Wanted Love 2 - 47 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--47

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--47


"હેલો." સામેથી અવાજ આવ્યો.

"કોણ?એ બોસના નંબરથી કોણ વાત કરે છે?" સિધ્ધુ ભડક્યો.


"હેલો.સિધ્ધુ?"સામેથી એક રૂવાબદાર અવાજ આવ્યો.

"બોસ,પેલું કોણ હતું? જેણે તમારો ફોન ઉઠાવ્યો હતો."સિધ્ધુએ પુછ્યું.

"સર્વન્ટ,ભુલથી મારો મોબાઇલ ઉઠાવી લીધો."બોસ.

"બોસ,તમે મને ભુલી ગયા.હું અહીં જેલમાં સડુ છું અને તમે મજા કરો છો.મને લાગ્યું હતું કે તમે મને અહીંથી ગમે તેમ કરીને મુક્ત કરાવશો."સિધ્ધુનો અવાજ ઢીલો હતો.

"સિધ્ધુ,હમણા તારે થોડા મહિના જેલમાં જ રહેવું પડશે.અમદાવાદમાં જે ડ્રગ્સની હેરાફેરી થવાની હતી.તે એ.ટી.એસ અને એન.સી.બીના જોઇન્ટ ઓપરેશનમાં પકડાઇ ગઇ છે.

એ.ટી.એસ અને એન.સી.બીની નજર હવે ડ્રગ્સ પેડલર્સ પર છે.જેમા તારો નંબર પહેલા છે અને આ વખતે મુંબઇ પોલીસના એ.સી.પી.પેલી ઓવરસ્માર્ટ કિનારાની નજર ખાસ તારા પર છે.

અને સિધ્ધુ,તે આ ફોન ક્યાંથી કર્યો,ઇડીયટ?કોઇ ટ્રેપ તો નથીને?"

"બોસ,જસ્ટ ચિલ.આ ફોન મે અહીં એક કેદી જોડેથી રૂપિયા આપીને કર્યો છે.કોઇને ખબર નહીં પડે.બોસ,અમદાવાદમાં આપણો વર્ષો જુનો ડ્રગ પેડલર પકડાઇ ગયો?"

"હા હા હા..પકડાયો તો છે આપણો એક માણસ પણ મારા ડ્રગ્સના સામ્રાજ્યને ખતમ કરવો શક્ય નથી.મે મારા બીજા એક માણસને અહીં મને મળવા બલાવ્યો છે.તારા પછી એ બીજો માણસ હશે જે મને રૂબરૂ મળશે.સાંભળ સિધ્ધુ,થોડા મહિના જેલમાં તારે કોઇના નજરમાં આવ્યા વગર કાઢવાના છે.

જ્યાં સુધી હું તે એ.સી.પી કિનારાને ઠેકાણે ના લગાવું.ત્યાંસુધી તું શાંત રહેજે અને હવે મને ફોન કરવાની કોશીશના કરતો.મને તારું કામ હશે ત્યારે હું સામેથી તને કોન્ટેક્ટ કરીશ.હા ફોન કાપ્યાં પછી આ નંબર ડીલીટ કરી નાખજે."

સામે છેડેથી ફોન મુકાઇ ગયો.અહીં કંટ્રોલરૂમમાં આ બધું જોઇ રહેલી કિનારા અને લવ આશ્ચર્ય પામ્યાં.

"કિનારા,આ બોસ કોઇ જાણીતો જુનો દુશ્મન તો નથી?તે તને રસ્તામાંથી હટાવવાની વાત કરે છે."લવે પુછ્યું.

"હા લવ,છે તો કોઇ જુનો અને જાણીતો દુશ્મન.આ અવાજ..લવ મને એવું કેમ લાગે છે કે મે આ અવાજ પહેલા ક્યાંય સાંભળ્યો છે?ઓફિસર,આ ફોન જ્ય‍ાં લગાવવામાં આવ્યો હતો તે જગ્યાનું નામ અને ફોન કોના નામ પર છે? તે ડિટેઇલ્સ જાણવા મળી શકશે?" કિનારાએ પુછ્યું.

