Wanted Love 2 - 48 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--48

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--48


રનબીરે બાઇક ચાલુ કરી થોડે દુર સુધી લઇ ગયો અને બાઇક ઊભી રાખી દીધી.

"કાયના,બાઇક અહીંથી આગળ નહીં જાય."રનબીરે કહ્યું.કાયના આશ્ચર્ય પામી.

"કેમ,શું થયું ?પેટ્રોલ નથી બાઇકમાં?કે પંચર છે?" કાયના બાઇકને જોતા જોતા બોલી.

"ના,બાઇક તો એકદમ મસ્ત છે.ટીપટોપ એકદમ પણ તું નહીં."રનબીરે તેની સામેજોતા કહ્યું.
"કેમ મારામાં શું પ્રોબ્લેમ છે?"કાયનાએ મોટી મોટી આંખો બતાવતા પુછ્યું.

"આ જો તારું મોઢું,કઇંક વિચારોમાં ખોવાયેલી છે.હું તારો બેસ્ટ ફ્રેન્ડ છું કોઇ દુશ્મન નહીં કે મારાથી આટલી દુર બેસેલી છો.એ પણ એ રીતે કે એક બમ્પ જોરથી કુદાવુને તો તું પડી જાય નીચે.હવે જ્યાં સુધી તું મારી જુનીવાળી કાયના નહીં બને ત્યાંંસુધી આ બાઇક આગળ નહીં વધે."રનબીરે ચાવી ગોળગોળ ફેરવતા કહ્યું.

કાયનાએ તેની સામે જોયું તે એલ્વિસની વાત યાદ કરીને અને ગઇકાલે રનબીરે કરેલી કીસને યાદ કરીને સંકોચ પામી હતી પણ રનબીરની આ વાતે તેને હળવું અનુભવાયું તે રનબીર પાસે બેસી અને તેના કમર ફરતે પોતાના હાથ વિંટાળ્યાં.રનબીરે કાયનાના હાથ પર પોતાનો હાથ મુક્યો.
"હા તો મેડમ,શરૂઆત ક્યાંથી કરીશું?"રનબીરે પુછ્યું.

"રનબીર,આપણે સિદ્ધિ વિનાયક મંદિરમાં જઇને દર્શન કરીને આશિર્વાદ લઇએ."કાયના હસીને બોલી હવે તે સામાન્ય હતી.

રનબીરે કાયનાએ કહ્યું તે રસ્તા પર બાઇક આગળ વધારી અને પહોંચી ગયા સિદ્ધિ વિનાયક મંદિરમાં જઇને ગણપતિ બાપાનાં દર્શન કર્યા અને તેમના આશિર્વાદ લીધાં.

ત્યાંથી તે ગેટ વે ઓફ ઇન્ડિયા ગયા.
"રનબીર,કિંગ જ્યોર્જ ફિફ્થ અને ક્વિન મેરી ૧૯૧૧માં મુંબઇમાં આવ્યાં હતા તેમની યાદમાં આ બનાવવામાં આવ્યું હતું."કાયનાએ કહ્યું.

રનબીર અને કાયનાએ પુરો દિવસ મુંબઇની અલગ અલગ જાણીતી જગ્યાઓ ફર્યા.

"રનબીર,મારે બાઇક ચલાવવું છે."કાયનાએ કહ્યું.

"ના.ના,કિનુમોમની જાનને કઇ થયું તો મારું એન્કાઉન્ટર થઇ જશે."રનબીરે ચાવી પોતાની પાસે સાચવીને રાખતા કહ્યું.

"હેય,ત્યાં શું છે?"કાયના અચાનક ચિલ્લાઇને બોલી.રનબીર તે તરફ જોવા ફર્યો.કાયનાએ તેના હાથમાં એક ચુટલી ખણીને ચાવી લઇ લીધી.
"એ કાયના."રનબીર કાયનાની પાછળ ભાગ્યો.
કાયના બાઇક ચાલું કરતા બોલી,"જો રનબીર,બે મીનીટનો સમય આપું છું.બેસવું હોય તો નહીંતર હું બાઇક લઇને જતી રહીશ પછી તું જવાબ આપજે મોમને કે તેમની બંને જાન તે ક્યાં ગુમાવી દીધી."

