Laghu Kathao - 12 books and stories free download online pdf in Gujarati

લઘુ કથાઓ - 12

પ્રકરણ 12
દફતર
ઇસ 1994:
તામિલનાડુ રાજ્ય ના ચેન્નાઈ શહેર ના કોડમબકામ ગામ ના છેવાડે રહેલ ખેતર ના નાકે એક ઝૂંપડી માં રાત ના અંધારા ને ચીરતું મંદ પ્રકાશ રેલાતું હતું. એક લગભગ 50 ફૂટ ની પહોળાઇ વાળી ઝૂંપડી ને બે સરખા ભાગ માં વેચી હતી. એક માં સુવા બેસવા ની વ્યવસ્થા હતી અને બીજા ભાગ માં રસોડું બનાવ્યું હતું.

બાકી દીર્ઘ અને લઘુ શંકા નું કાર્ય ખેતર ના કોરાણે પતી જતું અને એજ વેસ્ટજ ખાતર તરીકે use કરતા હતા સુજીત થેરી અને એનો પરિવાર.

સુજીત થેરી એક મહેનતુ ખેડૂત અને ઈમાનદારી થી આગળ આવવા વાળો. એની પત્ની સુરેખા ઘર કામ માં કુશળ અને એનો દીકરો રવિ (રવિ ચંદ્રન થેરી) 8 વર્ષનો પણ મગજ નો તેજ. એક વાર માં જે વાંચે કે લખે કે સાંભળે એ તરત મગજ માં ચોંટી જાય. માં સરસ્વતી નો ખુબ આશીર્વાદ એના ઉપર એટલેજ સુજીત અને સુરેખા રવિ ની જેમ જ એક જ સપનું જોતા. રવિ ભણી ગણી ને આગળ આવે અને આખા ચેન્નાઇ માં એનું નામ થાય . .

રવિ ને પોતાને ભણવા માં એક અલાયદો આનંદ આવતો. હાથ માં ચોપડી લઈ ને પહેલા એના પાના ની સુવાસ લેતો , અને જાણે એના ચહેરા પર એક અનેરો જ આનંદ આવતો.
પછી જાણે એક હિપ્નોસીસ માં જતો રહ્યો હોય એમ વાંચવા માં તલ્લીન થઈ જતો.

એ દિવસો દરમિયાન તમિલ લિબ્રેશન ના વર્લ્ડ વાઈડ ઓપરેશન્સ ચાલતા હતા, અમુક લિબરલ તમિલ શ્રીલંકા થી તામિલનાડુ અને આંધ્રપ્રદેશ માં ઘુસી ચુક્યા હતા. અને મૂળ તમિલ (ભારતીય તમિલ ) સાથે ભળી ગયા હતા તેમજ પોતાના તર્ક મા ભેળવી લીધા હતા જેમાં એક હતો સુજીત થેરી.

તેમ છતાં એ પોતાની ખેતી માં વધુ ધ્યાન આપતો , એનું કામ મૂળ ભારતીય તમિલ ને લિબ્રેશન માં જોડવા નું હતું અને એ બખૂબી કરી રહ્યો હતો, એ જાણવા છતાં કે આજ લિબ્રેશન એ પૂર્વ પ્રધાન મંત્રી ની હત્યા કરી હતી. સુજીત તમિલ લિબ્રેશન ની વિચારસરણી થી મોહિત થઈ ચૂક્યો હતો અને મોહ રવિ 8 વર્ષ ની નાની ઉમરે જોઈ અને સમજી શકતો હતો પણ એને મન તો એની માટે એનું નિશાળ નું દફતર અને એમાની દળદાર સુગંધિત પાના વાળી પુસ્તકો જ એનું વિશ્વ હતું.

વિજ્ઞાન ની થિયરીસ, ગણિત ના આંકડા, સમાજ વિદ્યા ની સમજ, ભાષા નું વ્યાકરણ અનેં પછી એના મિત્રો સાથે સાંજે ટાયર ટ્યુબ ને લઈ લાકડી થી ફટકારતા ફટકારતા આખા ગામ માં દોડાદોડી કરવા ની.

એવીજ એક સાંજ 7 ઓક્ટોબર 1994 ની આવી.
પોતાની નિશાળે થી છૂટી ને રવિ પોતાના બે મિત્રો નિખિલ અને રમેશ સાથે ટ્યુબ ટાયર ની રમત રમવા નીકળી પડ્યો. આજે રમત માં ખૂબ સમય ગયો. કેમ.કે કાલે રવિવાર હોવા થી સવાર મોડે સુધી સુવાનું અને પછી પોતાના વાંચન માં મશગુલ થઈ જવાનું હતું. એટલે આજે થોડો મોડ઼ે સુધી રમ્યો ને આ નિર્ણય એનું જીવન ચક્ર બદલનાર સાબિત થયું.

