Wanted Love 2 - 52 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--52

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--52


સામે છેડેથી તે બોસે બોલવાનું શરૂ કર્યું," કિનારા, એવરીથિંગ ઇઝ પૉસિબલ. ઈમ્પોસિબલ શબ્દની અંદર જ છુપાયેલું છે આઇ એમ પોસિબલ અને હા રોમિયો ઇઝ અલાઇવ.તું માને કે ના માને કિનારા તારો પાગલ પ્રેમી હજી જીવે છે."

કિનારા ચિસ પાડીને બોલી,"આ શક્ય નથી રોમિયો. આ કોઈ મૂવી કે નાટક નથી કે મરેલું પાત્ર ફરીથી જીવતું થઈ જાય.મેં તને મારા હાથેથી માર્યો હતો.નક્કી તું કોઈ બહુરૂપિયો છે જે રોમિયોના નામે મને ગેરમાર્ગે દોરવા માંગે છે."

કુશ કિનારાને શાંત પાડીને બોલ્યો'"તું જે કોઈ પણ હોય તું રોમિયો નથી.એ વાતની અમને ખાત્રી છે અને મને વિશ્વાસ છે કે તું અમારા ભૂતકાળ સાથે જોડાયેલો એક એવો વ્યક્તિ છે જે જાણીતો હોવા છતાં પણ અજાણ્યો બનીને રહે છે."

"તને જલ્દી જ પકડી લઈશું મિ.રોમિયો."લવે કહ્યું.

"ચપળ ચપળ બહુ બોલ્યા તમે.હવે મારું સાંભળો,હું રોમિયો જ છું.અસલી રોમિયો તેજે મર્યો હતો તે મારો ડુપ્લીકેટ હતો.મને ખબર છે કે તમે મારી આ વાતનો વિશ્વાસ નહીં કરો. કોઈ વાંધો નહીં.અત્યારે ભલે તમે મારો વિશ્વાસ ના કરો.કુશ, જલ્દી જ તારી કિનારાને ઉપાડી જઇશ અને મારી બનાવીશ.એની સાથે લગ્ન કરીશ ,મારી પત્ની બનાવીશ,તેની સાથે સુહાગરાત મનાવીશ અને તું કશુંજ નહીં કરી શકે."

"ચુ..ઉ...ઉ....પ,******,તારી બકવાસ બંધ કર.નહીંતર એવી મોત મરીશ કે વિચારી પણ નહીં શકે."કુશ તેની વાત પર ઉકળી પડ્યો.

"હા હા હા,કુશ તને આવી રીતે જોઈને મને ખુબ શાંતિ મળે છે. સાંભળો હવે જેના માટે ફોન કર્યો હતો તે વાત કહું.કિનારા ,જે માલ માટે બે દિવસથી તું પાગલોની જેમ ભટકતી હતી ને.તે માલ થોડીક વાર પહેલા એટલે કે જસ્ટ નાઉ ઉતરી ગયો.યુ મિસ્ડ ઇટ ડાર્લિંગ....

કોઈ વાંધો નહીં, તને હજી એક ચાન્સ આપું છું. કેમ કે તું મારી ડાર્લિંગ છો.આ ડ્રગ્સનો જે મોટો જથ્થો આવ્યો છેને.તે આવતા અઠવાડિયે મુંબઈમાં થનારી એક મોટી પાર્ટીમાં સપ્લાય થવાનો છે.હવે તે પાર્ટી કઇ છે અને ક્યાં છે તે હું નહીં કહું.બાય સ્વિટી લવ યુ.ઊમ્મા.."તે બોસે ફોન પર કિનારાને ચુંબન અાપતા કહ્યું અને ફોન મુકી દીધો.

કિનારાનો ગુસ્સો આસમાન પાર કરી ગયો.તે ત્યાં પડેલી વસ્તુઓ ફેંકવા લાગી.કુશ અને લવ તેના ગુસ્સાને શાંત કરી શકે તેમ નહતા કારણે કે તે પોતે ખુબજ ગુસ્સામાં હતા.

તેટલાંમાં તેમને એક સંદેશ મળ્યો કમિશનર સાહેબ અને એ.ટી.એસના ચીફ તેમને બોલાવી રહ્યા હતા.તે ત્રણેય જણા એ.ટી.એસના ચીફની કેબિનમાં પહોંચ્યા.

તે ત્રણેયને આટલા ગુસ્સામાં જોઇ કમિશનરસાહેબે તેમને તેનું કારણ પૂછ્યું.જવાબમાં કિનારાએ તે ફોન કોલનું રેકોર્ડિંગ સંભળાવ્યું કે જે સાંભળીને કમિશનર સાહેબ અને એ.ટી.એસના ચીફ ચોંકી ગયાં.

એટીએસના ચીફ બોલ્યા,"કિનારા, બની શકે કે રોમિયો હોય અથવા તો કોઈ બહુરૂપિયો. કુશ આજથી અત્યારથી જ કિનારાની સિક્યુરિટી વધારી દો કિનારાની સાથે હમેશા બે જાંબાઝ ઓફીસર રહેશે...

