નમસ્કાર વાચકમિત્રો,
વોન્ટેડ લવ...સાચા લવની શોધમાં પાર્ટ-૨ના આજે પચાસ ભાગ પુરા થયા છે.આપ સૌના સાથ અને સહકાર વગર આ શક્ય નહતું.આશા રાખું છું કે આ વાર્તા આપને મનોરંજન આપી રહી છે.
આ માત્ર એક પ્રેમકહાની નથી.આ કહાની છે પોતાના સ્વપ્નને પુર્ણ કરવાના સંઘર્ષની,જીવનમાં ઉતાવળમાં લેવાયેલા ભુલભર્યા નિર્ણયના પરિણામ વિશે.આ વાર્તા છે એક મિશન વિશે કિનારા અને લવ-કુશના યુવા પેઢીને બરબાદ કરવાવાળા ડ્રગ્સના દુષણને નાબુદ કરવાના મિશનની.
આપનો ખુબ ખુબ આભાર.આગળ પણ આમજ સહકાર આપતા રહેજો.આગળ વાર્તા વધુ રસપ્રદ બનવા જઇ રહી છે.
કાયના અદ્વિકાની વાત સાંભળીને આઘાતમાં હતી.તેની આંખમાં આંસુ હતા.તેટલાંમાં કિનારા અદ્વિકાનો હાથ પકડીને તેને લઇને કાયનાના રૂમમાં આવી.તેણે દરવાજો અંદરથી બંધ કર્યો.
"અદ્વિકા,તું કિઆનની પસંદ છો અને અમને પણ તું પસંદ છે તેનો મતલબએ નથી કે તું કાયનાની સાથે જેમતેમ વાત કરે."કિનારાએ અદ્વિકાને પ્રેમથી કહ્યું.
"મમ્મી,હું તમને કહેવા માંગીશ કે મે જે કહ્યું તેના પર મને કોઇ જ અફસોસ નથી.હું તમારી સામે પણ કાયનાને એ જ કહીશ કે તેણે કબીર સાથે સગાઇ પોતાના ફાયદા માટે કરી અને હવે જ્યારે રનબીર તેના જીવનમાં આવ્યો છે.તે પ્રેમ રનબીરને કરે છે અને લગ્ન કબીર સાથે.આવા લોકો મને નથી પસંદ."અદ્વિકાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.
"કાયના, અદ્વિકા કહે છે તે વાત મને પણ લાગી.ગઇકાલના તમારા પરફોર્મન્સ પછી મને એવું લાગે છે કે તું અને રનબીર એકબીજાને પ્રેમ કરો છો.જો બેટા એવું હોય તો તું મને કહે.હજી તારી સગાઇ જ થઇ છે.આપણે આ સગાઇ ફોક કરી શકીએ છે.
અદ્વિકા,કાયનાએ જે સંજોગોમાં આ સગાઇ માટે હા પાડી હતી કદાચ તેની જવાબદાર હું પણ છું.મે તેની સામે શરત મુકી હતી કે તે આઇ.પી.એસ માટે તૈયારી કરે અથવા લગ્ન કરે.સોરી કાયના."કિનારાએ પોતાને દોષ આપતા કહ્યું.
"નહીં મોમ,મારો પણ એટલો જ વાંક છે.મે વગર વિચાર્યે લગ્ન જેવો મોટો નિર્ણય લઇ લીધો.મોમ યસ આઇ લવ રનબીર.મને નથી ખબર કે તે ક્યારે થયો અને કેવીરીતે પણ હા હું તેને પ્રેમ કરું છું.
મોમ,પણ તે મને પ્રેમ નથી કરતો.આમપણ મે કબીર સાથે સગાઇ કરી છે અને મે તેને વચન આપ્યું છે કે હું તેની જ સાથે લગ્ન કરીશ.અા મારો પહેલો પ્રેમ હતો અને મે સાંભળ્યું છે કે બધાં નો પહેલો પ્રેમ સફળ નથી થતો."કાયના દુખી થઇને બોલી રહી હતી.
કિનારાને ખુબજ તકલીફ થઇ તેને તકલીફમાં જોઇને.
"તું કહે તો હું વાત કરું? રનબીર અને કબીર સાથે?"