ઘરે પાછો ફર્યો ત્યારે રવિ ને એક ભયાવહ દ્રશ્ય દેખાણું. એના ખેતર પાસે એક એમ્બ્યુલન્સ અને એક પોલીસ વાન ઉભી હતી અને ઘર માં થી સ્ટ્રેચર પર બે બોડી સફેદ કપડા માં વિટેલી દેખાઈ. અને એ તરત જ સમજી ગયો અને બીક અને ગમ માં ભીની આંખે એક ઝાડી પાછળ સંતાઈ જઇ ને આખું દ્રશ્ય જોતો રહ્યો. થોડી વાર માં ત્યાં લોકો ની મેદની ઓછી થઈ ગઈ અને આજુ બાજુ ના લોકો વાતો કરતા હતા.

શાંત પડતા રવિ પોતાની ઝુપડી પાસે જાવા નીકળ્યો અને પોતાના ઘરે પહોંચ્યો ત્યાન્જ ત્યાં આજુ બાજુ હાજર રહેલા લોકો એ એને ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું, અને કહ્યું કે પાછા આ ગામ માં પગ ન મૂકે કારણ કે એનો પરિવાર દેશ દ્રોહી છે.

રવિ પોતાના કપડાં અને શાળા ની ચોપડી ઓ દફતર માં નાખી ને નીકળી પડ્યો. કયા એને પણ ખબર નહોતી. બસ સાથે ઘર માં હતા એટલે પૈસા લઈ ને નીકળી પડ્યો.

ગામ ના બહાર માં હાઇવે થી એક બસ માં બેસી ગયો.
ડ્રાઈવર એ તમિલ માં પૂછ્યું: કયા ની આપું.?
રવિ: આ બસ નો છેલો સ્ટોપ કયો છે. ?
ડ્રાઈવર જરા અચકાતા: બેંગલોર.
રવિ: બસ ત્યાં.

સદનસીબે એની પાસે હતા એ પૈસા માં બેંગ્લોર ની ટિકિટ આવી ગઈ અને બેંગ્લોર સુધી પહોંચતા પહોચતા એને આગળ નું પ્લાન ચાલુ કરી દીધું.

બેંગ્લોર પહોંચતા ની સાથે જ એને અનાથ આશ્રમ ગોત્યો અને ત્યાં પોતાની કથા કહી ને રહેવા ની મંજૂરી લીધી અલબત્ત કથા માં તમિલ લિબ્રેશન નું કોઈ જ પાનું નહોતું. અને એજ અનાથ આશ્રમ માં ભણવા ગણવા ની વ્યવસ્થા થઈ ગઈ. .

એ "શ્રી તિરુવાલામ અનાથ આશ્રમ" હવે રવિ નું નવુ ઘર હતું. ત્યાં ના ટીચર્સ એ આવનારા અમુક સમય માં જોયું કે રવિ ની ભણવા પ્રત્યે ની રુચિ ખૂબ જ ઊંડી છે ત્યાં સુધી કે રાત્રે સૂતી વખતે માથા નીચે દફતર ને ઓશિકા ની જેમ રાખી ને સુવે , વાંચતા હીપનોસીસ માં પહોચી જવું અને એક જ વાત માં બધું અક્ષરશઃ યાદ રહી જવું. ..

આ જોઈ ને અનાથ આશ્રમ ના માલિક જ્યોર્જ મુથું સ્વામી એ સમય આવયે રવિ ને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે સ્પોન્સરશીપ આપવા નું મન મનાવી લીધું.

1999:

શ્રીલંકા માં લિબ્રેશન દ્વારા ચંદન રણાતુંગા (સ્ટેટ ડિફેન્સ મિનિસ્ટર) ઉપર એટેક થયો અને એનો પ્રભાવ અહીં ના સાઉથ સ્ટેટ માં પડ્યો.
ભારત માં રહેતા લિબ્રેશન સપોર્ટર્સ ને ઈન્ડિયન એજન્સીસ એક પછી એક એરેસ્ટ કરવા માંડી અને એમાં નું એક નામ હતું જ્યોર્જ મુથુસ્વામી.

પરિણામ સ્વરૂપ અનાથ આશ્રમ ના તમામ બાળકો ને પણ ઓન વોચ રાખ્યા અને એમા જાણવા મળી રવિ ના પિતા સુજીત ની હિસ્ટ્રી અને 14 વર્ષ ની વયે બાળ જેલ માં રાખવા માં આવ્યો.