"આ તું બરાબર નથી કરી રહી."રનબીર ડરતા ડરતા તેની પાછળ બેસ્યો.
"તને આવડે છે ખરા બાઇક ચલાવતા?"તેણે શંકા સાથે પુછ્યું.

"હા,મોમ ક્યારેય તેમની બાઇક મને અડવા નથી દેતા તેમને મારા પર વિશ્વાસ નથી."કાયનાએ ધીમેધીમે બાઇક ચાલું કર્યું.એકાદ બે મીનીટ બરાબર ચાલ્યું,કાયનાએ સાઇડમાં ધીમેધીમે ચલાવ્યું.રનબીરને થોડીક નિરાંત થઇ.

"જોયું,મારો કમાલ.આવડે છે ને મને બાઇક?"કાયના પાછળ ફરીને રનબીર સામે જોઇને બોલી.

"આગળ જો.કાયના."રનબીરે ચીસ પાડી.બાઇક એક હાથલારી પર ચઢી ગઇ હતી.કાયના બાઇકને કંટ્રોલ કરે તે પહેલા બાઇક ખાલી એકબાજુએ પડેલી લારીમાં ચઢી ગઇ.તેનો મજુર જે બાજુએ ચા પી રહ્યો હતો તે બુમો પાડવા લાગ્યો.એક ફ્રુટની લારીને ધક્કો માર્યો.

"કાયના સામે દિવાલ છે."રનબીરે ચીસ પાડી.
કાયના એક્સેલેટર વધારે આપી દીધું.તે બાઇક સામે રહેલી દિવાલે ભટકાવવાની હતી.અંત સમયે રનબીરે કંટ્રોલ હાથમાં લીધો અને પગેથી બ્રેક મારી.

"કાયના,તું એકટીવા નથી ચલાવી રહી."રનબીર ગુસ્સે થયો.

"સોરી."

"વોટ સોરી,આ જો તે પાછળ શું કર્યું.પેલા હાથલારી વાળા કાકાની હાલત જો બિચારા બસ એટેક આવવાનું બાકી છે અને પેલા ફ્રુટવાળાની લારીની તો તે બેન્ડ બજાવી દીધી અને ખાસ તો તને કઇ થઇ જાત તો."રનબીર ખુબજ ગુસ્સામાં હતો.કાયનાને તેનો ગુસ્સો પણ ગમતો હતો.

"આમ શું જોવે છે?"રનબીરે પુછ્યું.

કાયનાએ તે બધાંની માફી માંગી અને તેમની નુકશાનની ભરપાઇ કરી.રનબીર હજીપણ ગુસ્સામાં હતો.

"સોરી."કાયનાએ કાન પકડીને ક્યુટ ફેસ બનાવીને તેની સામે જોયું જેમા રનબીર પિગળી ગયો.

"ઇટ્સ ઓ.કે.ચલ હવે એક ખાસ જગ્યાએ હું તને લઇ જઉં.બેસ."રનબીરે કહ્યું.

રનબીર તેને એલ્વિસના ઘર તરફ લઇ ગયો.
"આ એરિયામાં કેમ લાવ્યો? અહીંયા તો મોટા મોટા સેલિબ્રીટીના ઘર છે."કાયનાએ પુછ્યું.તેના સવાલનો તેણે કોઇ જવાબ ના આપ્યો.

એલ્વિસના ઘર લઇને તે ગયો.સિક્યુરિટી તેને ઓળખતો હતો તેથી તેને અંદર જવા દીધો.કાયના આશ્ચર્યમાં હતી.તે કાયનાને ઘરની અંદર લઇ ગયો.સામે એલ્વિસને જોઇને કાયના આશ્ચર્ય પામી.

"વેલકમ,રનબીર એન્ડ કાયના.કાયના મે જ રનબીરને કહ્યું હતું કે સ‍ાંજે અહીં આવજો.મારા ઘરની પાછળ બીચ છે ત્યાંથી સનસેટ જોવાની મજા આવશે અને સાથે ડિનર કરીશું."એલ્વિસે કહ્યું.