"ના,મોમ.આ મારી લાઇફમાં જે પણ થયું છે તેની જવાબદાર હું જ છું અને હું જ બધું ઠીક કરીશ.રનબીર મારો મિત્ર હતો અને મિત્ર જ રહેશે."કાયનાની આંખમાં આંસુ હતા.તે કિનારાને ગળે વળગીને રડવા લાગી.
અદ્વિકા તેની પાસે આવી અને તેને માથે હાથ મુક્યો.
"મમ્મી,મને લાગે છે કે કાયના સાચું કહે છે અને અામપણ કાયનાએ તેની આ ડાન્સ ચેમ્પીયનશીપ અને તેના પછી આવનારી ફાઇનલ એકઝામ પર ધ્યાન આપવું જોઇએ."અદ્વિકાએ કહ્યું.
"હા મોમ,અદ્વિકા સાચું કહે છે.હું ઠીક છું.તમે જાઓ હું આ વિશે બહુ નહીં વિચારું."કાયનાએ મક્કમ અવાજે કહ્યું.
***
કાયના અને રનબીર બંને એકબીજાને પ્રેમ કરતા હતા પણ પોતાના જીવનમાં પોતાના લક્ષ્ય અને વચનને મહત્વ અાપી એકબીજા પ્રત્યેની લાગણી તેમણે દબાવી દીધી.કાયના રનબીરને એકઝામની તૈયારી પણ કરાવી રહી હતી અને ડાન્સ ચેમ્પીયનશીપની તૈયારી પણ કરી રહી હતી.
અહીં મિહિર અને એલ્વિસની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં અન્ય એક સભ્ય કાયનાની વિરુદ્ધમાં હતા.તે બંને વર્ષોથી એલ્વિસની એકેડેમીમાં હતા અને તેમને એવું લાગતું હતું કે એલ્વિસે તેમને ચાન્સ આપવો જોઇતો હતો.કાયના એક નવીસવી કોરીયોગ્રાફર હતી,જ્યારે તે બંને વર્ષો અનુભવી હતા.
"મિહિરભાઇ,આ ચેમ્પીયનશીપ ૩ રાઉન્ડમાં છે.પહેલા રાઉન્ડમાં ૩ ટીમ એલીમીનેટ થશે અને બીજા રાઉન્ડમાં બીજી ૩ ટીમ.અંતે ટોપ ૪માંથી એક વિનર પસંદ કરવામાં આવશે."તે બીજી વ્યક્તિએ કહ્યું.
"અાલોક,મે વિચાર્યું છે કે કાયના મારી કોરીયોગ્રાફી પર વિશ્વાસ કરે છે.તો હું તેને કોઇ ફેમસ ડાન્સ ગ્રુપની કોરીયોગ્રાફી કોપી કરીને આપીશ.તે હંમેશાં માટે આ ઇન્ડસ્ટ્રીમાંથી બહાર ફેંકાઇ જશે."મિહિરે કહ્યું.
"મિહિરભાઇ,તમે મુર્ખા છો.આ બહુ જ જુની ચાલ છે.તમને શું લાગે છે કે કાયના સ્ટુપીડ છે?તે તુરંત જ પકડી પાડશે અને એલ્વિસ તેનું શું.તે આટલા વર્ષોમાં પહેલી વાત પર્સનલી આટલો રસ લઇ રહ્યો છે.તમે અને હું પકડાઇ જઇશું."આલોકે કહ્યું.
"તો શું કરીએ?"મિહિરે કહ્યું.
"પેલા રનબીરનું મોરાલ ડાઉન કરીશું .મને જાણવા મળ્યું છે કે તેના માટે ફાઇનલ એકઝામમાં પાસ થવું ખુબજ જરૂરી છે.તો આપણે તેને ડરાવીએ અને કઇંક એવું કરીએ જેનાથી તે ડરીને સામેથી ના પાડી દે."આલોકે પોતાનો પ્લાન જણાવતા કહ્યું.
"પ્લાન તો સારો છે પણ માત્ર આ પ્લાન પર આપણે ભરોસો રાખીને ના બેસી શકીએ."મિહિર આટલું કહીને એકેડેમીમાં ચક્કર લગાવવા મંડ્યો.તેનું ધ્યાન અચાનક જ સૌથી ઉપરના માળ પર ગયું.