ત્યાં એને એક વાત ની કમી હતી , એનું દફતર, એની માટે એનું દફતર માત્ર થેલો નહોતો, જ્ઞાન ભંડાર હતું, એ દફતર માં આખું વિશ્વ હતું અને એનું વિશ્વ હતું એ દફતર.

એને જેલ અધિકારી ઓ ને ખૂબ કાકલૂદી કરી પણ દફતર ન મળ્યું તે ના જ મળ્યું.

એક સવારે પોતાના બેરેક માં એ સૂતો હતો ત્યાં એક અવાજ આવ્યો "દફફ". એ અવાજ જાણે માત્ર એનેજ સંભળાયો હોય એવું લાગ્યું. અને એની નજર સામે બેરેક સેલ ની બહાર ની બાજુ એનું એ જ ક્રીમ કલર નું દફતર પડ્યું હતું.

ઘુટણ એ રીખતા ફટાફટ એને સેલ બાર ના ખાંચ માંથી હાથ પસાર કરી ને દફતર માં થી ચોપડી કાઢી અને હાથ માં વિજ્ઞાન ની ચોપડી આવી. તરત જ એને આદત મુજબ ચોપડી ના પાના ખોલ્યા અને એની સુગંધ લીધી અને જાણે અલૌકિક આનંદ આવ્યો હોય એવા ભાવ આવ્યા અને તરત જ બીજી ચોપડી કાઢવા બહાર તરફ જોયું....

ત્યાં દફતર નહોતું..

એ અચરજ માં પડી ગયો. પણ એક પુસ્તક હતું એટલે એને શરૂ થી આખું વાંચી લીધું. લગભગ 4 દિવસ ગયા એમાં..હવે ઓશિકા તરીકે પુસ્તક રાખતો હતો.

પછીની સવારે પાછો અવાજ આવ્યો "ધફફ", અવાજ આવતા વેંત તરત આંખ ખોલી ને જોયું કે બહાર એજ એનું દફતર, પણ કોઈ ને આવતા કે જતા ના જોયા નહીં.

ઘુટણ એ રીખતા ફટાફટ એને સેલ બાર ના ખાંચ માંથી હાથ પસાર કરી ને દફતર માં થી ચોપડી કાઢી અને હાથ માં સમાજ વિદ્યા ની ચોપડી આવી. તરત જ એને આદત મુજબ ચોપડી ના પાના ખોલ્યા અને એની સુગંધ લીધી અને જાણે અલૌકિક આનંદ આવ્યો હોય એવા ભાવ આવ્યા અને તીરછી નજરે દફતર તરફ જોયું...

ત્યાં દફતર નહોતું..

એ વિમાસણ માં પડી ગયો. ત્યાં જ અચાનક એને એના મા બાપ ના શબ્દો યાદ આવ્યાં..

"એનતા નિલયલમ ઉનકલ કલવીયાયી રવિ કોટુકા વેંતમ,
ઉનકલ પઈ ઉનકલ વાલાકાઈ તુનયકકમ.."

"તું ક્યારે પણ કોઈ પણ હાલત માં તારું ભણવા નું મુકતો નહીં રવિ બેટા, આ *દફતર* જ તારો લાઈફ પાર્ટનર છે".

રવિ સમજી ચુક્યો હતો કે અચાનક દફતર આવવું અને ગાયબ થઈ જવું એ કયા કારણે છે.

એના મા બાપ રવિ ને અને એના દફતર ને મેળવતા રહે છે.
અને રવિ પોતાના પાર્ટનર માંથી જ્ઞાન સાગર મેળવતો રહે છે.

2021:

પ્રેસિડેન્ટ હાઉસ માં એક સેરેમની ચાલી રહી છે અને પ્રેસિડન્ટ ઓફ ઈન્ડિયા એ કોરોના સામે ની જંગ સામે એડી ચોંટી લગાવી ચૂકેલા અને લગાવી રહેલા ડોકટર્સ અને વૈજ્ઞાઇકો ને સન્માનિત કરવા મા આવી રહ્યા છે.

એ હરોળ માં એક નામ એનાઉન્સ થયું: ડૉ .શ્રી રવિ ચંદ્રન થેરી.
એસોસિયેટ સાયન્ટિસ્ટ એટ "બેંગ્લોર બાયોટેક, વાઇરોલોજી ડિપાર્ટમેન્ટ". ..


********** સમાપ્ત*********