Wanted Love 2 - 49 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--49

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--49

"કિનારા,આર યુ શ્યોર કે કાયના અને રનબીર એકબીજાના પ્રેમમાં છે?તને કોણે કીધું?કાયનાએ કે રનબીરે?શું તે બંનેમાંથી કોઇએ તને કહ્યું?"કુશે પુછ્યું.

"ના,કુશ પણ."કિનારા કઇંક આગળ બોલવા જાય તે પહેલા કુશે તેની વાત કાપી.

"સ્ટોપ ઇટ કિનારા,પહેલાની વાત હોત તો હું આ વાતથી તારા કરતા પણ વધારે ખુશ થાત કે મારી દિકરીને પ્રેમ થઇ ગયો.હું કઇ જુનવાણી નથી.કિનારા,કાયનાની સગાઇ થઇ ગઇ છે તે પણ કબીર સાથે અને કબીર ખુબજ સારો છોકરો છે.

તેમા આ વાત જો બહાર આવી કે બધાને તેની જાણ થઇને તો સાચું કહું છું.આ ઘરમાં જે થોડાધણા સંબંધો જીવે છે તે પણ મરી જશે.મને આ વાત વિશે હવે કોઇ ચર્ચા ના જોઇએ."કુશે કડક શબ્દોમાં કહ્યું.

"પણ કુશ."કિનારા બોલવા ગઇ પણ કુશે તેને ફરી અટકાવતા કહ્યું,"જો કિનારા,ભુતકાળની ઘટનાના કારણે માઁસાહેબ હજી તને જવાબદાર ઠેરવીને તને જેમતેમ કહે છે.હું નથી ઇચ્છતો કે આ વાતના કારણે બધાના જીવનમાં નવી મુશ્કેલીઓ અને તકલીફો અાવે.આ વખતે વાત મારી પ્રિન્સેસની છે.હું તેને ખુશ જોવા માંગુ છું અને કબીર તેને ખુબજ ખુશ રાખશે.હવે તારે બીજું શું કહેવું હતું?"કુશે પુછ્યું.

"કુશ,અમે સિધ્ધુ પર નજર રાખવા એક કોન્સ્ટેબલને તેની સાથે કેદી બનાવીને રાખ્યો હતો.તેણે મોબાઇલ ફોન તેને આપ્યો તેના બોસને ફોન કરવા."કિનારાએ સિધ્ધુ અને તેના બોસની વાતચીત કહી.

"વોટ,મતલબ જે માણસ અમદાવાદમાં પકડાયો હતો,જેણે સુસાઇડ કર્યું હતું તે અમદાવાદનો મુખ્ય ડ્રગ પેડલર નથી.તો કોણ હશે?" કુશ બોલ્યો.

"રોકી."કિનારાએ કહ્યું.

"વોટ રોકી?ના તે શક્ય નથી.રોકી બદલાઇ ગયો છે."કુશે કિનારાને રોકી સાથે થયેલી વાતચીત કહી.

"કુતરાની પુંછડી અને રોકી ક્યારેય સીધા ના થાય.તું ચિરાગને કહે કે તેના ખબરીઓને કામે લગાડે.રોકી પર નજર રાખે"કિનારા આટલું કહી ત્યાંથી જતી રહી.

કિનારા આજે ખુબજ દુખી હતી.તેને વિશ્વાસ હતો કે કાયના રનબીરને પ્રેમ કરે છે.

*****

અહીં રોકીને આવ્યાં થોડા દિવસો વીતી ગયા હતા પણ શિવાની અને રોકીનું વર્તન સામાન્ય હતું.લવ શેખાવત અદાને મળવા માટે જાણે તરફડીયા મારતો હતો.તેણે અદાને છુપાઇને ફોન કર્યો અને રોકી વિશે જણાવ્યું.

"વોટ,શિનાનો એક્સ બોયફ્રેન્ડ તારા ઘરનાં તમારી સાથે રહે છે?નક્કી તે તને જલન અનુભવાય તેવું કઇંક કરશે જેથી તું મને ભુલીને પાછો તેના પ્રેમમાં પડી જાય.પણ તું ધ્યાન રાખજે અને તેની જાળમાં ના ફસાતો.આપણે જલ્દી જ મળીશું."આટલું કહીને અદાએ ફોન મુકી દીધો.

