છે. લોકો તે નહીં સમજે કે તે બંને માત્ર મિત્રો છે.મારે આ મિત્રતા પર બ્રેક લગાડવી પડશે."

કબીર રવિવારની રાહ જોઇને બેસેલો હતો.અહીં શનિવારે ટીમ પરફોર્મન્સ મિહિર અને આલોકની દખલ વગર સરસ રીતે પતી ગયું.ટીમે ગણપતી બાપ્પાની સ્તુતિ પર મોર્ડન અને પારંપરિક નૃત્યનું સંગમ કરીને પરફોર્મન્સ આપ્યું હતું.તેમના આ પરફોર્મન્સને બધાની ખુબજ વાહવાહી મળી.તેના માર્કસ કોમ્પ્યુટરમાં લોક થઇ ગયા હતા.જે રવિવારે કપલ પરફોર્મન્સની સાથે જાહેર થવાના હતા.

*****

અહીં કિનારા,લવ અને કુશ મુંબઇમાં થવાવાળી મોટી મોટી પાર્ટીનું લિસ્ટ બનાવી રહ્યાં હતાં.ફોન પર મળેલી ધમકી બાદ કુશ અને લવ કિનારાને એક મિનિટ માટે પણ એકલી નહતા છોડતા.તે બંને કિનારાની માટે ખૂબ જ પઝેસિવ થઈ ગયા હતા.

કિનારા ખૂબ જ ડિસ્ટર્બ હતી.રોમિયો જીવતો ના હોઇ શકે તે વાતની તેને ખાત્રી હતી.પણ ફોન પર જે અવાજ સાંભળ્યો હતો તે રોમિયોનો હતો અને જે બધી વાતો તેણે કહી તે રોમિયો જ જાણતો હતો.

કુશ,કિનારા અને લવે તે પાર્ટીના લિસ્ટ સાથે કમિશનર સાહેબની સાથે મીટીંગ કરી અને પુરી પોલીસફોર્સ કામે લગાડી દીધી.કુશ,કિનારા અને લવ તે લિસ્ટ ચેક કરતા બેસેલા હતા.

"કુશ,મને લાગે છે કે આ રવિવારે બોલીવુડના આ મોટા પ્રોડ્યુસરનો બર્થડે છે.મુંબઇના સૌથી મોટા પબમાં.આ જ તે પાર્ટી હશે.જેમા ડ્રગ્સ સપ્લાય થશે."કિનારા બોલી.

"એન.સી.બીએ મોટા મોટા ડ્રગ્સ પેડલરને પકડીને પોતાના કેદમાં રાખ્યાં છે કિનારા. "લવે કહ્યું.

"તો આ શહેરની મોટી કોલેજની એન્યુઅલ પાર્ટી.તે પાર્ટી પણ તો આ રવિવારે જ છે.મને લાગે છે કે અ ડ્રગ્સ અહીં સપ્લાય થશે."કુશે કહ્યું.

"એક કામ કરીએ હું અને કિનારા તે પ્રોડ્યુસરની પાર્ટીમાં નજર રાખીએ.તું આ કોલેજની પાર્ટીમાં નજર રાખજે."લવે કહ્યું.

કુશે હકારમાં માથું હલાવ્યું.

શું શિના અને રોકી આ દુર્ઘટનામાં બચી શક્યાં હશે?
અદાની અસલીયત સામે લાવવાનો પ્લાન નિષ્ફળ જશે?
શું આ વખતે મિહિરનો પ્લાન ચાલી જશે?કબીર કાયના અન રનબીરને અલગ કરશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Kitu

Kitu 9 month ago

Deboshree Majumdar
Dipti Koya

Dipti Koya 9 month ago