Wanted Love 2 - 51 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--51

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--51


કાયના,રનબીર અને તેની ટીમ તે ઉપરના માળ પર પ્રેક્ટિસ કરવા ગયા.મિહિર તેને જોઇને ખુશ થયો.

"કાયના,હવે તો તું આ રવિવારે પણ પરફોર્મન્સ નહીં આપી શકે."મિહિર કાયનાને જતા જોઇને ધીમેથી બોલ્યો.

"એવું તો શું કર્યું છે તમે?"આલોકે પુછ્યું.

"મે ત્યાં વુડન ફ્લોરીંગમાં થોડી ક્રેક કરાવી છે.કાયના ટીમની કોરીયોગ્રાફર છે.તો તે આગળ ઊભી રહીને જ તેની ટીમને શીખવાડશે.બસ તે જ જગ્યાએ મે ક્રેક કરાવી છે.કાયના ત્યાં પ્રેક્ટિસ કરશે અને તે વુડન ફ્લોરીંગ તુટશે.
તેનો પગ તુટશે અને તે પરફોર્મન્સ નહીં આપી શકે."મિહિરે કહ્યું.

"મિહિર ભાઇ,તમે ખરેખર મુર્ખ છો પણ કાયના મુર્ખ નથી.બીજી વાત ડાન્સ કોમ્પીટીશન પહેલા સ્પર્ધકનો પગ તોડવો કે હાથ તોડવો તે જુની ચાલ છે.

મિહિરભાઇ,પર્સનલી એટેક કરો.તેની લાઇફમાં કોઇ દુખતી રગ હશે તે દબાવો અને હા પગ એવી રીતે તોડો તે પણ પરફોર્મન્સના આગલા દિવસે કે એલ્વિસ કાયનાનું કોઇ ઓલ્ટરનેટિવ પણ ના શોધી શકે."આલોકે કહ્યું.

"બરાબર.તો અત્યારે શું કરીએ?"

"જવા દો તેમને.અત્યારે પણ પગ તુટશે તો બે મહિનાનો પાટો તો આવશે જ."

થોડીક જ વારમાં ઊપરના રૂમમાં જ્યાં કાયનાની ટીમ પ્રેક્ટિસ કરવા ગઇ હતી.ત્યાંથી ચિસ સંભળાઇ.
"અરે વાહ,જલ્દી જ ફળ મળી ગયું.ચલો ઊપર જઇને જોઇએ."

મિહિર,આલોક,એલ્વિસ અને બીજા બધાં દોડીને ઊપર ગયા.સામે વાળું દ્રશ્ય આઘાતજનક હતું.કાયનાના ટીમની એક છોકરી નાનકડા ટેબલ પર ચઢીને ચિસો પાડી રહી હતી અને બે ત્રણ છોકરાઓ એક ગરોળીને પકડવા માટે ભાગી રહ્યા હતા.ગરોળી અંતે પકડાઇ ગઇ.

"હું અહીંયા પ્રેક્ટિસ નહીં કરું.આમપણ ત્યાં ઊધઇ છે.એલ્વિસ સર,પ્લીઝ અહીં પેસ્ટ કંટ્રોલ કરાવવું પડશે.હું આવા ડરના વાતાવરણમાં પ્રેક્ટિસ નહીં કરી શકું."તે છોકરી બોલી.

"સારું પણ હવે પ્રેક્ટિસનું શું ?"એલ્વિસે પુછ્યું.

"એલ્વિસ,તમને વાંધોના હોય તો મારી મોમનું આરોહી મમતા કેન્દ્રમાં ઓડિટોરિયમ છે ત્યાં પ્રેક્ટિસ થઇ શકશે.હું મોમ સાથે વાત કરું?" કાયનાએ પુછ્યું.

એલ્વિસે હકારમાં માથું હકારમાં હલાવ્યું.આલોક અને મિહિરના પ્લાન પર પાણી ફરી ગયું.કિનારાએ કાયના અને તેની ટીમને ત્યાં પ્રેક્ટિસ કરવાની ખુશી ખુશી પરવાનગી આપી દીધી.
******

શિના અને રોકી અદાના ગામ જઇને પાછા ઘરે પરત ફર્યા.તેમને બંનેને સાથે જોઇને લવનો ગુસ્સો આસમાન પાર પહોંચી ગયો.
"આટલા મોડા સુધી ક્યાં હતી?હું ક્યારનો ઘરે આવીને તને શોધું છું."તેણે કહ્યું.