"યસ,મારી પાસે એક એવો પ્લાન છે કે આપણે કાયનાને ચેક એન્ડ મેટ કરી દઇશું."મિહિરે ખુશ થતાં કહ્યું.
"પણ શું ?"આલોકે પુછ્યું.
"જણાવીશ પહેલા તું કોઇ આવે તેના પહેલા એક તારા જાણીતા એ.સી સર્વિસવાળાને બોલાવ."મિહિરે કહ્યું.
"સારું."આલોકને આશ્ચર્ય થયું પણ તેણે મિહિરના કહ્યા પ્રમાણે કર્યું.મિહિર તે એ.સી.સર્વિસવાળાને થોડાક વધારે રૂપિયા આપીને એક નાનકડું કામ કરાવ્યું.
"મિહિરભાઇ,આ રૂમમાં તો કાયના તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરે છે.ત્યાંના એ.સીમાં તમે શું કરાવ્યું?"આલોકે પુછ્યું.
"હવે એક મિસ્ત્રીને બોલાવ,જલ્દી."અાલોકના સવાલના જવાબ આપવાની જગ્યાએ તેણે તેને ઓર્ડર કર્યો.મિસ્ત્રી પણ થોડીક વારમાં આવી ગયો.તેણે સૌથી ઉપરના માળે જે એક રૂમ હતો ત્યાં વુડન ફ્લોરીંગ હતું.તેમા થોડીક ગડબડ કરાવી.આ બધું કરતી વખતે તેમણે ખાસ ધ્યાન રાખ્યું કે કોઇ તેમને જોઈના જાય.
બપોર કોલેજ પત્યા પછી કાયના અને રનબીર આવ્યાં.થોડીક જ વારમાં તેમની ટીમ પણ આવી ગઇ.એલ્વિસ પણ આવીને તેમને થોડી થોડી વારમાં જોઇ જતો હતો.
આજે કાયના અને તેની ટીમની હાલત ગરમીના કારણે ખુબજ ખરાબ થઇ ગઇ હતી.
કાયનાએ કેરટેકરને બોલાવીને કહ્યું કે આજે એ.સી બરાબર કામ કરી નથી રહ્યું.કેરટેકરે એ.સીનું કુલીંગ વધારવા માટે જેવું રીમોટથી એડજસ્ટ કર્યું.તેના વાયરીંગમાં જે ગડબડ કરવામાં આવી હતી.તેના કારણે શોર્ટ સરકીટ થઇ.કાયના અને તેની ટીમ ફટાફટ ભાગીને બહાર આવી.એલ્વિસ અને મિહિર પણ ત્યાં જ આવી ગયા.
"આ કેવી રીતે થયું ?મિહિર આપણે તો બધાં એ.સી નવા જ લીધાં છે.તો આ કેવીરીતે થયું?"એલ્વિસે પુછ્યું.
"એલ્વિસ,બની શકે કે એ.સી નવું હોય પણ વાયરીંગમાં પ્રોબ્લેમ હોય.એક કામ કરીએ હું કાલે જ એક ઇલેક્ટ્રીશીયને બોલાવીને પુરા રૂમમાં વાયરીંગ બદલાવી નાખું છું."મિહિરે પોતાનો પ્લાન આગળ વધારતા કહ્યું.
"ત્યાં સુધી પ્રેક્ટિસનું શું? આ રવિવારે ફર્સ્ટ રાઉન્ડ છે ગ્રુપ અને કપલ પરફોર્મન્સનો."એલ્વિસ ચિઢાઇ ગયો.
"એલ્વિસ,બીજા રૂમમાં શિફ્ટ થવું શક્ય નથી કેમકે આપણી ઘણીબધી બેચ ચાલી રહી છે.આપણે એક કામ કરી શકીએ કે જ્યાં સુધી આ બધું ઠીક થાય.પેલા સૌથી ઉપરના રૂમમાં કાયના તેની ટીમ સાથે પ્રેક્ટિસ કરી શકે."મિહિરે કહ્યું.