"હમ્મ,અદાની વાત તો સાચી હોઇ શકે છે.હું શિના પર નજર રાખીશ.પણ રોકી આટલા સમયથી આ ઘરમાં છે.તેનું અને શિનાનું વર્તન શંકા ઉપજાવે તેવું નથી.છતાંપણ હું તેની પર નજર રાખીશ."

રાત્રે લવ શેખાવત કામમાં વ્યસ્તતાના કારણે થોડો મોડો આવ્યો.તેણે જોયું કે રોકી અને શિના ટેરેસ પર કોફીના બે કપ લઇને બેસેલા હતા.લવે તેમની વાત છુપાઇને સાંભળવાનું નક્કી કર્યું.

"શિના,તું મને અહીં એટલે લાવી હતી કેમકે તું લવને સાચા રસ્તે લાવવા માંગતી હતી અને તેમાં તને મારી મદદ જોઇતી હતી.મને અહીં આવ્યે ઘણો સમય થયો પણ તે હજીસુધી કોઇ પગલું તો લીધું નહીં."રોકીએ કહ્યું.

"રોકી,તારી વાત સાચી છે.પણ મને હવે ખબર નથી પડતી કે હું શું કરું?હું કંટાળી ગઇ છું આ બધાંથી.પહેલા વિચાર્યું કે તારી સાથે પ્રેમનું નાટક કરીશ અને લવને અહેસાસ કરાવડાવીશ કે કેવું લાગે જ્યારે તમારો જીવનસાથી દગો આપે પણ હવે લાગે છે કે હું પણ તેના જેવું કરીશ તો મારામાં ને તેનામાં શું ફરક રહેશે?"શિના બોલી.

"વાત તો તારી સાચી છે.જો તેને સુધરવું હોત તો આટલા સમયમાં તારા પ્રેમ અને સમજાવવા પર સુધરી જાત પણ હવે મને નથી લાગતું કે તે સુધરે.અદા વિશ જાણ્યું તેનો પહેલો પતિ બેરહમીથી મારી નખાયો. પછી રોમિયો જેવો પતિ મળ્યો.તે પણ મરી ગયો.બાળકો તેનાથી દુર છે."રોકી બોલ્યો.

"એટલે તું કહેવા શું માંગે છે કે તે ખોટી નથી ?"શિનાએ પુછ્યું.

"ના,હું કઇંક બીજું કહેવા માંગુ છું.શિના,તું લવને મુક્ત કરી દે અને તેને અને અદાને એક થવા દે.તું તારા પરિવારમાં બધાને સમજાવી દે કે તે અદાને સ્વિકારી લે."રોકી બોલ્યો.

"અને મારું શું ?મારે શું કરવાનું?" શિના રોકીની વાત સાંભળીને આઘાત પામી.

"શિના,તું લવને ડિવોર્સ આપી દે અને મારી સાથે લગ્ન કરી લે.નેહા એક જ શહેરમાં હોવા છતા મારી સાથે સંપર્કમાં નથી.હવે તે મારા જીવનમાં પાછી આવે તેની મને કોઇ શક્યતા નથી લાગતી.શિના,મને હવે શારીરિક પ્રેમની નહીં પણ લાગણીની અને હુંફની જરૂર છે.

એક એવા સાથીની જે મને માનસિક રીતે સપોર્ટ કરે.તું લવને ડિવોર્સ આપીને મારી સાથે લગ્ન કરીલે આપણે બાકીનું જીવન એકબીજાને પ્રેમ અને હુંફ આપીને અને સમાજસેવા કરીને વિતાવીશું."રોકીની વાત સાંભળીને લવના રોમેરોમમાં આગ લાગી ગઇ.તેણે વગર વિચાર્યે ત્યાં જઇને રોકીનું ગળું પકડીને તેને મુક્કો માર્યો.

"તારી હિંમત કેવીરીતે થઇ મારી પત્ની સાથે આવી રીતે વાત કરવાની?"લવ ગુસ્સામાં બોલ્યો.