"લવ,રોકીને ફરવા લઇ ગઇ હતી.તે કેટલાય દિવસથી અહીં અાવ્યો છે અને હું તેને ક્યાંય ના લઇ જઉં તો ખરાબ લાગે ને?"શિનાએ ઠંડે કલેજે જવાબ આપ્યો.

રોકી હસીને લવ પાસે આવ્યો તેના ખભા પર પોતાના હાથ મુક્ય‍ાં અને કહ્યું,"દોસ્ત,કેવી વિચિત્ર વાત છે નહીં.આપણે પુરુષ કરીએ તો ચાલે પણ સ્ત્રીઓ કરે તો ના ચાલે એવું કેમ?હું પણ એવો જ હતો યુવાનીમાં.ઘણીબધી છોકરીઓ પાછળ ભાગતો પણ આજે હું સાચા પ્રેમ માટે તરસુ છું.

મારી નેહા મને છોડીને જતી રહી.તેમાપણ મારી જ ભુલ હતી.લવ,તારે અદા સાથે આડાસંબંધ હતા કદાચ હજીપણ છે.તું એ છોડવા તૈયાર નથી.જ્યારે હું અને શિના તો મિત્રો છીએ.

હું ખરેખર ઇચ્છું છું લવ કે શિના તને છોડી દે અને મારી સાથે લગ્ન કરે.અમારા સંબંધમાં તારા અને અદાના સંબંધની જેમ અનૈતિકતા નથી.

મારે તો પ્રેમ,લાગણી અને હુંફ જોઇએ.સાંજ પડેને એકબીજાની સાથે સુખદુખ વહેંચવા માટે એક સાથી જોઇએ છે.લવ,તું ખરેખર નસીબદાર છે કે શિના તારી પત્ની છે."રોકી આટલું કહેતા ગળગળો થઇ ગયો.શિનાએ આ બોલતા સમયે તેની આંખમાં દેખાઇ રહેલી તકલીફ તેને અનુભવાઇ.

"સોરી લવ,વધારે બોલી ગયો હોઉ તો."આટલું કહીને રોકી અંદર જતો રહ્યો.

"લવ."શિના લવના ગળે લાગી ગઇ.
"હું તમને ખુબજ પ્રેમ કરું છું.તમે તે અદાને છોડી દો ને."શિનાએ વિનંતી ભરી નજર સાથે તેની સામે જોયું.લવ આજે પહેલી વાર ગુસ્સે થવાની જગ્યાએ માત્ર તેને જોઇ રહ્યો હતો.

શિના પોતાના રૂમમાં જતી રહી.તેના મનમાં વારંવાર એક જ વિચાર હતો.
"રોકી ભલે ખુશ હોવાનો દેખાવો કરતો પણ તે અંદરથી ખુબજ દુખી છે.તેના જીવનમાં એક ખાલીપણું આવી ગયું છે.તે નેહા અને તેના દિકરાને મિસ કરે છે.

રોકી અહીં આવ્યો તે વાત મે કિનારાને નથી કરી.હું આ વાત કિનારાને જણાવીશ.હું તેને વિનંતી કરીશ કે રોકી બદલાઇ ગયો છે અને તે તેની મદદ કરે નેહાને શોધવામ‍ાં.કદાચ બધાં ભેગા મળીને નેહાને શોધી શકે."

તેણે આજે બનાવેલા વીડિયો પોતાના લેપટોપમાં સુરક્ષિત કરીને મુકી દીધાં.તે હવે અદા નામની બિમારીને જળમુળથી કાઢવા માંગતી હતી.આવતીકાલે તેના માટે ખુબજ મહત્વનો દિવસ હશે.જેના માટે તે ખુબજ ઉત્સાહિત હતી.