"પણ ત્યાં વોશરૂમની કે બીજી કોઇ ફેસેલીટી નથી."એલ્વિસે કહ્યું.
"એલ્વિસ,અમે મેનેજ કરી લઇશું.અત્યારે પ્રેક્ટિસ અટકે તે નહીં પોસાય."કાયનાએ કહ્યું.તેની સાથે તેની પુરી ટીમે હામી ભરાવી.
મિહિરના ચહેરા પર અડધી વિજયનું હાસ્ય હતું.તેણે આલોકની સામે જોયું.તે બંને બહાર ગયા.આલોકે પુછ્યું ,"આ બધું કરવાની પાછળ તમારું મકસદ શું છે?"
"તેમને તે ઉપરના રૂમમાં મોકલવા જ આ બધી ગડબડ કરાવી છે.હવે તું જો કદાચ આ રવિવાર વાળા રાઉન્ડમાં તે પાસ થઇ પણ ગયા પણ તેના પછી કાયના નું કોરીયોગ્રાફર બનવાનું સપનું ફીનીશ."મિહિરે હસતા હસતા કહ્યું.
"મને કશુંજ સમજાતું નથી."આલોકે કહ્યું.
"આલોક,તું તારું કામ શરૂ કર.રનબીરને ડરાવવાનું."મિહિરે કહ્યું.
*****
લવ શેખાવત શિનાને પોતાની સાથે ખેંચીને લઇ ગયો.તેને જાણે પહેલી વાર અસલામતીની ભાવના થઇ હતી.શિનાએ સહેજ પણ નહતું ધાર્યું કે તેનો પ્લાન આટલો જલ્દી અને ત્વરિત કામ કરશે.તે રાત્રે લવ શેખાવત સંપૂર્ણપણે શિનામય બની ગયો હતો.
બિજા દિવસે શિનાના ચહેરાની લાલી રોકીથી છુપાયેલી ના રહી.તેણે આ વિશે તેની સાથે ચર્ચા ના કરી પણ તે સમજી ગયો હતો કે તેમનો પ્લાન સફળ થઇ રહ્યો છે.
લવના કામ પર ગયા બાદ.શિના અને રોકી તેમણે નક્કી કર્યું હતું તે પ્રમાણે અદાના જન્મસ્થાન અને તેના સાસરીવાળા ગામ જવા નિકળી ગયા.સૌથી પહેલા તે અદાના જન્મસ્થાન પર ગયા.ત્યાં તેમણે અદા વિશે ઘણીબધી માહિતી એકઠી કરી.જેમા તેમને જાણવા મળ્યું કે અદા એક ખુબજ મહત્વકાંક્ષી છોકરી હતી.તેને હંમેશાં બધાં પર પોતાના હુકમ ચલાવવા ખુબજ ગમતું.
તેમને તે પણ જાણવા મળ્યું કે અદાનું સ્કુલ સમયે કોઇની સાથે ચક્કર હતું જેના કારણે તેનું ભણવાનું બંધ કરાવવામાં આવ્યું હતું અને જેવી તે અઢાર વર્ષની થઇ.તેના લગ્ન બાજુના ગામના એક વેપારીના દિકરા સાથે કરાવી દેવામાં આવ્યાં.
તેના અને તેના પતિના વચ્ચે ઊંમરનો ઘણોબધો તફાવત હતો.આ બધું રોકી અને શિનાએ તેમના મોબાઇલમાં વીડિયો રેકોર્ડિંગ કર્યું.
આજનો દિવસ તેમનો અહીં જ પતી ગયો.
"વાઉ રોકી,આ અદા તો ખુબજ રહસ્યમય લાગે છે.કાલે આપણે તેના સાસરીવાળા ગામ જઇશું.શું ખબર કઇંક નવું જ જાણવા મળી જાય."શિનાએ કહ્યું .
શું શિના અને રોકી અદા વિશે વધુ જાણી શકશે?
મિહિરના પ્લાનમાં કાયના ફસાઇ જશે?
ડ્રગ્સના સામ્રાજ્યના માલિકને પકડવામાં કુશ,કિનારા અને લવ આગળ શું કરશે?
જાણવા વાંચતા રહો.