કાયના ખુશ હતી.
"રનબીર કાયના,તમે જાઓ મારું એક અડધા કલાકનું નાનકડું કામ છે તે હું પતાવીને આવું."એલ્વિસ બહાનું બનાવીને જતો રહ્યો.

કાયના અને રનબીર દરિયાકિનારે ગયા.આથમતા સુર્યને તેમણે દરિયાકિનારે રેતી પર બેસીને જોયો.પાણીમાં એકબીજાની સાથે નિર્દોષ મસ્તી કરી.એકબીજા પર પાણી ઉછાળ્યું,રેતીથી રમ્યાં.

સુર્ય આથમી ચુક્યો હતો.રનબીર અને કાયના એકબીજા પર પાણી ઉછાળીને ,એકબીજાની પાછળ ભાગીને ખુબજ થાકી ગયા હતા.દરિયાકિનારે ત્યાંજ નીચે બેસી ગયા.દરિયાની લહેરો તેમના પગને સ્પર્શીને જતી રહેતી હતી.

"કાયના,તું ગઇકાલથી બદલાયેલી લાગે છે.ચુપચુપ રહે છે.વાત શું છે?"રનબીરે પુછ્યું.

કાયનાને તે ક્ષણ યાદ આવી જ્યારે રનબીરે તેના ગાલ પર કિસ કરી હતી.
"રનબીર,એક વાત પુછુ?"

"પુછ."

"કાલે તે લાસ્ટમાં મને ઊંચકી લીધી અને મને ગાલ પર કિસ કરી.તે તો આપણા સ્ટેપનો પાર્ટ નહતો કેમ?"કાયનાના પ્રશ્ને રનબીરની હ્રદયની ધડકન વધારી દીધી.

"એ તો હું ગીતના ભાવમાં,લાગણીઓમાં વહી ગયો હતો."રનબીરે કાંપતા સ્વરે જુઠુ બોલ્યું.

"ખોટું.સાચું બોલ.મારી આંખમાં જો અને કહે કેમ?" કાયનાએ રનબીરની બાજુમાં ફરીને તેને પોતાના નજીક ખેંચીને પુછ્યું.તે બંને પલક ઝપકાવ્યાં વગર એકબીજાની આંખોમાં જોતા હતા.

"બોલ રનબીર."

રનબીર કાયનાની આંખોમાં જોઇને જુઠુ બોલવાની શક્તિ ખોઇ ચુક્યો હતો.તે ત્રણ મેજીકલ શબ્દો બસ હવે એક કે બવ સેકન્ડમાં તેના મોંઢામાંથી નિકળવાના હતા.તે બંનેનો ચહેરો એકબીજાની એકદમ નજીક હતો.

કાયનાને ડર લાગતો હતો તેને ખબર હતી કે રનબીરનો જવાબ તેના ઘરમાં અને જીવનમાં ભુકંપ લાવશે.છતાપણ તે સાંભળવા માંગતી હતી.

"કાયના,આઇ .."બસ તેટલાંમાં જ રનબીરના ફોનમાં રીંગ વાગી અને સ્ક્રીન પર મોમ એવું લખાઇને આવ્યું.રનબીરે તે ફોન ઉપાડ્યો.

"રનબીર,અભિનંદન મારા દિકરા મે તારા બંને પરફોર્મન્સ જોયા તું એકદમ હિરો જેવો લાગે છે તે વીડિયોમાં."નેહા બોલી.

"મોમ."રનબીર કાયના સામે જોઇને બોલ્યો.

"મને ખુબજ ગર્વ છે તારા ઉપર.મને નહતી ખબર કે તું આટલો સરસ ડાન્સ કરે છે.હા મારો દિકરો લાગે છે પણ એકદમ હેન્ડસમ.બેટા,પણ એક વાત યાદ રાખજે કે અત્યાર સુધી એકઝામમાં તારું રિઝલ્ટ ઘણું સારું આવ્યું છે આગળ પણ સારું જ આવવું જોઇએ."નેહાએ રનબીરને યાદ દેવડાવ્યું તેના લક્ષ્ય વિશે.