*******

કિનારા,કુશ,લવ અને કમિશનર સાહેબ એ.ટી.એસના ચિફની કેબિનમાં સિક્રેટ મીટીંગ કરી રહ્યા હતા.

એ.ટી.એસના ચિફે પ્રોજેકટરમાં અમુક ફોટોગ્રાફ્સ બતાવ્યાં.
"આ ફોટોગ્રાફ્સ હમણાં જ અમારા રિસોર્સથી અમને મળ્યાં છે અને તેથી જ મે કમિશનર સાહેબ અને મિશન વોન્ટેડ લવ ટીમને તાત્કાલિક બોલાવી.

મુંબઇના દરિયાકિનારાના રસ્તેથી અમુક આતંકવાદીઓ તેમની બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઇને આવી રહ્યા છે.તે લોકો એક બોટ લઇને નહી પણ અનેક આવી બોટ લઇને આવી રહ્યા છે.

ઓળખ છુપાવવા તે માછીમાર બનીને આવી રહ્યા છે.તેમની બોટમાં માછલીઓનો જથ્થો છે પણ તે માછલીની અંદર હેવી ડ્રગ્સનો જથ્થો છે.જેની કિંમત કરોડો રૂપિયાની મનાય છે.

આ એક ખુબજ હેવી ડોઝ વાળું ડ્રગ્સ છે.જાણવામાં આવ્યું છે કે આ આતંકવાદીઓ સરહદ પારના એક મોટા આતંકવાદી જુથ સાથે જોડાયેલું છે."એ.ટી.એસ ચિફ બોલ્યા

"પણ આ લોકોને અહીંથી પણ સપોર્ટ મળી જ રહ્યો હશે તેથી જ તો તે આટલો મોટો જથ્થો અહીં લાવી રહ્યા છે.શું આમાં મુંબઇ અંડરવર્લ્ડના કોઇ ડોનનો હાથ છે?કિનારા આ વાતની તપાસ કરો જલ્દી?"કમિશનર સાહેબે કહ્યું.

"સર,એ શક્ય નથી.કેમ કે મુંબઇ અંડરવર્લ્ડનો મોટો ડોન છેલ્લા એક એન્કાઉન્ટર દરમ્યાન ખુબજ ઘવાયો હતો પણ તે તેના ખાસ માણસોની મદદથી ભાગવામાં સફળ થઇ ગયો હતો.તો તે હજી દેશની બહાર જ છે.તેના પર મારા રિસોર્સની ખાસ નજર છે.

સર,આ કામ તે બોસનું જ લાગે છે.સિધ્ધુ જેની સાથે વાત કરતો હતો તે બોસ."કિનારાએ કહ્યું.

"તેને પકડવાનો એકશન પ્લાન?"કમિશનરે પુછ્યું.

"સર,તે ખુબજ ટેક્નોસેવી પર્સન છે.તે કોલ રેકોર્ડિંગ કર્યું તે સમયે અમે તેનું લોકેશન ટ્રેસ કરવાની ઘણી કોશીશ કરી હતી પણ તે દરેક વખતે અલગ લોકેશન બતાવતું હતું.

અમે પણ અમારા એક્સપર્ટ તેની પર કામ કરી રહ્યા છે."લવે કહ્યું.

"સર,મારો એક પ્રશ્ન છે.આપણને ખબર છે કે તે લોકો આતંકવાદી છે તો આપણે તેમને જઇને પકડી કેમ નથી લેતા?"કિનારાએ પુછ્યું.

"કિનારા,આપણી પાસે ખબર છે ખાલી.કોઇ સાબિતી નથી અને એ પણ બની શકે કે આ માત્ર આપણું ધ્યાન ભટકાવવાનું કોઈ ટ્રેપ હોય."કુશે જવાબ આપ્યો.

"ગાયઝ,બી એલર્ટ.કોઇના પણ ધ્યાનમાં આવ્યાંવગર તમારે તે ઘુસણખોરોને પકડવાના છે વિથ ડ્રગ્સ.ઓલ ધ બેસ્ટ."