"હા મેમ,આ લોકેશન કચ્છ ગુજરાત સાઇડનું છે અને આ નંબર કોઇ રાઘજીના નામ પર છે.મેમ ફેક આઇ.ડી પર લીધેલું સીમકાર્ડ અને જે યુસ કરે છે તે ટેકનોલોજીમાં એક્સપર્ટ છે.તેણે લોકેશન દર મીનીટે જુદું બતાવે તેવી ટેકનોલોજી તેના મોબાઇલમાં ફીટ કરેલી છે."તે ઓફિસરે કહ્યું.

લવ અને કિનારા એકબીજાની સામે જોવા લાગ્યાં.

"કચ્છ?બની શકે આ લોકેશન પણ ખોટું હોય."લવે કહ્યું.

"બની શકે સર.જે પણ છે આ બોસ તે સુપર સ્માર્ટ છે."ઓફિસરે કહ્યું.

"એ ભલે જે પણ હોય તેને આપણે સાબિતી સાથે જલ્દી પકડીશું અને આ મિસ્ટર વોન્ટેડ લવને દુનિયાની સામે બેનકાબ કરીશું.લવ તે એક વાત સાંભળી કે અમદાવાદમાં જે ડ્રગ્સની હેરાફેરીમાં જે માણસ પકડાયો હતો.તે કદાચ અસલી ગુનેગાર નહતો."કિનારાએ કહ્યું.

"ઇન ધેટ કેસ આપણે કુશને બધું જણાવવું જોઇએ."લવે કહ્યું.કિનારાએ હકારમાં માથું હલાવ્યું.

*******

અહીં રનબીરે એલ્વિસને જણાવ્યું કે ઘરે શું શું થયું અને કબીરે કેવીરીતે બધું સંભાળ્યું.તેણે તે પણ જણાવ્યું કે કબીર બધાને કાલે ફરવા લઇ જવાનો છે.તે પણ બાઇક પર કિઆન સાથે અદ્વિકા,કબીર સાથે કાયના અને તેની સાથે કિઆરા.

રનબીરના ફોન મુક્યાં પછી એલ્વિસ સતત વિચારમાં હતો.
"આ કબીર ઓવરસ્માર્ટ અને સેલ્ફીશ છે.કાયનાએ સગાઇ તોડવાની વાત કરી તો કેવું બધું સંભાળી લીધું અને કાલે ફરવા જવાની ચાપલુસી કરી.
કિઆરા રનબીર સાથે નહીં મારી સાથે આવવી જોઇએ.

તેનો આ પ્લાન તો હું ફ્લોપ કરાવીશ.પણ કેવી રીતે?"

એલ્વિસે વિચાર્યું અચાનક મોબાઇલમાં સોશિયલ મીડિયામાં તેનું ધ્યાન એક બુક ફેરની એડમાં ગયું જે મુંબઇથી થોડે દુર હતી અને તેની કાલે છેલ્લી તારીખ હતી.

"અરે વાહ,આ બુક ફેરથી ત્રણ વિકેટ તો ગઇ."તેણે કિઆરાને ફોન કર્યો.

તેનું હ્રદય ખુબજ જોરથી ધડકી રહ્યું હતું.
"હાય એલ્વિસ,તમે ?"કિઆરા આશ્ચર્ય પામી.

"હેય બુક લવર,કેમ છે?હા તને ફોન કર્યો કેમ કે સોશિયલ મીડિયા પર એક એડ જોઇ અને તારી યાદ આવી.મુંબઇથી દુર એક જોરદાર બુક ફેર છે જેનો કાલે લાસ્ટ ડે છે.તો મે તને ફોન કર્યો."એલ્વિસે સીધા મુદ્દાની વાત કરી.

"ઓહ,સાચે.વાઉ."કિઆરા બુક્સનું નામ સાંભળીને ખુશ થઇ ગઇ.

"હા અને સાંભળ્યું છે કે એક્સક્લુઝીવ ઓથર સાઇન્ડ કોપી પણ છે."એલ્વિસની વાત સાંભળીને કિઆરા ખુબજ ખુશ થઇ ગઇ.

"ઓહ વાઉ.થેંક યુ સો મચ.બાય."કિઆરા ખુશ થઇને ફોન કાપીને અદ્વિકા પાસે ગઇ.તે પણ આ વાત સાંભળીને ખુશ થઇ ગઇ.એલ્વિસે તે જગ્યાનું એડ્રેસ મેસેજ કર્યું.

"કિઆરા,પણ આ જગ્યા તો ખુબજ દુર છેને?"અદ્વિકાએ પુછ્યું.

"હા તો કિઆન લઇ જશેને."કિઅારાએ કહ્યું.

અહીં એલ્વિસનો પ્લાન કામ કરી રહ્યો હતો છ માંથી ત્રણ વીકેટ પડી ચુકી હતી હવે માત્ર કબીરને વ્યસ્ત રાખવાનો હતો.તેણે તેના એક મિત્ર કે જે બિઝનેસમેન હતો જેની કબીરની કંપની સાથે ડીલ ચાલી રહી હતી.તેને કબીરને કાલે જ મીટીંગ માટે મળવા કહ્યું.

અહીં બીજા દિવસે સવારે રનબીર અને કાયનાને ખબર પડી કે કિઆન,અદ્વિકા અને કિઆરા બુકફેર માટે નિકળી ગયા છે.એટલે હવે માત્ર તે ત્રણ જણા જ છે.

તૈયાર થઇને કબીરની રાહ જોઇને બેસેલા કાયના અને રનબીરને કબીરનો અચાનક ફોન આવ્યો કે તે નહીં આવી શકે કેમ કે તેને અચાનક એક મીટીંગમાં જવાનું છે.

"કબીર,ધીસ ઇઝ નોટ ફેર.હું અને રનબીર સવારથી તારી રાહ જોઇએ છે અમે કોલેજ પણ બંક કરી અને હવે તું ના પાડે છે."કાયના રીસાતા બોલી.

"હા તો સ્વિટહાર્ટ કામ પણ તો જરૂરી છેને.તું એક કામ કરને તું અને રનબીર જતા રહો."કબીરે કહ્યું.
"અને તારા મોમડેડ ? તેમને મારું રનબીર સાથે હોવું નથી ગમતું."કાયનાએ કહ્યું.

"કમ ઓન ડાર્લિંગ,તેમને હું જોઇ લઇશ.તું અને રનબીર જતા રહો."કબીરે આટલું કહીને ફોન મુક્યો.

એલ્વિસનું બાકીનું કામ અજાણતા જ કબીરે કરી દીધું.એલ્વિસને રનબીરે ફોન કર્યો અને તેમની સાથે આવવાનું આમંત્રણ આપ્યું.


"બ્રો,તારી કાયના સાથે આવો ગોલ્ડન ટાઇમ તને નહીં મળે.જા ફરી આવ તેની સાથે.જીવી લે દરેક પળ.પાડી તેને તારા પ્રેમમાં અને હા બિચ પર જવાનું મન થાય તો ભીડભાડ વાળા બિચ પર ના જતા મારા ઘરે આવી જજો."એલ્વિસે ફોન મુકી દીધો.

કાયનાને આમ અપસેટ જોઇને કુશ અને કિનારા તેની પાસે આવ્યાં.

"શું થયું કાયના,કબીર નથી આવી શકે એમ.તો કોઇ વાંધો નહીં.હું અને તારી મોમ તને પરમીશન આપીએ છીએ કે તું તારા મિત્ર રનબીર સાથે જા.જા બતાવ તેને મુંબઇની ફેમસ જગ્યા અને તમારી સફળતાને સેલિબ્રેટ કરો."કુશે કહ્યું.

"પણ આ કબીર.તેણે જ પ્લાન બનાવ્યો અને હવે."કાયનાએ કહ્યું.

"કાયના,ઇટ્સ ઓ.કે.કામ હોય.હેય રનબીર અહીં આવ ગઇકાલે તે અને કાયનાએ ખુબજ સરસ પરફોર્મન્સ આપ્યું.તેનું તને ઈનામ આપીશ."આટલું કહી કિનારા તેના હાથમાં ચાવીઓ લઇને આવી.

"આ લે આ મારા બુલેટની ચાવી છે.મારી જાન છે.તને બહુ ગમે છેને.જા મારી એક જાન પર મારી બીજી જાનને ફરવા લઇ જા.પણ હા બંનેનું સરખું ધ્યાન રાખજે નહીંતર આવી બન્યું."કિનારાએ પોતાની વ્હાલી બુલેટ બાઇકની ચાવી અને પોતાની જાનથી પણ વ્હાલી દિકરીનો હાથ તેના હાથમાં આપ્યો.

રનબીરે તે બંને પોતાના હાથામાં લઇને દબાવી દીધો અને કહ્યું ,"ચિંતા ના કરો કિનુમોમ,તમારી બંને સ્વિટહાર્ટનું જીવની જેમ ધ્યાન રાખીશ."

કાયના ગઇકાલથી રનબીર સાથે વાત નહતી કરી શકી.ગઇકાલે કપલ પરફોર્મન્સમાં છેલ્લા અમુક સ્ટેપ તેણે ચેન્જ કરીને કાયનાને છેલ્લે જે પોતાના બે હાથોમાં ઊંચકી અને ગાલે જે કીસ કરી હતી.તેણે તેની રાતની ઊંઘ ઉડાડી દીધી હતી.તે પોતાની જ લાગણીઓ સમજી શકતી નહતી.

તે ધડકતા હૈયે રનબીર પાછળ બેસી.કઇપણ બોલ્યા વગર પાછળ હેન્ડલ પકડી લીધો.જે રનબીરના ધ્યાનમાં હતું.
રનબીરે બાઇક ચાલુ કરી થોડે દુર સુધી લઇ ગયો અને બાઇક ઊભી રાખી દીધી.

"કાયના,બાઇક અહીંથી આગળ નહીં જાય."રનબીરે કહ્યું.કાયના આશ્ચર્ય પામી.

અહીં તેમના ગયા પછી કુશ અને કિનારા પોતાના રૂમમાં આવ્યાં.કિનારા કુશને થોડીક વાતો કહેવા માંગતી હતી.

"કુશ,મારે તને બે વાતો કહેવી છે."કિનારા બોલી.

"બોલ કિનારા,શું કહેવું છે તારે?"કુશે કહ્યું.

"કુશ, તે કાલે કાયના અને રનબીરનું કપલ પરફોર્મન્સ જોયું ?તેમને જોઈને તને અહેસાસ ના થયો કે કાયના અને રનબીર એકબીજાને પ્રેમ કરે છે."કિનારાની વાતે કુશને ઝટકો આપ્યો.

"વોટ..કિનારા,તું આ શું બોલે છે? કબીર અને કાયનાની સગાઇ થઇ ગઇ છે.કાયનાની ફાઇનલ એકઝામ ખતમ થતાં જ તેના લગ્ન થઇ જશે.કાયનાએ કહ્યું તો ખરા કે તે અને રનબીર મિત્રો છે.તને તારી દિકરી પર વિશ્વાસ નથી કિનારા?"કુશે પુછ્યું.

"કુશ,મન મારી કાયના પર પુરો વિશ્વાસ છે.મારી જાત કરતા પણ વધારે.વાત એ છે કે કાયનાને જ નથી ખબર કે તે રનબીરને પ્રેમ કરે છે.આમપણ તેના અને કબીરના લગ્ન કાયનાના મન એક સમજુતી જ હતીને.પોતાના ડ્રીમને પુરું કરવા.કદાચ મારાથી દુર ભાગવા."કિનારાના વેધક સવાલે કુશને ચુપ કરાવી દીધો.

શું આ એક દિવસ કાયના અને રનબીરને નજીક લાવી દેશે?
કિનારાની વાત સાંભળીને કુશનો શું પ્રતિભાવ હશે ?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 10 month ago