કાયના તેની અને તેની મમ્મીની વાતો સાંભળી રહી હતી.રનબીર અચાનક જાણે કે જાગ્યો હોય તેમ તેને યાદ આવ્યું કે તેના જીવનનું લક્ષ્ય શું છે?

"હા મમ્મી,મને યાદ છે કે મારે ફાઇનલ એકઝામમાં ફર્સ્ટ ક્લાસ આવશે તો તમે મને મારા પિતા અને ભુતકાળ વિશે જણાવશો."રનબીરે કહ્યું.

"હા બેટા,પાક્કું."નેહાએ કહીતો દીધું પણ તેને રનબીરને રોકી વિશે જણાવવાની તેની કોઇ ઇચ્છા નહતી.

રનબીરે ફોન મુકી દીધો.કાયના ફરીથી તેની પાસે આવી.
"હા રનબીર,તો આપણી વાત અધુરી હતી.તો બોલ તે કિસ કેમ કરી"

રનબીર વિચારોમાં હતો.પોતાના પિતા વિશે જાણવું તેને ખુબજ જરૂરી હતું.

"રનબીર."કાયનાએ તેને હચમચાવ્યો.રનબીરનું ધ્યાન કાયનાના હાથ પર ચમકતા હિરા પર ગઇ.તેણે કાયનાનો હાથ પકડ્યો અને ચુમ્યો.

"મને નથી ખબર તે શું હતું પણ મને તે સમયે અંદરથી તેવી લાગણી થઇ અને મે તને કિસ કરી.આઇ એમ સોરી.મારે એવું નહતું કરવું જોઇતું.મારે વિચારવું જોઇતું હતું કે તું કબીરની ફિયોન્સે છો.

પણ હું શું કરું કાયના. તું મારા માટે બહુ જ ખાસ છે.તારી સાથે મને ખુબજ હળવું લાગે છે."રનબીર દુખી થઇ ગયો.

"રનબીર, શું થયું ?"રનબીરને દુખી જોઇને કાયનાએ પુછ્યું.

રનબીર પોતાના ભુતકાળ અને પિતા વિશે જાણવાની વાતથી ખુબજ અપસેટ થઇ ગયો હતો.

"કાયના,ચલ જઇએ.એલ્વિસ આવી ગયો હશે."

રનબીરના આવા જવાબથી કાયના નિરાશ થઇ ગઇ.તે બંને અંદર ગયા.એલ્વિસ તેમની રાહ જોઇને બેસ્યો હતો.તેના હાથમાં ડ્રિન્ક હતું
.
"હેય ગાયઝ,ચલો જમી લઇએ."તેણે કહ્યું.

"હું ફ્રેશ થઇને આવી."કાયના અંદર જતી રહી.તેના ગયા પછી તુરંત જ રનબીર પાસે એલ્વિસ આવ્યો.

"હેય શું થયું? કીધું તેને કે યુ લવ હર."એલ્વિસે પુછ્યું.
જવાબમાં રનબીર નીચું જોઇ ગયો.

રનબીરે દરિયાકિનારે બનેલી વાત કહી.એલ્વિસ પણ દુખી થઇ ગયો.

"આઇ લવ કાયના પણ શું કરું? મારા માટે પાસ થવું આ તે મારા જીવનના સત્ય માટે જરૂરી છે અને આ ચેમ્પીયનશીપ જીતવી કાયના માટે.હું તેને હારતા નહીં જોઇ શકું.તેને થોડીક લણ તકલીફમાં નહીં જોઇ શકું.

હું કાયનાને ખુબજ પ્રેમ કરું છું એલ્વિસ." રનબીર બોલ્યો.કાયના બરાબર તે જ સમયે ત્યાં આવીને ઊભી રહી તે આશ્ચર્ય સાથે તે બંનેની સામે જોઇ રહી હતી.

શું કાયના અને રનબીરનો પ્રેમ સફળ થઇ શકશે?
શું કાયનાને અહેસાસ થશે કે તે રનબીરને પ્રેમ કરે છે કબીરને નહીં?
આગળ ડાન્સ ચેમ્પીયનશીપમાં શું થશે? મિહિર શું કરશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Shreya

Shreya 8 month ago

Jinu Kapuriya

Jinu Kapuriya 9 month ago

Deboshree Majumdar