"હા તો શું ખોટું કહ્યું તેણે? તું તો આમપણ અદા સાથે રહેવા માંગે છે.તો હું તને આ સંબંધમાંથી મુક્ત કરીશ પછી તું લગ્ન કરી લેજે તેની સાથે.બે હોડીમાં સવાર કરનાર ડુબી જાય છે.

આમપણ હવે હું કંટાળી ગઇ છું તને સમજાવતા અને પોતે સમજતા.હવે બસ.હું ખરેખર રોકીના આ પ્રસ્તાવ વિશે વિચારીશ."શિના બોલી.લવ ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહ્યો.

તેના ગયા પછી બે મીનીટ સુધી વાતાવરણ ગંભીર રહ્યું અને અચાનક જ રોકી અને શિના એકબીજાને તાલી દઇને જોરજોરથી હસવા લાગ્યાં.

"શિના,તારું દિમાગ શેતાનથી પણ બે ડગલા આગળ છે.તે જબરદસ્ત રીતે તારા લવને ફસાવ્યો."રોકી બોલ્યો.

"હા,મે તેની અને અદાની ફોન પર વાતો સાંભળી હતી.તે તૈયાર થતો હતો તો તેણે ફોન સ્પિકર પર રાખયો હતો.તેણે કહ્યું હતું કે શિના રોકી સાથે પ્રેમનું નાટક કરશે તને જેલેસ કરવા.તો મે આ પ્લાન બનાવ્યો.તીર નિશાના પર લાગ્યું છે.હવે આપણે એવું કઇંક કરવાનું છે કે લવ અદાને સામેથી છોડી દે."શિના બોલી.

"શિના,બની શકે કે અદા ચારિત્રહીન સ્ત્રી હોય.કદાચ તેને લવના મળતો તો કોઇ બીજું શોધી લેત તે.આપણે આ વાત લવ સામે સાબિત કરીએ તો કામ બની શકે."રોકી બોલ્યો.

"હા,તેના માટે પહેલા અદાના ભુતકાળ વિશે જાણવું પડશે.આપણે તેના જુના ગામ જઇને તેના વિશે તપાસ કરવી પડશે.એની વે ગુડ નાઇટ એન્ડ થેંક યુ."શિના આટલું કહીને રોકીને ગળે મળી.બરાબર આજ સમયે લવ ત્યાં આવ્યો.તેણે શિનાને રોકીથી અલગ કરી અને પોતાની સાથે લઇ ગયો.

**********

કાયના રનબીરની સામે આવીને ઊભી રહી હતી.તે આશ્ચર્ય સાથે બંનેને જોઇ રહી હતી.રનબીર ડરી ગયો કે કાયનાએ તેમની વાત સાંભળી લીધી હશે.

"રનબીર,તું અને એલ્વિસ આટલી ધીમેથી કોના વિશે વાત કરો છો?"કાયના હવે સ્વસ્થ હતી.હા તે થોડી નિરાશ હતી.

"અરે નથીંગ સ્પેશિયલ.ચલ જમીને ઘરે જઇએ."રનબીરને હાશ થઇ.જ્યારે એલ્વિસને નિરાશા થઇ.

એલ્વિસ સાથે ડિનર કરીને રનબીર અને કાયના ઘરે જવા નિકળ્યા.આજનો દિવસ તેમના જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ હતો.એકબીજા સાથે પસાર કરેલો સમય જાણે કે જીવનભરની મીઠી યાદગીરી સમાન હતો.કાયના ખુબજ થાકી ગઈ હતી.તે રનબીર માટે કઇંક ખાસ અનુભવે છે તે વાત સમજી ચુકી હતી પણ રનબીર તે અનુભવતો નથી એવું તેણે માની લીધું.તેણે રનબીરના કમર ફરતે પોતાના હાથ મજબુતીથી વિંટાળ્યાં અને તેની પીઠ પર પોતાનું માથું ઢાળીને આંખો બંધ કરી લીધી.રનબીરના રોમેરોમમાં જાણે ઝણઝણાટી ફેલાઇ ગઇ.આ સ્પર્શનો આનંદ ખુબજ અનમોલ હતો.તે બંને એક જ વિચારના ગગનમાં વિહરતા હતા કે કાશ આ ક્ષણ આમ જ રહે ક્યારેય ના ખતમ થાય.