એ સાથે આવતા અઠવાડિયે થવાવાળી તમામ નાની મોટી પાર્ટીનું લિસ્ટ બનાવો.લગભગ આ પ્રકારની પાર્ટી કોઈ પબમાં કે ક્લબમાં થતી હોય છે અને તેમાં બૉલીવુડ કનેક્શન જરૂર હોય છે. તો તે બધુ ધ્યાનમાં રાખો, આપણા તમામ ડેટા ઓપરેટર ને કામે લગાડો અને ડેટા મને કાલ બપોર સુધીમાં મારા ડેસ્ક પર જોઈએ.કાલે આપણે ફરીથી મીટિંગ કરીશું."

કિનારા,કુશ અને લવે હકારમાં માથું હલાવ્યું, તેમને સેલ્યુટ કર્યું અને ત્યાંથી નીકળી ગયા.
ઘરે આવીને આ વાત તેમણે કોઇને પણ ના જણાવવાનું નક્કી કર્યું.કારણે કે રોમિયોના જીવતા હોવાની શંકા પણ શ્રીરામ શેખાવત અને જાનકીદેવીને ચિંતિત કરી શકતી હતી.

કિનારા તેના રૂમમાં ખુબજ ચિંતામાં બેસેલી હતી.કુશ ત્યાં આવ્યો અને બોલ્યો,"જાન,તું કેમ ચિંતા કરે છે. હું તો તારો બોડીગાર્ડ છું જ. કોઇની તાકાત નથી કે તને જોઇ પણ શકે."

કિનારા હસી અને બોલી,"અચ્છા,તારાથી મને કોણ બચાવશે,મારા પાગલ પ્રેમી?કિનારા તોફાની અંદાજમાં હતી.

"આ પાગલ પ્રેમીથી તો કોઇ જ નહીં બચાવી શકે તને.કિનારા મારી જાન આઇ લવ યુ.મારી બાહોંમાં આવી જા.મારી સ્વિટહાર્ટ."કુશ પણ રોમેન્ટિક અંદાજમાં બોલ્યો.

તેણે કિનારાને પોતાની નજીક ખેંચી અને તેના કોમળ હોંઠોને પોતાના પ્રેમથી ભીંજવવા લાગ્યો.કિનારાને તેણે પોતાના પ્રેમમાં સંપૂર્ણપણે ભીંજવી દીધી.

******

મિહિર અને આલોકના બે પ્લાન સંદતર નિષ્ફળ ગયા.હવે તેમણે કાયના અને રનબીરની કમજોર કડી શોધવા તેમની કોલેજ જવાનું નક્કી કર્યું.તે લોકો કાયના અને રનબીરના ક્લાસ વિશે પુછપરછ કરી રહ્યા હતા.તેટલાંમાં તેમને અંશુમાન અને હિયા મળ્યાં.

મિહિરે તેમને પુછ્યું,"હેલો, આ બંને જણા કયા ક્લાસમાં ભણે છે તે કહી શકશો?"
અંશુમાન અને હિયા કાયના અને રનબીરનો ફોટો જોઇને ચોંકી ગયાં.

"કેમ? આમનું તમને શું કામ છે?"અંશુમાને પુછ્યું.

અલોકે સામે સવાલ પુછ્યો,"કેમ? તમે ઓળખો છો?અમારે તેમના વિશે જાણવું છે?"
અંશુમાને સામે ફરીથી સવાલ પુછ્યો,"શું જાણવું છે અને કેમ?"

અંશુમાનના કડક વલણથી મિહિર અને આલોક ડરી ગયા.તે ત્યાંથી ભાગવાની ફિરાકમાં હતા.ત્યાં હિયાએ તેમને રોક્યા," એક મિનિટ,તમે આમ અમને જોઇને ભાગો છો મતલબ નક્કી તમે કંઈક ખોટું કામ કરી રહ્યા છો. અથવા તો તેમના વિશે ઈન્કવાયરી કરી રહ્યા છો.અમને જણાવો નહીતર અમે અત્યારે જ તમને બંનેને પ્રિન્સિપલ સરની કેબિનમાં લઈ જઈશું."

આલોક ડરીને બોલ્યો,"ના ના,પ્લીઝ અમને પ્રિન્સિપલ સરની કેબિનમાં ના લઇ જતા. અમે જણાવીએ છીએ અમે તે બન્ને સાથે બદલો લેવા માંગીએ છીએ."

મિહિર અને આલોકે તેમને બધી વાત કહી.અંશુમાન હિયાના ચહેરા ઉપર ખુબ જ મોટું સ્માઇલ આવી ગયું .

અંશુમાન મિહિરના ખભે હાથ મુકતા બોલ્યો,"ડરો નહીં મિત્રો.તમે સાચી જગ્યાએ આવ્યા છો.અમારે પણ અમારો જૂનો હિસાબ તેમની સાથે ચુકતે કરવાનો છે હવે આપણે બંને મળીને તેમને ટક્કર આપીશું."

અંશુમાન અને હિયાએ તમેની આપવીતી જણાવી.અત્યાર સુધી તેમના નિષ્ફળ થયેલા પ્લાન વિશે પણ કહ્યું.

"વાહ,હવે કાયના અને રનબીરને કોઇ જ નહીં બચાવી શકે.પણ કરીશું શું?"હિયાએ પુછ્યું.

"તેમની કોઇ કમજોર કડી જાણવા મળી જાય તો તેને હરાવી શકાય."મિહિરે કહ્યું.

"રનબીર,કાયનાની કમજોર કડી રનબીર છે.તે બંને એકબીજાને પ્રેમ કરે છે કદાચ."અંશુમાને કહ્યું.તેણે રનબીર,કાયના અને કબીર વિશે જણાવ્યું.

" મારી પાસે એક આઇડીયા છે.કાયના રનબીરને પ્રેમ કરે છે કે નહીં તે આપણને ખબર નથી પણ આપણે તેમને નજીક લાવીશું.આ કામ મારા પર છોડી દો.કપલ પરફોર્મન્સમા એવા સ્ટેપ્સ અને સોંગ આપીશ કે બંને એકબીજામાં ઓગળી જાય.એક વાર કાયના રનબીર સમક્ષ પોતાનો પ્રેમ સ્વિકારે અને આ વાત કબીર જાણે તો કાયનાનું જીવન બરબાદ."મિહિરે પોતાનો પ્લાન રજુ કરતા કહ્યું.

"કેવી રીતે?" અંશુમાને પુછ્યું.

"કાયનાનો પરિવાર તેના પર ગુસ્સે થશે.રનબીરને તેમના ઘરમાંથી કાઢી મુકશે.રનબીર અને કાયના અલગ થશે.કબીર સાથે તેના લગ્ન તો થશે પણ કબીર તેના પર હંમેશાં શંકા કરશે.કાયના તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બંને સંભાળવામાં નિષ્ફળ જશે.બદલો પુરો."મિહિરનો પ્લાન આ વખતે સજ્જડ હતો.
*****

શિના અને રોકી લવના ગયા પછી કોઇને શંકાના જાય તે રીતે અદાના સાસરીવાળા ગામ આવ્યાં.ત્યાં તેમણે અદાનો ફોટો બતાવીને તેના વિશે પુછપરછ કરી.લોકો અદાનો ફોટો જોઇને તિરસ્કાર ભરી નજર કરતા અને જતાં રહેતા.લગભગ ઘણાબધા લોકોને પુછ્યા પછી તેમને એક વૃદ્ધદાદી મળ્યાં.
"આ કુલક્ષીણી વિશે કેમ જાણવું છે તમારે?" તે દાદીએ પુછ્યું.

શિનાએ તેમને જણાવ્યું કે કેવીરીતે અદાએ તેના પતિને પોતાના ખોટા પ્રેમજાળમાં ફસાવી લીધો હતો.
"હા,તે એમા વળી એણે શું નવું કર્યું?"
દાદીની વાત તેમને આશ્ચર્ય અપાવી ગઇ.

"મતલબ ?તમે કહેવા શું માંગો છો?"રોકીએ કેમેરા ઓન કરતા પુછ્યું.

"તમને તેણે શું કીધું ? કે તેના પતિને રોમિયોએ મારી નાખ્યો અને તેની સાથે જબરદસ્તી લગ્ન કર્યાં.શું લાગે છે તમને આ બધું સાચું છે?સાવ ખોટું બોલે છે.આ ગામની દરેક વ્યક્તિ તેને નફરત કરે છે."તે વૃદ્ધ દાદીએ કહ્યું.

શિના અને રોકી અત્યંત આઘાત પામેલા હતાં.
"તેના પતિને રોમિયોએ નહીં તેણે પોતે માર્યો હતો.સાવ ચારિત્રહીન સ્ત્રી હતી.તે રોમિયો ભલે આતંકવાદી હતો ખોટા કામ કરતો પણ તે આ બાઇ જેવો ખતરનાક નહતો.મને તો લાગે છે કે રોમિયોને પણ તેણે જ માર્યો હશે."તે દાદીએ વાત આગળ વધારતા કહ્યું.

"દાદી,પ્લીઝ અમને તે અદાની કહાની વિસ્તૃતમાં જણાવોને."શિનાએ કહ્યું.
તે દાદીએ સામે જોયું અને હકારમાં માથું હલાવ્યું.

શું આ વીડિયોની સાબિતી જોઇને લવ અદાના અસલી ચારિત્ર વિશે જાણી શકશે?
શું તે આ વીડિયો પર વિશ્વાસ કરશે?
રોમિયો ખરેખર જીવતો છે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Monika

Monika 5 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Daksha Dineshchadra