કુશ,કિનારા અને લવ તેમની ટીમ અને એન.સી.બી સાથે મળીને આ ઓપરેશન શરૂ કરી દીધું.ઇન્ડિયન નેવીની મદદથી તેમણે આ ઓપરેશન સિક્રેટલી શરૂ કરી દીધું.

બધાં ખબરીઓ કામે લાગી ગયા હતા.કુશ,કિનારા અને લવ છેલ્લા બે દિવસથી ઘરે પણ નહતા જઇ શક્યાં.અંતે તેમને એક સફળતા મળી.બે દિવસની સખત મહેનત પછી તેમણે એક બોટ પકડી જેમા બે ત્રણ ઘુસણખોર અને થોડુંક ડ્રગ્સ હતું.જે ખુબજ આઘાતજનક હતું.

તેમને મળેલા સમાચાર ખોટા હતા કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યાં હતાં.તે વાત તે સમજી શકતા નહતા.

તે લોકો એ.ટી.એસ ચિફ સાથે મીટીંગ માટે જઇ રહ્યા હતા.તેટલાંમાં કિનારાને એક ફોન આવ્યો.
"કિનારા કિનારા કિનારા"કિનારા સીડીઓ ચઢીને ઉપર જતાં અટકી ગઇ.મોબાઇલ સ્ક્રિન પર પ્રાઇવેટ નંબર એવું બતાવતું હતું.

આ અવાજ તેને જાણીતો લાગ્યો.તેણે કુશ અને લવને ઇશારો કરીને બોલાવ્યા.તે ત્રણેય એક રૂમમાં ગયા.ત્યાં કિનારાએ આ ફોનને સ્પિકર પર મુક્યો.

કુશે તે કોલ ટ્રેસ કરવા માટે ફોન કરીને કહ્યું.

"હલો."કિનારા બોલી.

"થઇ ગયું બધું ?"સામેથી બોલ્યું.

"શું ?"

"એ જ ફોન સ્પિકર પર મુક્યો હશે.તારા વર અને આશિકને સાથે બોલાવ્યા હશે.કોલ ટ્રેસ કરવા કહ્યું હશે? એ બધું થઇ ગયું?"

કિનારા,કુશ અને લવ આઘાત પામ્યાં.
"કોણ છે તું? તારી હિંમત કેવીરીતે થઇ કિનારા સાથે આટલી બદતમીઝીથી વાત કરવાની?"કુશે ગુસ્સામાં કહ્યું

"એય કુશ,ચુપ.મે મારી કિનારા ડાર્લિંગ સાથે વાત કરવા ફોન કર્યો છે.તું અને તારો ભાઇ ચુપચાપ સાંભળો.ડાર્લિંગ,કેમ છે તું ?બે દિવસ બહુ ધમપછાડા કર્યા."તે બોલ્યો.

"તું કોણ છે? તાકાત હોય તો તારું નામ કહે મને."કિનારા બોલી.

"એ જ તારો જુનો અને જાણીતો આશીક.તારો પાગલ પ્રેમી.આઇ લવ યુ ડાર્લિંગ."તે બોલ્યો.કુશના ગુસ્સાનો જ્વાળામુખી જાણે ફાટી ગયો.તે બોલવા જતો હતો પણ કિનારાએ તેનો હાથ પકડ્યો.
"નામ?"કિનારા કડક અવાજમાં બોલી.

"રોમિયો ...મે તેરા રોમિયો ...રોમિયો ...મે...તેરા રોમિયો.ઓળખાણ પડી?" તે બોલ્યો.

કુશ,કિનારા અને લવ આઘાત પામ્યાં.

"વોટ નોનસેન્સ,આ શક્ય નથી.રોમિયોને મે મારા હાથે માર્યો છે અને તેની અંતિમ વીધીમાં પણ મારી હાજરી હતી.આ શક્ય જ નથી."કિનારા બોલી.

શું ખરેખર રોમિયો જીવે છે ?
શિના અને રોકીને અદાના સાસરીના ગામથી શું જાણવા મળશે?
પહેલા રાઉન્ડમાં કાયના અને તેમની ટીમનું સિલેક્શન થશે કે રિજેક્શન?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Kitu

Kitu 9 month ago

Deboshree Majumdar