કાયનાના હાથ પર રનબીરે પોતાનો હાથ મુકીને જાણે કે તેને કઇંક મહેસુસ કરાવ્યું હોય.

અહીં કિનારા જાનકીવિલાના ટેરેસમાં પોતાની લાડકીની ચિંતામાં અહીંથી ત્યાં ફરી રહી હતી.અચાનક પોતાના બાઇકનો અવાજ આવ્યો.તેણે ત્યાં જઇને જોયું.કાયના હજીપણ રનબીરના પીઠ પર માથું ઢાળીને બેસેલી હતી.

તેના ચહેરા પરની તે ખુશી એક માઁથી અજાણ ના રહી શકી.તેણે આ વિશે કુશના વિરુદ્ધમાં જઇને કાયના સાથે વાત કરવાનું નક્કી કર્યું.

કાયના રનબીરને ગુડનાઇટ કહીને પોતાના રૂમમાં ગઇ.તે ફ્રેશ થઇને કપડાં બદલીને બહાર આવી.ત્યારે અદ્વિકા હાથમાં દુધનો ગ્લાસ લઇને ઊભી હતી.

"હાય અદ્વિકા.તું કેમ કરે છે આ બધાં કામ? નોકરોને કહી દેવું જોઇએને.તું ભલે ભવિષ્યમાં આ ઘરની વહુ બનવાની છે પણ આ બધાં કામ માટે આપણા ઘરમાં ઘણાબધા નોકરચાકર છે."કાયનાએ કહ્યું.તે આજે ખુશ હતી.

"કોઇ વાંધો નહીં.ક્યાં કોઇ પારકા માટે કરું છું.મારો જ પરિવાર છે.આમપણ તું કિઆન માટે તેનો જીવ છે.તો હું એટલું તો કરી જ શકું."અદ્વિકાના સ્વરમાં થોડો કટાક્ષ ભળેલો હતો.

"અદ્વિકા,વાત શું છે? તું હંમેશાં મારી સાથે આવીરીતે કેમ વાત કરે છે?શું હું તને નથી ગમતી?"કાયનાએ પુછ્યું.

"ના,નથી ગમતી.બિલકુલ નથી ગમતી.મને ડબલ સ્ટાન્ડર્ડ વાળા લોકો નથી ગમતા.જે સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરે તે જ ગમે મને.કહેવાનો અર્થએ છે કે જેનામાં સત્ય બોલવાની અને સ્વિકારવાની હિંમત હોયને તે જ ગમે મને.એટલે જ તો હું મારી સગી જનેતાને નાપસંદ કરું છું."અદ્વિકા તીખા સ્વરમાં બોલી.

કાયના થોડી ગંભીર થઇ ગઇ.
"તારો કહેવાનો અર્થ શું છે? સ્પષ્ટ રીતે કહે મને."કાયનાએ પુછ્યું.

"કાયના,તું એક ગુંચવાયેલી છોકરી છે.તે પોતે જ કબીરને પોતાના માટે પસંદ કર્યો એ પણ પોતાના સ્વાર્થ માટે અને હવે જ્યારે તું તારો લક્ષ્ય પ્રાપ્ત કરી રહી છે.તો તું તે કબીરને ભુલીને રનબીરની પાછળ પાગલ થઇ રહી છો.સાફ દેખાય છે મને.

મને એવા લોકો બિલકુલ નથી ગમતા કે જે સગાઇ કોઇની સાથે કરે અને પ્રેમ કોઇ બીજાને.સત્ય કહેવાની હિંમત નથી તારામાં ડરપોક છે તું."અદ્વિકા ગુસ્સામાં બોલીને જતી રહી.

શું અદા વિશે શિના અને રોકી જાણી શકશે?
અદ્વિકાની વાતની કાયના પર શું અસર થશે?
કિનારા આ પરિસ્થિતિ સંભાળી શકશે?

જાણવા વાંચતા રહો.


Rate & Review

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago